________________
૧/૨,૩
૩૧
(સમાધાન) જો કે ગૌતમસ્વામી થોક્તગુણ વિશિષ્ટ છે, તો પણ તેને હજી સુધી છદ્મસ્થપણું હોવાથી કદાચિત્ અનાભોગ પણ થાય છે. જેમ કહ્યું છે છાસ્થને અનાભોગ હોય છે, કોઈને ન હોય - Xx - તેથી આ અનાભોગના સંભવથી ગૌતમને પણ સંશય થાય. આ અનાર્પ નથી. જેમ ઉપાસકદશામાં કહ્યું – આનંદ શ્રમણોપાસકના અવધિનિર્ણયના વિષયમાં કે ભગવન્ ! તે આનંદ શ્રાવકને તે સ્થાનની આલોચના ચાવત્ પ્રતિક્રમણ છે કે મને છે ? ત્યારે ગૌતમ આદિ શ્રમણને ભગવત્ મહાવીરે એ પ્રમાણે કહ્યું કે – “ગૌતમ! તું જ તે સ્થાનની આલોચના યાવત્ પ્રતિક્રમણ કરે અને આ કથન માટે આનંદ શ્રાવકને ખમાવ. ત્યારે શ્રમણ
ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ કથન વિનયથી સાંભળ્યું, સાંભળીને, તે સ્થાનની આલોચના યાવત્ પ્રતિક્રમણ કર્યુ તથા આનંદ શ્રાવકને તે કથન માટે ખમાવે છે.
અથવા તેઓ સંશયરહિત હોવા છતાં પણ સ્વકીય બોધ સંવાદ અર્થે
અજ્ઞાલોકના બોધના માટે કે શિષ્યોને પોતાના વચનમાં વિશ્વાસ ઉપજાવવા પૂછે છે અથવા આ જ સૂત્રચનાકલ્પ છે. શું કહ્યું – તે કહે છે – કયા દેશમા ‘ભંતે’ - ગુરુનું આમંત્રણ છે. - x - હે ભદંત ! હે સુખ કલ્યાણ સ્વરૂપ ! - X - મવ - સંસાર કે ભયના હેતુત્વથી ભવાંત કે ભાંત, તેનું આમંત્રણ, પૂર્વવર્ણિત અન્વર્થક જંબૂદ્વીપ નામે દ્વીપ વર્તે છે. આના દ્વારા જંબૂદ્વીપનું સ્થાન પૂછ્યું.
તથા ભગવન્ ! કેટલા પ્રમાણમાં મોટો આલય - આશ્રય. જેનો વ્યાપ્ય ક્ષેત્રરૂપ છે તે, કેટલાં પ્રમાણમાં મોટો છે? આના વડે પ્રમાણ પૂછ્યું. હવે ભદંત! તેનું સંસ્થાન શું છે તે, આના વડે સંસ્થાન પૂછ્યું. તથા ભદંત ! આકારભાવ-સ્વરૂપ વિશેષ, કયા આકારભાવ પ્રત્યવતાર તેના છે, તે કેવા આકારાદિથી છે ? અથવા આકાર-સ્વરૂપ, ભાવ-જગતી, વર્ષ, વર્ષધરાદિ, તેમાં રહેલ પદાર્થનો આકાર-ભાવ,
-
તેનું અવતરણ-આવિર્ભાવ. તે આકાર-ભાવપ્રત્યવતાર - ૪ - આના દ્વારા જંબુદ્વીપ સ્વરૂપ અને તેમાં રહેલાં પદાર્થો પૂછ્યા.
એ પ્રમાણે ઈન્દ્રભૂતિ વડે ચાર પ્રશ્ન કરાતા પ્રતિવચન શ્રવણ ઉત્સાહતા કરવાને માટે જગત્ પ્રસિદ્ધ ગોત્ર અભિધાનથી તેને આમંત્રીને ચાર ઉત્તરોને ભગવંત કહે છે - ૪ - હે ગૌતમ ! જ્યાં આપણે રહીએ છીએ તે - આના દ્વારા સમયક્ષેત્રની બહાર વર્તતા અસંખ્યાત જંબૂદ્વીપોનો વ્યવચ્છેદ કર્યો. જંબુદ્વીપ નામે દ્વીપ. કઈ રીતે ? તે કહે છે – ઘાતકીખંડ આદિ સર્વે દ્વીપો અને લવણોદ આદિ બધાં સમુદ્રોની સમસ્તપણે અંદર, સર્વ તીલોક મધ્યવર્તી તે સર્વાશ્ચંતર. પુષ્કરવરદ્વીપની અપેક્ષાથી ધાતકીખંડ પણ અત્યંતર માત્ર છે, તેથી સર્વ શબ્દનું ઉપાદાન કર્યું. આના દ્વારા જંબુદ્વીપનું અવસ્થાન કહ્યું.
તથા બધાં - બાકીના દ્વીપ સમુદ્રોથી લઘુ, તેથી કહે છે
– બધાં લવણાદિ
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
સમુદ્રો, ધાતકીખંડાદિ દ્વીપો, જંબુદ્વીપથી આરંભીને, બમણાં-બમણાં વિકુંભ, આયામ, પરિધિ છે. તેથી શેષદ્વીપ સમુદ્રની અપેક્ષાથી લઘુ છે. આના વડે સામાન્યથી પ્રમાણ કહ્યું. વિશેષથી આયામ આદિ ગત પ્રમાણ આગળ કહેશે. - ૪ - ૪ -
તથા વૃત્ત, તે પોલાણયુક્ત વૃત્ત પણ છે. તેથી કહે છે – તેલના પૂંડલા સંસ્થાનથી સંસ્થિત - તેલ વડે પક્વ પુંડલા પ્રાયઃ પરિપૂર્ણ વૃત્ત હોય, ઘીથી પકવેલ નહીં. માટે તેલ વિશેષણ મૂક્યું છે તેના જેવું જે સંસ્થાન, તેના વડે સંસ્થિત, તથા વૃત્ત - રથ ચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત - સ્થના અંગના ચક્રના મંડલની જેમ સંસ્થાન વડે સંસ્થિત, અથવા મંડલ, મંડલધર્મના યોગથી થચક્ર પણ ચચક્રવાલ છે એ પ્રમાણે વૃત્ત - પુષ્કકર્ણિકા સંસ્થાન સંસ્થિત. પાબીજ કોશ-કમળનો મધ્યભાગ. વૃત્ત-પરિપૂર્ણચંદ્ર સંસ્થાન સંસ્થિત પૂર્વવત્.
એક જ પ્રકારના અર્થપણું છતાં વિવિધ દેશના શિષ્યોના ક્ષયોપશમ વૈચિત્ર્યથી કોઈકને કંઈક બોધક હોવાથી ઉપમાપદ વૈવિધ્ય છે. તેથી જ પ્રતિ ઉપમાપદ યોજનમાનત્વથી, વૃત્તપદના પુનરુક્તિની શંકા ન કરવી. આના દ્વારા સંસ્થાન કહ્યું. હવે સામાન્યથી પૂર્વોક્ત પ્રમાણને વિશેષથી કહેવા માટે - એક લાખ યોજન, પ્રમાણાંગુલ નિષ્પન્ન લાખ યોજન. આયામ-વિખંભથી છે. અહીં કહે છે – જંબુદ્વીપનું લાખ યોજન પ્રમાણ કહ્યું, તે પૂર્વ-પશ્ચિમની જગતી મૂલવિખંભથી બાર-બાર યોજન ક્ષેપમાં ૨૪ અધિક થાય છે. તથા યથોક્ત માન વિરુદ્ધ નથી. જંબુદ્વીપ જગતી વિખંભ સાથે જ લાખ ઉમેરવા. લવણ સમુદ્ર જગતી વિખંભથી લવણસમુદ્ર બે લાખ, એ પ્રમાણે બીજા પણ દ્વીપ-સમુદ્રોમાં છે, અન્યથા સમુદ્રના પ્રમાણથી જગતી પ્રમાણના પૃથક્ કહેવાથી મનુષ્ય ક્ષેત્ર પરિધિથી અતિરિક્ત છે. તે જ ૪૫-લાખ પ્રમાણ ક્ષેત્રની
અપેક્ષાથી કહે છે.
૩૨
આ જ આશય અભયદેવસૂરિજી વડે ચોથા અંગની વૃત્તિમાં પંચાવનમાં સમવાયમાં પ્રગટ થયેલ છે. તથા ૩,૧૬,૨૨૭ યોજન, પ્રમ કોશ, ૧૨૮ ધનુપ્, સાડાતેર ગુલથી કંઈક વિશેષ. એ પરિધિ કહી.
પરિધિ લાવવાનો આ ઉપાય ચૂર્ણિકારે કહેલ છે વિખુંભના વર્ગને દશ ગુણા કરવાથી વૃત્તની પરિધિ થાય, વિકુંભષાદ ગુણિત પરિધિ તેનું ગણિત પદ, તેની વ્યાખ્યા કરે છે – જંબુદ્વીપનો વિધ્યુંભ-વ્યાસ, સ્થાપના, જેમકે – ૧,૦૦,૦૦૦, તેનો વર્ગ કરવો. લાખને લાખ વડે ગુણવા. તેથી એક ઉપર દશ શૂન્ય આવે. તેને દશ વડે ગુણતાં એક ઉપર અગિયાર શૂન્ય આવશે. પછી જાળી - વર્ગમૂળ કાઢવું. તે આ રીતે - ૪ - ૪ - ૪ - એ પ્રમાણે આ કરણ વડે વર્ગમૂળ કરાતા અધસ્તન છેદરાશિ આવશે - ૬,૩૨,૪૪૭. અહીં સપ્તકરૂપ અંત્ય અંક બમણો કરાતો નથી, તેથી તેનું વર્જન કરી બાકી બધાને અડધું કરાય છે –
તેથી પ્રાપ્ત રાશિ થશે - ૩,૧૬,૨૨૭. છેદરાશિના સપ્તકને પણ બમણી કરાતા ૬,૩૨,૪૫૪. ઉપરના શેષાંશ - ૪,૮૪,૪૭૧, આ યોજન સ્થાનીયના ક્રોશ
થશે