________________
મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ
અગ્નિનો સમારંભ સર્વથા સર્વ પ્રકારે મુનિ સ્વયં વર્ષે. આવા પ્રકારે ધર્મ ધ્રુવ, શાશ્વત, નિત્ય છે. એમ લોકોના દુઃખને જાણનાર સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલ છે.
[૮૩૮] ભગવન્ ! જે કોઈ સાધુ-સાધ્વી અથવા નિગ્રન્થ દ્રવ્ય સ્તવ કરે તેને શું હેવાય? ગૌતમ ! તે અસંયત, અયતિ, દેવદૂત્યનો ભોગી, દેવનો પૂજારી, ઉન્માર્ગનો પ્રતિષ્ઠાયક, શીલને દૂરથી તજનાર, કુશીલ, સ્વચ્છંદાચારી એવા શબ્દોથી બોલાવાય.
[૮૩૯] એમ હે ગૌતમ ! આમ અનાચાર પ્રવર્તક આચાર્યાં, ગચ્છનાયકો ઘણાં થયા, તેમાં મરતરત્ન સમ કાંતિવાળા કુવલયપ્રભ નામે મહાતપસ્વી અણગાર હતા. તેમને જીવાદિ પદાર્થો સંબંધે ઘણું જ સૂત્ર અને અદ જ્ઞાન હતું. આ સંચાર સમુદ્રમાં તે-તે યોનિમાં રખડવાના ભયવાળા હતા. ત્યારે તેવું અસંયમ વર્તતું હોવા છતાં અનાચાર ચાલતો હોવા છતાં વલયપ્રભ જિજ્ઞાસા ઉલ્લંઘતા ન હતા.
હવે કોઈ સમયે બળ-વીર્ય-પુરુષકાર પરાક્રમ છૂપાવ્યા નથી એવા તે સુશિષ્ય પરિવાર સહિત સર્વરૂપે પ્રરૂપેલા. આગસૂત્રને અનુસરનાર, રાગ-દ્વેષ-મોહ-મિથ્યાત્વમમત્વાદિથી રાહિત, સર્વ પદાર્થોમાં વ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નિર્મમત્વી થયેલા, વધુ તેમના કેટલાં ગુણો વર્ણવવા ?
૧૧૪
ગામ, ખાણ, નગર, ખેડ, ક્બટ, મંડપ, દ્રોણ મુખાદિ સ્થાન વિશેષોમાં અનેક ભવ્યાત્માઓને સંસારરૂપ કેદખાનામાંથી છોડાવનાર એવી સુંદર ધર્મયાનો ઉપદેશ આપતા વિચરતા હતા.
હવે કોઈક સમયે તે મહાનુભવ વિહાર કરતા કરતા ત્યાં આવ્યા કે જ્યાં પહેલા નિત્ય એક સ્થાને વાસ નાસ રહેતા હતા. આ મહાતપસ્વી છે, એમ ધારીને વદંન-આસનદાન આદિ સમુચિત્ત વિનય કરીને તેમનું સન્માન કર્યું, એ પ્રમાણે તેઓ સુખપૂર્વક ત્યાં બેઠા. બેસીને ધર્મસ્થાદિ વિનોદ રાવતાં ત્યાંથી જવા માટે પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે તે મહાનુભાગ વલયપ્રભ આયાર્યને તેઓએ દુરંતપ્રાંત અધમલક્ષણવાળા, વેશથી આજીવિકા નારા, ભ્રષ્ટાચાર સેવનાર, ઉન્માર્ગ પ્રવર્તાવનાર, આભિગ્રહી મિથ્યાદૃષ્ટિએ ક્યું કે ભગવન્ ! જો આપ અહીં એક ચાતુર્માસ રહેવાનો નિર્ણય કરો તો તમારી આજ્ઞાથી અહીં આટલા જિન ચૈત્યો નક્કી રાવવા તો અમારા ઉપર કૃપા કરીને આપ અહીં જ રહો.
હે ગૌતમ ! ત્યારે તે મહાનુભાગ વલયપ્રભે હું કે અરે ! પ્રિયવચન બોલનારાઓ! જો કે જિનાલય છે, છતાં પણ એ પાપરૂપ છે. હું વચનમાત્રથી પણ તેનું આચરણ કરીશ નહીં. આ રીતે શાસ્ત્રના સાદ્ભૂત ઉત્તમ તત્ત્વને યથાવસ્થિત અવિપરીત નિઃશંક પણે હેતા તે મિથ્યાર્દષ્ટિ સાધુવેશધારી પાખંડીઓની વચ્ચે યથાર્થ પ્રરૂપણાથી તીર્થ નામ ગોત્ર ઉપાર્જ્ડ અને એક ભવ બાકી રહે તેવો સંસાર સમુદ્ર શોષવી નાંખ્યો.
ત્યાં આગળ જેનું નામ ન બોલાય તેવો દિષ્ટ નામનો સંઘ એક્ઠો થયેલ. તેણે તથા ઘણાં પાપમતિવાળા વેશધારીએ પરસ્પર એઠાં મળીને હૈ ગૌતમ ! તે મહાતપસ્વી મહાનુભાવનું જે વલયપ્રભ નામ હતું, તેનો વિલાપ ર્યો. એટલું જ નહીં
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org