________________
૨૭૩
૧૨૯
તેર મુહૂર્તનો દિવસ-સત્તર મુહૂર્તની રાત્રિ, તેર મુહુર્તાન્તરનો દિવસ હોય, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ તેમ હોય, જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહર્તનો દિવસ હોય, ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરની પૂર્વ-પશ્ચિમે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ હોય ?
હા, ગૌતમ! એ પ્રમાણે જ કહેવું.
ભગવદ્ ! જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુની પૂર્વે જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય ત્યારે પશ્ચિમમાં પણ હોય, જ્યારે પશ્ચિમમાં બાર મુહdનો દિવસ હોય, ત્યારે . જંબૂઢીપદ્વીપમાં મેરની ઉત્તરે અને દક્ષિણે ઉત્કૃષ્ટ અઢાર મુહર્તની રાત્રિ હોય છે ?
હા, ગૌતમ ! તેમ જ હોય છે.
ભગવન જ્યારે જંબદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં વર્ષનો પ્રથમ સમય હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષનો પ્રથમ સમય હોય છે. જયારે ઉત્તરાર્ધમાં વર્ષનો પ્રથમ સમય હોય છે ત્યારે જંબદ્વીપ દ્વીપના મેર પર્વતની પૂર્વ અને પશ્ચિમમાં પણ અનંતર પુરસ્કૃત સમયમાં વર્ષાનો પ્રથમ સમય હોય છે ?
હા, ગૌતમ ! તેમ જ હોય છે.
ભગવન્! જ્યારે જંબૂલીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વે વર્ષનો પ્રથમ સમય હોય છે. ત્યારે પશ્ચિમમાં પણ વર્ષનો પ્રથમ સમય હોય છે, જ્યારે પશ્ચિમમાં વર્ષનો પ્રથમ સમય હોય છે, ત્યારે ચાવતું મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણે અનંતર પશ્ચાત્ કૃત્વ સમયમાં વર્ષનો પ્રથમ સમય પ્રતિપન્ન થાય છે ?
હા, ગૌતમ! એ પ્રમાણે જ પાઠ કહેવો.
એ પ્રમાણે જેમ સમય વડે વર્ષાના આલાવા કહ્યા. તેમ આવલિકા વડે પણ કહેવા, આનાપાણ વડે પણ, તોક વડે પણ, લવ વડે પણ, મુહર્ત વડે પણ, અહોરાત્ર વડે પણ, પક્ષ વડે પણ, માસ વડે પણ, ઋતુ વડે પણ આ બધામાં જેમ સમયનો આલાવો કહ્યો, તેમ આ બધાં આલાવાઓ કહી દેવા.
ભગવદ્ ! જ્યારે જંબૂઢીપદ્વીપમાં હેમંતઋતુનો પહેલો સમય થાય છે. જેમ વર્ષાનો આલાવો કહ્યું, તેમ હેમંતનો પણ અને ગ્રીમનો પણ આલાવો કહેવો. યાવતું ઉત્તરાર્ધમાં એ પ્રમાણે આ ત્રણે આલાવા કહેવા. આના બીસ આલાવાઓ કહેવા.
ભગવદ્ ! જ્યારે જંબૂઢીપદ્વીપમાં મેરુના દક્ષિણાર્ધમાં પહેલું અયન થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલું અયન થાય છે ઈત્યાદિ જેમ સમય વડે આલાવા કહ્યા, તેમ અયન વડે પણ કહેવા યાવત્ અનંતર પશ્ચામૃત સમયમાં પ્રથમ અયન પ્રતિપન્ન થાય છે.
જેમ અયન વડે આલાવો કહ્યો, તેમ સંવત્સર વડે પણ કહેવો. યુગ વડે પણ, સો વર્ષ વડે પણ, હજાર વર્ષ વડે પણ, લાખ વર્ષ વડે પણ, પૂવગ વડે પણ, પૂર્વ વડે પણ, કુટિતાંગ વડે પણ, ત્રુટિત વડે પણ [ઉક્ત આલાવાઓ કહેવા જોઈએ.]
એ પ્રમાણે પૂવગ-પૂર્વ, ગુટિતાંગ-ગુટિત, અડડાંગ-અડદ, અવવાંગ-અવલ, હહતાંગ-હૂહત, ઉત્પલાંગ-ઉત્પલ, પાંગ-પા, નલિનાંગનલિન, અર્થનિકુરાંગ-અર્થ નિકુર, અયુતાંગ-અયુત, નયુતાંગ-નયુત, પ્રયુતરંગ-પ્રયુત, ચૂલિકાંગ-ચૂલિકા, 2િ7/9]
૧૩૦
જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ શીર્ષપ્રહેલિકાંગ-શીર્ષપ્રહેલિકા, [એ બધાં વડે, તથા પલ્યોપમથી અને સાગરોપમથી પણ [ઉક્ત આલાવા કહેવા જોઈએ.]
ભગવન! જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં પહેલી અવસર્પિણી હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલી અવસર્પિણી હોય છે, જ્યારે ઉત્તરાદ્ધમાં પહેલી ત્યારે જંબદ્વીપ દ્વીપના મેર પર્વતની પૂર્વ અને પશ્ચિમે અવસર્પિણી પણ નથી અને ઉત્સર્પિણી પણ નથી, કેમકે ત્યાં અવસ્થિત કાળ હોય છે શું ?
હા, ગૌતમ ! તે પ્રમાણે જ કહેવું.
જેમ અવસર્પિણીનો આલાવો કહ્યો, તેમ ઉત્સર્પિણીનો પણ આલાવો કહેવો જોઈએ.
- હવે વ્યાખ્યા કરે છે - ઉક્ત ક્ષેત્ર વિભાગ અનુસાર દિવસ અને રાત્રિ વિભાગ કહે છે, જેમકે- ભગવન્! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુના દક્ષિણ ભાગમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે. એક સૂર્યનો એક દિશામાં મંડલાચાર છે, બીજા સૂર્યનો તેના સન્મુખની લંબાઈ વડે જ બીજી દિશામાં મંડલચાર સંભવે છે. અહીં જો કે જેમ દક્ષિણાર્ધમાં તેમ ઉત્તરાર્ધમાં પણ કહેલ છે, તો પણ દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં છે તેમ જાણવું. કેમકે માદ્ધ શબ્દનો ભાગ માગ અર્થ છે. જે કારણે જો દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધમાં સમગ્ર જ દિવસ થાય છે, તો કઈ રીતે પૂર્વપશ્ચિમમાં રાત્રિ થાય તેમ કહ્યું?
બે અદ્ધના ગ્રહણથી સર્વક્ષેત્રનું ગ્રહણ કરવાથી કહ્યું. અહીં દક્ષિણાદ્ધ આદિ શબ્દથી દક્ષિણાદિ ભાગ માત્ર જાણવો. અદ્ધ ન જાણવું. ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વમાં અને પશ્ચિમમાં રાત્રિ થાય છે. કેમકે ત્યાં એક પણ સૂર્ય નથી.
એ પ્રમાણે પ્રશ્ન કરાતા ભગવંતે કહ્યું - હા, ગૌતમ ! જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય ત્યારે પૂર્વમાં શનિ હોય છે, એ પ્રમાણે પ્રતિવાક્ય કહેવું.
ક્ષેત્ર પરાવૃત્તિથી દિવસ-રાત્રિ વિભાગ પૂછતાં કહે છે -
ભગવન્જ્યારે જંબુદ્વીપદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વમાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે. પૂર્વોક્ત યુક્તિથી જ કહેવું. જ્યારે પશ્ચિમમાં દિવસ હોય, ત્યારે મેરની દક્ષિણ-ઉત્તરમાં રાત્રિ હોય છે. એ પ્રશ્ન સૂગ છે. હા, ગૌતમ ! ઈત્યાદિ ઉત્તરસૂત્ર પૂર્વવત્ છે, તેમ જાણવું.
સામાન્યથી દિવસ-રાત્રિ વિભાગ કહ્યો, હવે તેને જ વિશેષથી કહે છે - ભગવન્! જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાર્ધમાં ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ઈત્યાદિ સૂત્રો પ્રાયઃ નિગદસિદ્ધ છે, તો પણ કંઈક આના નૃત્યાદિમાં રહેલ લખીએ –
અહીં સૂર્યના ૧૮૪ મંડલો હોય છે. તેમાં જંબૂદ્વીપ મણે ૬૫-મંડલો થાય છે. ૧૧૯ તેમાં લવણસમુદ્ર મથે હોય.
તેમાં સવર્ચ્યુતર મંડલમાં જ્યારે સૂર્ય હોય, ત્યારે ૧૮-મુહનો દિવસ થાય છે, જ્યારે સર્વ બાહ્ય મંડલમાં સૂર્ય હોય ત્યારે સર્વજઘન્ય બાર મુહૂર્તનો દિવસ