________________
૩|-|૨૨,૨૩/૨૮૪,૨૮૫
અનંતગુણ, તેથી સર્વદ્રવ્યો વિશેષાધિક છે, કેમકે તેમાં જીવાદિ બધાં દ્રવ્યો નાંખતા કંઈક અધિક થાય છે. તેથી સર્વ પ્રદેશો અનંતગણાં છે, કેમકે આકાશ અનંત છે. તેથી સર્વે પર્યાયો અનંતગુણ છે, કેમકે એક આકાશપ્રદેશમાં અનંત અગુરુલઘુ
પર્યાયો છે.
દ્વાર-૩, પદ-૨૪-ક્ષેત્રદ્વાર”
૧૪૭
• સૂત્ર-૨૮૬ ઃ
ક્ષેત્રની અપેક્ષાઓ સૌથી થોડાં જીવો ઉર્ધ્વલોક-તિછલિોકમાં છે, અધોલોક
તિછલિોકમાં વિશેષાધિક છે, તિછલિોકમાં અસંખ્યાતગણાં, ત્રલોકમાં અસંખ્યાતગણાં છે, ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણાં, અધોલોકમાં વિશેષાધિક છે. • વિવેચન-૨૮૬ ઃ
ક્ષેત્રાનુસાર - સૌથી થોડાં જીવો ઉર્ધ્વલોક-તિલિોકમાં છે, અહીં ઉર્ધ્વલોકનું સૌથી નીચેનું આકાશપતર, તિતિલોકનું સૌથી ઉપરનું આકાશપતર તે ઉર્ધ્વલોકતિતિલોક છે. ચૌદરાજ પ્રમાણ સર્વલોકના ત્રણ વિભાગ - ઉર્ધ્વ, તિર્છા, અધોલોક. તે વિભાગ સુચક પ્રદેશોથી થાય. રુચપ્રદેશ નીચે ૯૦૦ અને ઉપર ૯૦૦ યોજન તે તિતિલોક. તિર્થાની નીચે તે અધોલોક, ઉપર તે ઉર્ધ્વલોક. સાત રાજ પ્રમાણથી કંઈક ન્યૂન ઉર્ધ્વલોક, કંઈક અધિક તે અધોલોક,
ટુચકની સમભૂતળ પૃથ્વીથી ૯૦૦ યોજન જઈને જે જ્યોતિશ્વકની ઉપર તિર્કાલોકનું એક પ્રદેશાત્મક આકાશપતર તે વિલિોકપ્રતર, ઉપરનું એક પ્રદેશાત્મક આકાશપતર તે તિછાિંલોકપ્રતર, ઉપરનું એક પ્રદેશાત્મક તે ઉર્ધ્વલોક પ્રતર. તે બંને તે ઉર્ધ્વલોક-તિર્થાલોક કહેવાય, તે અનાદિ પ્રવચન પરિભાષા છે. ત્યાં રહેતા જીવો સૌથી થોડાં છે. કેમકે જેઓ ઉર્ધ્વથી તિલિોકમાં અને તિર્છાથી ઉર્ધ્વલોકમાં ઉપજે, તે બંને પ્રતરને સ્પર્શે છે. તે સિવાય બીજા કેટલાંક જીવો, જે ત્યાં રહીને બંને પ્રતસ્નો આશ્રય કરે છે, તેઓ જ આ બે પ્રતરમાં રહેનારા છે. પણ ઉર્ધ્વથી અધોલોકમાં ઉપજતાની અહીં ગણના ન કરવી. કેમકે તેઓ બીજા સૂત્રનો વિષય થાય છે. - ૪ - (પ્રશ્ન) ઉર્ધ્વલોકમાં રહેલા સર્વ જીવોનો અસંખ્યાતમો ભાગ નિરંતર મરણ પ્રાપ્ત હોય છે, તેઓ તીર્થાલોકમાં ઉપજતા ઉપરોક્ત બે પ્રતરને સ્પર્શે છે, તો એવા જીવો થોડા કેમ કહેવાય ? આ શંકા અયુક્ત છે. કેમકે વસ્તુતત્ત્વના અપરિજ્ઞાનથી થઈ છે. ઉક્ત મરણ પ્રાપ્ત જીવો માત્ર તીર્થાલોકમાં નથી ઉ૫જતા, પણ અધો અને ઉર્ધ્વલોકમાં પણ ઉપજે છે, તેથી ઉક્ત જીવો થોડાં જ છે.
તેનાથી અધોલોક-વીલોકના જીવો વિશેષાધિક છે. અહીં અધોલોકના ઉપરનું એક પ્રદેશવાળું આકાશપ્રદેશ પ્રતર અને તીર્થાલોકનું નીચેનું તેવું પ્રતર, તે બંને અધોલોકતીઈલોક કહેવાય છે. કેમકે તેવું પ્રવચનમાં પ્રસિદ્ધ છે. તેમાં વિગ્રહગતિથી અથવા ત્યાં રહેવા વડે તે બંને પ્રતરોમાં વર્તે છે. તેઓ વિશેષાધિક છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ જેઓ અધોલોકથી તીર્છામાં અને તીખ઼લોકથી અધોમાં ઈલિકા ગતિથી ઉપજે છે, તેઓ ઉક્ત બંને પતરોને સ્પર્શે છે અને જે ત્યાં રહેલા છે, તે પણ બે પ્રતનો આશ્રય કરે છે. તે બંનેને ઉપરના પ્રતરમાં રહેનારા કહેવાય છે. પણ જે અધોલોકથી ઉર્ધ્વમાં ઉપજે છે, તેમને ગ્રહણ ન કરવા - ૪ - ૪ -
તેનાથી તીર્થાલોકમાં રહેલા જીવો અસંખ્યાતગણા છે, કેમકે ઉક્ત બંને ક્ષેત્ર કરતા તિલિોકનું ક્ષેત્ર અસંખ્યાતગણું છે. તેનાથી ત્રણે લોકને સ્પર્શતા જીવો અસંખ્યાતગણાં છે. અહીં જેઓ માત્ર ઉર્ધ્વ, અધો કે તીર્થાલોકમાં રહે છે, જેઓ વક્રગતિથી ઉર્ધ્વ અને તીર્કાલોકને સ્પર્શે છે, તેની ગણના ન કરવી, પણ વિગ્રહગતિ પ્રાપ્ત જે ત્રણે લોકને સ્પર્શે છે, તે ગ્રહણ કરવા કેમકે આ સૂત્ર વિશેષાર્થનો વિષય છે. તીર્કાલોકવર્તીથી તે અસંખ્યાત ગણાં જ છે. તે આ રીતે – અહીં ઘણાં સૂક્ષ્મ નિગોદો ઉર્ધ્વ અને અધોલોકમાં મરણ પામે છે. પણ જે સૂક્ષ્મ નિગોદો તિર્થાલોકમાં મરણ પામી અધો, ઉર્ધ્વ કે તે જ તીર્કાલોકમાં ઉત્પન્ન થાય છે. તેઓ ત્રણ લોકને સ્પર્શતા નથી, માટે તેઓ આ સૂત્રનો વિષય નથી. - ૪ - કેટલાંક મરણ પામીને સ્વસ્થાને ઉપજે છે.
૧૪૮
તેનાથી અસંખ્યાતગણાં અધોલોકમાં રહેલા ઉર્ધ્વ લોકમાં અને ઉર્ધ્વલોકમાં રહેલા અધોલોકમાં ઉત્પન્ન થાય છે. તેઓ તે પ્રકારે ઉત્પન્ન થતાં ત્રણે લોકને સ્પર્શે છે માટે અસંખ્યાત ગણા છે. [પ્રશ્ન] ઘણાં જીવો હંમેશાં વિગ્રહગતિ પ્રાપ્ત હોય છે. એ કઈ રીતે જાણી શકાય ? યુક્તિથી. જે પૂર્વે સ્થાનપદમાં કહ્યું છે. “અપર્યાપ્તા અનંતગણાં છે, તેથી પર્યાપ્તા સંખ્યાતગણા છે” એ પ્રમાણે અપર્યાપ્તા ઘણાં છે કેમકે પર્યાપ્તા તેનાથી સંખ્યાતગણાં જ છે. - ૪ - ઘણાં અપર્યાપ્તા તો અંતરાલગતિમાં વર્તતા હોય છે. તેથી ત્રણ લોકનો સ્પર્શ કરનારા જીવો કરતાં ઉર્ધ્વલોકમાં રહેલા જીવો અસંખ્યાતગણાં હોય છે. કેમકે ઉપજવાનું ક્ષેત્ર ઘણું મોટું છે અને તેના અસંખ્યાતા જીવોની જ ઉર્તના થાય છે.
તેનાથી અધોલોકમાં રહેલ જીવો વિશેષાધિક છે, કેમકે ઉર્ધ્વલોકના ક્ષેત્રથી અધોલોકનું ક્ષેત્ર વિશેષાધિક છે. • x -
• સૂત્ર-૨૮૭ :
ક્ષેત્રને આશ્રીને સૌથી થોડાં નૈરયિકો ત્રણ લોકમાં છે, અધોલોક
તીછલિોકમાં અસંખ્યાતગણાં, ધોલોકમાં અસંખ્યાતગણાં,
ક્ષેત્રને આશ્રીને સૌથી થોડાં તિર્યંચયોનિકો ઉર્ધ્વલોક-તીંછલિોકમાં, ધોલોક તીછલિોકમાં વિશેષાધિક, તીછલિોકમાં અસંખ્યાતગણાં, ત્રિલોકમાં અસંખ્યાતગણાં, ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણાં, અધોલોકમાં વિશેષાધિક છે.
ક્ષેત્રને આશ્રીને સૌથી થોડી તિય સ્ત્રીઓ ઉર્ધ્વલોકમાં છે, ઉર્ધ્વલોકતીલોકમાં અસંખ્યાતગણાં, ત્રિલોકમાં સંખ્યાતગણાં, અધોલોક-તીલોકમાં સંખ્યાતગણાં, ધોલોકમાં સંખ્યાતગણાં, તીક્ર્મલોકમાં સંખ્યાતગણાં છે.