________________
૧/૧૨
૧
વિષમતા-કંટકની બહુલતા છે' ઈત્યાદિ સામાન્ય ભરતવર્ણકસૂત્ર વિરોધ છે. આ સૂત્ર આરા વિશેષની અપેક્ષાથી નથી, સામાન્ય ભરતસૂત્ર પ્રજ્ઞાપકના કાળની અપેક્ષાથી છે, તેથી તેમાં વિરોધ ન કહેવો. કેમકે મણી અને તૃણના કૃત્રિમ અને અકૃત્રિમપણાંને કહેવાથી પ્રજ્ઞાપક કાલીનત્વનું ઔચિત્ય છે. ત્યાં પણ કૃત્રિમ મણી અને તૃણોનો સંભવ છે. પ્રજ્ઞાપકનો કાલ અવસર્પિણીના ત્રીજા આરકના અંતથી આરંભીને સૌ વર્ષ જૂનાં દુધમા આરા સુધી કહેલ છે.
(સમાધાન) અહીં “ઠુઠાની બહુલતા, વિષમતા આદિ સૂત્રના બાહુલ્યની અપેક્ષાથી કહેવાયેલ છે, કોઈ દેશ વિશેષમાં પુરુષ વિશેષના પુન્યફળ ભોગાર્થે ઉપસંપદ્ ભૂમિના બહુસમ રમણીયત્વ આદિમાં વિરોધ નથી. કેમકે ભોજકની વિચિત્રતામાં ભોગ્ય વૈચિત્ર્યની નિયતતા છે. આના દ્વારા તેના એકાંત શુભ, એકાંત અશુભ મિશ્રલક્ષણ ત્રણ કાળનું આધારત્વ દેખાડ્યું. એકાંત શુભ કાળમાં સર્વ ક્ષેત્ર ભાવશુભ અને એકાંત અશુભમાં બધાં અશુભ જ હોય, મિશ્રમાં ક્યાંક શુભ, ક્યાંક અશુભ છે. તેથી જ પાંચમાં આરાથી યાવત્ ભૂમિ ભાગ વર્ણક બહુસમ રમણીયાદિ જ સૂત્રકારે કહ્યું, પણ છટ્ઠા આરામાં તો એકાંત અશુભ છે, તે રીતે બધું સુસ્થાયી નથી.
હવે તેમાં જ મનુષ્ય સ્વરૂપને પૂછે છે - પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તરસૂત્રમાં ભગવંતે કહ્યું – ગૌતમ ! જે સ્વરૂપની તમે જિજ્ઞાસા કરી છે, તે મનુષ્યો ઘણાંવજ્રઋષભનારાય આદિ સંઘયણો - ૪ - છે. ઘણાં-સમયતુસ્રાદિ સંસ્થાનો છે - x - ઘણાં-વિવિધ પ્રકારે શરીરની ઉંચાઈ છે, પર્યાય-૫૦૦ ધનુષ્યી સાત હાથ આદિ વિશેષ છે. આયુ-પૂર્વકોટિથી ૧૦૦ વર્ષ આદિ છે. ઘણાં વર્ષોનું આયુ પાળીને કોઈ નરકગતિમાં, કોઈક તિર્યંચગતિમાં, કોઈ મનુષ્યગતિમાં, કોઈ દેવગતિમાં જાય છે. કોઈ બધાં કર્મોનો ક્ષય કરીને નિષ્ઠીતાર્થી થાય છે. કેવળ જ્ઞાનથી વસ્તુતત્વને જાણે છે, ભવોપગ્રાહી કર્માંશોથી મૂકાય છે, કર્મકૃત્ તાપના વિરહથી શાંત થાય છે, સર્વ દુઃખોનો અંત કરે છે. - x -
હવે તેનો સીમાકારી પૈતાઢ્ય ક્યાં છે ? તે પૂછે છે. - સૂત્ર-૧૩ :
જંબુદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય નામે પર્વત ક્યાં કહેલો છે ? ગૌતમ ! ઉત્તરાઈ ભરતક્ષેત્રની દક્ષિણે દક્ષિણ અદ્ધ ભરતક્ષેત્રની ઉત્તરે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે, આ જંબૂદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય નામનો પર્વત કહેલો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. બંને બાજુ લવણ સમુદ્રને પૃષ્ટ છે. પૂર્વની કોટીથી પૂર્વના લવણસમુદ્રને દૃષ્ટ છે, પશ્ચિમની કોટીથી પશ્ચિમના લવણ સમુદ્રને સ્પષ્ટ છે.
આ વૈતાઢ્ય પર્વત ૨૫-યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, સવા છ યોજન ઉદ્વેધથી, ૫૦ યોજન વિષ્ણુભથી છે. તેની બાહા પૂર્વ-પશ્ચિમ ૪૮૮ યોજન અને એક યોજનના ૧૬/૧૯ ભાગ છે. તથા અર્ધયોજન લંબાઈથી કહી છે. 25/6
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ લવણસમુદ્રને સૃષ્ટ, પૂર્વની કોટિથી પૂર્વી લવણસમુદ્રને પૃષ્ટ, પશ્ચિમની કોટિથી પશ્ચિમી લવણસમુદ્રને પૃષ્ટ ૧૦,૩૨૦ યોજન અને યોજનના ૧૨/૧૯ ભાગ આયામથી છે. તેનું ધનુપૃષ્ઠ દક્ષિણથી ૧૦,૭૪૩ યોજન અને યોજનના ૧૫/૧૯ ભાગ પરિધિ છે.
તે વૈતાઢ્ય પર્વત સૂચક સંસ્થાન સંસ્થિત, સરજતમય, સ્વચ્છ, લક્ષ્ણ, લષ્ટ, ધૃષ્ટ, સૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિર્કેટક છાયા, પ્રભા-કીરણ સહિત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે.
ર
તેની બંને બાજુ બે પાવરવેદિકા, બે વનખંડ ચોતરફથી વીંટાયેલ છે. તે પાવરવેદિકા અર્ધયોજન ઉર્ધ્વ ઉચ્ચત્તથી, ૫૦૦ ધનુર્ વિખંભથી, પર્વતામાન આયામથી છે. વર્ણન કહેવું.
તે વનખંડ દેશોન બે યોજન વિકભથી, પાવર વેદિકા સમાન આયમથી, કૃષ્ણ-કૃષ્ણાવભાસ યાવત્ વર્ણન કરવું.
વૈતાઢ્ય પર્વતની પૂર્વ-પશ્ચિમમાં બે ગુફા કહેલ છે. ઉત્તર-દક્ષિણ પૂર્વ
પશ્ચિમ વિસ્તીર્ણ, ૫૦ યોજન આયમથી, ૧૨-યોજન વિધ્યુંભથી, આઠ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, વજ્રમય કપાટ-અવઘાટીનીથી, યમલ યુગલ ઘનકપાટથી વૈશ્ય, નિત્યાંધકારથી તમિસ, ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નક્ષત્ર અને જ્યોતિષ પ્રભાથી રહિત યાવત્ પ્રતિરૂપ છે. તે બે ગુફા આ પ્રમાણે - તમિસગુફા અને ખંડપપાતગુફા.
તે ગુફામાં બે મહદ્ધિક, મહાધુતિક, મહાબલી, મહાયશવી, મહાસૌખ્ય, મહાનુભાવ અને પલ્યોપમ સ્થિતિક દેવો વસે છે. તે આ રીતે – કૃતમાલ અને નૃત્યમાલ,
તે વનખંડના બહુસમરમણીય ભૂમિભાગથી વૈતાઢ્ય પર્વતની બંને બાજુ દશ-દશ યોજન ઉર્ધ્વ જઈને અહીં બે વિધાધરશ્રેણી કહેલી છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબી, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ, દશ-દશ યોજન વિષ્ફભથી છે, પર્વત સમાન આસામથી બંને પડખે બે પાવરવેદિકા વડે બે વનખંડથી પરિવૃત્ત છે.
તે પાવરવેદિકા અર્ધયોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ૫૦૦ ધનુર્ વિકભક્ષી, પર્વત સમાન આયામથી છે. વર્ણન જાણવું. વનખંડો પણ પાવરવેદિકા સમાન આયામથી છે. વર્ણન કરવું.
ભગવન્ ! વિધાધર શ્રેણી ભૂમિના કેવા આકાર-ભાવાદિ કહેલ છે ? ગૌતમ ! બહુામરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવત્ વિવિધ પંચવર્ણી મણી અને તૃણ વડે શોભિત છે. તે આ પ્રમાણે – કૃત્રિમ અને કૃત્રિમ વડે.
તેમાં દક્ષિણની વિધાધરશ્રેણી ગગનવલ્લભ પ્રમુખ-૫૦ વિધાધર નગરાવારા કહેલ છે. ઉત્તરની વિધાધરશ્રેણીમાં રથ-નેપુર-ચક્રવાલ પ્રમુખ-૬૦-વિધાધર નગરાવાસ કહેલ છે.
એ પ્રમાણે બધાં મળીને દક્ષિણ અને ઉત્તરની વિધાધર શ્રેણીમાં ૧૧૦