________________
પ-૮૪
૧૧૯ તિર્યચયોનિમાં પાડો થયો. ત્યાં નરના દુઃખ જેવા સમાન દુઃખો ૨૬ વર્ષ સુધી ભોગવીને પછી હે ગૌતમ ! મૃત્યુ પામીને મનુષ્યમાં ઉત્પન થયો.
ત્યાંથી નીકળીને સાવધાયાર્યનો જીવ વસદેવ પણે ઉત્પન્ન થયો. ત્યાં યથાયોગ્ય આયુષ્ય પરિપૂર્ણ કરીને અનેક સંગ્રામ આરંભ-સમારંભ અને મહાપરિગ્રહ દોષથી મરીને સાતમી નરકે ગયો. ત્યાંથી નીકળી ઘણાં લાંબા કાળે ગજ કર્ણ નામની મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ માંસાહારની દોષથી પૂર આવ્યવસાયની મતિવાળો મરીને ફરી સાતમી નારસ્કીના અપ્રતિષ્ઠાના નામે નરવાસમાં ગયો. ત્યાંથી નીકળી ફરી પણ તિર્યંચમાં પાડા પણે ઉત્પન્ન થયો. ત્યાં નરી ઉપમાવાળું પારાવાર દુઃખ અનુભવીને મર્યો, પછી બાળ વિધવા, લટા, બ્રાહ્મણપુત્રીની કૃક્ષિમાં ઉત્પન્ન થયો.
તે સાવધાચાર્યનો જીવ લટાના ગર્ભમાં રહેલો હતો ત્યારે ગુપ્ત રીતે ગર્ભને પાડી નાંખવા, સડાવવા માટે ક્ષારો, ઓષધો, યોગોના પ્રયોગ કરવાના દોષથી અનેક વ્યાધિ અને વેદનાથી વાત શરીરવાળો. દુષ્ટ વ્યાધિથી સબળતો, પરુ ઝરાવતો, સલ સલ કરતા કૃમિના સમૂહવાળા ડાથી ખવાતો ખવાતો નરકની ઉપમાવાળા ધોર દુઃખના નિવાસભૂત ગર્ભવાસથી તે બહાર નીકળ્યો.
હે ગૌતમ ! ત્યાર પછી સર્વ લોકે વડે નિંદાતો, ગહતો, દુર્ગછા તો, તીરારનો સર્વ લોકથી પરાભવ પામતો, ખાન-પાન-ભોગોપભોગથી રહિત ગભવાસથી માંડીને સાત વર્ષ, બે માસ, ચાર દિવસ સુધી ચાવાજજીવ જીવીને વિચિત્ર શારીરિક, માનસિક ઘોર દુઃખથી પરેશાની ભોગવતો ભોગવતો મરીને પણ વ્યંતર દેવ થયો.
ત્યાંથી ચ્યવીને મનુષ્યમાં ઉત્પન થયો. ફરી વઘ ક્રનારાઓનો અધિપતિ, વળી તે પાપકર્મની દોષથી સાતમીએ ગયો. ત્યાંથી નીકળી તિર્યંચગતિમાં ભારને
ત્યાં બળદ પણે ઉત્પન્ન થયો તેને ત્યાં ચી, ગાડાં, હળ, અરઘટ્ટ વગેરેમાં જોડાઈને રાત દિવસ ઘોસરીમાં ગરદન ઘસાઈને ચાંદા પડી ગયા. વળી અંદરથી કેહવાઈ ગયો. ખાંધમાં કૃમિ ઉત્પન્ન થઈ.
- જ્યારે તેની ખાંધ ધોંસરું ધારણ જવા માટે સમર્થ નથી એમ જાણ્યું. ત્યારે તેનો સ્વામી માર તેની પીઠ ઉપર ભાર વહન કરાવવા લાગ્યો. વખત જતાં જેવી રીતે ખાંધ સડી ગઈ તેવી રીતે પીઠ પણ ઘસાઈને બેઠવાઈ ગઈ. તેમાં કંડાઓ ઉત્પન્ન થયા. પીઠ પણ આખી સડી ગઈ. તેની ઉપરનું ચામડું નીકળી ગયું અંદરનું માંસ દેખાવા લાગ્યું.
ત્યાર પછી હવે આ કંઈ કામ કરી શકે તેમ નથી, નકામો છે એમ જાણીને છૂટો મૂકી દીધો.
હે ગૌતમ ! તે સાવધાચાર્યનો જીવન સળસળતા કીડાઓથી ખવાતો બળદ છૂટો રખડતો મૂકી દીધો.
ત્યાર પછી અતિશય સડી ગયેલા ચર્મવાળા, ઘણાં ઝગડાં, ારા, કૃમિઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org