________________
૩૬/-|-|૬૨૧
આંગળ પ્રમાણ આત્મપ્રદેશો ઘનરૂપે થાય છે.
તે પ્રમાણે ભાષ્યકાર કહે છે – ત્યારપછી પહેલાં સમયમાં ઉત્પન્ન થયેલાં સૂક્ષ્મ પનકનો જે જઘન્ય કાયયોગ છે તેથી અસંખ્યાતગુણ હીન કાયયોગને એક એક
સમયે રોકતો અને શરીરના ત્રીજા ભાગનો ત્યાગ કરતો અસંખ્યાતા સમયોમાં કાયયોગનો નિરોધ કરે છે.
કાયયોગના નિરોધ કાળે છેલ્લા અંતર્મુહૂર્તો વેદનીયાદિ ત્રણ કર્મમાં પ્રત્યેક કર્મની સ્થિતિ સર્વ અપર્વતના કરણ વડે ઘટાડી, ગુણ શ્રેણિના ક્રમ વડે કર્મપ્રદેશોની રચનાવાળી અયોગી અવસ્થાના કાળ પ્રમાણ કરે છે તે આ પ્રમાણે –
પહેલી સ્થિતિમાં થોડાં પ્રદેશો હોય છે, બીજી સ્થિતિમાં તેથી અસંખ્યાતગણાં પ્રદેશો હોય છે, ત્રીજી સ્થિતિમાં તેથી અસંખ્યાતગણાં પ્રદેશો હોય છે. એ પ્રમાણે ચરમસ્થિતિ સુધી જાણવું. તેની સ્થાપનાની આકૃતિ વૃત્તિમાં બતાવી છે.
એ પહેલાં સમયે બનેલા દલિકોની ગુણશ્રેણિઓ છે. એમ પ્રતિસમય ગ્રહણ કરેલાં દલિકની બનેલી ત્રણ કર્મમાં પ્રત્યેકની અસંખ્યાતી ગુણ શ્રેણીઓ જાણવી. કેમકે અંતર્મુહૂર્તના સમય અસંખ્યાતા છે. આયુષ્યની સ્થિતિ જે પ્રકારે બાંધી છે તેવી જ રહે છે અને તેની ગુણ શ્રેણીના ક્રમથી વિપરીત ક્રમવાળી દલિકની રચના જાણી–
૨૧૯
આ બધો મનોયોગાદિનો નિરોધ મંદબુદ્ધિવાળાને સુખપૂર્વક બોધ થવા માટે આચાર્યએ સ્થૂળ દૃષ્ટિથી વર્ણવેલ છે. જો સૂક્ષ્મદૃષ્ટિથી તેનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા થાય તો પંચસંગ્રહની ટીકા જોવી. તેમાં અત્યંત સૂક્ષ્મપણે વિસ્તારથી તેનું સ્વરૂપ
વર્ણવેલ છે. અહીં ગ્રંથ વિસ્તારના ભયથી અમે કહેલ નથી.
તે પ્રસ્તુત કેવળજ્ઞાની આ હમણાં કહેલાં ઉપાય-ઉપાયના પ્રકાર વડે ઈત્યાદિ બધું સુગમ છે. ચાવત્ અયોગીપણાને પ્રાપ્ત કરે છે. એટલે અયોગીપણાની પ્રાપ્તિને સન્મુખ થાય છે, એ ભાવાર્થ છે.
અયોગીપણાની પ્રાપ્તિને સન્મુખ થઈને થોડાં કાળમાં શૈલેશીને પ્રાપ્ત કરે છે. કેટલા કાળ પ્રમાણ શૈલેશી છે ? સૂત્રકાર કહે છે – હ્રસ્વ પાંચ અક્ષરના ઉચ્ચારણ કાળ પ્રમાણ છે તાત્પર્ય એ છે કે અતિ શીઘ્રપણે નહીં તેમ અતિ વિલંબે નહીં પણ મધ્યમ પ્રકારે જેટલા કાળે પુત્ર પણ ન મ એવા પ્રકારના પાંચ હ્રસ્વાક્ષરો ઉચ્ચારાય તેટલા કાળ પ્રમાણ છે.
-
એટલો કાળ કેટલો સમય પ્રમાણ છે? અસંખ્યાતા સમય પ્રમાણ છે. તે
અસંખ્યાતા સમયનું પ્રમાણ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવું. તે જણાવવા માટે કહે છે – અંતર્મુહૂર્ત પ્રમાણ શૈલેશીને પ્રાપ્ત કરે છે.
શીન - ચારિત્ર અને તે અહીં નિશ્ચયનયના મતે સર્વ સંવરરૂપ ગ્રહણ કરવું, કારણ કે તે સૌથી ઉત્તમ છે. તેનો સ્વામી, તેની અવસ્થા તે શૈલેશી છે. તે વખતે વ્યવચ્છિન્નક્રિય અપ્રતિપાતી શુક્લધ્યાન ઉપર આરૂઢ થાય છે. કહ્યું છે કે -
-
શીલ એટલે સમાધિ, તે સર્વ સંવરરૂપ જાણવી, તેનો જે
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
સ્વામી તેની અવસ્થા તે શૈલેશી છે.
શૈલેશીને પામેલો જેટલા કાળમાં પાંચ હ્રસ્વાક્ષરો મધ્યમ પ્રકારે ઉચ્ચારાય તેટલો કાળ રહે છે.
૨૨૦
કાયયોગના રોધના પ્રારંભથી સૂક્ષ્મક્રિય અનિવૃત્તિ ધ્યાન હોય છે. શૈલેશીના કાળમાં વ્યવચ્છિન્નક્રિય અપ્રતિપાતી ધ્યાન હોય છે.
કેવળ શૈલેશીને પ્રાપ્ત કરે છે, એમ નહીં, પણ પૂર્વે ચેલી ગુણશ્રેણીવાળા કર્મને અનુભવવા પ્રાપ્ત કરે છે એટલે પૂર્વ કાયયોગના નિરોધમાં છેલ્લા અંતર્મુહૂર્તમાં પૂર્વે જેનું સ્વરૂપ બતાવેલ છે એવી ગુણ શ્રેણી જેની રચેલી છે એવા કર્મને અનુભવવાને પ્રાપ્ત કરે છે. તે પછી શું કરે ?
તે શૈલેશીના કાળમાં વર્તતો પૂર્વે રચેલ અસંખ્યાત ગુણશ્રેણી વડે પ્રાપ્ત થયેલ ત્રણ કર્મના જુદા જુદા પ્રતિસમય અસંખ્યાતા કર્મ સ્કંધોને વિપાકથી અને પ્રદેશથી વેદવા વડે તેની નિર્જરા કરતો છેલ્લા સમયે વેદનીય, આયુ, નામ, ગોત્ર એ ચાર કર્મના ભેદોનો એક સાથે ક્ષય કરે છે.
એક સાથે ક્ષય કર્યા પછીના સમયે ઔદારિક, વૈજસ, કાર્મણરૂપ ત્રણ શરીરનો સર્વ પ્રકારે ત્યાગ કરવા વડે ત્યાગ કરે છે અર્થાત્ સર્વ પ્રકારે ત્યાગ કરે છે. તાત્પર્ય એ છે કે જેમ પૂર્વે શરીરનો દેશથી ત્યાગ કરતો હતો તેમ ત્યાગ કરતો નથી, પણ સર્વ પ્રકારે ત્યાગ કરે છે.
કહ્યું છે કે – ઔદાકિાદિ શરીરને સર્વ પ્રકારના ત્યાગ વડે ત્યાગ કરે છે, એમ જે કહ્યું તે નિઃશેષપણે ત્યાગ કરવાને કહ્યું છે, પણ પૂર્વે દેશત્યાગ વડે ત્યાગ કરતો હતો તેમ નહીં. ત્યાગ કરીને કોશબંધનો ત્યાગ કરવારૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષથી એરંડ ફળની માફક કર્મબંધના ત્યાગરૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલા સ્વભાવ વિશેષથી ઉપરના લોકાંતે જઈને સિદ્ધ થાય છે. કહ્યું છે –
જેમ બંધનના વિચ્છેદ વડે પ્રેરિત એરંડ ફળ જાય છે તેમ કર્મબંધનના છંદ વડે પ્રેરિત થયેલ સિદ્ધ પણ જાય છે.
કેવી રીતે? અવિગ્રહગતિ વડે એક સમયે સમયાંતર અને પ્રદેશાંતરને ન સ્પર્શ કરતો ઋજુ શ્રેણીને પ્રાપ્ત થયેલો જાય છે. તાત્પર્ય એ છે કે જેટલા પોતાના આકાશ પ્રદેશોમાં અહીં અવગાઢ છે, તેટલાં જ પ્રદેશોનો ઉપર પણ આશ્રય કરતો વિવક્ષિત સમયથી બીજા સમયને ન સ્પર્શતો ઉપર જાય.
આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે જેટલાં આકાશ પ્રદેશમાં જીવ રહેલો છે, તેટલી અવગાહના વડે ઉપર ઋજુગતિ વડે જાય છે. વક્ર જતો નથી. તેમ
બીજા સમયનો સ્પર્શ પણ કરતો નથી.
–
ભાષ્યકાર પણ કહે છે – ઋજુશ્રેણીને પ્રાપ્ત થયેલો અન્ય સમય અને બીજા પ્રદેશોનો સ્પર્શ ન કરતો, સાકાર ઉપયોગવાળો એક સમયમાં સિદ્ધ