________________
૧/૫
રમ્ય જાલક ગૃહો જેમાં છે તે. આ અર્થ છે – જ્યાં તે વૃક્ષો રહેલ છે, ત્યાં વાપી આદિમાં ગવાક્ષવાળા ગૃહો, જલક્રીડા કરતાં વ્યંતર મિથુનો ઘણાં છે. પુદ્ગલ સમૂહરૂપદૂર દેશ સુધી જતી સદ્ગધિકા શુભ સુરભિ ગંધાંતથી મનોહર જે છે તે. • x - ગંઘઘાણિ-જેટલાં ગંધ પુદ્ગલ વડે ધ્રાણેન્દ્રિયને તૃપ્તિ ઉપજાવે છે, તેટલાં પુદ્ગલ સંહતિરૂપ ઉપચારથી ગંધધાણિ એમ કહેવાય છે, તેને નિરંતર છોડતાં.
તથા શુભ-પ્રધાન, સેતુ-માર્ગ, કેતુ-ધ્વજા, બહુલા-અનેકરૂપ જેમાં છે તે. રથકીડાયાદિ, યાન-કહેલ અને કહેવાનાર સિવાયના, શકટાદિ-વાહનો, યુગ્ય-ગોલદેશ પ્રસિદ્ધ બે હાથપમાણ ચાર ખૂણાવાળી વેદિકાયુકત જંપાન, શિબિકા-કૂટાકાથી આછાદિત જંપાન વિશેષ, સ્કંદમાનિકા-પુરુષ પ્રમાણ જંપાન વિશેષ, * * * * *
હવે વનખંડના ભૂમિભાગનું વર્ણન કહે છે – • સૂત્ર-૬ -
તે વનખંડની અંદર બહસમરમણીય ભૂમિભાગ કહેલ છે જેમ કોઈ આલિંગપુકર યાવત વિવિધ પંચવણ મણી વડે, તૃણ વડે ઉપશોભિત હોય, તે આ પ્રમાણે કૃષ્ણવર્ણ વડે એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ છે. ત્યાં પુષ્કરિણી, પતિગૃહ, મંડપ, પૃથ્વીશિલાપટ્ટક છે. તેમ છે ગૌતમ ! ગણવું.
ત્યાં ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ બેસે છે, સુએ છે, રહે છે, નિરાધા કરે છે, વકૃવતન કરે છે, રમે છે, મનોરંજન કરે છે, ક્રીડા કરે છે, મૈથુન કરે છે, પૂર્વસંચિત સુપરકાંત શુભ, કલ્યાણકર, કૃત્ કર્મોના કલ્યાણ-ફળ-વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે.
તે જગતીની ઉપર પાવરવેદિકામાં અહીં એક મોટું વનખંડ કહેલ છે, તે દેશોન બે યોજન વિÉભથી વેદિકાસમાન પરિક્ષેપથી છે. તે કૃષ્ણ યાવતું તૃણરહિત જાણવું.
• વિવેચન-૬ -
તે વનખંડ મળે, અત્યંત સમ તે બહસમ, તે રમણીય ભૂમિભાગ કહેલો છે. કેવા પ્રકારે ? તે કહે છે. તે સકલ લોકપ્રસિદ્ધ છે. તે દૃષ્ટાંત વડે કહે છે – નામ - શિષ્ય આમંત્રણ અર્થમાં છે. ત્રિા - મુરજ, વાધ વિશેષ, તેનો પુકરચમપુટ, તે અત્યંત સમ હોવાથી તેના વડે ઉપમા કરી છે. ત શબ્દ-સર્વે પણ સ્વસ્વ ઉપમાભૂત વસ્તુ સમાપ્તિ ધોતક છે. વા શબ્દ સમુચ્ચયમાં છે ચાવત્ શબ્દથી બહુસમવવર્ણક અને મણિલક્ષણ વર્ણક લેવું. તે આ છે - મુજપુકર, સરતલ, કરતલ, ચંદ્રમંડલ, સૂર્યમંડલ, આદર્શમંડલ, ઉરહ્મ ચર્મ, વૃષભચર્મ ઈત્યાદિ - ૪ - અનેક શંકુ હજાર ખીલીઓ વડે વિતત, આવર્ત-પ્રત્યાવર્ત આદિ • x • પાલતાના વિચિત્ર ચિત્રોથી છાયા-પ્રભાદિ વડેo - ૪ -
હવે ઉક્ત સૂગની વ્યાખ્યા - મૃદંગ લોકપ્રસિદ્ધ છે, મઈલનો પુષ્કર તે મૃદંગ પુષ્કર, પરિપૂર્ણ-પાણીથી ભરેલ, તળાવનું તળ-ઉપરનો ભાગ તે સરસ્વલ. વાયુરહિત
४४
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જળપૂર્ણ સરોવર લેવું. અન્યથા વાયુ વડે ઉદ્ભૂત વડે ઉંચા-નીયા થતાં જળ વડે વિવક્ષિત સમભાવ ન થાય.
ચંદ્રમંડલ, સૂર્યમંડલ જોકે વસ્તુગતિથી ઉત્તાની કૃતાર્ધ કપિત્થ આકાર પીઠપ્રાસાદ અપેક્ષાથી વ્રત કહેલ છે. તદુગત દૃશ્યમાન ભાગ સમતલ નથી, તો પણ સમતલ દેખાય છે, માટે તેનું ગ્રહણ છે. ઉરહ્મ ચર્મ ઈત્યાદિ બધાંમાં “અનેક શંકુ કીલકથી વિતત” પદ જોડવું.
ઉરભ-ઘેટું, દ્વીપી-ચિતો, આ બધાંનું ચામડું અનેક શંકુ પ્રમાણ હજારો ખીલીઓ વડે તાડિત છે - x • જે રીતે અત્યંત બહુસમ થાય છે, તે રીતે તે પણ વનખંડનો મધ્ય બહુરામ ભૂમિભાગ છે.
ફરી કેવો છે ? તે કહે છે - જાતિભેદથી વિવિધ પ્રકારના જે પંચવર્ણી મણી અને તૃણો વડે ઉપશોભિત છે. કેવા મણી વડે ? તે કહે છે – મણીના લક્ષણો, તેમાં આવર્ત પ્રસિદ્ધ છે. એક આવર્તની પ્રતિ અભિમુખ આad, તે પ્રત્યાવર્ત. શ્રેણિતથાવિધ બિંદ જાતાદિની પંક્તિ, તે શ્રેણિથી જે વિનિર્ગત, અન્ય શ્રેણિ તે પ્રશ્રેણિ. * * * વર્ધમાનક-શરાવ સંપુટ, મસ્યાંક-કમકરાંડ બંને જલચર વિશેષ અંડક પ્રસિદ્ધ છે. જાર-માર એ લક્ષણ વિશેષ છે. તે લોકથી જાણવા. પુષ્પાવલિ આદિ પ્રતીત છે તેના આશ્ચર્યકારી ચિત્ર-આલેખ જેમાં છે તે.
અહીં શું કહે છે ? આવતદિ લક્ષણયુક્ત, શોભન છાયા જેમાં છે, તેના વડે. - X - આવા પ્રકારે વિવિધ પ્રકારના પંચવણ મણિ અને તૃણ વડે શોભિત છે. તે આ રીતે - કૃષ્ણવર્ણથી યુક્ત, આ પ્રકારે બાકીના પણ નીલાદિ વણને મણિ-તૃણ વિશેષણપણે યોજવા. જેમકે નીલવર્ણ વડે, લોહિત વર્ણ વડે, પીળા વર્ણ વડે, શુકલવર્ણ વડે. તે મણિ-તૃણોના ગંધ, સ્પર્શ અને શબ્દો જાણવા. તથા તે વનખંડના ભૂમિભાગમાં પુષ્કરિણીના પર્વતગૃહ, મંડપ, પૃવીશિલાપટ્ટકો જાણવા. - x - એ પ્રમાણે યાવતું પૂર્વવત્ વર્ણન કરવું. - X - X -
અહીં આ સત્ર અભિપ્રાયની અભિવ્યક્તિમાં જીવાભિગમાદિ ગ્રન્થોક્ત કેટલાંક પાઠો લખે છે તેમાં જે તે કૃષ્ણમણી અને તૃણ છે, તેનો આ આવા સ્વરૂપે વણવાસ કહેલ છે. તે આ - જેમ કોઈ જીમૂત, અંજન, ખંજન, કાજળ, મસી, મસીગુલિકા, ગવલ, ગવલગુલિકા, ભ્રમર, ભ્રમરાવલી, ભ્રમર પસાર, જાંબૂકુળ, આદ્રારિષ્ઠ, પપૃષ્ઠ, ગજ, ગજકલભ, કૃષ્ણસર્પ, કૃષ્ણ કેસર, આકાશથિગ્નલ, કૃણાલોક, કૃણકણવીર, કૃષ્ણ બંધુજીવક જેવા તે વર્ણ છે? ગૌતમાં આ થે સમર્થ નથી. તે કૃષ્ણ મણી અને તૃણ આના કરતાં ઈષ્ટતરક, કાંતતક, મનોજ્ઞતક, મરામતક કહેલ છે.
ઉક્ત સૂત્રનો વ્યાખ્યાસાર – તે પંચવર્ણી મણી અને તૃણની મધ્યે જે કૃષ્ણ મણી-તૃણ છે તે કેિવા છે ?] જીમૂત-મેઘ, તે વષરિંભે જળપૂર્ણ કહેલ છે. તે પ્રાયઃ અતિકાલિમાવાળો હોય. •x• અંજન-સૌવીસંજન રત્નવિશેષ, ખંજન-દીપક મલ્લિકાનો