________________
3/-/૨૫/૨૯૪
ભવે અનુભવાતા આયુનો ત્રીજો ભાગ, ત્રીજા ભાગનો ત્રીજો ભાગ, તેનો પણ ત્રીજો ભાગ ઈત્યાદિ બાકી હોય ત્યારે જીવો પરભવનું આયુ બાંધે છે. તેથી બેતૃતીયાંશ અબંધકકાળ છે. - ૪ - તથા સૌથી ચોડાં અપર્યાપ્તા છે, તેથી પર્યાપ્તા સંખ્યાતગણાં છે. આ સૂક્ષ્મ જીવોને આશ્રીને જાણવું. કેમકે સૂક્ષ્મ જીવોમાં ઉપક્રમ હોતો નથી. તેથી ઘણાંની નિષ્પતિ અને થોડાંની અનિષ્પત્તિ જાણવી.
૧૫૭
સૌથી યોડાં સુપ્ત છે, તેથી જાગ્રત સંખ્યાતગણાં છે. આ પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની અપેક્ષાએ જામવું. કેમકે અપર્યાપ્તા સૂતેલા હોય છે અને પર્યાપ્તા જાગતા પણ હોય છે - x - x - સમવહત સૌથી થોડાં છે. કેમકે અહીં મરણસમુદ્દાત ગ્રહણ કરવો. તે મરણ કાળે જ હોય અને બધાં જીવોને મરણ સમુદ્દાત હોતો નથી. તેનાથી અસમવહત અસંખ્યાતગણાં છે. કેમકે જીવનકાળ ઘણો છે.
સૌથી થોડાં સાતાવેદક છે. કેમકે ઘણાં જીવો સાધારણ શરીરી હોય, થોડાં પ્રત્યેકશરીરી હોય છે, સાધારણ શરીરીમાં ઘણાં આસાતાવેદક અને થોડાં સાતાવેદક છે. પ્રત્યેકશરીરીમાં ઉલટું છે. સાતા વેદકથી અસાતાવેદક સંખ્યાતગણાં છે. સૌથી થોડાં ઈન્દ્રિય ઉપયુક્ત છે, તેનાથી નોઇન્દ્રિયોપયુક્ત સંખ્યાતગણાં છે. કેમકે ઈન્દ્રિયનો ઉપયોગ વર્તમાનકાળ વિષયક હોય છે. માટે તેનો ઉપયોગકાળ થોડો હોય છે. તે જ અર્થને ઈન્દ્રિય વડે જાણીને ઓઘ સંજ્ઞાથી વિચારે છે. ત્યારે તે નોઈન્દ્રિયોપયુક્ત કહેવાય છે. તેનો ઉપયોગ અતીત-અનાગત કાળ વિષયક હોવાથી ઘણો કાળ હોય છે. માટે તે સંખ્યાતગણાં છે. સૌથી થોડાં અનાકાર ઉપયોગવાળાં હોય છે, કેમકે દર્શનોપયોગકાળ થોડો છે, તેનાથી સાકારોપયોગ સંખ્યાતગણાં છે.
હવે સૂત્રોક્ત સામુદાયિક અાબહુત્વ - સૌથી થોડાં જીવો આયુકર્મના બંધક છે, કેમકે આયુબંધનો કાળ પ્રતિનિયત છે તેથી પર્યાપ્તા સંખ્યાતાગણા છે, કેમકે અપર્યાપ્તા અનુભવાતા વર્તમાન ભવાયુનો ત્રીજો ભાગાદિ રહે ત્યારે પરભવાયુ બાંધે છે. તેથી અબંધકાળ ૨/૩ છે અને બંધકાળ ૧/૩ છે. તેથી બંધકાળથી અબંધકાળ સંખ્યાતગણો છે. તેથી આયુબંધકથી અપર્યાપ્તા સંખ્યાતગણાં છે. અપર્યાપ્તાથી સુપ્ત સંખ્યાતગણાં છે. કેમકે અપર્યાપ્તા-પર્યાપ્તા બંને સુપ્ત હોય અને પર્યાપ્તા અપર્યાપ્તાથી સંખ્યાતગણાં છે. તેનાથી સમવહત સંખ્યાતગણાં છે, કેમકે બધાં મરણ સમુદ્ઘાતને પ્રાપ્ત થવા સંભવે છે. તેથી સાતા વેદક સંખ્યાતગણાં છે, કેમકે આયુ બંધક, અપર્યાપ્તા, સુપ્ત બધામાં સાતાવેદક સંભવે છે.
તેનાથી ઈન્દ્રિયોપયુક્ત સંખ્યાતગણાં છે કેમકે અસાતા વેદકમાં પણ ઈન્દ્રિયોપયોગ હોય. તેનાથી અનાકારોપયુક્ત સંખ્યાત ગણાં છે - ૪ • તેનાથી નોઈન્દ્રિયોપયુક્ત વિશેષાધિક છે - ૪ - અહીં શિષ્યોના અનુગ્રહ માટે અસદ્ભાવના સ્થાપનાથી દૃષ્ટાંત કહે છે – સાકારોપયુક્ત ૧૯૨ છે, તે બે પ્રકારે – ઈન્દ્રિય સાકારોપયુક્ત, નોઈન્દ્રિયસાકારોમુક્ત. તેમાં પહેલા અત્યંત થોડાં છે, માટે તેની સંખ્યા વીશ કલ્પવી. બાકીના ૧૩૨ નોઈન્દ્રિય સાકારોપયુક્ત છે. નોઈન્દ્રિય
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અનાકારોપયુક્ત પર જેટલા છે. તેથી સામાન્યથી સાકારોપયુક્તથી ૨૦ જેટલા ઈન્દ્રિય સાકારોપયુક્ત બાદ કરીએ, તેમાં બાવન જેટલાં અનાકારોપયુક્ત નાંખતા ૨૨૪ થાય છે માટે સાકારોપમુક્તથી નોઇન્દ્રિયોપયુક્ત વિશેષાધિક છે.
તેનાથી અસાતાવેદક વિશેષાધિક છે, કેમકે ઈન્દ્રિયોપયુક્ત પણ અસાતાવેદક છે. તેનાથી અસમવહત વિશેષાધિક છે. - X - તેનાથી જાગૃત વિશેષાધિક છે. કેમકે સમવહતમાં પણ કેટલાંક જાગૃત હોય છે. તેથી પર્યાપ્તા વિશેષાધિક છે. કેમકે કેટલાંક સુપ્ત પર્યાપ્ત પણ હોય છે અને જાગૃત પર્યાપ્તા જ હોય છે. તેનાથી આયુ કર્મના બંધક વિશેષાધિક છે. કેમકે અપર્યાપ્તા પણ આયુબંધક હોય છે. આ જ અલ્પબહુત્વ શિષ્યોના અનુગ્રહ માટે સ્થાપનારાશિ વડે બતાવાય છે [અહીં વૃત્તિકાશ્રીએ બે પંક્તિ દ્વારા અસતકલ્પનાથી અંક સંખ્યા દ્વારા ઉક્ત અલ્પબહુત્વ જણાવેલ છે, જેની સ્થાપના અમે અહીં બતાવેલ નથી, સુગમ છે. વૃત્તિ જોઈ લેવી. - ૪ - ૪ - એ પ્રમાણે બંધદ્વાર કહ્યું. હવે પુદ્ગલદ્વાર કહે છે
-
પદ-૩-દ્વાર-૨૬- “પુદ્ગલ”
૧૫૮
સૂત્ર-૨૫ ઃ
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં પુદ્ગલો ત્રણ લોકમાં છે, તેનાથી ઉર્ધ્વલોકતીછલિોકમાં અનંતગણાં છે, તેનાથી અધોલોકતીછલિોકમાં વિશેષાધિક છે, તેથી તિર્થાલોકમાં અસંખ્યાતગણાં છે, તેનાથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણાં છે, તેથી અધૌલોકમાં વિશેષાધિક છે.
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં પુદ્ગલો ઉર્ધ્વ દિશામાં છે, અધોદિશામાં વિશેષાધિક છે, ઈશાનમાં નૈઋત્યમાં અસંખ્યાતગણાં અને બંને વિદિશામાં પરસ્પરતુલ્ય, તેથી અગ્નિ અને વાયવ્યમાં બંને સ્થાને સરખા અને વિશેષાધિક, પૂર્વમાં અસંખ્યાતા પશ્ચિમમાં દક્ષિણમાં, ઉત્તરમાં અનુક્રમે વિશેષાધિક છે.
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં દ્રવ્યો ત્રિલોકમાં, ઉર્ધ્વલોક તીંછલિોકમાં અનંતગણા, અધોલોકતીલોકમાં વિશેષાધિક, ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણાં, અધોલોકે અનંતગણા, તિલિોકે સંખ્યાતગણા.
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં દ્રવ્યો અધોદિશામાં, ઉર્ધ્વ દિશામાં અનંતગણાં, ઈશાન અને નૈઋત્ય બંનેમાં તુલ્ય અને અસંખ્યાતગણાં, અગ્નિ અને વાયવ્યમાં બંનેમાં તુલ્ય અને વિશેષાધિક, પૂર્વમાં અસંખ્યાતગણાં, પશ્ચિમદક્ષિણ-ઉત્તરમાં ક્રમશઃ વિશેષાધિક.
• વિવેચન-૨૯૫ :
આ પુદ્ગલોનું અાબહુત્વ દ્રવ્યાપિણાને આશ્રીને સમજવું. કેમકે તેવી પરંપરા છે. તેમાં ક્ષેત્રાનુસાર વિચારતાં ત્રિલોક સ્પર્શી પુદ્ગલો સૌથી થોડાં છે, - x - કેમકે અચિત્ત મહાકંધો જ ત્રિલોક વ્યાપી છે. તેથી ઉર્ધ્વલોક તીછલોકમાં અનંતગણાં છે,