________________
૬/-૧૧૭૮ થી ૧૧૮૨
૧૩૭
તેટલામાં ઉભી થતાં તેણીને પગના તળીયામાં એક અંટો ટસ કરતાં ભાંગી ગયો. તે સમયે નિઃસા, નિરાશાવાળી બનીને તે સાધ્વી ચિંતવવા લાગી કે અરેરે ! આ જન્મમાં મારા પગમાં ક્યારેય ાંટો પેઠેલો ન હતો. તો હવે આ વિષયમાં શું અશુભ થવાનું હશે ? અથવા તો મેં પરમાર્થ જાણ્યો કે ચક્લા ચક્લીના સંઘટ્ટની મેં અનુમોદના કરી. તે કારણે મારું શીલવત વિરાધ્યું. મુંગો, આંધળો, કુઠ્ઠી, સડી ગયેલા શરીરવાળો, લજ્જાળુ હોય તો જ્યાં સુધી તે શીલખંડન ન કરે ત્યાં સુધી દેવો પણ તેની સ્તુતિ કરે છે. ઉભોઅંટો મારા પગમાં ખૂંચ્યો એ નિમિત્તે મારી ભૂલથી મને મહાન લાભ થશે.
[૧૧૮૩ થી ૧૧૮૮] જે સ્ત્રી મનથી પણ શીલને ખંડે તે પાતાળમાં સાતે પેઢીની પરંપરામાં કે સાતે નારડીમાં જાય. આવી ભૂલ મેં કેમ કરી ? હવે જ્યાં સુધી મારા ઉપર વજ્ર કે ધૂળવૃષ્ટિ ન પડે. મારા હૈયાના સો ટુક્ડા થઈને ફૂટી ન જાય તો તે મહા આશ્ચર્ય ગણાય. બીજુ ક્દાચ જો હું આ માટે આલોચના કરીશ તો લોકો આમ ચિંતવશે કે અમુક્ની પુત્રીએ મનથી આવો અશુભ અધ્યવસાય કર્યો. તે કારણે હું તેવો પ્રયોગ કરી, બીજાએ આમ વિચાર્યું હોય તો કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? એમ પારકાના બહાને આલોચના કરીશ. જેથી મેં આમ ચિંતવ્યું છે, તેમ બીજા કોઈ ન જાણે, ભગવંતે આ દોષનું જે પ્રાયશ્ચિત્ત આપશે તે ઘોર અતિનિષ્ઠુર હશે તો પણ તેમણે કહેલું સાંભળી તેટલું તપ કરીશ. જ્યાં સુધી ત્રિવિધ ત્રિવિધે શારહિત તેવું સુંદર શીલાદિ ન પળાય ત્યાં સુધી પાપોનો ક્ષય થતો નથી.
[૧૧૮૯ થી ૧૧૯૪] હવે તે લક્ષ્મણા સાધ્વી પારા બહાને આલોયના ગ્રહણ કરી તપસ્યા કરે છે. પ્રાયશ્ચિત્ત નિમિત્તે ૫૦ વર્ષ સુધી છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ કરીને દશ વર્ષ પસાર કર્યાં. પારણે પોતાના માટે ન રેલ, ન ાવેલ હોય, કોઈ સાધુના સંક્લ્પથી ભોજન તૈયાર ક્ર્મ ન હોય. ભોજન બાદ ગૃહસ્થોને ઘેર મળે તેવી ભિક્ષામાંથી મળે તો પારણું રે, બે વર્ષ સુધી આહારમાં માત્ર ભુંજેલા ચણા લે. ૧૬ વર્ષ સુધી માસક્ષમણ તપ કરે. ૨૦ વર્ષ આયંબિલ તપ કરે. કોઈ દિવસ આવશ્યક ક્રીયા ન છોડે. પ્રાયશ્ચિત્ત નિમિત્તે અદીન મનથી આ સર્વે તપ કર્યાં.
હે ગૌતમ ! ત્યારે તેણી ચિંતવે છે કે પ્રાયશ્ચિત્તમાં મેં જે તપ કર્યું તેનાથી માસ હૃદયનું પાપશલ્ય શું નહીં ગયું હોય ? કે જે મનથી તે સમયે વિચાર્યુ હતું. બીજી રીતે પ્રાયશ્ચિત્તતો મેં ગ્રહણ કર્યુ છે, બીજી રીતે મેં ર્ક્યુ છે, તો શું આયરેલું ન ગણાય? એમ ચિંતવતા તેણી મૃત્યુ પામી.
[૧૧૯૪ થી ૧૧૮] ઉગ્ર કષ્ટ પમાય તેવું ઘોર-દુષ્કર તપ કરીને તે લક્ષ્મણા સાધ્વી સ્વચ્છંદ પ્રાયશ્ચિત્તપણાના કારણે ક્લેશયુક્ત પરિણામના દોષથી વેશ્યાને ઘેર કુત્સિત કાર્ય કરનારી હલકી દાસીપણે ઉત્પન્ન થઈ, તેનું ખંડોષ્ઠા એવું નામ પાડ્યું. ઘણું મીઠું-મીઠું બોલનારી મધ-માંસની ભારીને વહેનારી, સર્વે વૈશ્યાનો વિનય નારી, તેમની વૃદ્ધાનો ચાર ગણો વિનય નારી હતી. તેનું લાવણ્ય તિથી યુક્ત હોવા છતાં તે મસ્તકે કેશ વગરની બોડી હતી. એઈ સમયે વૃદ્ધા વિચારે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org