________________
૩/-/૨૪/૨૯૧
સંખ્યાતગણાં, અધોલોકમાં સંખ્યાતગણાં, તીછલિોકમાં અસંખ્યાતગણાં છે.. અપર્યાપ્તાનો આલાવો ઔધિકની માફક કહેવો... ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં પંચેન્દ્રિય પર્યાપ્તા ઉર્ધ્વલોકમાં, ઉર્ધ્વલોકીછલોકમાં અસંખ્યાતગણાં, ત્રિલોકમાં સંખ્યાતગણાં, અધોલોકતીછલોકમાં સંખ્યાતગણાં, અધોલોકમાં સંખ્યાત તીછલિોકમાં અસંખ્યાત
• વિવેચન-૨૯૧ :
૧૫૫
ક્ષેત્રની અપેક્ષાએ વિચારતા સૌથી થોડાં પંચેન્દ્રિયો ત્રણ લોકને સ્પર્શનારા છે કેમકે અધોથી ઉર્ધ્વલોકમાં અને ઉર્ધ્વથી અધોલોકમાં બાકીની કાયાવાળા પંચેન્દ્રિયાયુો અનુભવ કરવા ઈલિકાગતિથી ઉત્પન્ન થાય છે. વળી “ x - આ બંને લોકમાંના કોઈપણ કાયપણે ઉત્પન્ન થવાની ઈચ્છાવાળા મરણ સમુદ્દાત કરી ઉત્પત્તિ સ્થાન સુધી આત્મપ્રદેશ વિસ્તારી હજી પંચેન્દ્રિયાયુનો અનુભવ કરે છે તે ત્રણે લોકમાં સ્પર્શનારા છે, તે થોડાં છે.
તેનાથી ઉર્ધ્વલોક-તીર્થાલોકમાં અસંખ્યાતગણાં છે કેમકે ઘણાં જીવોના ઉપજવા તથા સમુદ્દાત વડે બે પ્રારને સ્પર્શે છે. તેનાથી અધોલોક તીછલોકમાં સંખ્યાતગણાં છે, કેમકે તેને અત્યંત ઘણાં જીવો ઉક્ત રીતે સ્પર્શે છે. તેનાથી અધોલોકમાં સંખ્યાતગણાં છે. કેમકે વૈમાનિક દેવો કરતાં સંખ્યાતગણાં નાસ્કો ત્યાં રહે છે. તેનાથી તીર્થાલોકમાં અસંખ્યાતગણાં છે. - x - x - એ પ્રમાણે અપર્યાપ્તા પંચેન્દ્રિયો પણ કહેવા.
પર્યાપ્ત પંચેન્દ્રિયોમાં ક્ષેત્ર અપેક્ષાએ સૌથી થોડાં ઉર્ધ્વલોકમાં કેમકે પ્રાયઃ ત્યાં વૈમાનિક છે. તેનાથી ઉર્ધ્વલોક તીલિોકમાં અસંખ્યાતગણાં કેમકે જ્યોતિકો નજીક છે. જ્યોતિષ્ઠાશ્રિત ક્ષેત્રમાં વ્યંતર, પંચેન્દ્રિય તિર્યંચો, વૈમાનિકાદિ ગમનાગમન કરતા તે બે પ્રારને સ્પર્શે છે. તેનાથી ત્રણ લોકમાં સ્પર્શનારા સંખ્યાતગણાં છે -
અધોલોકવાસી ભવનપતિ, વ્યંતરાદિ ત્રણે વૈક્રિય સમુદ્દાત કરતા તથાવિધ પ્રયત્નથી આત્મપ્રદેશને ઉર્ધ્વલોકમાં વિસ્તારતા ત્રણે લોકને સ્પર્શે છે. તેનાથી અધોલોકતીતિલોકમાં સંખ્યાતગણાં કેમકે ઘણાં વ્યંતરોને સ્વસ્થાન નજીક છે, તીાિંલોકમાં ભવનપતિ, ઈત્યાદિ અન્ય દેવો અધોલૌકિક ગ્રામોમાં ગમનાગમન કરે છે - x - ઈત્યાદિ કારણે આ બે પ્રતરને સ્પર્શે છે. તેનાથી અધોલોકમાં સંખ્યાતગણાં, કેમકે વૈરયિક, ભવનપતિ ત્યાં રહે છે. તેનાથી તીલોકમાં અસંખ્યાતગણાં છે. કેમકે પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યો, અંતરાદિનું સ્વસ્થાન છે.
હવે એકેન્દ્રિય ભેદોમાં પૃથ્વીકાયિકાદિનું અલ્પબહુત્વ - સૂત્ર-૨૯૨ :
ક્ષેત્રની અપેક્ષાઓ સૌથી થોડાં પૃથ્વીકાયકો ઉર્ધ્વલોક-તીછલિોકમાં છે, અધોલોક તીછલોકમાં વિશેષાધિક છે. તીછલિોક-ત્રિલોક-ઉર્ધ્વલોકમાં અનુક્રમે અસંખ્યાતગણાં અધોલોકમાં વિશેષાધિક છે. અપયતા અને યતા પૃથ્વીકાયના બંને આલાવા ઔઔધિક પૃથ્વીકાય માફક જ જાણવા.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં કાયિકો ઉર્ધ્વલોક-તીછલિોકમાં છે, અધોલોકીછલોકમાં વિશેષાધિક, તીછલિોક-ત્રિલોક-ઉર્ધ્વલોકમાં અનુક્રમે અસંખ્યાતગણાં, અધોલોકમાં વિશેષાધિક છે. અપતા અને પર્યાપ્તતા અકાયિક સૂત્રો એ પ્રમાણે જ જાણવા.
તેઉકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એ ત્રણેના સામાન્ય, અપર્યાપ્તતા, પર્યાપ્તતા એ ત્રણે સૂત્રો અકાયવત્ જ જાણવા.
• વિવેચન-૨૯૨ :
૧૫૬
આ પંદર સૂત્રો [પૃથ્વીકાયિકાદિ પાંચે કાયના ત્રણ-ત્રણ સૂત્રો પૂર્વે કહેલા એકેન્દ્રિયના સૂત્રવત્ કહેવા. હવે ઔધિક પ્રસકાય અને અપર્યાપ્તા, પર્યાપ્તા પ્રસકાયના સૂત્રો કહે છે.
* સૂત્ર-૨૯૩ :
મને આશ્રીને સૌથી થોડાં ત્રસકાયિકો ત્રિલોકમાં છે, ઉર્ધ્વલોકતીછલિોક અસંખ્યાતગણાં, અધોલોકતીછલિોકમાં સંખ્યાતગણાં, ઉર્ધ્વલોકમાં સંખ્યાતગણાં, અધોલોકમાં સંખ્યાતગણાં, તીછલિોકમાં અસંખ્યાતગણાં છે. આ પ્રમાણે જ અપર્યાપ્તા અને પર્યાપ્તતા બંને કાયિકોના સૂત્રો જાણવા.
• વિવેચન-૨૪૩ :
પંચેન્દ્રિયસૂત્રવત્ આ સૂત્ર કહેવું. હવે બંધદ્વાર કહે છે –
પદ-૩-, દ્વારા-૨૫, “બંધદ્વાર” છુ
* સૂત્ર-૨૯૪ ઃ
ભગવન્ ! આ આયુકર્મ બંધક, અબંધક, પર્યાપ્તતા, અપચાિ, સુપ્ત, જાગ્રત, સમવહત, અસમવહત, સાતાવેદક, આસાતાવેદક, ઈન્દ્રિયોપયુક્ત, નૌઈન્દ્રિયોપયુક્ત, સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષ છે ?
ગૌતમ! સૌથી થોડાં જીવો આયુકર્મબંધક, અપર્યાપ્તા સંખ્યાતગણાં, સુપ્ત સંખ્યાતગણાં, સમવહત અસંખ્યાતગણા, સાતા વેદક સંખ્યાતગણા, ઈન્દ્રિયોપયુક્ત સંખ્યાતગણાં, અનાકારોપયુત સંખ્યાતગણમાં, સાકારોપયુક્ત સંખ્યાતગણાં, નૌઈન્દ્રિયોપયુક્ત વિશેષ અધિક છે, અસાતાવૈદક વિશેષાધિક, અસમવહતવિશેષાધિક, જાગૃત વિશેષાધિક, પર્યાપ્તતા વિશેષાધિક, આયુકર્મબંધક વિશેષાધિક છે.
• વિવેચન-૨૯૪ :
આયુકર્મબંધક આદિનું અલ્પબહુત્વ - પહેલાં પ્રત્યેકનું અલ્પબહુત્વ કહીએ છીએ, જેથી સમુદાયનું સુખેથી સમજાય.
સૌથી થોડાં આયુકર્મબંધક છે, તેથી અબંધક સંખ્યાતગણાં છે, કેમકે વર્તમાન