________________
૫/૨૧૮ થી ૨૨૬
ઉત્તરમાં હાથમાં ચામર લઈને આગાન-પરિંગાન કરતી રહી.
તે કાળે તે સમયે વિદિશિ રુચકમાં વસનારી ચાર દિશાકુમારી મહત્તરિકા યાવત્ વિચરે છે. તે આ પ્રમાણે – ચિત્રા, ત્રિકનકા, શ્વેતા અને સૌદામિની. પૂર્વવત્ વર્ણન યાવત્ આપ ભય રાખશો નહીં, એમ કહીને ભગવત તીર્થંકર અને તીર્થંકર માતાની ચારે વિદિશામાં હાથમાં દીવા લઈને આગાન-પરિંગાન કરતી રહે છે.
૨૩
તે કાળે તે સમયે મધ્યમસુચકમાં વસનારી ચાર દિશાકુમારી મહત્તકિાઓ પોતપોતાના કૂટોમાં પૂર્વવત્ યાવત્ વિચરે છે. તે આ પ્રમાણે – રૂપા, રૃપાસિકા, સુરૂપા અને ચકાવતી. વર્ણન પૂર્વવત્ વત્ આપે ભય રાખવો નહીં, એમ કહી ભગવંત તીર્થંકરની ચાર આંગળ વર્ઝને નાભિનાલ કાપે છે, કાપીને જમીનમાં ખાડો ખોદે છે. ખોદીને નાભિનાલને તેમાં દાટે છે. દાટીને રત્નો અને વજ્રોથી
પૂરે છે. પૂરીને ત્યાં હરિતાલિકથી પીઠ બાંધે છે. બાંધીને ત્રણ દિશામાં ત્રણ કદલીગૃહને વિક્ર્તે છે. તે કદલીગૃહ મધ્યે ત્રણ ચતુશાલક વિર્તે છે. તે ચતુ:શાલકના ઠીક મધ્ય ભાગમાં ત્રણ સીંહાસન વિકુર્વે છે. તે સીંહાસનોના આવા સ્વરૂપે વર્ણન કહેલ છે. સર્વ વર્ણન કહેવું.
ત્યારે તે ચક મધ્યે વસનારી ચારે દિશાકુમારી મહતરા જ્યાં ભગવન્ તીર્થંકર અને તીર્થંકર માતા છે, ત્યાં આવે છે, આવીને ભગવન તીર્થંકરને હાથના સંપુટમાં ગ્રહણ કરે છે. તીર્થંકરની માતાને પણ બાહા વડે ગ્રહણ કરે છે. કરીને જ્યાં દક્ષિણનું કદલીગૃહ છે. જ્યાં તુશાલક છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે, આવીને તીર્થંકર ભગવંત તથા તીર્થંકર માતાને સીંહાસને બેસાડે છે.
ત્યારપછી તેમને શતપાક, સહપાક તેલ વડે માલીશ કરે છે, કરીને સુગંધી ગંધવર્તક વડે ઉબટન કરે છે, કરીને તીર્થંકર ભગવંતને કરતલપુટ વડે અને તીર્થંકરની માતાને બાહાથી ગ્રહણ કરે છે, કરીને જ્યાં પૂર્વનું કદલીગૃહ છે, જ્યાં ચતુશાલક છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને તીર્થંકર ભગવત્ તથા તીકર માતાને સીંહાસન ઉપર બેસાડે છે.
ત્યારપછી તેમને ત્રણ જળ વડે સ્નાન કરાવે છે, તે આ રીતે – ગંધોદક, પુષ્પોદક અને શુદ્ધોદક. સ્નાન કરાવીને સર્વ અલંકર વડે વિભૂષિત કરે છે. કરીને તીર્થંકર ભગવંતને કરતલ પુડ વડે અને તીર્થંકર માતાને બાહા વડે ગ્રહણ કરે છે. કરીને જ્યાં ઉત્તરનું કદલીગૃહ છે, જ્યાં ચતુશાલક છે, જ્યાં સીંહારાન છે, ત્યાં આવે છે.
ત્યારપછી તીર્થંકર ભગવંત અને તૌકિરની માતાને સીંહાસને બેસાડે છે, બેસાડીને આભિયોગિક દેવોને બોલાવે છે, તેમને આ પ્રમાણે કહે છે – ઓ દેવાનુપ્રિયો ! જલ્દીથી લઘુ હિમવંત વર્ષધર પર્વતથી ગોશીષચંદન કાષ્ઠ લઈ આવો. ત્યારે તે આભિયોગિક દેવો તે રૂાક મધ્યે વસનારી ચાર દિશાકુમારી
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ મહત્તસ્કિાએ આમ કહેતા હર્ષિત-સંતુષ્ટ થયા યાવત્ વિનયપૂર્વક વચનને સ્વીકાર્યું. પછી જલ્દી જઈને લઘુહિમવંત વર્ષધર પર્વતથી સરસ, ગૌશીષ ચંદનના કા લઈ આવે છે.
ર
ત્યારે તે મધ્યમ રુચક્રમાં વસનારી ચારે દિશાકુમારી મહત્તરા શક કરે છે, કરીને અરણિ ઘડે છે, અરણિ ઘટીને શક વડે અગ્નિ ઉત્પન્ન કરે છે, અગ્નિ ઉદ્દિશ્ત કરે છે, તેમાં ગોશીષ ચંદનના ટુકડા નાંખે છે તેનાથી અગ્નિ પ્રજ્વલિત કરે છે. કરીને તેમાં સમિધા કાષ્ઠ નાંખે છે. નાંખીને અગ્નિહોમ કરે છે. કરીને ભૂતિકર્મ કરે છે, કરીને રક્ષાપોટલી બાંધે છે. બાંધીને વિવિધ મણિરત્નથી ચિત્રિત બે પ્રકારના પાષાણ ગોલક લઈને તીર્થંકરના કાનના મૂળ પાસે ગોલકને પરસ્પર અફડાવે છે. “પર્વત સર્દેશ આયુવાળા થાઓ” એ
પ્રમાણે ભગવંતને આશીર્વચન કહે છે.
ત્યારપછી તે સૂચક મધ્યે વસનારી ચારે દિશાકુમારી-મહત્તરાઓ ભગવનને કરતલપુટ વડે અને તીર્થંકર માતાને બાહા વડે ગ્રહણ કરે છે, કરીને જ્યાં ભગવંતનું જન્મ ભવન છે, ત્યાં આવે છે, આવીને તીર્થંકરની માતાને શયનમાં સુવડાવે છે. સુવડાવીને તીર્થંકર ભગવંતને માતાની પડખે સ્થાપે છે, સ્થાપીને આગાન કરતી,પરિગાન કરતી રહે છે.
• વિવેચન-૨૧૮ થી ૨૨૬ :
તે કાળે, તે સમયે પૂર્વના દિશાભાગવર્તી રુચક કૂટવાસી આઠ દિશાકુમારી મહત્તકિા પોત-પોતાના કૂટોમાં પૂર્વવત્ ચાવત્ વિહરે છ. તે આ નંદોતરા ઈત્યાદિ - ૪ - એમ નામથી કહી. બાકી આસન પ્રકંપ, અવધ્ધિયોગ, ભગવંતનું દર્શન, પરસ્પર બોલાવવી, પોત-પોતાના આભિયોગિકે કરેલ વિમાન વિશ્ર્વણાદિ પૂર્વવત્ યાવત્ તમારે ભયભીત થવું નહીં. એમ કહીને ભગવંત તીર્થંકર અને તીર્થંકરની માતાની પૂર્વમાં, કેમકે તે પૂર્વસૂચકથી આવેલ છે, હાથમાં દર્પણ લઈને - જે જિનેશ્વરની માતાના શ્રૃંગારાદિ જોવામાં ઉપયોગી છે તે. ગીતગાન કરતી ત્યાં ઉભી રહે છે.
અહીં ટુચકાદિ સ્વરૂપ પ્રરૂપણા આ પ્રમાણે છે – એક આદેશથી અગિયારમો, બીજા આદેશથી તેરમો, ત્રીજા આદેશથી એકવીસમો એવા રુચકદ્વીપમાં બહુમધ્યમાં વલયાકાર સુચકશૈલ ૮૪,૦૦૦ યોજન ઉંચો, મૂળમાં ૧૦,૦૨૨, મધ્યે ૭૦૨૩, શિખરે ૪૦૨૪ યોજન પહોળો છે. તેના મસ્તકે પૂર્વ દિશા મધ્યે સિદ્ધાયતનકૂટ છે. તેની બંને પડખે ચાર-ચાર દિકુમારીના કૂટો છે ત્યાં નંદોત્તરાદિ રહે છે.
હવે દક્ષિણરુચકમાં રહેલની વક્તવ્યતા કહે છે – તે કાળે, તે સમયે દક્ષિણરુચમાં રહેનારી, પૂર્વની જેમ સુચકપર્વતની ટોચે પણ દક્ષિણ દિશામાં સિદ્ધાચાન કૂટ છે, તેના બંને પડખે ચાર-ચાર કૂટો છે, ત્યાં રહેનારી છે. આઠ દિક્કુમારી મહત્તકિા તે પ્રમાણે જ યાવત્ વિચરે છે, તે આ પ્રમાણે સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા ઈત્યાદિ - ૪ - તે પ્રમાણે યાવત્ તમારે ભયભીત ન થવું, એમ કહીને
જિનેશ્વરની માતાની-દક્ષિણદિશાથી આવેલ હોવાથી દક્ષિણ દિગ્બાગમાં, જિનમાતાને
-