________________
૫-૮૩૩
૧૧૧ કોઈ પણપ્રકરે કોઈ પણ આચાર સ્થાનમાં કોઈ ગચ્છાધિપતિ કે આચાર્ય કે જેમના અંતઃણમાં વિશુદ્ધ પરિણામ હોવા છતાં વારંવાર ચૂકી જાય, ખલના પામે કે પ્રરૂપણ કરે તો તે આરાધક કે અનારાધક ગણાય?
ગોતમ ! અનારાધક ગણાય.
ભગવન! ક્યા શરણથી એમ હેવાય છે ? ગોતમ ? જે બાર અંગરૂપ શ્રુતજ્ઞાન મહાપ્રમાણ અને અંતવગરનું છે. જેની આદિ નથી કે નાશ નથી. સબૂત પદાર્થોની સિદ્ધિ કરી આપનાર, અનાદિથી સારી રીતે સિદ્ધ થયેલ છે, દેવેન્દ્રોને પણ વંદનીય છે, એવા અતુલ બલ, વીર્ય, અસાધારણ સત્વ, પરાક્રમ, મહાપુરુષાર્થ, ક્રાંતિ, તેજ, લાવણ્ય, રૂપ, સૌભાગ્ય, અતિશય કળાના સમૂહથી સમૃદ્ધિથી શોભિત, અનંતજ્ઞાની, સ્વયં પ્રતિબોધિત જિનવરો, અનાદિ અનંત સિદ્ધો, વર્તમાનમાં સિદ્ધ થતાં, નજીક્કા તળમાં સિદ્ધ પામનારા એવા અનંત જેમના નામ સવારમાં ગ્રહણ ક્રવા યોગ્ય છે. (તથા).
મહાસત્ત્વવાળા, મહાનુભાગ, ત્રણે ભુવનમાં એક તિલક સમાન, જગતમાં શ્રેષ્ઠ, જગતબંધ, જગત ગુરુ, સર્વજ્ઞ, સર્વ જાણનારા, સર્વ દેખનારા, શ્રેષ્ઠ, ઉત્તમ, ધર્મનીય પ્રવર્તક અરિહંત ભગવંતો, ભૂત-ભાવિ-આદિ સમગ્ર ગુણો, પર્યાયો, સર્વ વસ્તુનો સદ્દભાવ જેણે જાણેલો છે. કોઈની પણ સહાય ન લેનાસ, સર્વશ્રેષ્ઠ, એક્લાં, જેમનો એક જ માર્ગ છે એવા તીર્થક્ત ભગવંતો તેમણે સૂત્રથી, અર્થથી, ગ્રંથથી, યથાર્થપણે તેની પ્રરૂપણા કરેલી છે. યથાસ્થિતિ અનુરોપન કરેલ છે. હેવા-વાયના આપવા-પ્રરૂપણા કરવા-બોલવા કે ક્શન વા લાયક વાચના આપવા-એવા આ બાર અંગો અને ગણિપીટક છે.
તે બાર અંગો અને તેના અર્થો તીર્થો કે જે દેવેન્દ્રને પણ વંદનીય છે. સમગ્ર જાતિના સર્વેદ્રવ્યો અને પર્યાયિો સહિત ગતિ, આગતિ, ઈતિહાસ, બુદ્ધિ જીવાદિ તત્વો, વસ્તુના સ્વભાવોના સંપૂર્ણ જ્ઞાતા છે. તેમને પણ અલંઘનીય છે. અતિક્રમણીય નથી, આશાતના ન ક્રવા લાયક છે.
વળી આ બાર અંગ રૂ૫ શ્રુતજ્ઞાન એ સર્વ જગતના જીવો, પ્રાણો, ભૂતો અને સત્વોને એવંતે હિતકરી, સુખારી, કર્મનાશ ક્રવામાં સમર્થ અને મોક્ષના કરણરૂપ છે. ભવોભવ સાથે અનુસરણ કરનાર છે, સંસારને પાર પમાડનાર છે. પ્રશસ્ત મહાઅર્થથી ભરપૂર છે. તેમાં ફળ સ્વરૂપ વગેરે ધેલા હોવાથી મહાગુણયુક્ત, મહાપ્રભાવશાળી છે. મહાપુરુષોએ અનુસરેલ છે. પરમ મહર્ષિઓએ તીર્થક્રોએ ઉપદેશેલી છે.
જે દ્વાદશાંગી દુ:ખનો ક્ષય ક્રવા માટે, જ્ઞાનવરણીય આદિ ર્મનો ક્ષય ક્રવા માટે, રાગ દ્વેષાદિના બંધનોથી મુક્ત થવા માટે, સંસાર-સમુદ્રથી પાર ઉતરવા માટે સમર્થ છે. એમ હોવાથી તે દ્વાદશંગીને અંગીકાર ક્રીને વિચરીશ. એ સિવાય બીજાનું મારે પ્રયોજન નથી. તેથી હે ગૌતમ! જે કેઈએ શાસ્ત્રનો સભાવ ન જાણેલો હોય, શાસ્ત્રનો સાર જાણેલો ન હોય, તે ગચ્છાધિપતિ કે આચાર્ય જેના પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org