________________
3/-]૨૪/૨૮૭
સંખ્યાતગણું છે અને સ્વસ્થાન છે.
હવે મનુષ્ય સ્ત્રી-ક્ષેત્રાનુસાર સૌથી થોડી મનુષ્યસ્ત્રી ત્રિલોકને સ્પર્શનારી છે. યુક્તિ પૂર્વવત્. તેનાથી ઉર્ધ્વલોક તીઈલોકમાં વર્તતી સ્ત્રીઓ સંખ્યાતગણી છે. યુક્તિ મનુષ્યવત્ - x · તેનાથી અધોલોક-પીછલોકમાં સંખ્યાતગણી છે. યુક્તિ મનુષ્યવત્ - ૪ - તેનાથી ઉર્ધ્વલોકમાં સંખ્યાતગણી છે. પૂર્વવત્ - x - તેનાથી તીછાં લોકમાં સંખ્યાતગણી છે. કેમકે ક્ષેત્ર સંખ્યાતગણું અને સ્વસ્થાન છે.
દેવગતિ આશ્રીને - ક્ષેત્રાનુસાર વિચારતા સૌથી થોડાં દેવો ઉર્ધ્વલોકમાં છે, કેમકે ત્યાં વૈમાનિક દેવો છે, તેઓ થોડાં છે, ભવન૫ત્યાદિ જિન જન્મ મહોત્સવે મેરુ પર્વતાદિએ જાય છે, તેઓ પણ થોડાં છે તેનાથી ઉર્ધ્વલોક-તીલોકમાં અસંખ્યાતગણાં છે. કેમકે જ્યોતિકોને નજીક છે, સ્વસ્થાન છે. ભવનપત્યાદિ મેરુ પર્વતાદિ ઉપર તથા સૌધર્માદિમાં ગયેલ સ્વસ્થાનમાં ગમનાગમન કરતા અને વૈમાનિકપણે ઉત્પન્ન થવાની યોગ્યતાવાળા છે અને દેવાયુષુ વેદતા ઉત્પત્તિ સ્થાન સુધી જાય છે. તેઓ પૂર્વોક્ત બે પ્રતરને સ્પર્શે છે. - ૪ - તેમનાથી ત્રિલોકને સ્પર્શનાર સંખ્યાતગણાં છે કેમકે ચારે
૧૫૧
પ્રકારના દેવો તયાવિધ પ્રયત્નથી વૈક્રિય સમુદ્દાત વડે ત્રણે લોકને સ્પર્શે છે ઈત્યાદિ
- ૪ - તેનાથી અધોલોક-તીછાં લોક નામે બે પ્રતરમાં વર્તતા સંખ્યાતગણાં છે કેમકે તે બે પ્રતર ભવનપતિ અને વ્યંતરોને સ્વસ્થાન છે. ઘણાં ભવનપતિ તીર્થા
લોકમાં ગમનાગમન વડે, મરણ પામતા વૈક્રિય સમુદ્દાત વડે સમવહત થયેલા તથા તીતિલોકમાં રહેનારા તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યો ભવનપતિપણે ઉત્પન્ન થતા બે પ્રતરને સ્પર્શે છે. તેનાથી અધોલોકમાં સંખ્યાતગણાં છે કેમકે ભવનપતિનું સ્વસ્થાન છે. તેથી તીર્કાલોકમાં સંખ્યાતગણાં છે, કેમકે તે જ્યોતિ અને વ્યંતરોનું સ્વસ્થાન છે. દેવીની અલ્પબહુત્વ દેવની જેમ કહેવું.
હવે ભવનપત્યાદિ વિશેષ વિષયનું પ્રતિપાદન કરે છે -
• સૂત્ર-૨૮૮ :
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં ભવનવાસી ઉર્ધ્વલોકમાં, ઉર્ધ્વતીછલિોકમાં અસંખ્યાતગણાં, ત્રિલોકમાં સંખ્યાતગણા, ધોલોકીછલિોકમાં અસંખ્યાતગણાં, તીછલિોકમાં અસંખ્યાતગણા, અધોલોકમાં અસંખ્યાતગણાં... ક્ષેત્રની અપેક્ષાએ ભવનવાસીની દેવીનું અલ્પબહુત્વ સૂત્રમાં કહેલ છે, તે ભવનવાસી દેવવત્ જાણવું.
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં વ્યંતર દેવો ઉર્ધ્વલોકમાં છે. ઉર્ધ્વલોકતીલોકમાં અસંખ્યાતગણાં, ત્રિલોકમાં સંખ્યાતગણાં, અધોલોકતીલોકમાં અસંખ્યાતગણાં, અધોલોકમાં સંખ્યાતગણાં, તી[લોકમાં સંખ્યાતગણાં છે... વ્યંતર દેવીનો આલાવો પણ વ્યંતર દેવની માફક જ જાણવો. જેમકે સૌથી થોડી ઉર્ધ્વલોકમાં આદિ.
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં જ્યોતિક દેવો ઉર્ધ્વલોકમાં, ઉર્ધ્વલોક
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તીલોકમાં અસંખ્યાતગણાં, ત્રિલોકમાં સંખ્યાતગણાં, અધોલોક તીઠ્ઠલોકમાં અસંખ્યાતગણાં, અધોલોકમાં સંખ્યાતગણાં, તીછલિોકમાં અસંખ્યાતગણાં છે. જ્યોતિકદેવીનો આલાવો જ્યોતિદેવની માફક જ જાણવો.
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં વૈમાનિકદેવો ઉર્ધ્વલોક-તીછલોકમાં છે, ત્રિલોકમાં સંખ્યાતણાં, અધોલોકતીછલિોકમાં સંખ્યાતગણાં, અધોલોકમાં સંખ્યાતગણાં, તીછલિોકમાં સંખ્યાતગણાં, ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણાં છે. વૈમાનિક દેવી પણ આ રીતે જાણવી.
• વિવેચન-૨૮૮ :
૧૫૨
ક્ષેત્રની અપેક્ષાએ ભવનવાસી દેવોમાં સૌથી ચોડાં ઉર્ધ્વલોકમાં છે. કેટલાંકે સૌધર્માદિમાં પૂર્વની મિત્રતાથી ગમન થાય છે. કેટલાંક તીર્થંકરજન્મ મહિમા નિમિત્તે મેરુ આદિએ જાય છે. કેટલાંક ક્રીડા નિમિત્તે ત્યાં જાય છે, તે બધાં થોડાં હોય છે. તેનાથી ઉર્ધ્વલોક તીર્કાલોકમાં અસંખ્યાતગણાં છે, કેમકે તીર્થાલોકવાસી ભવનવાસી વૈક્રિય સમુદ્ઘાત કરી બંને પ્રતરને સ્પર્શે છે તથા તીર્કાલોકના ભવનવાસી મરણસામુદ્ઘાત વડે ઉર્ધ્વલોકમાં સૌધર્માદિ કલ્પમાં બાદર પર્યાપ્ત પૃથ્વી-અદ્-વનસ્પતિકાયિક વડે મણિ આદિ શુભ સ્થાનમાં ઉપજવાના છે, પણ હજી સ્વભવાયુ અનુભવે છે. પણ પૃથ્વીકાયાદિ પરભવનું આયુ અનુભવતા નથી.
મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત બે પ્રકારના છે, કેટલાંક પરભવનું આયુ વેદે છે અને કેટલાંક વેદતા નથી. અહીં ભગવતીજીની સાક્ષી મૂકી છે. - ૪ - ૪ - જે પોતાના ભવનું આયુ વેદે છે, તે ભવનવાસી જ કહેવાય. તેઓ ઉત્પત્તિ સ્થાન સુધી આત્મપ્રદેશને વિસ્તારે છે, તથા ઉર્ધ્વ લોકમાં જવા-આવવાથી અને બે પ્રતર પાસે તેમનું ક્રીડા સ્થાન હોવાથી ઉક્ત બે પ્રતરને સ્પર્શે છે, તેથી અસંખ્યાતગણાં કહ્યા.
તેનાથી ત્રિલોકસ્પર્શી સંખ્યાતગણાં છે, કેમકે જે ઉર્ધ્વલોકવાસી તિર્યંચે પંચેન્દ્રિય ભવનપતિપણે ઉપજવાના છે અને જે સ્વસ્થાને વૈક્રિય કે મરણ સમુદ્દાત વડે સમવહત થાય છે, તે ત્રિલોકને સ્પર્શે છે. માટે સંખ્યાતગણાં છે - x - તેનાથી અધોલોક તીર્છાલોક્વર્તી ભવનપતિ સંખ્યાતગણાં છે. સ્વસ્થાન નજીક હોવાથી અને તી[લોકમાં ગમનાગમનથી, સ્વસ્થાને ક્રોધાદિ સમુદ્દાત પ્રાપ્ત થતાં ભવનપતિઓ પૂર્વોક્ત બે પ્રતરને સ્પર્શે છે.
તેનાથી તીર્થાલોકમાં અસંખ્યાતગણાં છે કેમકે સમોસરણમાં વંદનાદિ નિમિત્તે કે ક્રીડાર્થે આવવાનો સંભવ છે. તેનાથી અધોલોકમાં અસંખ્યાતગણાં છે, કારણ કે અધોલોક એ ભવનવાસીનું સ્વસ્થાન છે. આ રીતે ભવનવાસીદેવીનું જાણવું.
હવે વ્યંતરનું અલ્પબહુત્વ - ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં વ્યંતર ઉર્ધ્વલોકમાં, કેમકે કેટલાંક વ્યંતર મેરુના પંડકવનાદિમાં હોય છે. તેનાથી ઉર્ધ્વલોકતીછલોકમાં અસંખ્યાતગણાં છે, કેમકે કેટલાંકને બંને પ્રતર પોતાના સ્થાનમાં આવી જાય છે, કેટલાંકને નજીક છે, કેટલાંક ગમનાગમનથી ત્યાં સ્પર્શે છે - x - તેનાથી ત્રિલોકમાં