________________
૨૪ થી ૪૯
૧૧
૧૯૨
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
પૂર્ણ હાથ જાણવો.
તે મનુષ્યો જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાતિરેક ૧૩૦ વર્ષ આયુ પાળે છે. કોઈક-કોઈક નરકગતિગામી છે ચાવત બધાં દુઃખોનો અંત કરનારા થાય છે. આ અંતક્રિયા ચોથા આરામાં જન્મેલા પુરુષોની અપેક્ષા વડે છે. કેમકે તેઓ જ પાંચમાં આરામાં સિદ્ધ થાય છે - જંબૂસ્વામી માફક પરંતુ સંહરણને આશ્રીને આ ના વિચારવું. તેમ હોવાથી જ પહેલા અને છઠ્ઠા આરા આદિમાં આ સૂત્રપાઠ પ્રાપ્ત થાય છે.
અહીં પાળે છે, અંત કરે છે ઈત્યાદિમાં ભવિષ્યકાળના પ્રયોગમાં કઈ રીતે વર્તમાનનો નિર્દેશ છે ? તે કહે છે - બધી જ અવસર્પિણીમાં પાંચમાં આરામાં આ જ સ્વરૂપ છે, એ પ્રમાણે નિત્ય પ્રવૃત્ત હોવાથી વર્તમાનકાળમાં વર્તમાનનો પ્રયોગ છે. જેમ “બે સાગરોપમ કાળમાં શક રાજ્ય કરે છે તે રીતે [આ વર્તમાન નિર્દેશ જાણવો.]
તો પછી “દુઃષમ આરામાં કાળ પ્રાપ્ત થશે" ઈત્યાદિ પ્રયોગ કઈ રીતે છે ? તે કહે છે – પ્રજ્ઞાપકપુરુષની અપેક્ષાથી આ પ્રયોગ છે.
ફરી પણ કાળમાં બીજું શું-શું વર્તે છે, તે કહે છે - તે દુ:ષમા નામના આરામાં પાછલાં સિભાગમાં વર્ષસહસ્ત્ર સપ્તક પ્રમાણ અતિકાંત થતાં પરંતુ બાકી કાળમાં નહીં, તેમ હોવાથી ર૧,૦૦૦ વર્ષ પ્રમાણ શ્રી વીર ભગવંતના તીર્થના અસુચ્છિન્ન કાળની આપૂર્તિમાં TT - સમુદાય, નિજજ્ઞાતિ, તેનાં ધર્મ-વસ્વ પ્રવર્તિત વ્યવહાર વિવાહાદિ, પાખંડ-શાક્યાદિનો ધર્મ પ્રસિદ્ધ છે, રાજધર્મ-નિગ્રહ અનુગ્રહાદિ, જાતિતેજ - અગ્નિ, તે પણ અતિ નિષ્પ સુષમસુષમાદિ જેવો નહીં, અતિરૂક્ષ-દુષમદુઃ૫માદિ જેવો નહીં. તેવો ઉત્પન્ન થશે. ઘ કારથી અગ્નિહેતુક “સંધવા આદિ"નો વ્યવહાર. ચરણધર્મ-ચાઅિધર્મ.
શબ્દથી ગચ્છ વ્યવહાર. - X- વિચ્છેદને પ્રાપ્ત થશે. સમ્યકત્વ ધર્મ કેટલાંકને સંભવે છે. બિલવાસીને અતિ ક્લિટવથી ચાત્રિનો અભાવ જ છે.
તેથી જ પ્રજ્ઞપ્તિમાં કહેલ છે - પ્રાયઃ કરીને ધર્મસંજ્ઞાથી પ્રભ્રષ્ટ થયેલા છે. અહીં સત્ર શબ્દ પ્રાયઃ અર્થમાં ગ્રહણ કરવો. ક્યારેક સમ્યકત્વને પામે પણ છે, એવો ભાવ છે.
પાંચમો આરો પુરો થયો, હવે છાનો આરંભ કરે છે –
તે આરાના ૨૧,૦૦૦ વર્ષ પ્રમાણ કાળ વ્યતીત થતાં અનંત વર્ણ પયયથી તેમજ ગંઘ-સ્પર્શ પર્યાયોથી સાવત્ ઘટતાં-ઘટતાં દુઃષમ-દુ:ષમ નામનો આરો પ્રાપ્ત થશે.
ધે તે વખતના ભરતનું સ્વરૂપ કહે છે - તે આરામાં ઉત્તમ કાષ્ઠાપ્રાપ્ત થતુ ઉત્તમ અવસ્થાગતમાં અથવા પરમકષ્ટ પ્રાપ્ત સ્થિતિમાં ભરતનું કેવું કેવા પ્રકારે, આકારભાવ-આકૃતિલક્ષણ પર્યાયનો પ્રત્યવતાર-અવતરણ તે આકારભાવ પ્રત્યવતાર (સ્વરૂપ કહેલું છે.
ભગવંતે કહ્યું – ગૌતમાં એમ આમંત્રીને હવે કહેવાનાર વિશિષ્ટ કાળ થસે, કેવા પ્રકારે? તે કહે છે – દાદભૂત - એટલે ‘હાહા' એ પ્રમાણે આ શબ્દનું દુ:ખાdલોક વડે કરણ તે હાહા કહેવાય છે. તે રૂર પ્રાપ્ત જે કાળ, તે ‘હાહાભૂત' કાળ. ‘ભાંભા' એ દુ:ખાd ગાય આદિથી કરાય તે - ભાંભરવું, એવો જે કાળ તે ‘ભંભાભૂત' કાળ. આ બંને અનુકરણ શબ્દો છે અથવા ભંભા એટલે ‘બેરી' તે અંતઃશૂન્ય છે, તેથી ભંભા સમાન જે કાળ, જનક્ષયથી તે શૂન્ય, તેને ‘ભંભાભૂત' કહે છે. કોલાહલ - એ પીડિત પક્ષીનો સમૂહધ્વનિ છે, તે રૂપ પ્રાપ્ત, તે કોલાહલભૂત, સમઅનુભાવથી - કાળ વિશેષ સામર્થ્યથી. અહીં જ કાર એ વાચ્યાંતર દશાવે છે.
ખપુરુષ - અત્યંત કઠોર અને ધૂળથી મલિન જે વાયુ તે તથા દુર્વિષહ-દુસ્સહ અર્થાત વ્યાકુળઅસમંજસ. ભયંકર વાય છે. •x - સંવર્તક - તૃણ, કાષ્ઠ આદિનો અપહાક વાયુ વિશેષ, તે પણ વાય છે અહીં આ કાળમાં વારંવાર ધૂમાળોને ઉંચે ફેંકતી એવી દિશા હોય છે. તે કેવા પ્રકારની હોય ? તે કહે છે –
ચોતરફ રજવાળી, તેવી જ રેણુ-રજ વડે કલુષ-મલિન તથા તમ પટલઅંધકારના વૃંદથી નિરાલોક-પ્રકાશ વગરની, અથવા જ્યાં દૈષ્ટિ પ્રસરી શકતી નથી તેવી. કેમકે સમય અને કાળની સૂક્ષતા છે.
અધિક, અહિત કે અપચ્ય ચંદ્ર શીતહિમને છોડે છે. તે રીતે જ સૂર્ય પણ તપે છે અતિ તાપને મુકે છે. કાળની રુક્ષતાથી શરીરની સૂક્ષતા છે, તેનાથી અધિક શીત-ઉષ્ણ પરાભવ છે.
હવે ફરી તેનું સ્વરૂપ ભગવંત સ્વયં જ કહે છે – વળી બીજું એ કે હે ગૌતમ ! વારંવાર મરણ - મનોજ્ઞરસ વર્જિત પાણીવાળો જે મેઘ છે તે, વિરસ-વિરુદ્ધ
સવાળો જે મેઘ છે તે. આ જ વાતને વધુ વ્યક્ત કરે છે – ક્ષારમેઘ - સદિ ક્ષાર સમાન જળથી યુક્ત મેઘ. ખાણમેઘ-છાણ જેવા રસના જળથી યુક્ત મેઘ, કવચિત્
ત્યાં ખાટા પાણીવાળો મેઘ, અનિમેઘ-અનિવ4 દાહકારી જળવાળો મેઘ, વિધુપ્રધાનની જેમ જળ વર્જિત મેઘ અથવા વિધતનો નિપાત કરતો કે વિદ્યુત નિપાતા કાર્યકારી જળનિપાતવાળો મેઘ, વિષમેઘ-લોકોના મરણ થાય તેવા હેતુવાળો મેઘ, અહીં ‘અનિમેઘ' એવું પદ પણ ક્યાંક દેખાય છે. તેનો અર્થ આ છે – કર્યુ આદિનો નિપાત કરતો પર્વતાદિના વિદારણમાં સમર્થ જલપણાથી વજમેઘ, ચયાપનીય • પ્રયોજન જલ જેમાં છે તે અર્થાત્ અસમાધાનકારી જળ. ક્યારેક ન પીવાયોગ્ય જલ પણ હોય.
આ જ કથનને સ્પષ્ટ કરે છે - વ્યાધિ-રોગ-વેદના-પરિણામ જળ. અહીં વ્યાધિ-સ્થિર કુષ્ઠાદિ, રોગ-સઘઘાતી શૂલાદિ, તેમાંથી ઉસ્થિત જે વેદનાની ઉદીરણાઅપ્રાપ્ત સમયમાં ઉદયને પ્રાપ્ત, તે પરિણામ-પરિપાક જે પાણીનો છે તે. તે એવા પ્રકારે જલ જેમાં છે તે. તેથી જ અમનોજ્ઞ પાણી, ચંડ પવન વડે પ્રહત, તીક્ષ્ણ