________________
૪/-/-/૩૦૬
ઉત્કૃષ્ટથી તમુહૂર્ત ન્યૂન ૩૩-સાગરોપમ છે.
ભગવન્ ! સથિસિદ્ધના દેવોની કેટલી સ્થિતિ કહી છે ? ગૌતમ ! અજઘન્યોત્કૃષ્ટ ૩૩-સાગરોપમ સ્થિતિ છે.
ાથિિિસદ્ધના અપર્યાપ્તા દેવોની સ્થિતિ? જઘન્યથી, ઉત્કૃષ્ટથી બંને
અંતમુહૂર્ત.
સર્વાર્થસિદ્ધના પર્યાતા દેવોની સ્થિતિ? અજઘન્યોત્કૃષ્ટ આંતર્મુહૂર્ત ન્યૂન
૩૩-સાગરોપમ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૪-નો ટીકા સહિતનો અનુવાદપૂર્ણ
૧૭૯
૧૮૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
પદ-પ-પર્યાય'
— — * - * —
૦ એ પ્રમાણે ચોથા પદની વ્યાખ્યા કરી, હવે પાંચમું કહે છે. તેના સંબંધ આ છે – ચોથા પદમાં નાકાદિ પર્યાયરૂપે જીવોની સ્થિતિ કહી. અહીં તેમના ઔદયિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક ભાવને આશ્રીને પર્યાયોની સંખ્યા બતાવે છે. તેનું આદિ સૂત્ર આ પ્રમાણે છે—
• સૂત્ર-૩૦૭ :
ભગવન્ ! પર્યાયો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – જીવપર્યાય અને અજીવપાંય. ભગવન્ ! જીવપાયો સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા ? ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત નથી, અનંત છે. એમ કેમ કહ્યું ? ગૌતમ! નૈરયિકો, અસુર-નાગ-સુવર્ણ-વિધુત-અગ્નિ-દ્વીપ-ઉદધિ-દિશા-વાયુ-સ્તનિતકુમારો, પૃથ્વીઅપ-તેઉ-વાયુકાયિકો (એ બધાં) અસંખ્યાતા છે. વનસ્પતિકાયિકો અનંતા છે. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોવાળા, પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો, વ્યંતરો, જ્યોતિકો વૈમાનિકો [આ બધા] અસંખ્યાતા છે. તથા સિદ્ધો અનંતા છે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે – અનંતા છે.
* વિવેચન-૩૦૭ :
પર્યાયો કેટલા ભેદે કહ્યા છે ? ગૌતમે કયા અભિપ્રાયથી આમ પૂછ્યું ? પહેલા પદના પ્રારંભે પ્રજ્ઞાપનાના બે ભેદો કહ્યા છે - જીવપજ્ઞાપના, અજીવપ્રજ્ઞાપના. તેમાં જીવ, અજીવ દ્રવ્યો છે. કેમકે ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે. તેથી જીવ, અજીવ પર્યાયના ભેદો જાણવા આ પ્રશ્ન કર્યો. ભગવંત ઉત્તર આપે છે – પર્યાયો બે ભેદે, જીવ અને અજીવ પર્યાયો. તેમાં પર્યાય, ગુણ, વિશેષ, ધર્મ એ પર્યાયવાચી છે.
પ્રશ્ન-સંબંધમાં ઔદયિકાદિ ભાવોને આશ્રીને પર્યાયસંખ્યા બતાવવાની છે. ઔદયિકાદિ ભાવો જીવાશ્રિત છે, તો અહીં જીવ અને અજીવ પર્યાયો કેમ કહ્યા ? ઉત્તર-આ શંકા અયુક્ત છે. કેમકે ઔદયિકાદિ ભાવો પુદ્ગલને વિશે પણ હોય છે. તેથી જીવ અને અજીવના ભેદ વડે ઔદયિકાદિ ભાવ હોવાથી દોષ નથી.
હવે પર્યાયનું પરિમાણ જાણવાને પૂછે છે – જીવ પર્યાય સંખ્યાતા છે ઈત્યાદિ. અહીં વનસ્પતિ અને સિદ્ધ સિવાય બધા નાકાદિ જીવ પ્રત્યેક અસંખ્યાતા છે. વનસ્પતિ અને સિદ્ધો અનંતા છે. તેથી પર્યાયવાળા જીવો અનંતા હોવાથી અનંતા જીવપર્યાયો કહ્યા.
એ પ્રમાણે ગૌતમે સામાન્યથી જીવપર્યાયો પૂછ્યા અને ભગવંતે પણ સામાન્ય ઉત્તર કહ્યો. હવે વિશેષ વિષય પ્ર—
• સૂત્ર-૩૦૮ :
ભગવન્ ! નારકોના કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા પર્યાયો છે. એમ કેમ કહ્યું ? ગૌતમ ! એક નારક, બીજા નાકની અપેક્ષાએ દ્રવ્યાપણે