________________
૨/૪૬
પોત-પોતાની સુધાંસભા છે. જ્યાં-જ્યાં પોત-પોતાના માણવક ચૈત્ય સ્તંભો છે, ત્યાં જાય છે, જઈને ત્યાં વજ્રમય ગોળ-વૃત્ત સમુદ્ગકો છે, તેમાં જિન અસ્થિ પધરાવે છે, પધરાવીને અભિનવ ઉત્તમ માળા અને ગંધ વડે અર્ચના કરે છે, કરીને વિપુલ ભોગોપભોગને ભોગવતા વિચારે છે.
૧૭૯
• વિવેચન-૪૬ :
હવે ઋષભનો કુમારાવસ્થા અને રાજ્યના ગ્રહણપણાથી જે કાળ પૂર્વે કહ્યો, તે સંગ્રહરૂપપણે જણાવવાને કહે છે – તે વ્યક્ત છે.
હવે છદ્મસ્થતા આદિ પર્યાયને બતાવવાપૂર્વક નિર્વાણ કલ્યાણક કહે છે – ઋષભ અરહંત ૧૦૦૦ વર્ષ છદ્મસ્થ પર્યાય પૂર્ણ કર્યો. ૧૦૦૦ વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ કેવલી પર્યાય પામીને એક લાખ પૂર્વ બહુ પ્રતિપૂર્ણ અર્થાત્ દેશથી પણ ન્યૂન નહીં એ રીતે શ્રામણ્ય પર્યાય પાળીને અને ૮૪ લાખ સર્વાય પાળીને -
ભોગવીને...
હેમંત-શીતકાળ માસની મધ્યે જે ત્રીજો માસ, પાંચમો પક્ષ તે માઘબહુલ અર્થાત્ મહામાસનો કૃષ્ણ પક્ષ, તે મહાવદની તેરસના દિવસે - ૪ - ૧૦,૦૦૦ અણગાર સાથે સંપવિરીને અષ્ટાપદ પર્વતના શિખરે ચૌદભક્ત - છ ઉપવાસ, તે પણ પાણીના આહારરહિત સમ્યક્ પર્યક-પદ્માસને બેસીને, પણ ઉભા ઈત્યાદિ નહીં, પૂર્વાણ કાળ સમયાં અભિજિત નક્ષત્ર વડે ચંદ્રનો યોગ પામીને સુષમાદુષમામાં ૮૯ પક્ષ બાકી રહ્યા ત્યારે - ૪ - ૪ - મરણધર્મને પામ્યા, સંસારને ઉલ્લંઘી ગયા. યાવત્ શબ્દથી જન્મ-જરા-મરણના બંધનથી મુક્ત થયા, સિદ્ધ-બુદ્ધ-મુક્ત-તકૃત્ થઈ પરિનિર્વાણ પામ્યા.
તેમાં સમ્યગ્ - ફરી ન આવવાપણે, ઉર્ધ્વ-લોકાગ્રલક્ષણ સ્થાન પામ્યા, ફરી સુગત આદિની જેમ અવતારી ન થાય તે. જેમ અન્ય તીર્થિકો કહે છે કે - ધર્મતીર્થના કર્તા જ્ઞાની પરમપદને પામીને, ગયા પછી પણ ફરી તીર્થના નિસ્તાને માટે પાછા આવે છે, તે વાત [જૈન મતમાં સ્વીકાર્ય નથી] તેથી “અપુનરાવૃત્તિ” કહ્યા છે. જન્માદિ બંધન છેદીને, બંધન-બંધનના હેતુભૂત કર્મને છેદીને. સિદ્ધ-નિષ્ઠિતાર્થ. બુદ્ધ-જ્ઞાતતત્વ, મુક્ત-ભવોગ્રાહી કર્માશોથી, સર્વ દુઃખોનો અંત કરનાર. પરિનિવૃત્તચોતરફથી શીતીભૂત થયેલ, કેમકે કર્મકૃત્ સકલ સંતાપોથી રહિત છે. જેમના સર્વે પણ શારીરાદિ દુઃખો ક્ષીણ થયા છે તેવા.
હવે ભગવંત નિર્વાણ પામતા જે દેવકૃત્ય છે તેને કહે છે – જે સમયે ઈત્યાદિ. અવધિજ્ઞાન વડે ઉપયોગયુક્ત થતાં. બાકી સુગમ છે ઉપયોગ કરીને એ પ્રમાણે કહ્યું – શું કહ્યું ? પરિનિવૃત્ત, જંબુદ્વીયદ્વીપમાં ભરતક્ષેત્રમાં કૌશલિક ઋષભ અહંત. તે હેતુથી ખીત - કલ્પ, આચાર. હવે કહેવાનાર તેવો – ભૂત, વર્તમાન, ભાવિ [ત્રણે કાળના શકના - આસન વિશેષ અધિષ્ઠાતા દેવોની મધ્યમાં, ઈન્દ્રોના - પરમ ઐશ્વર્યયુક્ત દેવોના કે દેવોમાં, રાજ્ઞા-કાંતિ આદિ ગુણથી અધિક શોભતાં,
૧૮૦
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
તીર્થંકરોના પરિનિર્વાણ મહોત્સવ કરવાને ત્યાં જઈએ.
હું પણ તીર્થંકર ભગવંતનો પરિનિર્વાણ મહોત્સવ કરીશ. એમ વિચારીને
નિર્વાણ પામેલ ભગવંતને વંદે છે -
સ્તુતિ કરે છે, નમે છે - પ્રણામ કરે છે. જે જીવરહિત છતાં તીર્થંકરના શરીરને ઈન્દ્ર વાંધુ, તે ઈન્દ્રના સમ્યક્ દૃષ્ટિપણાથી નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ અહંતનું વંદનીયપણું તેના વડે શ્રદ્ધાન્ તે તત્વ છે. અહીં વૃંદાં અને નમન, એ બે વિશેષણોથી શનો ભગવંતમાં તીવ્રરાણ અને ધર્મનીતિજ્ઞત્વને સૂચવે છે. [શંકા] જ્ઞાનાદિશૂન્ય એવા તીર્થંકરના શરીરનું જે વંદનાદિ પપાસા સુધી કહ્યું, તે શનો આચાર જ છે, પણ ધર્મનીતિ નથી, એમ ન કહેવાય ? ના, તેમ નથી. સ્થાપના ાિંનાં પણ વંદનાદિ ધર્મ અને નીતિમાં આપત્તિ આવે. સ્થાપના જિતની આરાધનાની
અછિન્ન પરંપરા અને આલ્બમની સંમતિથી મુક્તિયુક્ત છે. કેમકે આગમમાં પણ કુલ, ગણ, સંઘ, ચૈત્યાદિની વૈયાવચાદિનું કથન છે. પ્રવચનમાં જે આરાધ્ય છે, તે નામાદિ યારે પણ યથાસંભવ વિધિ વડે આરાધ્ય છે. - ૪ - ૪ - ઈત્યાદિ ક્થન પ્રસંગે શ્રી હીરૂવૃત્તિમાં છે.] વાંદી-નમીને શું કરે છે ? તે કહે છે – ૮૪,૦૦૦ સામાનિકોની શરીર-વૈભવશ્રુતિ-સ્થિતિ આદિ વડે શક્રની તુલ્યતા વડે, ૩૩-ત્રાયશ્રિંસક-ગુરુસ્થાનીય દેવો વડે, ચાર લોકપાલો – સોમ, યમ, વરુણ અને કુબેર નામના છે, તેના વડે, ચાવત્ પદથી આઠ અગ્રમહિષીઓ પદ્મા, શિવા, શચી, અંજૂ, અમલા, અપ્સરા, નવમિકા, રોહિણી, આ આઠેના પરિવાર સહિત, એ સોળ હજાર – સોળ હજાર દેવી પરિવાર યુક્ત, ત્રણ પર્યાદા-બાહ્ય-મધ્ય-અત્યંતરરૂપ, તેના વડે. સાત સૈન્ય – અશ્વ, હાથી, સ્થ, સુભટ, વૃષભ, ગંધર્વ, નાટ્ય, તે સાત વડે, તે સાત સૈન્યોના અધિપતિ તેના વડે, ચાર-ચોર્યાશી હજાર અર્થાત્ ચારે દિશામાં પ્રત્યેકમાં ૮૪,૦૦૦ અંગરક્ષકો વડે કુલ ૩,૩૬,૦૦૦ અંગરક્ષક દેવો વડે અને બીજા પણ ઘણાં સૌધર્મ કલ્પવાસી દેવો અને દેવીઓ વડે પરિવરેલો...
-
આવો શક્ર દેવજનપ્રસિદ્ધ એવી ઉત્કૃષ્ટ - કેમકે પ્રશસ્ત વિહાયોગતિમાં ઉત્કૃષ્ટપણે છે, યાવત્ પદથી માનસ ઉત્સુકતાથી ત્વરિત એવી, કાયાથી ચપળતાવાળી, ચંડા-ક્રોધાવિષ્ટા સમાન શ્રમના અસંવેદનવાળી, જવના - પરમ ઉત્કૃષ્ટ વેગવાળી ગતિ વડે.
અહીં સિદ્ધાંત પ્રસિદ્ધ ચંડાદિ ગતિ ગ્રહણ ન કરવી, તેનો પ્રતિક્રમ સંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રના અતિક્રમણથી. તેથી આટલા પદો દેવગતિના વિશેષણરૂપે યોજવા જોઈએ. દેવો તથા ભવ સ્વભાવ વડે અચિંત્ય સામર્થ્યથી અત્યંત શીઘ્ર જ ચાલે છે. અન્યથા જિનેશ્વરના જન્મ આદિમાં મહોત્સવ નિમિત્તે તે જ દિવસે જલ્દીથી
દેવલોકથી અત્યંત દૂર દેવો કઈ રીતે આવે ?
ઉધ્ધતા - ઉડતી એવી દિશાના અંત સુધી વ્યાપેલી રજ જેવી જે ગતિ, તેના
વડે. તેથી જ નિરંતર શીઘ્રત્વના યોગથી શીઘ્ર એવી દિવ્યા-દેવોચિત દેવગતિ વડે જતાં-જતાં. તીર્ઘા અસંખ્યાતા દ્વીપસમુદ્રોની વચ્ચોવચથી - મધ્યભાગતી જ્યાં અષ્ટાપદ