________________
૧૦/૧૫/૬૮
ન પામીને ચાર ચરે છે તેમાં ચંદ્રમંડલ બુદ્ધિ વડે ૬૨-સંખ્યા ભાગથી કલ્પવામાં આવે છે. કલ્પીને તેના ભોગને ૧૫ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત સંખ્યા ૐ/૬૨ છે અને શેષ બે ભાગ રહે છે. તે બે ભાગ સદા વૃદ્ધિ-અનાવૃત્ત રહે છે. આ ચંદ્રમાની સોળ કળારૂપે પ્રસિદ્ધિ પામેલ છે.
૧૯૯
તેમાં કૃષ્ણપક્ષમાં એકમે વરાહુ વિમાન જે કૃષ્ણ છે, અને તે ચંદ્રમંડલની નીચે ચાર અંગુલને ન પામીને ચાર ચરે છે. તે પોતાના પંદર ભાગ વડે બે-બાસઠ ભાગો, જે સદા અનાવાર્થ સ્વભાવી છે, તેને છોડીને બાકીના સાઈઠ ભાગરૂપ ચંદ્રમંડલને એક-ચતુર્ભાગાત્મક, પંદરમાં ભાગને આવરે છે.
બીજે પોતાના બે-પંદર ભાગો વડે, બે પંદરાંશ ભાગને ત્રીજે પોતાના ત્રણપંદર ભાગો વડે ત્રણ-પંદરાંશ ભાગોને, એ પ્રમાણે અમાવાસ્યા સુધીમાં પંદર ભાગોને આવરે છે.
ત્યારપછી શુક્લપક્ષમાં પ્રતિપદામાં ૧/૧૫ ભાગને પ્રગટ કરે છે, બીજમાં ૨/૧૫ ભાગોને, ત્રીજમાં ૩/૧૫ ભાગોને એ પ્રમાણે પૂર્ણિમા [પંદરમી તિથિમાં] પંદર ભાગોને પણ અનાવૃત્ત કરે છે, ત્યારે સર્વથા પરિપૂર્ણ ચંદ્રમંડળ લોકમાં પ્રગટ થાય છે. આ અર્થને આગળ પણ સૂત્રમાં કહ્યો છે -
તેમાં જે વરાહુ છે, તે કૃષ્ણ પક્ષની પ્રતિપદાને પંદર ભાગ વડે ઈત્યાદિ
કહેલ છે.
તેમાં જેટલા કાળ વડે કૃષ્ણ પક્ષમાં સોળ ભાગ/બાસઠ ભાગ વડે ચાર ભાગરૂપ હાનિને પામે છે, તે તેટલાં કાળ વિશેષને તિથિ એમ કહે છે. તથા જેટલા કાળ વડે શુકલ પક્ષમાં ૧૬ ભાગ/બાસઠ ભાગથી ચાર ભાગ પ્રમાણથી વધે છે. તેટલું પ્રમાણ - કાળ વિશેષ તેને તિથિ કહેવાય છે.
કહ્યું પણ છે કે – સોળ ભાગો કરીને ચંદ્ર પંદર ભાગ ઘટાડવામાં આવે, તેટલા માત્ર ભાગથી વળી જ્યોત્સ્ના વૃદ્ધિ પામે. કાળ વડે જે સોળ ભાગો ઘટે છે, તે તિથિ કહેવાય છે. તે પ્રમાણે જ વૃદ્ધિમાં પણ એ રીતે તિથિની ઉત્પત્તિ જાણવી.
ઉક્ત ગાથામાં ‘જ્યોત્સ્ના'નો અર્થ શુક્લ પક્ષ કરવો. બાકીની ગાથા સુગમ છે. અહીં પૂર્વાચાર્યની પરંપરાથી આવેલ ઉપદેશ આ છે – અહોરાત્રના બાસઠ ભાગ પ્રવિભક્તના જે એકસઠ ભાગો છે, તેટલાં પ્રમાણમાં “તિથિ” [એમ કહ્યું.] હવે અહોરાત્ર ત્રીશ મુહૂર્ત પ્રમાણ સુપ્રતીત છે. પૂર્વે જ સૂત્રકારશ્રીએ તેના
તેટલા પ્રમાણપણાથી અભિધાન છે.
તિથિ કેટલા મુહૂર્ત પ્રમાણ છે? કહે છે. પરિપૂર્ણ ૨૯-મુહૂર્તો અને એક મુહૂર્તના ૩૨/૬૨ ભાગો છે. તે કઈ રીતે જાણવું ?
અહીં અહોરાત્રના બાસઠ ભાગ કરીએ તેમાં ૬૧ ભાગપ્રમાણ એ તિથિ કહેવાય છે. તેમાં ૬૧ને ૩૦ વડે ગુણવામાં આવતા થયા-૧૮૩૦. આ બાસઠ ભાગી કરાયેલ સર્વ તિથિગત મુહૂર્તથી અંશો. તેથી મુહૂર્ત લાવવાને માટે, તેને ૬૨ ભાગ
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
વડે ભાગ કરાતા, પ્રાપ્ત ૨૯ મુહૂર્તો અને એક મુહૂર્તના ૩/૬૨ ભાગો. આટલા મુહૂર્ત પ્રમાણને “તિથિ કહેવાય છે.
આટલા કાળ વડે ચંદ્રમંડલગત પૂર્વોક્ત પ્રમાણ-સોળ ભાગ હાનિને પામે છે.
તેથી આટલો જ તિથિનો પરિમાણકાળ છે. તેથી એ પ્રમાણે અહોરાત્રથી તિથિમાં
૨૦૦
વિશેષતા છે. એ પ્રમાણે તિથિ વિષયક પૃથક્ પ્રશ્ન કહ્યો.
ગૌતમ વડે પ્રશ્ન કરાતા ભગવંતે કહ્યું – તે તિથિના વિચારના વિષયમાં નિશ્ચે આ વક્ષ્યમાણ સ્વરૂપા બે પ્રકારની તિથિઓ કહેલી છે, તે આ પ્રમાણે - દિવસ તિથિ અને રાત્રિ તિથિ, તેમાં તિથિનો જે પૂર્વાદ્ધ ભાગ છે, તે દિવસ તિથિ કહેવાય છે અને જે પશ્ચાદ્ધ ભાગ છે તે રાત્રિતિથિ.
કયા પ્રકારે - કયા નામો વડે (તિથિની) પરિપાટી છે ? અર્થાત્ દિવસની તિથિ કહેલી છે, તે અમને કહો. ત્યારે ભગવંતે કહ્યું કે – એક એક પક્ષમાં પંદર દિવસ તિથિઓ કહેલી છે. તે આ પ્રમાણે છે – પહેલી નંદા, બીજી ભદ્રા, ત્રીજી જયા, ચોથી તુચ્છા, પાંચમી પૂર્ણા. ફરી પણ છ થી દશ તિથિના નામો નંદાથી લઈને પૂર્ણા સુધી કહેવા. ત્રીજી વખત પણ અગિયારથી પંદરમી તિથિના નામો નંદાથી પૂર્ણ સુધી એમ જ કહેવા.
એ પ્રમાણે ઉક્ત પ્રકારે - ૪ - ૪ - આ અનંતરોક્ત તિથિઓ નંદાદિ - નંદા
આદિ અન્ય, અન્યતર કહેલ તિથિનામો છે. તે ત્રિગુણિત કહેલા છે. જે બધાં જ પક્ષમાં તવર્તિની દિવસની તિથિના નામો છે.
કયા પ્રકારે, કયા નામોની પરિપાટી વડે, હે ભગવન્ ! આપે રાત્રિની તિથિઓ કહેલા છે, તેમ કહેવું?
ભગવંતે કહ્યું " x - ૪ - એકએક પક્ષની પંદર-પંદર રાત્રિ તિથિઓ કહેલી
છે? તે આ પ્રમાણે છે
પહેલી ઉગ્રવતી, બીજી ભોગવતી, ત્રીજી યશોમતી, ચોથી સર્વસિદ્ધા, પાંચમી શુભનામા. ત્યારપછી છઠ્ઠીથી દશમી તિથિમાં આ જ ઉગ્રવતીથી શુભનામા નામે પાંચ તિથિઓ કહેવી. ફરી પણ અગિયારમીથી પંદરમી તિથિમાં આ જ ઉગ્રવતી આદિ પાંચ નામો સૂત્રકારશ્રીએ બતાવેલા છે, તે જાણવું.
એ પ્રમાણે આ ત્રિગુણ તિથિનામો કહેલા છે. બધી રાત્રિ તિથિઓમાં આ નામો
કહેવા જોઈએ.
૦ પ્રામૃતપ્રામૃત-૧૫-નો સટીક અનુવાદ પૂર્ણ ૦
— * — * - * — * — —