________________
૭/૨૭૭
થાય છે.
પછી બીજા મંડલથી આરંભીને પ્રતિમંડલમાં ૨/૬૧ મુહૂર્તથી દિવસની વૃદ્ધિમાં ૧૮૩માં મંડલે છ મુહૂર્તો વધે છે, એ રીતે ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે. તેથી જ બાર મુહૂર્તની રાત્રિ થાય છે. કેમકે અહોરાત્રના ત્રીશ મુહૂર્તો હોય છે.
જ્યારે સર્વ અન્વંતર મંડલના અનંતર મંડલમાં સૂર્ય હોય છે, ત્યારે ૨/૬૧ ભાગ હીન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. તે અઢાર મુહૂર્ત દિવસથી અનંતર તે અઢાર મુહૂર્ણાન્તર કહેવા.
ત્યારે ૨/૬૧ ભાગ વડે અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય.
જેટલા ભાગે દિવસ ઘટે, તેટલા ભાગે રાત્રિ વધે છે. કેમકે એક અહોરાત્રના ૩૦-મુહૂર્ત હોય છે.
૧૩૧
આ અનંતરોક્ત ઉપાયથી દિનમાન ઘટાડતાં જવું.
તેમાં સર્વાન્વંતર મંડલ અનંતર મંડલથી આરંભીને ૩૧-માં મંડલાદ્ધમાં જ્યારે સૂર્ય હોય ત્યારે ૧૭-મુહૂર્તનો દિવસ થાય છે, પૂર્વે કહેલ હાનિ ક્રમથી ૧૩-મુહૂર્તની રાત્રિ થાય છે.
૨/૬૧ ભાગ મુહૂર્તથી હીન ૧૭-મુહૂર્ત પ્રમાણ દિવસ, આ દ્વિતીય થકી આરંભીને બત્રીશમાં મંડલાદ્ધમાં થાય છે. એ પ્રમાણે અનંતરત્વ બીજે પણ કહેવું જોઈએ.
સાતિરેક ૨/૬૧ મુહૂર્ત, એમ સર્વત્ર ૨/૬૧ વૃદ્ધિ કહેવી.
બીજાથી આરંભીને ૬૧માં મંડલમાં ૧૬-મુહૂર્તનો દિવસ થાય છે, ૯૨માં અદ્ધ મંડલમાં વર્તતો સૂર્ય - ૧૫ મુહૂર્તનો દિવસ થાય. ૧૨૨માં મંડલમાં સૂર્ય વર્તે ત્યારે ૧૪-મુહૂર્તનો દિવસ થાય. ૧૫૨માં મંડલમાં સૂર્ય વર્તે ત્યારે ૧૩-મુહૂર્તનો દિવસ થાય. ૧૮૩માં મંડલમાં અર્થાત્ સર્વ બાહ્ય મંડલમાં સૂર્ય વર્તે ત્યારે ૧૨-મુહૂર્તનો દિવસ
થાય.
કાળના અધિકારથી આ કહે છે –
જ્યારે ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપના દક્ષિણાદ્ધમાં વાસા ઈત્યાદિ, વાસ - ચતુર્માસ પ્રમાણ વર્ષાકાળ સંબંધી પ્રથમ - આધ, સમય - ક્ષણ, પ્રાપ્ત થાય છે. ત્યારે ઉત્તરાદ્ધમાં પણ વર્ષાનો પહેલો સમય થાય છે. કેમકે સમયકાળ તૈયત્યથી દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધમાં બંને સૂર્યોનો ચાર હોય છે.
જ્યારે ઉત્તરાર્ધમાં વર્ષાકાળનો પહેલો સમય હોય, ત્યારે જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અનંતર પુરસ્કૃત સમયમાં અનંતર - નિર્વ્યવધાન દક્ષિણાદ્ધ વર્ષા પ્રથમતાની અપેક્ષા તે અતીત પણ હોય, તેથી કહે છે – પુરસ્કૃત અર્થાત્ પુરોવર્તી થશે સમય - પ્રસિદ્ધ શબ્દ છે.
અનંતર પશ્ચાત્ સમયમાં - પૂર્વ અને પશ્ચિમ વિદેહ વર્ષાના પ્રથમ સમય અપેક્ષાથી જે અનંતર પશ્ચાત્કૃત્ - અતીત સમય, તેમાં દક્ષિણ-ઉત્તરના વર્ષાકાળનો પ્રથમ સમય થાય છે.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩
અહીં જે સમયમાં દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધમાં વર્ષાકાળનો પહેલો સમય, તેની પછીના આગળના બીજા સમયમાં પૂર્વ-પશ્ચિમમાં વર્ષાકાળનો પહેલો સમય થાય છે. આટલા માત્રા કહેવાં છતાં પણ જે સમયમાં પૂર્વ-પશ્ચિમના વર્ષાકાળનો પહેલો સમય થાય છે તેની પછીના પશ્ચાદ્ભાવિ સમયમાં દક્ષિણ-ઉત્તરાદ્ધનો વર્ષા કાળનો પહેલો સમય થાય છે, તેમ જાણવું. તે શા માટે આ કથનનું ઉપાદાન કરેલ છે? તે કહે છે -
૧૩૨
અહીં ક્રમ-ઉત્ક્રમથી અભિહિત અર્થ છે. પ્રપંચિત જ્ઞાન શિષ્યો માટે અતિ સુનિશ્ચિત થાય છે તેથી તેમના અનુગ્રહ માટે આ કહ્યું હોવાથી કોઈ દોષ નથી. એ પ્રમાણે જેમ સમયથી વર્ષાનો આલાવો કહ્યો, તેમ આવલિકાનો પણ કહેવો. તે આ પ્રમાણે - ભગવન્ ! જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાદ્ધમાં વર્ષાની પ્રથમ આવલિકા સંપ્રાપ્ત હોય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ વર્ષાની પ્રથમ આવલિકા સંપ્રાપ્ત હોય છે, જ્યારે ઉત્તરાર્ધ્વમાં વર્ષાની પહેલી આવલિકા સંપ્રાપ્ત હોય છે, ત્યારે જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં અનંતર પુરસ્કૃત્ સમયમાં વર્ષાની પહેલી આવલિકા હોય છે શું?
હા, ગૌતમ ! બધું તેમજ હોય છે.
ભગવન્ ! જ્યારે જંબુદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વમાં વર્ષાની પહેલી આવલિકા સંપ્રાપ્ત થાય છે, ત્યારે પશ્ચિમમાં પણ પહેલી આવલિકા સંપ્રાપ્ત થાય છે, જ્યારે જંબુદ્વીપદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણમાં અનંતર પશ્ચાત્કૃત્ સમયમાં વર્ષાની પહેલી આવલિકા પ્રતિપન્ન થાય છે ? હા, ગૌતમ ! તેમજ કહેવું.
એ પ્રમાણે આનપાણાદિમાં પણ કહેવું.
આવલિકા આદિનો અર્થ પૂર્વવત્ છે.
મંત - શીતકાળ ચારમાા, શિન્ન - ગ્રીષ્મકાળ ચારમાસ. ૫૮મે અવળે - શ્રાવણ આદિત્યથી સંવત્સરનું દક્ષિણાયન. યુ - પાંચ સંવત્સર પ્રમાણ. અહીં યુગ સાથે એમ અતિદેશ કરણથી યુગની પણ દક્ષિણ અને ઉત્તરના પૂર્વ સમયે પ્રતિપત્તિ છે. - ૪ - ઈત્યાદિ.
જ્યોતિપ્ કરંડકમાં કહેલ છે કે – શ્રાવણ વદ એકમે બાલવ કરણ, અભિજિત્ નક્ષત્ર, સર્વત્ર પ્રથમ સમયમાં યુગની આદિ જાણવી.
આ ગાયાના વ્યાખ્યાનમાં સર્વત્ર ભરતમાં, ઔરવતમાં અને મહાવિદેહમાં શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં એકમની તિથિમાં બાલવ કરણમાં, અભિજિત્ નક્ષત્રમાં, પહેલાં સમયમાં, યુગની આદિ જાણવી. એ વાચનાંતર જાણવું. - x -
જો કે જ્યોતિષૅ કરંડક સૂત્રકર્તા આચાર્યે આ ભગવતી આદિ સૂત્રની પ્રતિમાં માથુર વારાનાનુગત કહ્યું, તેમાં કંઈ અનુચિત નથી. - ૪ - ૪ - “સર્વે કાળ વિશેષ સૂર્ય પ્રમાણથી થતાં જાણવા.” એ વચનથી જો સૂર્યચાર વિશેષથી કાલ વિશેષ પ્રતિપત્તિ દક્ષિણ-ઉત્તરના આદિ સમયમાં અને પૂર્વ-પશ્ચિમના ઉત્તર સમયમાં થાય, તો દક્ષિણ અને ઉત્તરના પ્રતિપત્તિ સમયમાં પૂર્વકાળનું અપર્યવસાન કહેવું. પૂર્વ અને