________________
૧/૨,૩
૩૦
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
પઢ, ત્રણે હાડકાંને ભેદક અસ્થિરૂપ કીલિકા, એવા સ્વરૂપનું સંહનન જેનું છે તે. તે નિધવર્ણ પણ હોય, તેથી સુવર્ણના પુલકોલવનો જે કષપટ્ટક રેખારૂપ, તેની સમાન અને પઘકેસરાવતુ ગૌર, તે વિશિષ્ટ ચરણરહિત પણ હોય, તેથી કહે છે - ઉગ્ર અનશનાદિ તપવાળા, * * - દીત-જાજવલ્યમાન દહન સમાન કમવન ગહનને દહન સમર્થતાથી જવલિત-તપ-ધર્મધ્યાનાદિ, તપ્ત તપુ - જેના વડે સર્વે અશુભ કર્મોને બાળી નાંખનાર, મહતુ-પ્રશસ્ત, આશંસાદિ દોષ રહિતcવથી તપવાળા. ૩યાર • પ્રધાન કે ઉગ્રાદિ વિશેષણ વિશિષ્ટ તપ કરવાથી પાસે રહેલાં લાવીને ભયાનક - તથા -
ઘર - નિર્ગુણ, પરીષહ-ઈન્દ્રિયાદિ ગુગણના વિનાશને આશ્રીને નિર્દય કે આત્મનિરપેક્ષ. ઘોરગુણ - દુરનુચર મૂલ ગુણાદિવાળા, ઘોર તપ વડે તપસ્વી, ઘોર બ્રહમચારી - દારણ અલા સવથી દુરનુચરવ થકી જે બ્રહ્મચર્ય - તેમાં વસવાના આચારવાળા, સંકારના પરિત્યાગથી શરીરત્યાગી. સંક્ષિપ્ત - શરીર અંતર્ગતત્વથી લઘતા પામેલ અને વિસ્તીર્ણ અનેક યોજન પ્રમાણ ક્ષેત્ર આશ્રિત વરતુ દહન સમર્યવથી, તેજલેશ્યા - વિશિષ્ટ તપોજન્ય લબ્ધિ વિશેષ પ્રભવ તેજો જવાલાવાળા. ચૌદ પૂર્વવાળા, આના વડે શ્રુતકેવલિતા કહી, તે અવધિજ્ઞાનાદિ હિતને પણ હોય, તેથી કહે છે - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાયરૂપ ચાર જ્ઞાનયુક્ત. આ બંને વિશેષણયુક્ત હોવા છતાં પણ કોઈક સમગ્ર કૃત વિષય વ્યાપી જ્ઞાન ન પણ હોય, કેમકે ચૌદપૂર્વી પણ છ સ્થાનથી પતિત સાંભળેલા છે. તેથી કહે છે - બધાં અક્ષર સંનિપાતને જાણનારા અર્થાત્ જગત્માં જે પદાનુપૂર્વી, વાકાનુપૂર્વી સંભવે છે, તે બધાંને જાણે છે અથવા કાનને સુખકારી અક્ષરો નિત્ય બોલવાના આચારવાળા છે.
આવા ગુણ વિશિષ્ટ, વિનયની રાશિ સમાન, શિધ્યાયારત્વથી સાક્ષાત્ એમ કરીને શ્રમણ ભગવંત મહાવીરની કંઈક સમીપ વિચારે છે. તેમાં દૂર અને નીકટની પ્રતિષેધથી અરસામંત અગત્ અતિ દૂર નહીં તેમ અતિ નિકટ નહીં. કેવા થઈને
ત્યાં વિહરે છે? ઉtd જાનું રાખીને, શુદ્ધ પૃથ્વી સનથી વજીને ઔપગ્રહિક નિષધાના અભાવથી ઉત્કટુક આસન. અધોશિર-ઉર્વ કે તીર્દી દૈષ્ટિ રહિત, પરંતુ નિયત ભૂભાગ નિયમિત દષ્ટિ ધ્યાન-ધર્મ કે શુક્લ, તે જ કોઠાર, તે ધ્યાનકોષ્ઠને પામીને ધ્યાનકોઠવત્ ગૌતમસ્વામી પણ ધ્યાનથી અવિપ્રકીર્ણ ઈન્દ્રિયાંત-કરણવૃત્તિ. સંયમ-પાંચ આશ્રવ નિરોધ, તપ-અનશનાદિ. સંયમ અને તપ વડે પ્રધાન મોક્ષાંગવ જણાવે છે. સંયમ આશ્રવ રોકવા અને તપ પૂર્વ કર્મોની નિર્જરહેતુપણાથી છે. તેના વડે જ સર્વ કર્મનો મોક્ષ થાય છે. આત્માને વાસિત કરીને રહે છે. * * * * *
ત્યારપછી - જાત શ્રદ્ધાદિ વિશેષણયુક્ત થઈ ઉત્થાન કરે છે. તેમાં જાતશ્રધ્ધવફ્ટમાણ અર્થતત્વજ્ઞાન જાણવાની ઈચ્છાવાળા, જાતસંશય-અનવધારિત અર્થનું જ્ઞાન, તે આ રીતે અન્યતીર્થિકોએ જંબૂદ્વીપ વક્તવ્યતા અન્યથા-અન્યથા કહી છે, તેથી
તવ શું છે ? તેવો સંશય. તથા જાતકુતૂહલ-ઉત્સુકતાવાળા- આ જંબૂદ્વીપ વક્તવ્યતાને સર્વજ્ઞ ભગવંતે કઈ રીતે કહી છે? - તથા -
ઉત્પણ શ્રદ્ધા • પહેલાં ન હતી, તેવી શ્રદ્ધા થવી. જાતશ્રદ્ધાથી ઉક્ત અર્થ જ છે, તો ઉત્પણ શ્રદ્ધા કેમ કહ્યું? પ્રવૃત્ત શ્રદ્ધત્વથી ઉત્પણ શ્રદ્ધવની પ્રાપ્તિ છે,
નુત્પન્નથી નહીં, અહીં કહે છે - હેતુત્વના પ્રદર્શન અર્થે છે. હેતુત્વ પ્રદર્શન ઉચિત જ છે. * * * * * * * તથા ઉત્પન્ન સંશય અને ઉત્પન્ન કુતૂહલ પૂર્વવત્ છે. ‘સંજાત શ્રદ્ધ’ ઈત્યાદિ છ પૂર્વવતુ, વિશેષ એ કે- અહીં ‘’ શબ્દ પ્રકદિ વચનો જાણવા. બીજા કહે છે કે- જાત શ્રદ્ધવાદિ અપેક્ષાથી ઉત્પન્ન શ્રદ્ધવાદિ સમાનાથ વિવણિત અર્થના પ્રકર્ષના પ્રતિપાદન માટે સ્તુતિ મુખથી ગ્રંથકારે કહેલ છે, તેમાં પુનરુક્ત દોષ નથી. - X - X -
ઉત્થાનથી ઉઠીને - ઉર્વ વર્તનપણે ઉર્વ થાય છે. અહીં ઉઠે છે - એમ કહેતા ક્રિયા આરંભ મધ્ય જ પ્રતીત થાય છે. જેમકે - કહેવાને ઉઠે છે. તેથી તેના
વ્યવચ્છેદને માટે કહે છે - ઉત્થાનથી જાય છે એ ઉત્તર કિયાની અપેક્ષાથી ઉત્થાન ક્રિયાની પૂર્વકાલતા જણાવવા - ઉઠીને કહ્યું. જો કે બંને ક્રિયાના પૂર્વ-ઉત્તર નિર્દેશથી પૂર્વકાળ ગોપલભ્ય જ છે, * * * * * * * જે દિશા ભાગમાં શ્રમણ ભગવંત મહાવીર વર્તે છે, તે જ દિશા ભાગમાં જાય છે. - x - x -
ત્યાં જઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત જમણાં હાથેથી આરંભીને પ્રદક્ષિણ-ફરતાં ભમીને જમણે જ આદક્ષિણપ્રદક્ષિણા કરે છે કરીને વંદે છે - વચન વડે સ્તુતિ કરે છે. નમન કરે છે - કાયાથી પ્રણમે છે. વાંદીને અને નમીને, અતિ નીકટ નહીં કેમકે અવગ્રહ પરિહાર છે. અથવા અતિ નીકટ સ્થાને રહીને નહીં. તથા અતિદૂર નહીં - અનૌચિત્યના પરિહારથી બહુ દૂર નહીં. અથવા ઘણાં દૂરના સ્થાને રહેતા નથી.
ભગવંતના વચનોને સાંભળવાને ઈચ્છતા, ભગવંતને લક્ષ્ય કરીને મુખ જેનું છે, તે અભિમુખ. વિનય વડે પ્રકટ-પ્રધાન લલાટના તટ ઘટિતત્વથી અંજલિ-સંયુક્ત હસ્તમુદ્રા વિશેષ કરીને તે પ્રાંજલિકd. -x- પપાસના-સેવના કરતાં. આ વિશેષણો વડે શ્રવણ વિધિ કહી. કહ્યું છે કે- નિદ્રા, વિકથા પરિવજીને-ગુપ્ત થઈને, પ્રાંજલિપુટ કરીને ભક્તિ-બહુમાનપૂર્વક ઉપયુક્ત થઈને સાંભળવું જોઈએ.
એમ વક્ષ્યમાણ પ્રકાર વડે કહે છે – જંબુદ્વીપ વક્તવ્યતા વિષયક પ્રશ્ન કહ્યો. જંબૂદ્વીપ પ્રજ્ઞતિ માતૃકારૂપ ચાર પ્રશ્ન હૃદય-અભિસંહિતાને ભગવંત આગળ વચનયોગથી પ્રગટ કર્યા.
(શંકા) ગૌતમ પણ ચૌદ પૂર્વધર, સર્વાક્ષર સંનિપાતિ, સંભિજ્ઞ શ્રોતા, સકલ પ્રજ્ઞાપનીય ભાવના પરિજ્ઞાનમાં કુશલ સૂચી પ્રવયનના પ્રણેતા અને સર્વાદેશીય જ છે. કહ્યું છે - જો કોઈ પૂછે તો સંખ્યાતીત ભાવોને કહે છે અનતિશયી જાણતા નથી, આ છવાસ્થ. તો પછી તેને શંકા કઈ રીતે સંભવે છે ? શંકાના અભાવે પૂછે કેમ ?