________________
4/-/cox el coe
૧૦૧ દુખ થાય. જ્યારે જન્મ થાય ત્યારે યોનિ યંત્રમાં પીલાવાથી જે દુઃખ થાય છે તેનાથી ક્રોડ કે ક્રોડા ક્રોડ ગણું પણ દુઃખ થાય. જન્મ થતો હોય અને મરણ પામતો હોય તે સમયનું જે દુઃખ તે સમયે તો તેના દુખાનુભવમાં પોતાની જાતિ ભૂલી જાય છે.
[૮૦૦થી ૮૧૦ ગૌતમ ! જુદી જુદી યોનિમાં પરિભ્રમણ ક્રતા જો તે દુખવિપાકેનું સ્મરણ ક્રવામાં આવે તો જીવી ન શકય. અરે! જન્મ, જરા, મરણ, દુર્ભાગ્ય, વ્યાધિની વાત બાજુ ઉપર રાખીએ. પણ ક્યો મહામતિવાળો ગર્ભવાસથી લજ્જા ન પામે અને પ્રતિબોધિત ન થાય. ઘણાં રુધિર, પરથી ગંદકીવાળા, અંશુચિ દુર્ગધવાળા, મલથી પૂર્ણ, જોવા પણ ન ગમે એવા દુરભિગંધવાળા ગર્ભમાં કોણ ધૃતિ પામી શકે ? તો જેમાં એૉંત દુઃખ વિખરાઈ જવાનું છે, એયંત સુખ પ્રાપ્ત થવાનું છે તેવી આજ્ઞાનો ભંગ ન સ્વ. આજ્ઞાભંજક્ત સુખ ક્યાંથી હોય ?
[૧૧] ભગવદ્ ! ઉત્સર્ગ આઠ સાધુના અભાવમાં અથવા અપવાદથી ચાર સાધુઓ સાથે સાથ્વીનું ગમનાગમન નિષેધેલ છે. તેમજ ઉત્સર્ગથી દશ સંયતિથી ઓછી, અપવાદથી ચાર સંપત્તિના અભાવે ૧૦૦ હાથ ઉપરાંત જવાનું. ભગવંતે નિષેધેલ છે. આ આજ્ઞા ઉલંધક સાધુ હોય કે સાધ્વી, તેને અનંતસંસારી ક્વેલાં છે, તો પાંચમા આરાને અંતે એક્લા અસહાય દુષપસહ અણગાર હશે. વિણથી સાધ્વી પણ અસહાય એકલા હશે. તો તેઓ કેવી રીતે આરાધક હશે ? ગૌતમ ! દુષમાળાના અંતે તે ચારે ક્ષાયિક સમ્યક્ત જ્ઞાન દર્શન ચાસ્ત્રિ યુક્ત હશે. તેમાં જે મહાયશા મહાનુભાવી દuસહ અણગાર હશે તેઓનો અત્યંત વિશુદ્ધ દર્શન-જ્ઞાનચાસ્ત્રિાદિ ગુણોથી યુક્ત જેણે સારી રીતે સદ્ગતિનો માર્ગ જોયેલ છે. તેવા આશાતના ભીરુ, અત્યંત પરમશ્રદ્ધા, સંવેગ, વૈરાગ્ય, સમ્યક્ માર્ગમાં રહેલા, વાદળા રહિત નિર્મળ આકાશમાં શરદપૂર્ણિમાના વિમલચંદ્ર કિરણ સમાન ઉજજવલ ઉત્તમ યશવાળા, વિશેષ વિશેષ વંદન લાયક, પૂજ્યોમાં પરમપૂજ્ય હશે.
તથા તે સાથ્વી પણ સમ્યક્ત જ્ઞાન ચાત્રિમાં પતાક સમાન, મહાયશા, મહાસત્વી, મહાનુભાગ એવા ગુણયુક્ત હોવાથી સારી રીતે જેનું નામ સ્મરણ કરી શાય તેવા વિષ્ણુશ્રી સાધ્વી થશે. વળી જિનદત્ત અને કશુશ્રી એ નામે શ્રાવક શ્રાવિક્ર થશે. ઘણાં દિવસ સુધી વર્ણવી શકાય તેવા ગુણવાળું તે યુગલ થશે. તેઓ સર્વેનું ૧૬-વર્ષનું ઉત્કૃષ્ટ આયું હશે. આઠ વન ચાસ્ત્રિ પર્યાય પાળી, પાપની આલોચના ક્રીને, નિઃશલ્ય થઈને નમસ્કાર સ્મરણમાં પરાયણ બની એક ઉપવાસ ભક્ત ભોજન પ્રત્યાખ્યાન ક્રી સૌધર્મ કયે ઉપપાત થશે. પછી મનુષ્ય લોકમાં આગમન થશે, તો પણ તેઓ ગ૭ વ્યવસ્થા તોડશે નહીં.
[૮૧૨, ૮૧૩] ભગવન ! ક્યા કારણે એમ કહેવાય છે કે તો પણ ગચ્છ વ્યવસ્થા ઉલ્લંઘશે નહીં ? ગૌતમ ! અહીં નજીકના કાળમાં મહાયશા, મહાસત્વી, મહાનુભાવ શદ્વૈભવ નામે મહાતપસ્વી, મહામતિ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનના ધારક અણગાર થશે. તેઓ પક્ષાપાત રહિતપણે અપાયુવાળા ભવ્યતત્વોને જ્ઞાનાતિશય વડે ૧૧ અંગો, ૧૪ પૂર્વોના પરમસાર અને નવનીત સરખું અતિ પ્રર્શ્વગુણ યુક્ત સિદ્ધિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org