________________
૨/૪૩
વક્રગમનાદિ, તેના પ્રવ્યૂહમાં ચક્રાકૃતિમાં - ૪ - રાજન્યકસ્થાના. (૪૯) પ્રતિવ્યૂહ - તેમના પ્રતિદ્વંદીનો ભંગ ઉપાયનો વ્યૂહ, (૫૦) ચક્રવ્યૂહ - ચક્રાકૃતિ સૈન્ય રચના, (૫૧) ગરુડ વ્યૂહ-ગરુડ આકૃતિ સૈન્યસ્યના, (૫૨) એ રીતે શકટવ્યૂહ.
(૫૩) યુદ્ધ-કુકડાની જેમ મુંડામુંડી યુદ્ધ, શીંગડાવાળાની જેમ શ્રૃંગાશ્રૃંગી વ્યૂહ, (૫૪) નિયુદ્ધ-મલ્લયુદ્ધ, (૫૫) યુદ્ધાતિયુદ્ધ - ખડ્ગાદિ ફેંકવા પૂર્વક મહાયુદ્ધ જેમાં પ્રતિદ્વન્દ્વી પુરુષોને પાડી દેવામાં આવે, (૫૬) દૃષ્ટિયુદ્ધ - યોદ્ધા અને પ્રતિયોદ્ધાની આંખોનું નિર્નિમેષ રહેવું તે. (૫૭) મુષ્ટિયુદ્ધ - યોદ્ધાનું પરસ્પર મુષ્ટિ વડે હનન. (૫૮) બાહુ યુદ્ધ - ચોદ્ધા પ્રતિયોદ્ધાનું અન્યોન્ય પ્રસારિત બાહુને નમાવ્યા વિના વાળવું તે. (૫૮) લતાયુદ્ધ - જેમ લતા વૃક્ષને ચડી જાય તેમ યોદ્ધો મૂળથી, મસ્તક સુધી તેને વીંટી દે, તે રીતે ચોદ્ધો પ્રતિયોદ્ધાના શરીરને ગાઢ રીતે પીડીને ભૂમિમાં
પાડી દે.
૧૫૫
(૬૦) ઈયુ શાસ્ત્ર-નાગબાણ આદિ દિવ્ય અસ્ત્રાદિ સૂયક શાસ્ત્ર (૬૧) સરુપવાદ - ખડ્ગ, મુષ્ટિ તેના અવયવના યોગથી, તેનો પ્રવાદ જે શાસ્ત્રમાં છે તે અર્થાત્ ખડ્ગ શિક્ષા શાસ્ત્ર. (૬૨) ધનુર્વેદ-ધનુાસ્ત્ર,
(૬૩) હિરણ્યપાક રજતસિદ્ધિ, (૬૪) સુવર્ણપાક-કનક સિદ્ધિ, (૬૫) સૂત્રખેટ - સૂત્રક્રીડા, (૬૬) એ પ્રમાણે વસ્ત્રક્રીડા, (૬૭) નાલિકાખેડ - દ્યુત વિશેષ, - ૪ - નાલિકા-જેમાંથી પાશા ફેંકાય છે - ૪ - ૪ - (૬૮) પત્ર છેધ-૧૦૮ પાંદડા મધ્યે વિવક્ષિત સંખ્યાવાળા પત્રના છેદનની કળા, (૬૯) કટછેધ - સાદડી માફક ક્રમ છેધ વસ્તુનું વિજ્ઞાન - x +
-
(૭૦) સજીવ-મૃતધાતુ આદિનું સહજ સ્વરૂપ ઉપાદાન, (૭૧) નિર્જીવ - નિર્જીવકરણ, હેમાદિ ધાતુ મારણ અથવા રોન્દ્રનું મૂર્છા પ્રાપ્ત કરાવવું તે, (૭૨) શકુનત - ઉપલક્ષણથી વસંતરાજાદિ ઉક્ત સર્વ શકુન લેવા, ગતિ-ચેષ્ટા-દિશાબલાદિનો
સંગ્રહ.
હવે સ્ત્રીઓની ૬૪ કળા કહે છે – મૃત્યુ, ઔચિત્ય, ચિત્ર, વાદિત્ર, મંત્ર, તંત્ર, જ્ઞાન, વિજ્ઞાન [૮] દંભ, જળસ્તંભ, ગીતમાન, તાલમાન, મેઘવૃષ્ટિ, ફલાસૃષ્ટિ, આરામરોપણ, આકાર ગોપન, [૧૬], ધર્મવિચાર, શકુનસાર, ક્રિયાકગણ્ય, સંસ્કૃત બોલવું, પ્રાસાદનીતિ, ધર્મરીતિ, વર્ણિકાવૃદ્ધિ, સ્વર્ણસિદ્ધ [૨૪] સુગંધી તૈલ કરણ, લીલાપૂર્વક ચાલવું, અશ્વ-હાથી પરીક્ષણ, પુરુષ-સ્ત્રી લક્ષણ, હેમરત્નભેદ, અઢાર લિપિ પરિચ્છેદ, તત્કાલબુદ્ધિ, વાસ્તુસિદ્ધિ [૩૨] કામવિક્રિયા, વૈધકક્રિયા, કુંભભ્રમ, સારિશ્રમ, અંજનયોગ, ચૂર્ણયોગ, હસ્ત લાઘવ, વચનપાટવ [૪૦] ભોજ્ય વિધિ, વાણિજ્ય વિધિ, મુખ મંડન, શાલિખંડન, કથાકથન, ફૂલ ગુંથવા, વક્રોક્તિ, કાવ્ય-શક્તિ [૪૮], સ્કારવિધિવેષ, સર્વભાષા વિશેષ, અભિધાનજ્ઞાન, ભૂષણ પરિધાન, ભૃત્યોપચાર, ગૃહાયાર, વ્યાકરણ, પરનિરાકરણ [૫૬] રાંધવું, વાળ બાંધવા, વીણાનાદ, વિતંડાવાદ, અંકવિચાર, લોક વ્યવહાર, અંત્યાક્ષરી,
૧૫૬
જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
પ્રશ્ન પ્રહેલિકા.
અહીં ઉપલક્ષણથી ઉપર કહેલ સિવાયની સ્ત્રી અને પુરુષની કળા પણ બીજા ગ્રંથમાં અને લોકમાં પ્રસિદ્ધ જાણવી. અહીં જે પુરુષકાળમાં સ્ત્રીકળાનું અને સ્ત્રીકળામાં પુરુષ કળાનું સાંકર્ય છે, તે બંનેના ઉપયોગીત્વથી છે. [શંકા] તો “ચોસઠ મહિલાગુણ’ એ ગ્રંથ વિરોધ નથી ? [સમાધાન] આ ગ્રંથ સ્ત્રી માત્રના ગુણને જણાવવા માટે નથી, પરંતુ સ્ત્રી સ્વરૂપ પ્રતિપાદક છે, તેથી ક્યાંક પુરુષ ગુણપણામાં પણ વિરોધ નથી. . ૪ -
સો શિલ્પ આ પ્રમાણે છે – કુંભાર, લુહાર, ચિત્ર, વણકર, નાપિત રૂપ પાંચ મૂળ શિલ્પ છે તે પ્રત્યેકના વીશ-વીશ ભેદો છે. - ૪ - [શંકા] આ પાંચ મૂળ શિલ્પોની ઉત્પત્તિમાં નિમિત શું છે ? [ઉત્તર] યુગલોને કાચા ધાન્યોના આહારમાં મંદાગ્નિપણાથી પચતું ન હોવાથી અગ્નિમાં નાંખતા, તુરંત બળી જવાથી યુગલ મનુષ્યોની વિનંતીથી હાથીના સ્કંધ ઉપર આરૂઢ ભગવંત વડે પહેલા દડાનું શિલ્પ પ્રગટ કરાયું, ક્ષત્રિયો હાથમાં શસ્ત્રો વડે જ દુષ્ટોથી પ્રજાની રક્ષા કરે, તેથી લોહ શિલ્પ, ચિત્રાંગ કલ્પવૃક્ષની હાનિ થવાથી ચિત્રકાર શિલ્પ, વસ્ત્ર કલ્પવૃક્ષમાં હાનિથી વણકર શિલ્પ, ઘણાં યુગલ ધર્મમાં પહેલાં ન વધતાં વાળ અને નખો, વધવા લાગતાં મનુષ્યોને માટે નાપિત શિલ્પ.
હેમાચાર્ય કૃત્ ઋષભ ચસ્ત્રિમાં ગૃહાદિ નિમિત્ત વર્ધકી અને લુહારના યુગ્મરૂપ બીજું શિલ્પ કહેલ છે. બાકી બધું તે જ છે.
ભોગ્ય સત્કર્મવાળા અરહંત ભગવંતને સમુત્પન્ન વ્યાધિના પ્રતિકાર સમાન સ્ત્રી આદિ પરિગ્રહ કરે છે, બીજો નહીં, તો પછી નિવધમાં એક રુચિ એવા ભગવન્ કેમ સાવધાનુબંધી કલાદિને દેખાડવામાં પ્રવૃત્ત થયા ? [સમાધાન] સમાનુભાવી આજીવિકારહિત, દીન મનુષ્યોમાં દુઃખને વિચારીને સંજાત કરુણા એકરસત્વથી, સમુત્પન્ન વિવક્ષિત રસ સિવાય બીજો કોઈ રસ-સાપેક્ષ હોઈ નહીં. જેમ ભગવંત વીરે બ્રાહ્મણને વસ્ત્રદાન કર્યું.
જો એમ છે તો ભગવંતે સમગ્ર વસ્ત્રનું દાન કેમ ન કર્યું? સત્ય છે, ભગવંતે ચાર જ્ઞાનના ધારકપણાથી તેને તેટલો જ માત્ર લાભ જોઈને અને અધિક યોગ ન હોવાથી ક્ષેમના નિર્વાહ માટે તેમ કર્યું. [હીર-વૃત્તિ મુજબ - ભગવંત ઋષભનું સર્વલોક વ્યવહાર પ્રવર્તન પ્રજાના હિતને માટે હતું - X - x -] + X - x - કલા આદિ ઉપાયથી પ્રાપ્ત સુખ વૃત્તિ - આજીવિકાથી ચોરી આદિ વ્યસન આસક્તિ પણ થતી નથી.
(શંકા) નામોક્ત હેતુ જગત્વામીને કલાદિનું ઉપદર્શન ઠીક છે, પરંતુ રાજધર્મ પ્રવર્તત્વ કઈ રીતે ઉચિત છે ? [સમાધાન] શિષ્ટના અનુગ્રહને માટે, દુષ્ટના નિગ્રહને માટે અને ધસ્થિતિના સંગ્રહને માટે [યોગ્ય છે.]. તેઓ રાજ્યસ્થિતિ શ્રી વડે સમ્યક્ પ્રવર્તનારા, અનુક્રમે બીજા મહાપુરુષ માર્ગોપદર્શકતાથી ચોરી આદિ