________________
સૂત્ર-પપ થી ૬૨
૧૨૧
શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થશે. દુઃખી એમ માની ધમચિરણ કરે કે ભવાંતમાં મને દુઃખ પ્રાપ્ત ન થાય.
નર કે નારીને શતિ, કુળ, વિધા, સુશિક્ષા પણ સંસાથી પાર ઉતારતી નથી. આ બધું તો શુભ કર્મોથી જ વૃદ્ધિ પામે છે શુભ કર્મો ક્ષીણ થતાં પૌરુષ પણ ક્ષીણ થાય છે, શુભ કર્મોની વૃદ્ધિ થતાં પૌરુષ પણ વૃદ્ધિ પામે છે.
• વિવેચન-૫૫ થી ૬૨ :
દર્શ વર્ષ પ્રમાણ જીવનું બાલોત્પાદન - મુંડન કરવું તે લોકોકિત છે, ઉપલક્ષણથી બીજો પણ પ્રથમાવસ્થામાં મહોત્સવ વિશેષ જાણવો. બીજી અવસ્થામાં વિધા ગ્રહણ કરે છે, બીજીમાં ભોગો ભોગવે, ચોથીમાં વિજ્ઞાન થાય ઈત્યાદિ બધું સૂણાર્થ મુજબ જાણવું. અહીં સો વર્ષમાં જીવોનો સુખ ભાગ કહ્યો અને શબ્દથી દુ:ખભાગ પણ કહ્યો. અથવા અહીં ક્ષિતિંત શદથી “સુખ કેટલું - દુ:ખ કેટલું” અર્થ લેવો.
હવે સો વર્ષાયુ જીવનો બીજો પણ ઉપદેશ આપે છે. જે જીવ સો વર્ષ જીવે - પ્રાણ ધારણ કરે, વળી સુખી-ભોગો ભોગવે, તે પણ જીવતું સદા મંગલ કેવલિ ભાષિત ધર્મ જ કરે છે, તો પછી કટવાળા આયુ કાળમાં - જે મનુષ્ય સદા દુ:ખાકુલ હોય, તે દુ:ખી જીવને જિનદર્શિત ધર્મ નંદિપેણના પૂર્વભવ બ્રાહ્મણના જીવની જેમ વિશેષ કરવો જોઈએ.
સુખને ભોગવતો જિનોક્ત ધર્મ આચરે. કેવો ધર્મ? શ્રેષ્ઠ, મોક્ષને પ્રાપ્ત કરાવનાર, કેવી ભાવનાથી ધર્મ કરવો ? મને આ ભવે કે પર ભવે અતિ કલ્યાણ થાય, તે ભાવનાથી. સુખને ન ભોગવતો પણ ધર્મ કરે. કઈ ભાવનાથી ? મને વધુ પાપ ન થાય - હું એક પાપફળને ભોગવું છું, ફરી ધર્મ ન કરીને અતિપાપફળ ન થાય એવી ભાવનાથી ધર્મનું આચરે.
પુર, વા શબ્દથી બાલ આદિ ભેદથી સ્ત્રી, નપુંસક લેવા. જાતિ-માતૃપક્ષ અથવા બ્રાહ્મણાદિ જાતિ. કુલ-પિતૃપક્ષ અથવા ઉગ્ર-ભોગ આદિ કુલ, વિધા, સુશિક્ષિત આમાંનું કોઈ ભવસમુદ્રના કિનારે પહોંચાડનાર નથી. બધું વર્ગ-મોક્ષાદિ સુખ પુન્યથીસંવિપ્ન સાદુદાનાદિથી પ્રાપ્ત થાય છે. • x - પુણ્ય-અન્ન, પાન, વસ્ત્ર, પીઠફલક, ઔષધાદિ વડે સાધુને દાનાદિથી ઉપાર્જિત શુભ ફળ વડે. હીયમાન-ફાય પામેલ, પુરપાભિમાન ઉપ શબ્દથી બીજા પણ યશ, કીર્તિ, સ્ફીતિ, લખ્યાદિ ધીમે ધીમે થાય પામે છે અને પુન્ય વધતા પુરુષાકાર પણ વધે છે.
• સૂત્ર-૬૩ :
હે આયુષ્યમાન ! પુજ્ય કૃત્યો કરવાથી પીતિમાં વૃદ્ધિ થાય છે, પ્રશંસા, ધન અને કીર્તિમાં વૃદ્ધિ થાય છે. તેથી હે આયુષ્યમાન ! એવું કદી ન વિચારવું કે
અહીં ઘણાં સમય, આવલિકા, ક્ષણ, શ્વાસોચ્છવાસ, સ્તોક, લવ, મુહૂd, દિવસો, અહોરમ, પક્ષ, માસ, ઋતુ અયન, સંવત્સર, યુગ, સો વર્ષ હજાર વર્ષ, લાખ વર્ષ, કરોડ વર્ષ, કોડાકોડી વર્ષ જીવવું છે.
જ્યાં અમે ઘણાં શીલ, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ
૧રર
તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ સ્વીકારીને સ્થિર રહીશું.
હે આયુષ્યમાન ! ત્યારે એવું ચિંતન કેમ નથી કરતો કે નિશ્ચયથી આ જીવન ઘણી બાધાથી સુકત છે અને તેમાં ઘણાં વાત, પિત, ગ્લેમ, સંનિપાત આદિ વિવિધ રોગતંક જીવિતને સ્પર્શે છે.
• વિવેચન-૬૩ -
નિશે હે આયુષ્યમાન્ ! પુન્ય-શુભ પ્રકૃતિ રૂ૫, કૃત્ય-કાર્યો, કરણીય - કરવાને યોગ્ય, પ્રીતિકર - મિત્રાદિ સાથે સ્નેહોત્પાદક વર્ણકર- એક દિશા વ્યાપી સાધુવાદકર, ધનકર - રત્નસમૃદ્ધિ કર, કીર્તિકર-સર્વ દિશા વ્યાપી સાધુવાદ કર. આવા અર્થવથી આયુષ્યમાન આ પ્રમાણે મનમાં પણ વિકલ્પ ન કરવા કે -
આગામી સમયમાં વિશે ઘણાં સમયો, એ પ્રમાણે આગળ પણ બધે “ઘણાં” શબ્દ જોડવો.
સૌથી નિકૃષ્ટ કાળ - સમય, અસંખ્યાત સમયોની એક આવલિકા - જઘન્ય યુક્ત અસંખ્યાત સમય રાશિ પ્રમાણ. ૧૮ નિમેષથી એક કાષ્ઠ બે કાષ્ઠનો લવ. ૧૫ લવથી કળા, બે કળાનો લેશ ૧૫ લેશની ક્ષણ. સંખ્યાત આવલિકાનો એક ઉશ્વાસ, તેટલાં જ કાળે એક નિશ્વાસ. બંને કાલનો એક પ્રાણ. સાત પ્રાણનો સ્ટોક. ૭ સ્તોકનો લવ. ૩૭ લવનું મુહૂર્ત. ૧૫ મુહૂર્તનો દિવસ. ૩૦ મુહૂનો અહોરાત્ર. ૧૫ અહોરાકનો પક્ષ. બે પક્ષનો માસ. બે માસની ઋતુ. ત્રણ ઋતુનું અયન, બે અયનનું સંવત્સર, પાંચ સંવત્સરનો યુગ. ૨૦ યુગના સો વર્ષ. એ રીતે હજાર, લાખ, કરોડ અને કોડાકોડી.
જે સમય, આવલિકાદિમાં અમે ઘણાં શીલ-સમાધાન, વ્રત-મહાવ્રતો, ગુણવિનયાદિ, વેરમણ-અસંયમાદિથી તિવર્તવું, પ્રત્યાખ્યાન - નમસ્કાર સહિત પૌરુષી આદિ, પૌષધ-પર્વદિન અષ્ટમી આદિ તેમાં ઉપવાસ - ભકતાર્યકરણ પૌષધોપવાસ, તેમાં અમે આયાયદિ પાસે અંગીકાર કરીશું. કરીને પહેલા સાક્ષાત્ કરવા વડે સતત નિષ્પન્ન કરીશું. એમ કેમ ન વિચારવું ?
હે આયુષ્યમાનું ! તમે સાંભળો, જે કારણે આ જીવિતજીવોનું આયુ વિશે અંતરાયની બહુલતાવાળું છે, આ પ્રત્યક્ષ ઘણાં વાત-પિત્ત-ગ્લેમ-સાન્નિપાતિક જન્ય વિવિધ રોગો-વ્યાધિ અને આતંક જીવિતને સ્પર્શે છે. હવે બધાં મનુષ્યોને રોગો સ્પર્શે ?
• સૂત્ર-૬૪ -
હે આયુષ્યમાન પૂર્વકાળમાં યુગલિક, અરિહંત, ચકવતી, બળદેવ, વાસુદેવ, ચારણ અને વિધાધર આદિ મનુષ્ય રોગરહિત હોવાથી લાખો વર્ષો સુધી જીવન જીવતા હતા.
તેઓ અત્યંત સૌમ્ય, સુંદર રૂપવાળા, ઉત્તમ ભોગભોગવતા, ઉત્તમ લક્ષણધારી, સવમ સુંદર શરીરવાળા હતા. તેમના હાથ-પગના તળીયા લાલકમળપત્ર જેવા, કોમળ હતા. આંગળીઓ પણ કોમળ હતી. પર્વત, નગર,