________________
૧/-/૧૦૫
૧૧૩
૧૧૪
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
ભોગવીને દક્ષિણાયન ચંદ્ર કરે છે. બાકીના ૪/૬૩ ભાગ વડે અનંતરોકત સશિ શોધવી.
બાકી રહેલા-૮૭૧, તેમાં ૬૭ વડે ભાગ દેતાં, અહીં કેટલાંક નક્ષત્રો અદ્ધોગ છે, તે સાદ્ધ 33 ભાગ પ્રમાણ કેટલાં સમક્ષેત્ર છે, તે પરિપૂર્ણ ૬૭ ભાગ પ્રમાણ છે. કેટલાંક ફયદ્ધ ક્ષેત્ર છે, તે અદ્ધ ભાગાધિક સો સંખ્યક ૬૭ ભાગ પ્રમાણ છે. ગામને આશ્રીને ૬૭ વડે શુદ્ધ થાય છે, તેથી ૬૭ ભાગ લઈ લેતાં, પ્રાપ્ત થશે-33. શશિનો ઉપરનો ભાગ નિર્લેપ થઈ શુદ્ધ થયો. તે તેર વડે આશ્લેષાદિથી ઉત્તરાષાઢા સુધીના નો શુદ્ધ થાય છે.
ત્યારે આવેલ અભિજિત નક્ષત્રના પહેલા સમયે ચંદ્ર ઉત્તરાયણ કરે છે. એ પ્રમાણે બધાં પણ ચંદ્રના ઉત્તરાયણો જાણવા. કહ્યું છે કે - પંદર મુહૂર્તમાં ઉત્તરાષાઢામાં યુક્ત થઈને એક અહોરાત્રમાં ચંદ્ર અત્યંતર પ્રવેશે છે.
હવે પુષ્યમાં દક્ષિણસંબંધી આવૃત્તિઓની ભાવના કરીએ છીએ. જો ૧૩૪ અયન વડે ચંદ્રના ૬૭ પર્યાયો પ્રાપ્ત થાય છે. પછી એક અયન વડે શું પ્રાપ્ત થાય છે ? રાશિ ત્રણની સ્થાપના - ૧૩૪/૬/૧. અહીં અંત્ય રાશિ વડે એક સંખ્યા વડે મધ્યની સશિ-૬૭ સંખ્યાને ગુણીએ, તેથી પ્રાપ્ત ૬૭ સંખ્યા જ આવે. તેના ૧૩૪ વડે ભાગાકારથી એક અડધો પર્યાય પ્રાપ્ત થશે અને તે ૬૭ ભાગ રૂપ-૯૧૫, પછી અભિજિત્ સંબંધી - ૨૧ ભાગ શોધે છે.
પછી રહે છે - ૮૯૪, તેમાં ૬૭ વડે ભાગ દેવાતા પ્રાપ્ત સંખ્યા છે-૧૩, તે તેર વડે પુનર્વસુ સુધીના નો શુદ્ધ થાય, બીજા ૨૩-બાકી રહે છે. આ અહોરાત્રના ૬-ભાગ છે, પછી તેના મુહૂર્ત કરવાને માટે ૩૦ વડે ગુણીએ, તેથી પ્રાપ્ત થશે ૬૯૦, તેમાં ૬૭ વડે ભાગ દેવાતા પ્રાપ્ત મુહર્ત થશે-૧૦.
પછી બાકી રહે છે . ૨૦/ક ભાગ. તેથી આવેલા આ પુનર્વસુ નક્ષાબને સર્વપણે ભોગવીને પુણ્યના દશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૦ ભાગો ભોગવીને સર્વાવ્યંતર મંડલથી બહાર ચંદ્ર નીકળે છે.
એ પ્રમાણે બધાં પણ દક્ષિણાયનો ભાવવા.
કહ્યું છે કે - દશ મુહૂર્તમાં સર્વ મુહૂર્વ ભાગમાં ૨૦થી પુષ્ય વિષયક અભિગત ચંદ્ર બહાર નીકળે છે.
એ પ્રમાણે નક્ષત્ર યોગને આશ્રીને ચંદ્રની પણ આવૃત્તિ કહી, હવે યોગને જ સામાન્યથી પ્રરૂપે છે –
• સૂત્ર-૧૦૬ :
તેમાં નિà આ દશ ભેદે યોગ કહેલ છે, તે આ રીતે – વૃષભાનુજાત, વેણુકાનુad, મંચ, મંચાતિમંચ, છત્ર, છાતિછમ, યુગનદ્ધ, ઘનસંમદ, પીક્ષિત, મંડકડુત.
- આ પાંચ સંવત્સરોમાં છત્રપતિછમ યોગને ચંદ્ર ક્યા દેશમાં છેડે છે ? તે [248]
જંબુદ્વીપ દ્વીપના પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવા વડે ૧ર૪ મંડલ વડે છેદીને દક્ષિણ-પશ્ચિમ ચતુભગ મંડલમાં ર૭ ભાગ ગ્રહણ કરીને ૧૨૮ વડે છેદીને-૧૮ ભાગ ગ્રહણ કરીને ત્રણ ભાગ ગ્રહણ કરીને ૧૨૮ વડે છેદીને-૧૮ ભાગ ગ્રહણ કરીને ત્રણ ભાગ અને બે કલા વડે દક્ષિણ પશ્ચિમમાં ચતુભગિ મંડલ અસાપ્તમાં, અહીં તે ચંદ્ર છાતિછત્ર યોગને જોડે છે ઉપર ચંદ્ર, મધ્યમાં નક્ષત્ર અને નીચે સૂર્ય
તે સમયે ચંદ્ર કયા નાત્ર વડે યોગ કરે છે ? તે ચરમ સમયે ચિબા વડે યોગ કરે છે.
• વિવેચન-૧૦૬ :
તે યુગમાં વિશે આ વચમાણ દશ ભેદે યોગ કહેવા. તે આ પ્રમાણે - વૃષભાનુ જાત. અહીં અનુજાત શબ્દ સર્દેશવચન છે. વૃષભના અનુજાત-સર્દેશ તે વૃષભાનુજાત. વૃષભ આકારથી ચંદ્ર-સૂર્ય-નક્ષત્રો, જે યોગમાં રહે છે, તે વૃષભાનુજાત, એમ ભાવના છે, એ પ્રમાણે બધે કહેવું.
વેણુ • વંશ, તદનુજાત-તેના જેવું. તે વેણુકાનુજાત. મંત્ર મંચસમાન. મંચથીવ્યવહાર પ્રસિદ્ધ બીજી કે બીજી ભૂમિકા ભાવથી અતિશાયી મંય, તે મંચાતિમંચ, તેના સમાન યોગ પણ મંચાતિમંચ કહેવાય છે.
છત્ર-પ્રસિદ્ધ છે, તદાકાર યોગો પણ છત્ર. છગથી-સામાન્યરૂપથી ઉપર અચાન્ય છત્રના ભાવથી અતિશાયી છત્ર, તે છત્રાતિછત્ર, તેના આકાર યોગથી તે પણ છwાતિછત્ર.
યુગ માફક નદ્ધ તે યુગનદ્ધ, જેમ યુગ, વૃષભના સ્કંધ ઉપર આરોપિત વર્તે છે, તેની જેમ યોગ પણ દેખાય છે, તે યુગનદ્ધ એમ કહેવાય છે. ઘન સંમર્દરૂપ જેમાં ચંદ્ર કે સૂર્ય ગ્રહ કે નક્ષત્ર મધ્યમાં જાય છે. પ્રીણિત-ઉપચયને નીત, તે પહેલાથી ચંદ્ર કે સૂર્યમાં એકના ગ્રહ કે નક્ષત્ર વડે એકતર થાય, ત્યારપછી બીજા સૂર્યાદિ વડે ઉપયયને પામે, તે પ્રીણિત.
મંડૂક તુત નામક દશમો, તેમાં મંડૂક ગતિથી જે યોગ થાય તે મંડુકકુત, તે ગ્રહ સાથે જાણવા. કેમકે બીજાના માંડુક પ્લત ગતિશમન અસંભવ છે.
કહ્યું છે કે – ચંદ્ર, સૂર્ય, ન, પ્રતિનિયતગતિવાળા છે, જ્યારે ગ્રહો અનિયતગતિવાળા છે.
તેમાં અહીં યથાવબોધ દશે યોગોની સ્વરૂપમાણ-ભાવના કરી, અથવા સંપ્રદાય મુજબ અન્યથા કહેવું.
- તેમાં યુગમાં છત્રાતિ છત્ર વજીને બાકીના નવ યોગો પ્રાયઃ ઘણાં દેશોમાં થાય છે. છત્રાતિછત્ર યોગ ક્યારેક કોઈક દેશમાં થાય, તેથી તે વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે - આ અનંતરોક્ત ચંદ્રાદિ પાંચ સંવત્સરોમાં છત્રાતિછત્ર યોગ ચંદ્ર કયા દેશમાં જોડે છે ? ભગવંતે કહ્યું - જંબૂદ્વીપ ઉપર પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ લાંબા -