________________
૨/પ૨,૫૩
૨૦૫
૨૦૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
(સમાધાન બીજા આરામાં પુ-આદિ નિવેશ, રાજનીતિ-વ્યવસ્થાદિક જાતિસ્મરણવાળા પુરુષ વિશેષ દ્વારા અથવા ક્ષેત્રના અધિષ્ઠાયક દેવના પ્રયોગથી કે પછી કાલાનુભાવજનિત નૈપુણ્યથી તેનો સુસંભવ હોવાથી કહ્યું છે...
...અન્યથા કઈ રીતે આ જ ગ્રંથમાં પ્રસ્તુત આરાને આશ્રીને પુષ્કર સંવર્ઘકાદિ પાંચ મહામેઘની વૃષ્ટિ પછી વૃક્ષાદિ વડે અને ઔષધિ વડે ભાસુર સંજાત થતાં ભરત ભૂમિમાં તત્કાલીન મનુષ્યો બિલોથી નીકળીને માંસાદિ ભક્ષણ નિયમ મર્યાદાને ધારણ કરે છે અને તેનો લોપ કરનારને પંક્તિની બહાર કરશે, એ અર્થનું અભિઘાપક પૂર્વોક્ત સૂત્ર સંગત થઈ શકે ?
હવે મનુષ્યનું સ્વરૂપ કહે છે - બધું અવસર્પિણીના દુઃષમ આરસના મનુષ્યનું સ્વરૂપ છે તેમ કહેવું. વિશેષ એ કે સિદ્ધ થતાં નથી થતું સર્વ કર્મક્ષય લક્ષણ સિદ્ધિને પામતાં નથી. કેમકે ચાઅિધર્મની પ્રવૃત્તિનો અભાવ છે • * *
એ રીતે ઉત્સર્પિણીનો બીજો આરો પુરો થયો.
તે આરામાં - દુઃષમા નામના આરામાં ૨૧,૦૦૦ વર્ષનો કાળ વ્યતિક્રાંત થયા પછી અનંતા વર્ણપર્યાય વડે ચાવ વધતાં-વધતાં એ અવસરમાં દુ:પમ સુષમા નામક કાળ, ઉત્સર્પિણીનો ત્રીજો આરો હે શ્રમણ ! પ્રાપ્ત થશે, ઈત્યાદિ પૂર્વવતું.
અવસર્પિણીના ચોથા આરા સમાન ઉત્સર્પિણીનો ત્રીજો આરો છે, તેના સાર્દેશ્યને પ્રગટ કરતાં કહે છે -
પ્રાયઃ પૂર્વે વ્યાખ્યાયિત કરેલ અર્થ છે. તેમાં પકાનાભ આદિ વેવીશ તીર્થકરો થશે, કેમકે ચોવીશમાં ભદ્રકૃત્ નામના તીર્થકર ચોથા આરામાં ઉત્પન્ન થવાના છે.
અગિયાર ચક્રવર્તી ભરતાદિ, વીર ચરિત્રમાં દીર્ધદંત આદિ, બારમાં અરિષ્ઠ નામક ચક્રવર્તી ચોથા આરામાં કહ્યા છે.
તવ બલદેવો - જયંત આદિ, નવ વાસુદેવ નંદી આદિ. જો કે તિલકાદિ પ્રતિવાસુદેવો અહીં કાા નથી, તેમાં પૂર્વોક્ત હેતુ જ જાણવો. • એ રીતે ચકવર્તી આદિ થશે.
ત્રીજો આરો પૂર્ણ થયો, હવે ઉત્સર્પિણીનો ચોથો આરો કહે છે – તે આરામાં ૪૨,૦૦૦ વર્ષ જૂના કોડાકોડી સાગરોપમ કાળ વ્યતીત થયા પછી અનંત વણપર્યાયોથી ચાવત્ વૃદ્ધિ પામતા-પામતાં પ્રસ્તાવિત સુષમ દુઃષમા નામનો આરો-સર્પિણીના ચોથા આર રૂપ કાળ પ્રાપ્ત થશે.
તે આરો ત્રણ ભેદ વિભાગ પામશે. પહેલો • મધ્યમ અને પાછલો વિભાગ. તેમાં આધ વિભાગનું સ્વરૂપ કહે છે –
ભગવતુ ! તે આરામાં પહેલાં ત્રિભાગમાં ભરતક્ષેત્રના કેવા આકારભાવ પચવતાર થશે ? ગૌતમ બહસમ મણીય યાવતુ થશે યાવતું શહદથી પૂર્ણ પણ ભૂમિવર્ણકનો આલાવો લેવો. મનુષ્યનો પ્રશ્ન ભગવત્ સ્વયં કહે છે -
તત્કાલીન મનુષ્યોની જે અવસર્પિણીના ત્રીજા આરાની પાછલના પ્રિભાગમાં જે
વક્તવ્યતા છે, તે અહીં પણ કહેવી.
અહીં અપવાદમૂળ કહે છે - કુલકરોને વજીને તે વક્તવ્યતા કહેવી જોઈએ. એ પ્રમાણે ઋષભદેવને પણ વર્જવા.
અવસર્પિણીમાં કુલકરોએ સંપાદિત કરેલ દંડનીતિ આદિ માફક કષભસ્વામી સંપાધ અન્નપાકાદિ પ્રક્રિયા, શિલા-કળા ઉપદર્શનાદિની માફક ઉત્સર્પિણીમાં પણ બીજા આરાના ભાવિ કલકર પ્રવર્તિત તેમની તે વખતે અનુવર્તનારી, તેના પ્રતિપાદક પુરુષના કથનના પ્રયોજનના અભાવથી, જેમ અવસર્પિણીના બીજા આરાના ત્રીજા ભાગમાં કુલકરોના સ્વરૂપ, ઋષભ સ્વામીનું સ્વરૂપ પૂર્વે કહ્યું, તે રીતે અહીં કહેવું નહીં.
અથવા ઋષભસ્વામીના વર્જનથી ઋષભસ્વામીનો આલાવો વર્જવો જોઈએ. એમ તાત્પર્ય છે. તેથી ઋષભ સ્વામીનો આલાવો વજીને ભદ્રત તીર્થંકરનો આલાવો કરવો જોઈએ. કેમકે ઉત્સર્પિણીના છેલ્લા તીર્થકરના પ્રાયઃ અવસર્પિણીના પ્રથમ તીર્થકરના સમાન શીલપણાથી (એમ કહી અન્યથા ઉત્સર્પિણીના ચોવીસમાં તીર્થકર ક્યારે સંભવે છે, એવા સંશયાદિ પણ થાય. • x -
હવે કુલકર વિષયક વાચનાભેદ કહે છે –
બીજ આચાયોં કહે છે - તે આરાના પ્રથમ ત્રિભાગમાં આ કહેવાનાર પંદર કુલકરો ઉત્પન્ન થશે, તે આ પ્રમાણે – સુમતિથી કષભ પર્યન્ત. ક્યાંક “સમુચી” એવો પાઠ છે, તેમાં “સંમતિ” શબ્દ પ્રાકૃતના નિયમથી ‘સંપુર' થયો હોય અથવા “સમુચિ' એ પ્રમાણે ચાવત્ શબ્દથી પૂર્વોક્ત ‘પ્રતિકૃતિ' આદિ જ ગ્રહણ કરવા.
વાંચતાંતર અનુસારથી જે કુલકર સંભવ નિરૂપિત છે, તેના સિવાયના બાકીના પાંચ-પાંચ પુરુષ પર્વ સંપાધમાન નવ-નવ દંડનીતિ આદિ તે પ્રમાણે પૂર્વોક્ત જ જાણવી.
અહીં જ દંડનીતિક્રમ વિશેષ સ્વરૂપને કહે છે – દંડનીતિ કુલકર વડે સંપાઈ હા-કાર આદિ પ્રતિલોમ-પશ્ચાતુપૂર્વી થતી જાણવી • અથ િબુદ્ધિપથમાં, પ્રાપ્ય છે.
પહેલાં પંચકની ધિક્કાર આદિ ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય અપરાધીને યથાયોગ્ય ગણે છે, બીજા પંચકની કાળાનુભાવથી ઉત્કૃષ્ટ અપરાધ કરનારને ત્રીજી અને મધ્યમજઘન્ય અપરાધમાં “માકાર” અને હાકારરૂપ બે, ત્રીજા કુલકર પંચકને પૂર્વ અપરાધદ્વય ધારણ કરનારને બે જઘન્ય અપરાધમાં ‘હાકાર'રૂપ પહેલી દંડનીતિ છે.
અહીં દંડનીતિઓએ ઉપલક્ષણ છે, તેનાથી શરીર અને આયુ • પ્રમાણાદિ પણ યથાસંભવ પ્રતિલોમ - પશ્ચાતુપૂર્વીપણે જાણવું.
બીજી વાયનાના સૂત્રનો આ ભાવ છે – અહીં વ્યવચ્છિન્ન રાજધર્મમાં કાલાનુભાવથી પાતળા-પાતળા કષાયોગી શાસન કરનારા અગ્રતેજક દંડ કરશે