________________
૧૨૩
૧૨૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩
આ ઉદય અને અસ્ત દ્રષ્ટ્રલોકની વિવક્ષાથી જાણવો. તેથી કહે છે - જેના અદેશ્ય હોવા છતાં, તે બંને દેશ્ય દેખાય. તે તેમનો ઉદય થયો, એમ વ્યવહાર કરાય છે. જે દેશ્ય હોય, પછી તે બંને અદેશ્ય દેખાય, ત્યારે તેનો ‘અસ્ત થયો' તેવો વ્યવહાર કરાય છે. એ પ્રમાણે અનિયત ઉદય અને અસ્ત કહ્યા.
ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી પૂર્વ-દક્ષિણમાં ઉદય પામીને દક્ષિણ-પશ્ચિમમાં અસ્ત પામે છે. ત્યાં પણ દક્ષિણ-પશ્ચિમમાં પશ્ચિમ વિદેહની અપેક્ષાથી ઉગીને પશ્ચિમઉત્તરમાં અર્થાત્ વાયવ્ય ખૂમામાં અસ્ત પામે છે. ત્યાં પણ વાયવ્યમાં ઐરાવતાદિ ક્ષેત્ર અપેક્ષાથી ઉગીને ઉત્તર-પૂર્વમાં અર્થાત્ ઈશાન ખૂણામાં અસ્ત પામે.
( આ પ્રમાણે બંને સૂર્યોની ઉદય વિધિ કહી. વિશેષથી વળી આ પ્રમાણે કહે છે
જે એક સૂર્ય અગ્નિખૂણામાં ઉદિત થાય છે, ત્યાં ઉગીને ભરતાદિ મેરુ દક્ષિણવર્તી ક્ષેત્રને પ્રકાશિત કરે છે. ત્યારે બીજો પણ વાયવ્ય ખૂણામાં ઉદિત થઈને મેરની ઉત્તર દિશાવર્તી ઐરાવતાદિ ક્ષેત્રને પ્રકાશિત કરે છે અને ભારતનો સૂર્ય મંડલભામ્યથી ભ્રમણ કરતો નૈત ખૂણામાં ઉદિત થઈને પશ્ચિમ મહાવિદેહને પ્રકાશિત કરે છે, ઐરાવતીય પણ ઈશાનમાં ઉગીને પૂર્વ વિદેહને પ્રકાશિત કરે છે, પછી આ પૂર્વવિદેહ પ્રકાશક દક્ષિણ પૂર્વમાં ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી ઉદયને કહ્યો.
પશ્ચિમ વિદેહ પ્રકાશક પણ પશ્ચિમ ઉત્તરમાં ઐવત આદિ ક્ષેત્રની અપેક્ષાથી ઉદયને પામે છે.
અહીં ઈશાન આદિ દિશાવ્યવહાર મેથી જાણવો, અન્યથા ભરત આદિ લોકોના સ્વ-સ્વ સૂર્યોદય દિશા પૂર્વદિક્ષણોમાં અગ્નિ આદિ કોણનો વ્યવહાર પ્રાપ્ત ન થાય..
એ પ્રમાણે પ્રશ્ન કરાતાં ભગવંતે કહ્યું - હા, આ ઉત્તર અવ્યય-અભ્યપગમાર્થે છે. તેથી હે ગૌતમ ! અહીં જે પ્રમાણે તે પ્રશ્ન કરે છે, તે પ્રમાણે જ છે. આના વડે સૂર્યની તીર્દિ દિશામાં ગતિ કહી છે. • x • x • તેથી જેઓ માને છે કે
- સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશીને પાતાલમાં જઈને ફરી પૂર્વ-સમુદ્રમાં ઉદિત થાય છે, ઈત્યાદિ મત નિષેધ્યો.
બ્ધ સૂત્રકારશ્રીએ ગ્રંથ ગૌરવના ભયથી અતિદેશ વાક્ય કહે છે - જે પ્રમાણે [ભગવતીજીના પહેલાં શતકના પહેલા ઉદ્દેશકમાં કહ્યું, તે પ્રમાણે અહીં કહેવું. ક્યાં સુધી કહેવું –
યાવતુ અહીં ઉત્સર્પિણી નથી કે અવસર્પિણી નથી, પણ ત્યાં અવસ્થિત કાળ કહેલો છે.” સૂત્ર આ પ્રમાણે છે –
ભગવતુ ! જ્યારે જંબદ્વીપ દ્વીપમાં દક્ષિણાદ્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વમાં-પશ્ચિમમાં શું રાત્રિ હોય છે ? [તેમ માનવું ?]
હા, ગૌતમ ! જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે
ચાવતુ પશ્ચિમમાં રાત્રિ હોય છે.
ભગવન્! જ્યારે જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વમાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમમાં દિવસ હોય છે, ત્યારે જંબદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે અને દક્ષિણે શું રાત્રિ હોય છે ?
હા, ગૌતમ ! જ્યારે જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વે દિવસ હોય છે ચાવત્ દક્ષિણમાં સત્રિ હોય છે.
ભગવન્જ્યારે જંબૂઢીપદ્વીપના દક્ષિણાદ્ધમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ અઢાર મુહર્તનો દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુની પૂર્વ અને પશ્ચિમમાં જઘન્યા બાર મુહર્તની રાત્રિ હોય છે શું ?
હા, ગૌતમ! જ્યારે દક્ષિણ-ઉત્તરમાં અઢાર દિવસનો ઉત્કૃષ્ટ દિવસ હોય ત્યારે યાવતુ પૂર્વ-પશ્ચિમે બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
ભગવતુ જ્યારે દક્ષિણ-ઉત્તરમાં અઢાર દિવસનો ઉત્કૃષ્ટ દિવસ હોય ત્યારે ચાવત્ પૂર્વ-પશ્ચિમે બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
ભગવન્! જ્યારે જંબૂઢીપદ્વીપના મેરુ પર્વતની પૂર્વે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે સાવત્ ત્યારે જંબૂઢીપદ્વીપની દક્ષિણમાં સાવત્ બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
ભગવન! જ્યારે જંબદ્વીપ દ્વીપના દક્ષિણાદ્ધમાં અઢાર મુહુર્ત અનંતર દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્ત અનંતર દિવસ હોય છે. જ્યારે ઉત્તરાદ્ધમાં અઢાર મુહdનો દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપ દ્વીપના મેરની પૂર્વે સાતિરેક બાર મુહૂર્તની રાત્રિ હોય છે ?
હા, ગૌતમ ! જ્યારે જંબૂદ્વીપમાં ચાવત્ શનિ હોય.
ભગવદ્ ! જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વે અઢાર મુહૂર્તાનાર દિવસ હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ અઢાર મુહર્તાન્તરનો દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમમાં અઢાર મુહર્તાન્તરનો દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે અને દક્ષિણે સાતિરેક બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
એ પ્રમાણે આ ક્રમથી કહેવું કે –
સત્તર મુહૂd દિવસ-તેર મુહૂર્તની રાત્રિ, સત્તર મુહૂતાિરનો દિવસ-સાતિરેક તેર મુહૂર્તની રાત્રિ.
સોળ મુહર્તનો દિવસ - ચૌદ મુહૂર્તની રાત્રિ, સોળ મુહૂતત્તિરનો દિવસસાતિરેક ચૌદ મુહૂર્તની સમિ.
પંદર મુહૂર્તનો દિવસ-પંદર મુહૂર્તની રાત્રિ, પંદર મુહૂાન્તરનો દિવસ - સાતિરેક પંદર મુહૂર્તની સમિ. - ચૌદ મુહૂર્તનો દિવસ-સોળ મુહૂર્તની રાત્રિ, ચૌદ મુહૂર્તાન્તરનો દિવસ-સાતિરેક સોળ મુહૂર્તની સમિ.