________________
સૂત્ર-ર૬ થી ૪
૧૧૯
પરમ કરણોત્પાદક સ્વરને ગાઢપણે કરતો ગર્ભસ્થ જીવ યોનિમુખથી નીકળે ત્યારે માતાને અને પોતાને પણ અતુલ્ય વેદના ઉત્પાદન કરે છે. ગર્ભમાં જીવ કોઠિકા આકૃતિના તપતા લોઢાના વાસણ જેવા નાકોત્પત્તિ સ્થાન તુલ્યમાં રહીને વિષ્ઠા જેવા ગર્ભગૃહમાં, જે અશુચિ પ્રભવ, અપવિત્ર સ્વરૂપ, પિત્ત-પ્લેખ-શુક-લોહી-મૂત્ર-વિષ્ઠા મધ્ય ઉત્પન્ન થાય છે.
કોની જેમ ? વિઠાના કીડાની જેમ. જેમ કૃમિબેઈન્દ્રિય જંતુ વિશેષ, ઉદર મણે વિઠામાં ઉત્પન્ન થાય છે, તે રીતે જીવ પણ ઉત્પન્ન થાય છે. હવે તે ગર્ભગત જીવના શરીર સંસ્કાર કેવા પ્રકારના થાય છે ? જે ભંગુર શરીરની ઉત્પત્તિ વીર્ય અને લોહીની ખાણમાં વર્તે છે. આવા શરીરમાં ઉદરમાં કલમલથી ભરેલ, વિષ્ઠાથી કીર્ણ ઉદરમાં પોતાને અને બીજાને ગુસાયોગ્ય છે.
હવે જીવોની દશ દશાનું નિરૂપણ કરાય છે – • સત્ર-૪૩ થી ૫૪ -
હે આયુષ્યમાન ! આ પ્રકારે ઉત્પન્ન જીવની કમણી દશ દશા કહી છે, તે આ પ્રમાણે - બાલા, ક્રીડા, મંદા, બલા, પ્રજ્ઞા, હાયની, પપૈયા, પ્રાગભારા, મુભુખી અને શાહની. એ દશકાળ દશા.
જન્મ થતાં જ તે જીવ પહેલી અવસ્થા પામે છે, તેમાં અજ્ઞાનતાને લીધે સુખ, દુઃખ અને ભુખને જાણતો નથી.
બીજી અવસ્થામાં તે વિવિધ ક્રીડા દ્વારા ક્રીડા કરે છે તેની કામ ભોગમાં તીત મતિ ઉત્પન્ન થતી નથી.
ત્રીજી અવસ્થા પામે છે, ત્યારે પાંચે પ્રકારના ભોગો ભોગવવા નિશે સમર્થ થાય છે.
ચોથી બલા નામની અવસ્થામાં મનુષ્ય કોઈ તકલીફ ન હોય તો પણ પોતાનું બળ પ્રદર્શન કરવા સમર્થ થાય છે..
- પાંચમી અવસ્થામાં તે ધનની ચિંતા માટે સમર્થ હોય છે અને પરિવારને પામે છે.
છઠ્ઠી “હાયની” અવસ્થામાં તે ઈન્દ્રિયમાં શિથિલતા આવતા કામભોગ પતિ વિરક્ત થાય છે.
સાતમી “પંચા” દશામાં તે નિષ્પ લાળ અને કફ પાડતો અને વારંવાર ખાસતો રહે છે.
આઠમી અવસ્થામાં સંકુચિત થયેલ પેટની ચામડીવાળો તે સ્ત્રીઓને અપિય થાય છે અને વૃદ્ધાવસ્થાવાળો થાય છે.
નવમી મુત્સુખ દશામાં શરીર વૃદ્ધાવસ્થાથી આકાંત થઈ જાય છે અને કામવારાનાથી રહિત થાય છે.
દશમી દશામાં તેની વાણી ક્ષીણ થાય છે, સ્વર બદલાઈ જાય છે. તે દીન, વિપરીત બુદ્ધિ, ભાંત ચિત, દુબળ અને દુઃખદ આવા પામે છે.
૧૨૦
તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ વિવેચન-૪૩ થી ૫૪ :
હે આયુષ્યમાન ! ઉક્ત પ્રકારે ઉત્પન્ન જીવને ક્રમથી દશ અવસ્થા છે. દશ વર્ષ પ્રમાણ પહેલી દશા-અવસ્થા, પછી દશ વર્ષ પ્રમાણ બીજી દશા, એ રીતે દશ દશા. એ રીતે સૂત્રોક્ત બાલા, ક્રીડાદિ ગાયા જાણવી. (૧) બાળક જેવી અવસ્થા, (૨) કીડા પ્રધાન દશા, (૩) વિશિષ્ટ બળબુદ્ધિ-કાર્યના ઉપદર્શનમાં અસમર્થ - X • (૪) જેમાં પુરુષનું બળ હોય છે. (૫) પ્રજ્ઞા-વાંછિત અર્થ સંપાદન કુટુંબ અભિવૃદ્ધિ વિષય બુદ્ધિ, (૬) પુરપની ઈન્દ્રિયો હાનિ પામે છે. (૩) પ્રામાર - કંઈક નમેલા કહેવાય તેવા ગામો જેમાં થાય છે. (૮) જરા રાક્ષસી સમાકાંત થતાં શરીરરૂપ ગૃહનું મોચન, તેના પ્રત્યે અભિમુખ તે મનમુખી. (૧૦) નિદ્રાયુક્ત કરે છે, તે શાયની.
આ દશે કાળોપલક્ષિતા દશાને કાલદશા કહે છે.
(૧) જન્મેલા મારા જીવને જે પહેલી દશ વર્ષ પ્રમાણ અવસ્થા, તેમાં પ્રાયઃ સુખ કે દુ:ખ ન જાણે છે - જાતિસ્મરણ આદિ જ્ઞાન સહિત દશા. (૨) બીજી દશામાં જીવ વિવિધ કીડા કરે છે, તેમાં જીવ શબ્દ અને રૂ૫ - વર્ષ, ગંધ, રસ, સ્પર્શ તે પોr. તે કામભોગમાં પ્રબળ સતિ થતી નથી.
(3) ત્રીજી દશા પ્રાપ્તને શબ્દાદિ પાંચ કામગુણમાં આસક્તિ થાય છે. ભોગો ભોગવવા સમર્થ થાય છે. •x - (૪) આ દશામાં મનુષ્ય સમર્થ થાય છે - સ્વવીર્યને દર્શાવવા માટે, જો રોગાદિ કલેશ રહિત હોય તો અન્યથા વિનાશ પામે.
(૫) અનુક્રમે જે મનુષ્ય સમર્થ થાય - દ્રવ્ય ચિંતા કરવા, ફરી કુટુંબ ચિંતામાં પ્રવર્તે છે. (૬) અહીં પ્રવાહથી વિરક્ત થાય છે. કોનાથી ? કંદર્પ અભિલાષથી, શ્રવણાદિ પાંચે ઈન્દ્રિયો હાનિને પામે છે. (૩) અહીં-તહીં કફ, ગ્લેમ આદિ બહાર કાઢે છે, વારંવાર ખાંસતો રહે છે, ઈત્યાદિ.
(૮) જીવ સંકચિત ચામડીવાળો થાય છે, ફરી જરા વડે વ્યાપ્ત થાય છે, સ્વપર સ્ત્રીને અનિષ્ટ થાય છે. (૯) તેમાં જરા ગૃહમાં શરીર નાશ પામે છે, જીવ વિષયાદિ ઈચ્છા રહિત થાય છે. (૧૦) હીન સ્વર, ભિન્ન સ્વર, દીનત્વ, પૂર્વાવસ્થાથી વિપરીત, દુર્બળ, રોગાદિ પીડાથી દુઃખિતાદિ થાય.
સૂp-પપ થી ૬૨ - દશ વર્ષની ઉંમર દૈહિક વિકાસની, વીસ વર્ષની ઉંમર વિધા પ્રાપ્તિની, ત્રીશ વર્ષ સુધી વિષયસુખ, ચાલીશ વર્ષ સુધી વિષયસુખ, ચાલીશ વર્ષ સુધી વિશિષ્ટ જ્ઞાન, પચાશે આંખની દૃષ્ટિની ક્ષીણતા, સાઠે બાહુબળ ઘટે, સીનેમે ભોગ હાનિ, એંસીમેં ચેતના ક્ષીણ થાય, નેવું મે શરીર નમી જાય, સોમે વર્ષે જીવન પૂર્ણ થાય. આટલામાં સુખ કેટલું અને દુ:ખ કેટલું?
જે સખપુર્વક ૧૦૦ વર્ષ જીવે અને ભોગો ભોગવે, તેના માટે પણ જિનભાષિત ધમનું સેવન શ્રેયકર છે. જે નિત્ય દુઃખી અને કષ્ટપૂર્ણ અવસ્થામાં જ જીવન જીવે છે તેના માટે શ્રેષ્ઠ શું? તેણે જિનેન્દ્ર કથિત ધર્મનું પાલન કરવું.
સાંસારિક સુખ ભોગવતો એમ વિચારી ધમચિરણ કરે કે મને ભવાંતરમાં