________________
૧/૧૨
૦૯
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
નરગામી, કેટલાંક તિર્યંચગામી, કેટલાંક મનુષગામી, કેટલાંક દેવગામી થાય છે. કેટલાંક સિદ્ધ-બુદ્ધ-મુકત થઈ પરિનિર્વાણ પામી, સર્વ દુઃખોનો અંત કરે છે.
વિવેચન-૧૨ :
આ સૂત્ર પૂર્વસૂગથી સમાન આવવાપણે વિવૃત પ્રાય છે. વિશેષ એ - અદ્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, દક્ષિણભરતાદ્ધના જંબૂદ્વીપ પ આદિમાં આલેખ દર્શનથી વ્યક્ત જ છે. તથા ત્રણ સંખ્યા ભાગ તે ત્રિભાગ, તેના વડે વિભક્ત છે. તેનો પૂર્વ ભાગ ગંગા વડે પૂર્વ સમુદ્રના મીલનચી કરેલ છે. પાશ્ચાત્ય ભાગ સિંધુ વડે પશ્ચિમ સમુદ્રને મળવાથી કરેલ છે. મધ્યભાગ ગંગા-સિંધુ વડે કૃત છે.
૨૩૮ યોજન અને યોજનના 3 ભાગ વિકુંભચી છે અહીં શું કહે છે? ૫૨૬/૬/૧૯ યોજના ભરત વિસ્તારથી, વૈતાઢ્ય વિસ્તારમાં ૫૦ યોજન શોધિત કરતાં બાકી રહેલ ૪૭૬ યોજન અને ૬-કળા એટલે કે ૪૭૬/૬/૧૯ થાય. તેનું અડધું એટલે ૨૩૮ યોજન અને ૩-કળા = ૨૩૮ ૧૯ થશે. એ રીતે યથોક્ત પ્રમાણ થાય છે. આના દ્વારા શપ્રરૂપણા કરી, કેમકે શર, વિકંભ અભેદ છે.
Q જીવા સૂત્ર કહે છે - તે દક્ષિણાદ્ધ ભરતની જીવા સમાન જીવા - કડવી સવનિમ પ્રદેશ પંક્તિ છે.
મેર દિશાની ઉત્તરમાં, પૂર્વમાં પ્રતીચીન-પશ્ચિમમાં લંબાઈ વાળી, બે તરફ લવણસમુદ્રને સૃષ્ટ, આ જ અર્થને પ્રગટ કરે છે - પૂર્વ કોટિ-ગ્રભાગથી પૂર્વી લવણસમુદ્ર અવયવને સ્પર્શીને પાશ્ચાત્ય કોટિ વડે લવણસમુદ્ર અવયવને ઋષ્ટ છે. ૯9૪૮ યોજન અને એક યોજનના ૧૨૯ ભાગ લંબાઈથી છે. જે સમવાયાંગ સૂઝમાંદક્ષિણાદ્ધ ભરતની જીવા પૂર્વ-પશ્ચિમ લાંબી છે, તે બંને બાજુ લવણસમુદ્રને ધૃષ્ટ છે. ૯૦૦૦ યોજન આયામથી કહ્યું, તે સૂચના માકપણે છે, સુગની શેષ વિવક્ષા કરેલા નથી. વૃત્તિકારે આ અવશિષ્ટ રાશિરૂપ વિશેષ ગૃહીત છે.
અહીં સૂત્રમાં અનુક્ત છતાં જીવા લાવવા માટે કરણભાવના દશવિ છે. તે આ રીતે - વિક્ષિત ક્ષેત્રમાં જંબૂદ્વીપના વ્યાસથી શોધાય છે. તેથી જ આવે, તેને ઈy વડે ગુણાય છે. પછી ફરી ચાર વડે ગુણાય છે. અહીં સ-સંકાર સશિ વિવક્ષિત ક્ષેત્રનો જીવાવર્ગ કહેવાય છે. આના મૂળને ગ્રહણ કરતાં જે પ્રાપ્ત થાય, તે જીવાની કલાનું પ્રમાણ છે. તેની ૧૯ ભાગમાં યોજનરાશિ અને શેષ કલારાશિ. તેમાં જીવાદિ પરિજ્ઞાન ઈષ પરિમાણ પરિજ્ઞાન વિના ગણેલ છે. તે પરિપૂર્ણ જનસંખ્યાંક નથી, પણ કલા વડે આતિરેક કરીને વિવક્ષિત ક્ષેત્રાદિથી ઈપુના સવર્ણનાર્થે કલા કરાય છે. તે કલીકૃતથી જ જંબૂદ્વીપ વ્યાસ વડે સુખે શોધનીય છે.
એ પ્રમાણે મંડલગ વ્યાસ પણ ૧, શૂન્ય-૫-૩૫ કલીકરણને માટે ૧૯ વડે ગુમતાં થશે-૧૯, શૂન્ય-૫. પછી દક્ષિણ ભરતાર્ધતી ઈષના ૩૮ યોજન માત્ર કલિકૃતના પ્રક્ષિપ્ત ઉપરની કલા મિકના ૪૫૨૫-રૂપથી ગુણીએ, આવશે ૮,૫૩,૭૦,૨૪,39પ આ ચતુર્ગુણ ૩૪,૩૦,૮૦,૯૭,૫૦૦, આ દક્ષિણાદ્ધ ભરતનો જીવાવર્ગ. તેનું વર્ગમૂળ કરવાથી આવે ૧,૮૫,૨૨૪ કળા. શેષ લાંશ ૧૬૭,૩૨૪ અને નીચે છેદરાશિ 3,૩૦,૪૪૮.
પ્રાપ્ત કલાના ૧૯ ભાગમાં યોજન-૯૩૪ અને કળા-૧૨. આ દક્ષિણાદ્ધ ભરતની જીવા છે.
એ પ્રમાણે વૈતાઢ્યાદિ જીવામાં પણ કહેવું. જ્યાં સુધી દક્ષિણ તરફની વિદેહાદ્ધ જીવા છે, એ પ્રમાણે ઉત્તરાર્ધ ઐરાવત જીવા, ચાવતુ ઉત્તરાદ્ધ વિદેહ જીવા પણ કહેવી.
હવે દક્ષિણ ભરતાદ્ધના ધનુપૃષ્ઠનું નિરૂપણ કરે છે – અનંતરોક્ત જીવાથી દક્ષિણની દિશા-લવણ દિશા. ધનુપૃષ્ઠ અધિકારથી દક્ષિણ ભરતાદ્ધનું કહેવું-વ્યાખ્યા કરવી. ૯૭૬૬ યોજન અને એક યોજનાના ૧૧૯ ભાગથી કંઈક વિશેષાધિક પરિધિથી કહેલ છે. - અહીં કરણભાવના જે રીતે વિવક્ષિત છે, આ વિવક્ષિત ગુણોમાં પુનઃ છ-ગુણ વિવક્ષિત જીવા વયુક્ત જે રાશિ છે તે ધનુષ્ઠ વર્ગ એ રીતે ઓળખાવાય છે. તેના વર્ગમૂળમાં પ્રાપ્ત કળાના ૧૯ ભાગમાં યોજન પ્રાપ્ત થાય છે-અવશિષ્ટ કળા છે.
તેથી કહે છે - દક્ષિણ ભરતાદ્ધમાં કળા-૪૫૨૫. આનો વર્ગ ૨,૦૪,૩૫,૬૨૫, આના છ ગુણ-૧૨,૨૮,૫૩,૭૫૦ થાય. હવે દક્ષિણાદ્ધ ભરતનો જીવાવર્ગ થશે - ૩૪,૩૦,૮૦,૯૭,૫oo, આની યુતિ ૩૪,૪૩,૦૯,૫૧,૨૫૦ થાય. આ ધનુપૃષ્ઠ વર્ગ છે. આના વર્ગમૂળમાં પ્રાપ્ત કળા - ૧,૮૫,પપપ છે અને બાકી કક્ષાંશ ૨,૯૩,૨૨૫ થાય. છેદકરાશિ નીચેથી - 3,૩૧,૨૧૦, કળાના ૧૯ ભાગમાં, યોજન - ૯૭૬૬ અને કળા૧ અને જે વર્ગમૂળ અવશિષ્ટ કલાંશા છે, તે વિવક્ષાથી અને સૂકારે કલાથી વિશેષ અધિકપણાથી કહેલ છે.
કહે છે - એ પ્રમાણે જીવાકરણમાં પણ વર્ગમૂલ અવશિષ્ટ કલાંશના સદભાવથી, ત્યાં પણ ઉક્ત કળાનું સાધિકવ પ્રતિપાદન ન્યાયપ્રાપ્ત છે, તો પણ કેમ ન કર્યું ? • ઉત્તરમાં કહે છે - સૂરગતિના વૈચિરાગ્યથી અવિવેક્ષીત હોવાથી નથી કહ્યું. * * * વૈતાઢ્યાદિ ધનુપૃષ્ઠોમાં પણ એ પ્રમાણે કહેવું. દાક્ષિણાત્ય વિદેહાદ્ધ ઘનુપૃષ્ઠ જે પ્રમાણે છે, તે પ્રમાણે ઉત્તર ભૈરવતાદ્ધનું ધનુપૃષ્ઠ છે, એ પ્રમાણે ઉત્તરાદ્ધવિદેહનું પણ ધનુપૃષ્ઠ છે. અહીં દક્ષિણાદ્ધ ભરતમાં બાહા અસંભવ છે.
હવે દક્ષિણાદ્ધ ભરતનું સ્વરૂપ પૂછતાં આ કહે છે – ભગવત્ ! દક્ષિણાદ્ધ ભરતનો કેવો આકાર-સ્વરૂપનો ભાવ-પર્યાય છે, તેનો પ્રત્યવતા-પ્રાદુર્ભાવ કેવો છે ? અર્થાત્ પ્રસ્તુત ક્ષેત્રનું સ્વરૂપ વિશેષ કેવું છે ?
- ભગવંતે કહ્યું - ગૌતમ ! ભરતનો બહુસમરમણીય ભૂમિભાગ કહેલો છે ? “જેમ કોઈ આલિંગપુકર ઈત્યાદિ બહુ સમત્વવર્ણક, બધું જ ગ્રહણ કર્યું ચાવતુ વિવિધ પંચવથી મણિ અને તૃણ વડે ઉપશોભિત છે. તે મણિ અને તૃણમાં શું વિશિષ્ટ છે ? કૃત્રિમ-ક્રમથી શિલ્પી અને કર્મકાદિના પ્રયોગ વડે નિષ્પન છે. કૃત્રિમકમથી રતનની ખાણમાંથી ઉપજેલ આદિથી શોભતો દક્ષિણાદ્ધ ભરતનો ભૂમિભાગ છે. આના વડે તેનું કર્મભૂમિવ કહ્યું, અન્યથા હૈમવતાદિ કર્મભૂમિમાં પણ આ વિશેષણ કહ્યું હોત. - x -
(શંકા) આ સૂત્ર વડે કહેવાનાર ઉત્તરાદ્ધ ભરત વર્ણાક સૂઝથી સાથે “ઠુંઠા