________________
૧૩૬
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
સમજાવી. ત્યારે કેટલાંક દિવસે રૂદન બંધન કરીને શાંત થઈ.
[૧૯૫૬ થી ૧૧૬૩] કોઈ સમયે ભવ્યજીવો રૂપી ક્મલવનને વિકસિત કરતા એવા કેવળજ્ઞાન રૂપી સૂર્ય સમાન તીર્થ ત્યાં આવ્યા અને ઉધાનમાં સમોસર્યા. અંતઃપુર, સેના, વાહનો તથા સર્વ ઋદ્ધિ સહિત રાજા તેમને ભક્તિથી વાંદવા ગયો. ધર્મ શ્રવણ કરીને ત્યાં અંતઃપુર પુત્રો અને પુત્રી સહિત દીક્ષા અંગીકાર કરી. શુભ પરિણામી, મૂર્છારહિત, ઉગ્ર ક્દારી, ઘોર દુક્ત તપ કરવા લાગ્યો. કોઈ સમયે સર્વેને ગણિના યોગમાં પ્રવેશ કરાવ્યો. લક્ષ્મણા આર્યોને અસ્વાધ્યાયના કારણે અનુષ્ઠાન ક્રિયા રવા ન મોકલી. ઉપાશ્રયમાં એકાંતમાં બેઠેલા લક્ષ્મણા સાધ્વીએ ક્રીડા કરતાં પક્ષી યુગલને જોઈને ચિંતવ્યું કે આમનું જીવન સફળ છે. આ ચક્લાને સ્પર્શતી ચક્લી પોતાના પ્રિયતમને આલિંગીને પરમ આનંદસુખ આપે છે.
[૧૧૬૪ થી ૧૧૬૯] તીર્થંકર ભગવંતે પુરુષ અને સ્ત્રીને રતિક્રીડા તા હોય તે જોવાનો અમને શામાટે સર્વથા નિષેધ ર્યો હશે ? તેઓ તો વેદ ના દુઃખ રહિત હોવાથી બીજાનાં સુખ દુઃખો જાણી શક્તાં નથી. અગ્નિ બાળવાના સ્વભાવવાળો હોવા છતાં પણ આંખથી દેખનારને બાળતો નથી. અથવા ના, ના, ના, ભગવંતે કરેલી આજ્ઞા યથાર્થ જ છે. તેઓ વિપરીત આડશ કરે જ નહીં, ક્રીડા કરતાં પક્ષી યુગલને જોઈને મારું મન ક્ષોભાણું છે. મને પુરુષાભિલાષ પ્રગટ્યો છે કે હું તેની સાથે મૈથુન સેવું. પણ મેં આજે ચિંતવ્યુ તે સ્વપ્રમાં પણ કરવું ન ઘટે. તેમજ આ જન્મમાં મેં મનથી પણ અત્યાર સુધી પુરુષને ઈચ્યો નથી. કોઈ પ્રકારે સ્વપ્રમાં પણ અભિલાષા કરી નથી. તો ખરેખર હું દુરાચારિણી પાપ સ્વભાવી, નિર્ભાગી છું. આવું આડું અવળું ખોટું વિચારી મેં તીર્થની આશાતના કરી છે.
[૧૧૭૦ થી ૧૧૭૩] તીર્થરે પણ અત્યંત ક્દારી, ક્ડક, અતિદુર્ધર, ઉગ્ર, ઘોર મુશ્કેલીથી પળાતા એવા આરા વ્રત ઉપદેશેલા છે. તો ત્રિવિધ ત્રિવિધે આ વ્રત પાળવા શ્રેણ સમર્થ થઈ શકે ? વચન અને ાયાથી સારી રીતે આચસતું હોવા છતાં મનથી રક્ષણ કરવું શક્ય નથી. અથવા દુઃખની ચિંતા કરાય છે, આ તો સુખપૂર્વક ક્સય છે. જે મનથી પણ શીલ થયો તે સર્વ કાર્યમાં કુશીલ ગણાય. તો આ વિષયમાં શંન્નના યોગે એક્દમ મારી જે આ સ્ખલના થઈ તેનું મને પ્રાયશ્ચિત્ત આવે તો આલોચના કરી જલ્દી તેનું સેવન કરું.
[૧૧૭૪ થી ૧૧૭૭] સમગ્ર સતીઓ, શીલવંતીઓમાં હું પ્રથમ મોટી સાધ્વી છું. રેખા સમાન હું સર્વેમાં અગ્રેસરી છું. એમ સ્વર્ગમાં પણ ઉદ્ઘોષણા થાય છે. મારા · પગની ધૂળને સર્વે લોકો વંદે છે. કેમકે તેની રજથી બધાંની શુદ્ધિ થાય છે, તેવી મારી પ્રસિદ્ધિ છે. હવે જો હું આલોચના આપીશ મારો મનોદોષ ભગવંત પાસે પ્રગટ રીશ તો મારા ભાઈઓ માતા-પિતા આ વાત જાણી દુઃખી થશે. અથવા પ્રમાદથી કોઈ પ્રકારે મેં મનથી ચિંતવ્યુ તેને મેં આલોચ્યું એટલું માત્ર જાણીને મારી સંબંધી વર્ગને કર્યું દુઃખ થવાનું છે ?
[૧૧૭૮ થી ૧૧૮૨] જેટલામાં આમ ચિંતવીને આલોચના માટે તૈચાર થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org