________________
૧/૧૯,૨૦
9
કલાંશ-૨,૯૭,૮૮૪ અને છંદ-૫,૪૯,૯૦૮ થાય. પ્રાપ્ત કળાના-૧૯ ભાગે યોજન કરતાં ૧૪,૪૭૧ - ૫/૧૯ ઉદ્ધર્યા પછી શેષ કલાંશમાં ઉમેરતાં કંઇક વિશેષ ન્યૂન ૬૦ કળા વિવક્ષિત છે.
હવે આનું ધનુ:પૃષ્ટ કહે છે – તે ઉત્તરાર્ધ્વ ભરત જીવાના દક્ષિણ પાર્શ્વમાં ધનુ:પૃષ્ઠ અર્થાત્ ઉત્તરાદ્ધભરતના ૧૪,૫૨૮ ૧૧/૧૯ યોજન પરિધિચી કહેલ છે. અહીં કરણ - ઉત્તરાર્ધ્વ ભરતના કલીકૃત્ ઈયુ ૧૦,૦૦૦, આનો વર્ગ-૧, શૂન્ય-૮, તેને છ વડે ગુણતા ૬-શૂન્ય-૮. તે પણ ઉત્તરાદ્ધ ભરત જીવા વર્ગથી ૭૫,૬૦,૦૦,૦૦,૦૦૦ એ સ્વરૂપે મિશ્રિત થતાં ૭૬૨ અને શૂન્ય-૮. આ ઉત્તરાદ્ધ ભરતનો જીવા વર્ગ, તેના મૂલથી પ્રાપ્ત કળા ૨,૭૬,૦૪૩, શેષ કલાંશ-૨,૬૨,૧૫૧ અને છંદ રાશિ-૫,૫૨,૦૨૬, કળાના ૧૯મા ભાગે ૧૪,૫૨૮ ૧૧/૧૯. અહીં શેષાંશોના અવિવક્ષિતત્વથી ૧૧-કળાનું સાધિકત્વ સૂચવ્યું. અહીં દક્ષિણાદ્ધ ભરતાદિ ક્ષેત્ર સંબંધી શરાદિ ચતુષ્ક સુખેથી પરિજ્ઞાનને માટે વૃત્તિકારશ્રીએ કોષ્ટક આપેલ છે.
શર ૨૩૮/૩
જીવા ધનુ:પૃષ્ઠ ૯૭૩૮/૧૨ ૯૭૬૬/૧
ક્ષેત્ર દક્ષિણભરતાદ્ધ વૈતાઢ્ય પર્વત ૪૮૮/૬॥ | ૧૦૭૨૦/૧૨ ૧૦૭૪૩/૧૫ ઉત્તર ભરતાદ્ધ ૫૨૬/૬ | ૧૮૯૨/૩ના | ૧૪૪૭૧/૫ | ૧૫૫૨૮/૧૧
૨૮૮/૩
બાહા
-
આ શર આદિ કરણવિધિ પ્રસંગથી અહીં દર્શાવલ છે. અહીંથી આગળ
ઉત્તરમાં લઘુહિમવતાદિ સૂત્રમાં તે દર્શાવેલ નથી. તે ક્ષેત્રવિયાર વૃત્તિથી જાણવું. હવે ઉત્તરાદ્ધ ભરતનું સ્વરૂપ પૂછે છે. તે સ્પષ્ટ છે. અહીં જ મનુષ્યનું સ્વરૂપ પૂછે છે – તે પણ પૂર્વવત્. ચાવત્ કોઈ સર્વ દુઃખોનો અંત કરે છે.
(શંકા) અહીં મનુષ્યોમાં અરહંતાદિના અભાવથી મુક્તિ અંગભૂત ધર્મશ્રવણાદિના અભાવથી કઈ રીતે મુક્તિ પ્રાપ્તિના સૂત્રના ઔચિત્યને કહે છે ? તે કહે છે. ચક્રવર્તી કાળમાં ખુલ્લી બંને ગુફાના અવસ્થાનથી જતા-આવતાં દક્ષિણા ભરતવાસી સાધુ આદિથી કે અન્યદા પણ વિધાધર-શ્રમણાદિથી કે જાતિ સ્મરણાદિથી મુક્તિ પ્રાપ્તિ સૂત્ર ઉચિત છે.
[અહીં હીરસૂરિજીની વૃત્તિનો સંદર્ભ છે – જો કે ઉત્તરાઈ ભરતક્ષેત્રમાં તીર્થંકરાદિના અભાવથી અનાદિશોત્પન્નત્વથી ત્યાંના મનુષ્યોને ધર્મપ્રાપ્તિ સામગ્રી અભાવ છે, તો પણ ચૈત્ય નમસ્કારાદિ પ્રયોજન વશ તગત વિધાધરાદિ સાધુ અને જિનપ્રતિમાના દર્શનથી કર્મના ક્ષોપશમના વૈચિત્ર્યથી આર્દ્રકુમારાવિત્ત જાતિસ્મરણ થાય.]
-
હવે આ ક્ષેત્રવર્તી ઋષભકૂટ ક્યાં છે, તે પૂછે છે - • સૂત્ર-૨૧ :
ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં ઉત્તરાઈ ભરતક્ષેત્રમાં ઋષભ ફૂટ નામક પર્વત કહેલ છે ? ગૌતમ ! ગંગાકૂટની પશ્ચિમે, સિંધુ ફૂટની પૂર્વે લઘુહિમવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબમાં, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં ઉત્તરાર્ધ્વ ભરતક્ષેત્રમાં ઋષભકૂટ
25/7
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
નામે પર્વત કહેલ છે. તથા -
આ ઋષભકૂટ આઠ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, બે યોજન ઉદ્વેધથી, મૂળમાં આઠ યોજન, મધ્યમાં છ યોજન, ઉપર ચાર યોજન વિખંભથી કહેલ છે. મૂળમાં સાતિરેક ૨૫-યોજન, મધ્યમાં સાતિરેક ૧૮-યોજન, ઉપર સાતિરેક ૧૨
યોજન પરિધિ છે.
૯.
પાઠાંતરથી - મૂળમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન, ઉપર ચાર યોજન વિકભથી, મૂળમાં સાતિરેક ૩૭-યોજન, મધ્યે સાતિરેક ૨૫-યોજન, ઉપર સાતિરેક ૧૨-યોજન પરિધિથી ઋષભકૂટ કહેલ છે.
તે મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર તનુ. ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત, સર્વ જાંબૂનદમય, સ્વચ્છ-શ્લઙ્ગ-યાવત્ પ્રતિરૂપ છે. તે એક પદ્મવવેદિકાથી પૂર્વવત્ યાવત્ ભવન કોશ લંબાઈથી, દ્ધક્રોશ પહોળાઈથી, દેશોન ક્રોશ ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે, અર્થ પૂર્વવત્. ઉત્પલો, પા યાવત્ ઋષભ, અહીં મહદ્ધિક દેવ યાવત્ દક્ષિણથી રાજધાની પૂર્વવત્ મેરુ પર્વતના, જેમ વિજયની છે તેમ કહેવી.
• વિવેચન-૨૧ :
ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં ઉત્તરાર્ધ્વ ભરતમાં ઋષભકૂટ પર્વત ક્યાં છે? ગૌતમ ! જ્યાં હિમવથી ગંગા નીકળે છે, તે ગંગા કૂટ તેની પશ્ચિમે, એ રીતે સિંધૂકુડની પૂર્વમાં, લઘુ હિમવત વર્ષધરના દક્ષિણી નિતંબમાં છે. આ પ્રદેશમાં જંબુદ્વીપ દ્વીપમાં ઋષભ કૂટ નામે પર્વત કહેલ છે. તે આઠ યોજન ઉંચો આદિ બધું સૂત્રાર્થવત્ જાણવું. ઉદ્વેધ-ભૂમિમાં રહેલો છે. વિખુંભ-વિસ્તાર, ઉપલક્ષણથી આયામ પણ છે. પરિક્ષેપ-પરિધિ. - X » X -
અહીં કહે છે – એક વસ્તુના વિખંભાદિ પરિમાણમાં બે રૂપ અસંભવ હોવાથી આ ગ્રંથના સાતિશય સ્થવિર પ્રણીતપણામાં કોઈ એક નિર્ણય કેમ નથી ? - X - સત્ય છે. જિનેશ્વરો બધાં ક્ષાયિક જ્ઞાની હોવાથી મૂળથી એક જ મત હોય. પાછળથી કાલાંતથી વિસ્મૃતિ આદિ વડે આ વાચના ભેદ છે. જ્યોતિકરંક વૃત્તિમાં કહેલ છે કે – દુઃખમાનુભાવથી દુર્ભિક્ષપ્રવૃત્તિથી સાધુ વડે પઠન-ગુણનાદિમાં મુશ્કેલી થઈ. સુભિક્ષકાળ થતાં બંને સંઘનો મેલાપક થયો. એક વલ્લભીમાં, એક મથુરામાં. ત્યાં સૂત્રાર્થ સંઘટનમાં પરસ્પર વાચના ભેદ થયો. - ૪ - તેમ અહીં પણ કોઈ એક નિર્ણય હતો. દુષ્કર - ૪ - ૪ - ઈત્યાદિ.
પરંતુ સિદ્ધાંત શિરોમણી પૂજ્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પ્રણીત ક્ષેત્ર સમાસ સૂત્રમાં ઉત્તરમત જ દર્શાવેલ છે. જેમકે – બધાં જ ઋષભકૂટ ઉર્ધ્વ આઠ યોજન હોય છે, બાર, આઠ અને ચાર, મૂળમાં-મધ્યમાં-ઉપર વિસ્તીર્ણ છે.
હવે એની પાવર વેદિકાદિ કહે છે – સિદ્ધાયતન કૂટમાં પૂર્વે કહ્યું તેમ અહીં પણ વક્તવ્યતા કહેવી. તે ઋષભ નામના દેવના સ્થાન-ભવન સુધી કહેવું. તે આ – એક વનખંડથી ચોતરફથી પવૃિત્ત છે. ઋષભકૂટ ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ