________________
૧૦/૧૬/૬૯
૨૦૧
છે પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રામૃત-૧૬ છે
એ પ્રમાણે દશમાં પ્રાભૂતનું પંદરમું પ્રામૃતપ્રામૃત કહ્યું. હવે સોળમાંનો આરંભ કરે છે. તેના આ અધિકાર છે “ગોત્રોની વક્તવ્યતા” તેથી તે વિષયક
-
પ્રશ્નસૂત્ર–
• સૂત્ર-૬૯ ઃ
કઈ રીતે તે [નક્ષત્રોના] ગોત્ર કહેલા છે, તેમ કહેવું? આ અટ્ઠાવીશ નક્ષત્રોમાં અભિજિત નક્ષત્રનું કયું ગોત્ર છે ? તેનું ગોત્ર મુદ્ગલાયન કહેલ છે. શ્રવણ નક્ષત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? તેનું સંખ્યાયન ગોત્ર કહેલ છે. ધનિષ્ઠા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? તે અગ્રતાપરા કહેલ છે. શતભિષા નક્ષત્રનું કર્યું
ગોત્ર કહેલ છે ? તે કલોચન ગૌત્ર કહેલ છે.
પૂર્વ પૌષ્ઠપદા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? જાતુકર્ણિક ગોત્ર કહેલ છે. ઉત્તરાૌષ્ઠપદા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? ધનંજય ગોત્ર કહેલ છે. રેવતી નાનું શું ગોત્ર કહેલ છે ? પુષ્પાયન ગોત્ર કહેલ છે. અશ્વિની નક્ષત્રનું શું ગોત્ર કહેલ છે ? આશ્ચાયન ગોત્ર કહેલ છે. ભરણીનક્ષત્રનું શું ગોત્ર કહેલ છે ? ભાવિશ ગોત્ર કહેલ છે. કૃતિકાનક્ષેત્રનું કયું ગોત્ર કહેલ છે ? તેનું અગ્નિવેશ નામે ગોત્ર કહેવું છે.
રોહિણીનક્ષત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? ગૌતમ ગોત્ર કહેલ છે. સંસ્થાન [મૃગશિપ) નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે? ભારદ્વાજ ગોત્ર કહેલ છે. આર્દ્ર નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? લોહિત્યાયન ગોત્ર કહેલ છે. પુનર્વસુ નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? વાશિષ્ઠ ગોત્ર કહેલ છે. પુષ્ય નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? ઉરાયણ ગોત્ર કહેલ છે. આશ્લેષા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? તેનું માંડવ્યાયન નામક ગોત્ર કહેલ છે.
માનક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? પિંગલાયન ગોત્ર કહેલ છે. પૂર્વાફાલ્ગુની નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે? ગોવલ્લાયણ ગોત્ર કહેલ છે. ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે? ગોવલ્લાયણ ગોત્ર કહેલ છે. ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? કાશ્યપ ગોત્ર કહેલ છે. હસ્તનક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? કૌશિક ગૌત્ર કહેલ છે. ચિત્રા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? દર્ભિયાયણ ગોત્ર કહેલ છે. સ્વાતી નક્ષત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? ચામચ્છાયણ ગોત્ર કહેલ છે. વિશાખા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? શ્રૃંગાયન ગૌત્ર કહેલ છે. અનુરાધા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? ગોલવ્યાયણ ગોત્ર કહેલ છે જ્યેષ્ઠાનક્ષેત્રનું કયું ગોત્ર કહેલ છે ? ચિકિત્સાયન ગોત્ર કહેલ છે. મૂલનક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે. કાત્યાયન ગોત્ર કહેલ છે. પૂર્વાષાઢા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? કાત્યાયન ગોત્ર કહેલ છે. પૂર્વાષાઢા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ?
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વાત્સ્યાયન ગોત્ર કહેલ છે. ઉત્તરાષાઢા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? વ્યાઘ્રાયન ગોત્ર કહેલ છે.
• વિવેચન-૬૯ :
અહીં નક્ષત્રોમાં સ્વરૂપથી ગોત્રનો સંભવ નથી, જેથી આ ગોત્રનું સ્વરૂપ લોકપ્રસિદ્ધિથી સ્વીકારેલ છે - પ્રકાશક આધપુરુષના અભિધાનથી, તેના અપત્ય સંતાન તે ગોત્ર. જેમ - ગર્ગના અપત્ય સંતાનનું ગર્ગ નામે ગોત્ર છે. આવું સ્વરૂપ નક્ષત્રોના ગોત્રનું ન સંભવે, કેમકે તેનું ઔપપાતિકત્વ છે.
તેથી અહીં ગોત્રનો સંભવ બતાવે છે જે નક્ષત્રમાં શુભ કે અશુભ ગ્રહ વડે સમાન જે ગોત્રનું યથાક્રમે શુભ કે અશુભ થાય છે, તે તેનું ગોત્ર, તેથી પ્રશ્નની કે ઉપપત્તિ કહી.
૨૦૨
આપે કઈ રીતે નક્ષત્રોના ગોત્રો કહ્યા છે, તે કહેવું ? ભગવંતે કહ્યું – આ અઠ્ઠાવીશ નક્ષત્રો મધ્યે અભિજિત્ નક્ષેત્ર મોદ્ગલાયન ગોત્ર - મોદ્ગલ્યાયન સાથે ગોત્ર વર્તે છે. તે શ્રવણ નક્ષત્ર શાંક્યાયન ગોત્ર છે. એ પ્રમાણે બાકીના પણ સૂત્રો કહેવા.
ક્રમથી ગોત્રસંગ્રાહિકા આ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની ચાર ગાથા બતાવે છે – મૌદ્ગલ્લાયણ, શંખાય, અગ્રભાવ, કર્ણલ્લ, જોતુકર્ણ, ધનંજય... પુષ્યાયન, અશ્વાયન, ભગ્નવેશ્મ, અગ્નિવેશમ, ગૌતમ, ભારદ્વાજ, લોહિત્ય, વાશિષ્ઠ... ઉજ્જાયણ, મંડવાયણ, પિંગાયણ, ગોવલ્લ, કાશ્યપ, કૌશિક, દર્ભિક, ચામચ્છા, શ્રૃંગાય... ગોલવાયણ, તિમિંછાયન, કાત્યાયન, વાત્સ્યાયન, વ્યાઘાપત્ય. નામક [નક્ષત્રોના અઠ્ઠાવીશ ગોત્ર ક્રમથી કહેલા છે.
૦ પ્રાકૃતપ્રાકૃત-૧૬-નો સટીક અનુવાદ પૂર્ણ
— * - * — * - * — x —