________________
૩/૫૪
નગરી છે, તેથી અડધું કરતાં ૧૧૪ યોજન અને ૧૧ કળા થાય છે.
તેને જ વિશેષણ વડે વિશેષથી કહે છે – પૂર્વ પશ્ચિમ દિશામાં લાંબી, ઉત્તર દક્ષિણમાં પહોળી છે. ૧૨-યોજન લાંબી, ૯-યોજન પહોળી, ધનપતિ-ઉત્તરના દિક્પાલની બુદ્ધિ વડે નિર્મિત છે. નિપુણ શિલ્પી વડે રચિત અતિસુંદર૫ણે છે. જે રીતે ધનપતિ વડે નિર્મિત છે, તે ગ્રંથાંતથી કંઈક વ્યક્તરૂપે જણાવાય છે –
૧૯
વૃત્તિકાથી અહીં ૩૬મા નોધે છે, તેનો સારાંશ આ છે –
પ્રભુના રાજ્ય સમયમાં શકના આદેશથી નવી નગરીને કુબેરે સુવર્ણસમૂહથી સ્થાપી. તે ૧૨-યોજન લાંબી, ૯-યોજન પહોળી, અષ્ટ દ્વાર મહાશાળા જે ઉજ્વલ તોરણવાળી હતી. તે ૧૨૦૦ ધનુર્ ઉંચા અને ૮૦૦ ધનુષનું તળીયું હતું. ૧૦૦ ધનુની લંબાઈ હતી.
તેનું અદ્ધ સુવર્ણનું, કપિશીર્ષાવલિ યુક્ત હતું - X - તથા નક્ષત્રાવલિવત્ ઉદ્ગત હતી. તેમાં ચાર ખૂણા, ત્રણ ખૂણા, વૃત્ત અને સ્વસ્તિક તથા મંદરાદિ એકબે-ત્રણ-સાત માળ સુધીના - ૪ - રત્નસુવર્ણના પ્રાસાદો હતા. ઈશાનમાં સાતમાળી હતા, ચતુરસ સોનાના હતા. ચક્રાકાર વાપી યુક્ત નાભિરાજાનો પ્રાસાદ હતો. પૂર્વ દિશામાં ભરત માટે સર્વતોભદ્ર, સપ્તભૂમિ, મહાઉન્નત, વર્તુળ પ્રાસાદ ધનદે કર્યો. અગ્નિ ખૂણામાં બાહુબલિનો અને બાકીના કુમારોના તેના આંતરામાં ભવનો કર્યા. ત્યારપછી આદિદેવનો ૨૧-ભૂમિનો ત્રૈલોક્ય વિભ્રમ નામે પ્રાસાદ રત્નરાજિ વડે કર્યો. તે વર્ષખાતિક, રમ્ય, સુવર્ણ કળશાવૃત્તાદિ યુક્ત હતો, જે હરિએ બનાવેલો. ૧૦૦૮ મણિજાળયુક્ત અને તેમના યશને કહેતો એવો સંખ્યમુખ હતો. બધાં કલ્પવૃક્ષોથી પરિવૃત્ત હતા. - x -
સુધર્મસભા જેવી સુંદર, રત્નમય તે નગરી બની, યુગાદિ દેવના પ્રાસાદથી પ્રભાવાળી હતી. ચારે દિશામાં મણિ, તોરણની માળાઓ હતી, પંચવર્ણી પ્રભાંકૂર પૂર ડંબસ્તિ આકાશ હતું. ૧૦૦૮ મણિ બિંબ વડે વિભૂષિત, બે ગાઉ ઉંચુ અને મણિરત્નમય, વિવિધ ભૂમિ ગવાક્ષથી ઋદ્ધિયુક્ત, વિચિત્ર મણિ વેદિકાવાળો જગદીશનો પ્રાસાદ હતો.
વિશ્વકર્મા વડે સામંત-માંડલિકોના નંધાવઽદિ શુભ પ્રાસાદો નિર્માણ પામેલા. ૧૦૦૮ જિનોના ભવનો થયા. ચતુથ પ્રતિબદ્ધ ૮૪ ઉંચા સુવર્ણ કળશો વડે અર્હતોના રમ્ય પ્રાસાદો થયા. - ૪ - ૪ - દક્ષિણમાં ક્ષત્રિયોના વિવિધ સૌધ શસ્ત્રાગાર થયા. - ૪ - ૪ - ૪ - ૪ - પૂર્વ-પશ્ચિમમાં કારુકોના ગૃહો થયા, તે એકભૂમિ મુખવાળા ત્ર્યસ, યાવત્ ઉંચા હતા.
તે નગરીને ધનદે અહોરાત્રમાં નિર્માણ કરી, હિરણ્ય-રત્ન-ધાન્ય-વસ્ત્ર-આભરણ યુક્ત કરી. સરોવર-વાપી-કૂવા-દીધિકા-દેવતાલય અને બીજું બધું ધનદે અહોરાત્રમાં કર્યુ. ચારે દિશામાં વનો, સિદ્ધાર્થ શ્રી નિવાસ, પુષ્પાકાર અને નંદન તથા બીજા ઘણાં વનો કર્યા. પ્રત્યેક સુવર્ણ ચૈત્યમાં જિનેશ્વરોના ભવનો શોભતા હતા, પવનથી આવેલ પુષ્પપંક્તિ પૂજિત વૃક્ષો પણ હતા.
પૂર્વ આદિમાં અષ્ટાપદ, મહા ઉન્નત મહાશૈલ, સુરશૈલ, ઉદયાચલ પર્વતો હતા,
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
તે કલ્પવૃક્ષોથી યુક્ત હતા, જિનાવાસ મણિ અને રત્નોથી પવિત્રિત હતા. શક્રની આજ્ઞાથી રત્નમયી વિનીતા જેનું બીજું નામ અયોધ્યા હતું તેવી નગરીનું નિર્માણ કર્યું. જેમાં વસતાં લોકો દેવ-ગુરુ ધર્મમાં આદરવાળા, ધૈર્યાદિ ગુણોથીયુક્ત, સત્યશૌચ-દયાવાળા હતા. કલાકલાપમાં કુશળ, સત્સંગતિત, શાંત, સદ્ભાવી આદિ હતા. તે નગરીમાં દેવ-અસુર-નરથી અર્ચિત ઋષભસ્વામી રાજ્ય - ૪ - કરતાં હતાં.
- X "X -
૨૦
સંક્ષેપથી તેનું સ્વરૂપ સૂત્રકારે પણ કહ્યું છે – સુવર્ણના પ્રાકાર, વિવિધ મણિના કપિશીર્ષોથી પરિમંડિત, અભિરામ, અલકાપુરી સદેશ, પ્રમુદિત લોકોવાળી નગરી - ૪ - તથા ક્રીડા કરવાને આરંભવાળા, તેવા પ્રકારના જે લોકો, તેમના યોગથી નગરી પણ પ્રક્રીડિતા હતી. પ્રત્યક્ષ પ્રમાણથી, તેના અનુમાનની અધિકતાથી વિશેષ પ્રકાશકત્વથી - ૪ - ૪ - સ્વર્ગલોક સમાન, સમૃદ્ધ આદિ વિશેષણયુક્ત હતી. - x - X -
આ ક્ષેત્રની નામ પ્રવૃત્તિ કઈ રીતે થઈ ? તે કહે છે – - સૂત્ર-૫૫ ઃ
ત્યાં વિનીતા રાજધાનીમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયો. તે મહાહિમવંત, મહંત, મલય, મંદર સર્દેશ યાવત્ રાજ્યને પ્રશાસિત
કરતો વિચરતો હતો.
રાજાના વર્ણનનો બીજો લાવો આ પ્રમાણે છે ત્યાં અસંખ્ય કાળના વાસ પછી ભરત ચક્રવર્તી ઉત્પન્ન થયો. તે યશવી, ઉત્તમ, અભિજાત, સત્વવીર્ય-પરાક્રમ ગુણવાળો, પ્રશત-વર્ણ, સ્વર, સાર સંઘયણ શરીરી, તીક્ષ્ણબુદ્ધિ, ધારણા, મેધા, ઉત્તમ સંસ્થાન, શીલ અને પ્રકૃતિવાળો, ઉત્કૃષ્ટ ગૌરવ-કાંતિગતિયુક્ત, અનેકવાન પ્રધાન, તેજ-આયુ-બલ-વીયુિક્ત, નિશ્ચિંદ્ર ધન નિશ્ચિત લોહશ્રૃંખલા જેવા સુદૃઢ વજ્ર ઋષભનારા સંઘયણ શરીરધારી હતો.
-
તેની હથેળી અને પગના તળીયા ઉપર મત્સ્ય, શૃંગાર, વર્ધમાનક, ભદ્રમાનક, શંખ, છત્ર, ચામર, પતાકા, ચક્ર, હળ, મુશલ, સ્થ, સ્વસ્તિક, અંકુશ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, ચૂપ, સાગર, ઈન્દ્રધ્વજા, પૃથ્વી, પદ્મ, કુંજર, સીંહાસન, દંડ, કુંભ, ગિરિવર, શ્રેષ્ઠ અશ્વ, શ્રેષ્ઠ મુગટ, કુંડલ, નંદાવર્ત્ત, ધનુર્, કુત, ગાગર, ભવનવિમાન એ છત્રીશ લક્ષણો ઈત્યાદિ અનેક ચિહ્નો પ્રશસ્ત, સુવિભક્ત, અંકિત હતા.
તેના વિશાળ વક્ષસ્થળ ઉપર ઉર્ધ્વમુખી, સુકોમલ, સ્નિગ્ધ, મૃદુ અને પ્રશસ્ત કેશ હતા, જેનાથી સહજરૂપે શ્રીવત્સનું ચિહ્ન નિર્મિત હતું. દેશ અને ક્ષેત્રને અનુરૂપ તેનું સુગઠિત સુંદર શરીર હતું. બાળસૂર્યના કિરણોથી વિકસિત કમળના મધ્યભાગ જેવો તેનો વર્ણ હતો. પૃષ્ઠાંત, ઘોડાના પૃષ્ઠાંત જેવું નિરુપલિપ્ત હતું. તેના શરીરમાંથી પડા, ઉત્પલ, ચમેલી, માલતી, જૂહી, ચંપક, કેસર, કસ્તુરી સર્દેશ સુગંધ નીકળતી હતી. તે છત્રીશથી પણ અધિક પ્રશસ્ત, રાજોચિત