________________
૧૧૦
મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ
નિર્ધર્મ, ચારિત્રને દૂષિત કરનાર થાય, સર્વ પ્રકારે એકાંતે અાર્યાર્થે ઉધત થયેલા ગણાય. તે ગમે તેમ શ્રુત કે વિજ્ઞાનનું અભિમાન નારો, રૂપ બદલનારો થાય. [૮૨૭ થી ૮૩૦] ભગવન્ ! તે બહુરૂપો કોને કહેવાય ? જે શિથિલ આચારી હોય
તેવો ઓસન્ન કે ક્ઠણ આચાર પાળતો ઉધત વિહારી બની તેવો નાટક કરે. ધર્મ રહિત કે ચાસ્ત્રિમાં દૂષણ લગાડનાર હોય તેવો નાટક ભૂમિમાં વિવિધ વેશધારણ કરે તેના જેવો ચારણ કે નાટકીયો થાય. રામ-લક્ષ્મણ કે રાવણ થાય, વિકરાળ કાનઆગળ દાંત નીકોલો વૃદ્ધાવસ્થા યુક્ત ગાત્રવાળો, નિસ્તેજ, ફીક્કાનેત્રવાળો, પુર્યંચથી ભરેલો વિદુષક હોય તેને વેશ બદલતો, ક્ષણવારમાં તિર્યંચ જાતિક વાનર, હનુમાનાદિ થાય. એ રીતે વિદૂષક માફક બહુરૂપી થાય.
એ રીતે હૈ ગૌતમ ! ક્દાચ ભૂલચૂક કે સ્ખલનાથી કોઈક અસતિને દીક્ષા અપાઈ ગઈ.પછી તેને દૂર સુધીના માર્ગની વચ્ચે આંતરો રાખવો. નજીક સાથે ન ચાલવું, પાસે ન રાખવી. તેની સાથે આદરથી વાતચીત ન કરવી, પાત્રાદિ ન પડી લેહરાવવા, શાસ્ત્રોના ઉદ્દેશાદિ ન ાવવા, કે તેની સાથે ગુપ્ત રહસ્ય મંત્રણા ન કરવી.
-
ગૌતમ ! ઉક્ત દોષથી રહિતને પ્રવ્રજ્યા આપવી. તેમજ હે ગૌતમ ! મ્લેચ્છ દેશમાં જન્મેલા અનાર્યને દીક્ષા ન આપવી, એ પ્રમાણે વેશ્યાપુત્રને, ગણિકાને, નેત્ર હિતને, હાથ-પગ ક્વાયેલા હોય તેને, છેદાયેલા કાન-નાક્વાળાને, કોઢિયાને, શરીરમાંથી પરૂ ઝરતું હોય કે સડતું હોય, પગે લંગડો કે ચાલી ન શક્તો હોય, મૂંગોબહેરો કે ઉંટ ક્યાયીને, ઘણાં પાંખડીનો સુસર્ગ કરનારાને, સજ્જડ રાગદ્વેષ મોહ-મિથ્યાત્વવાળાને, પુત્ર-ત્યાગીને, જિનાલય કે દેવ-દેવીના સ્થાનની આવક્ને ભોગવનારાને, કુંભાર, નર-નરી, મલ્લ, ચારણ, શ્રુત ભણવામાં જડ બુદ્ધિ, પગ-હાથ ક્રમ ન આપતા હોય, સ્થૂળ શરીરી હોય તેને પ્રવ્રજ્યા ન આપવી.
નામ વગરના, બળહીન, જાતિ હીન, નિંદીત, કુળહીન, બુદ્ધિહીન, પ્રજ્ઞાહીન, ગામનો મુખી, તેમનો પુત્ર કે તેવા અધમ જાતિવાળા, જેના કુળ અને સ્વભાવ જાણેલા હોય તેવાને દીક્ષા ન આપવી, આ કે આ સિવાયના બીજા પદોમાં સ્ખલના થાય, ઉતાવળ થાય તો દેશોને પૂર્વકોડ વર્ષોના તપથી તે દોષની શુદ્ધિ થાય કે ન
પણ થાય.
[૮૩૧, ૮૩૨] શાસ્ત્રોક્ત રીતે ગચ્છની વ્યવસ્થા યથાર્થ પાળીને, કર્મરૂપ રજના મેલ અને ક્લેશથી મુક્ત થયેલા અનંત આત્માઓ મુક્તિ પદને પામ્યા છે. દેવો, અસુરો, જગતના મનુષ્યો થી નમન ાયેલા, આ ભૂવનમાં જેમને અપૂર્વયશ ગવાયો છે, કેવલી-તીર્થંાદિએ વ્હેલા ગુણમાં રહેલા આત્મ પરાક્રમ ગચ્છાધિપતિઓ અનેક મોક્ષ પામે છે અને પામશે.
નારા
[૮૩૩] ભગવન્ ! જે કોઈ ન જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા હોય તે વિધિથી કે અવિધિથી કોઈ ગચ્છના આચારો કે માંડલી ધર્મના મૂળ કે છત્રીસ પ્રકારના ભેદવાળા જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્યના આચારોને મનથી, વચનથી કે કાયાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org