________________
૫/૨૧૮ થી ૨૨૬
ન્હાવાને ઉપયોગી જળપૂર્ણ કળશ હાથમાં લઈને ગીતગાન કરતી રહે છે.
હવે પશ્ચિમરુચકમાં રહેલની વક્તવ્યતા - સૂત્ર પૂર્વવત્. વિશેષ એ કે – તે પશ્ચિમ દિશાભાગવર્તી રુચકવાસીની કહેવી. તેમના નામો પધથી આ પ્રમાણે કહે છે – અલંબુસા, મિશ્રકેસી, પુંડરીકર ઈત્યાદિ · - X - કૂટવ્યવસ્થા પૂર્વવત્. તેણી આઠે ઉત્તરરુચકથી આવેલ હોવાથી જિનમાતાના ઉત્તરદિશા ભાગમાં હાથમાં ચામર લઈને
આગાન-પરિંગાન કરતી ત્યાં રહે છે.
૨૯
હવે વિદિશાના રુચકવાસીની દિશાકુમારી મહત્તાના આગમનને કહે છે – સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે – તે વિદિક્ રુચકમાં વસનારી છે, તે જ રુચકપર્વતના મસ્તકે ચોથા હજારમાં ચારે વિદિશામાં એક-એક કૂટમાં, ત્યાં વસનારી ચારે વિદિશાની કુમારી યાવત્ વિચરે છે. અહીં સ્થાનાંગમાં વિધુત્ક્રુમારી મહત્તકિા કહેલ છે. આ બધીના ઈશાન આદિ ક્રમથી નામો આ પ્રમાણે છે – ચિત્ર, ચિત્રકનકા, શહેરા, સૌદામિની, પૂર્વવત્ ચાવત્ આપે ડરવું ન જોઈએ. વિદિશાથી આવેલ હોવાથી ભગવંત તીર્થંકર અને તીર્થંકરમાતાની ચારે વિદિશામાં દીપિકા હાથમાં લઈને આગાન-પરિંગાન કરતી રહે છે.
હવે મધ્યરુચવાસીનીનું આગમન-તે કાળે, તે સમયે મધ્યભાગવર્તી ટુચકવાસીની અર્થાત્ ૪૦૨૪ રુચકના શિરો વિસ્તારમાં બીજા હજારે ચારે દિશાવર્તી ચારે કૂટોમાં પૂર્વાદિક્રમથી ચારે ખૂણે વસે છે. અહીં છઠ્ઠા અંગની વૃત્તિમાં મલ્લિ અધ્યયનમાં સુચકદ્વીપની અત્યંતરઅમાં વસનારી એમ કહેલ છે, તત્વ બહુશ્રુત જાણે. ચાર દિશાકુમારી યાવત્ વિચરે છે, તે આ પ્રમાણે – રૂપા ઈત્યાદિ, પૂર્વવત્. આપે ભયભીત થવું નહીં, એમ કહીને
• - ભગવંત તીર્થંકરની નાભિનાળને ચાર આંગળ છોડીને કાપે છે, કાપીને
મોટો ખાડો ખોદે છે. તેમાં કાપેલ નાભિનાલને દાટે છે. દાટીને રત્નો વડે ત્યાં પીઠ
બાંધે છે. તેની ઉપર હરિતાલિકા વાવે છે. ખાડો ખોદવો આદિ બધું ભગવંતના અવયવની આશાતના નિવારવાને માટે છે. પીઠ બાંધીને, પશ્ચિમ દિશા સિવાયની ત્રણે દિશામાં ત્રણ કદીગૃહો બનાવે છે. પછી તે કદલીગૃહોના બહુ મધ્યદેશ ભાગમાં ત્રણ ચતુઃશાલક-ભવન વિશેષને બનાવે છે. પછી તે ચતુઃશાલકોના બહુમધ્ય દેશભાગમાં ત્રણ સિંહાસનો વિકુર્વે છે. તે સિંહાસનોનું વર્ણન પૂર્વવત્ કહેવું.
-
હવે સિંહાસનની વિકુર્વણા પછીનું કૃત્ય કહે છે પછી તે રુચકમધ્યમાં વસનારી ચારે દિશાકુમારી મહતરિકાઓ જ્યાં ભગવંત તીર્થંકર અને તીર્થંકરની માતા છે, ત્યાં આવે છે. આવીને તીર્થંકર ભઘવંતને કતલ સંપુટ વડે અને તીર્થંકર માતાને બાહા વડે ગ્રહણ કરે ચે, ગ્રહણ કરીને જ્યાં કદલીગૃહ છે, જ્યાં ચતુઃશાલક છે,
જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને તીર્થંકર ભગવંત અને તીર્થંકર માતાને સિંહાસને બેસાડે છે. બેસાડીને શતપાક અને સહસ્રપાક તેલ વડે...
...અહીં શતપાક એટલે બીજી બીજી ઔષધિના રસથી કે સો મુદ્રા વડે જે પકાવેલ છે, તે શતપાક. એ રીતે સહસપાક તેલ પણ જાણવું. તેવા પ્રકારના સુગંધી
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
તેલ વડે અન્યંજન-માલીશ કરે છે. માલીશ કરીને સુગંધી ગંધવર્તકથી ગંધદ્રવ્યોઉત્પલ કુષ્ઠાદિના ચૂર્ણ પીંડથી અથવા ગંધયુક્ત ગોધૂમચૂર્ણ પીંડથી ઉદ્ધર્તન કરે છે – ઘસેલા તેલનું અપનયન કરે છે.
ત્યારપછી તીર્થંકર ભગવંતને બે હાથના પુટમાં લઈ, તીર્થંકર માતાની બાહુ પકડીને જ્યાં પૂર્વનું કદલીગૃહ છે, જ્યાં ચતુઃશાલા છે, જ્યાં સિંહાસન છે, ત્યાં જાય છે. જઈને તીર્થંકર ભગવંત તથા તેની માતાને સિંહાસને બેસાડે છે. બેસાડીને ત્રણ પ્રકારના ઉદક વડે સ્નાન કરાવે છે, તે ત્રણે જળ દર્શાવે છે ઃ- ગંધોદક-કુંકુમાદિ મિશ્રિત, પુષ્પોદક જાત્યાદિ મિશ્રિત, શુદ્ધોદક-માત્ર પાણી વડે, સ્નાન કરાવીને બધાં. અલંકાર વડે વિભૂષિત કરે છે.
--
ત્યારપછી તીર્થંકર ભગવંતને કરતલપુટમાં અને જિનમાતાને બાહા વડે ગ્રહણ કરે છે, કરીને જ્યાં ઉત્તરદિશાનું કદલીગૃહ છે. ત્યાં જે ચતુઃશાલામાં સિંહાસન છે, ત્યાં આવે છે. આવીને તીર્થંકર ભગવંતને અને તેની માતાને સિંહાસને બેસાડે છે, બેસાડીને આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – જલ્દીથી લઘુહિમવંત વર્ષધર પર્વતથી ગોશીર્ષસંદન કાષ્ઠ લઈ આવો.
ત્યારે તે આભિયોગિક દેવોને રુચક મધ્યે રહેનારી ચારે દિશાકુમારીઓએ પૂર્વવત્ આજ્ઞા કરતાં હર્ષિત-સંતુષ્ટ થઈ ચાવત્ વિનયથી વચન સ્વીકારે છે. પછી જલ્દીથી લઘુ હિમવંત વર્ષધર પર્વતથી સરસ ગોશીર્ષ ચંદન કાષ્ઠ લાવે છે. ત્યારે તે મધ્ય સુચકવાસી ચારે દિશાકુમારીઓ શરક-બામ જેવા તીક્ષ્ણમુખ અગ્નિ ઉત્પાદક કાષ્ઠ વિશેષ કરે છે. કરીને તે જ શક વડે અરણિ-લોકપ્રસિદ્ધ કાષ્ઠ વિશેષને સંયોજે છે. સંયોજીને શક વડે અગ્નિ ઉત્પન્ન કરે છે. કરીને અગ્નિને સંદીપન્ન કરે છે. પછી તેમાં ગોશીર્ષ - ચંદન કાષ્ઠના ટુકડા કરીને નાંખે છે. - ૪ - અગ્નિને ઉજ્જ્ઞાલિત કરે છે. ઉજ્વાલિત કરીને હવન ઉપયોગી ઇંધણ-સમીધરૂપ કાષ્ઠ નાંખે છે. પૂર્વે જે કાષ્ઠ પ્રક્ષેપ કહ્યું તે ઉદ્દીપન માટે હતું, આ કાષ્ઠ ક્ષેપણ રાખ કરવાને મરાટે છે. પછી અગ્નિ હોમ કરે છે. કરીને ભસ્મ કરે છે. - x -
30
ત્યારપછી જિનમાતાને શાકિની આદિ દુષ્ટ દેવતાથી અને દૃષ્ટિ દોષાદિથી રક્ષા કરનારી પોટલી બાંધે છે. બાંધીને વિવિધ મણિરત્નોની રચનાથી ચિત્રિત બે પાષાણવૃત્ત ગોલકને ગ્રહણ કરે છે કરીને તીર્થંકર ભગવંતના કાન પાસે પરસ્પર અફડાવીને સુંદર શબ્દ ઉત્પાદનપૂર્વક વગાડે છે. એના વડે બાળલીલાવશ અન્યત્ર આસક્ત ભગવંતને કહેવાનાર આશીર્વચનમાં હોંશીયાર કરે છે. પછી “ભગવંત ! આપ પર્વતાયું થાઓ” એમ આશીર્વચન કહે છે.
ઉક્ત બધું કાર્ય કર્યા પછી રુચકમધ્ય વસતી ચારે દિશા કુમારી મહત્તકિા તીર્થંકર ભગવંતને કરતલપુટમાં અને જિનમાતાને બાહા વડે ગ્રહણ કરીને જ્યાં તીર્થંકરનું જન્મ ભવન છે, ત્યાં આવે છે, આવીને તીર્થંકર માતાને શય્યામાં સુવડાવે છે, સુવડાવીને તીર્થંકર માતાની પાશ્વમાં સ્થાપે છે. સ્થાપીને કંઈક નીકટમાં ગીત ગાન
કરતી રહે છે.