________________
૩૬/-|-|૬૨૦
તેમજ પાર્શ્વવર્તી પીઠફલકાદિનું પ્રત્યર્પણ કરે છે, ત્યારબાદ યોગ નિરોધ કરે છે. સયોગી સિદ્ધ કેમ ન થાય ? કેમકે બંધનો હેતુ તે યોગ છે, તેથી તે સયોગી પરમ નિર્જરાનું કારણ પરમશુક્લ ધ્યાનને પ્રાપ્ત થતો નથી. તેથી કહે છે – • સૂત્ર-૬૨૧ :
૨૧૩
ભગવન્ ! તે પ્રકારે સયોગી સિદ્ધ થાય યાવત્ દુઃખનો અંત કરે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. તે પહેલાં જઘન્ય યોગવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાના મનોયોગની નીચે અસંખ્યાતગુણ હીન - ન્યૂન મનોયોગને રોકે છે. પછી તુરંત જઘન્ય યોગવાળા બેઈન્દ્રિય પર્યાપ્તાના વચનયોગની નીચે અસંખ્યાતગુણહીન બીજા વચનયોગનો રોધ કરે છે ત્યારપછી તુરંત જઘન્યયોગવાળા અપર્યાપ્તતા સૂક્ષ્મ પનક જીવના કાયયોગની નીચે અસંખ્યાતગુણ હીન કાયયોગનો રોધ કરે છે.
તે એ ઉપાય વડે - એ પ્રમાણે પહેલાં મનોયોગનો રોધ કરે છે, મનોયોગનો રોધ કરી વચનયોગનો રોધ કરે છે, વચનયોગનો રોધ કરી કાયયોગનો રોધ કરે છે.
કાયયોગનો રોધ કરી યોગ નિરોધ કરે છે. યોગ નિરોધ કરીને અયોગીપણું - યોગરહિતપણું પામે છે.
યોગરહિતપણું પામ્યા પછી થોડાં કાળમાં હૂરવ પાંચ અક્ષરના ઉચ્ચારણકાળ જેટલી અસંખ્યાતા સમયના અંતર્ મુહૂર્ત પ્રમાણ શૈલેશીને પ્રાપ્ત થાય છે અને પૂર્વે રચેલી ગુણ શ્રેણી જેની છે એવા કર્મને અનુભવવા પ્રાપ્ત થાય છે. તે શૈલેશી કાળમાં અસંખ્યાતી ગુણ શ્રેણી વડે અસંખ્યાતા કર્મ સ્કંધોનો ક્ષય કરે છે.
તે ક્ષય કર્યા પછી વેદનીય, આયુષ, નામ, ગોત્ર એ ચાર કર્મભેદોને એક સાથે ખપાવે છે. એક સાથે ખપાવી ઔદારિક, તૈસ, કાર્પણ શરીરનો સર્વ પ્રકારે ત્યાગ કરે છે.
તે ત્યાગ કર્યા પછી ઋજુશ્રેણીને પ્રાપ્ત થયેલો અસ્પૃશદ્ગતિ વડે એક સમયમાં અવિગ્રહગતિથી ઉર્ધ્વ-ઉંચે જઈને સાકાર ઉપયોગ સહિત સિદ્ધિપદને પામે છે, બોધ પામે છે અને ત્યાં જઈને સિદ્ધ થાય છે.
ત્યાં રહેલાં સિદ્ધો શરીરહિત, જીવપદેશ ધનવાળા, દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા, નિષ્ઠિતાર્થ, રજરહિત, પ રહિત, તિમિર રહિત અને વિશુદ્ધ એવા શાશ્વત અનાગતકાળ સુધી રહે છે.
ભગવન્ ! એમ કેમ કહો છો કે તેઓ ત્યાં રહેલાં સિદ્ધ અશરીરી, જીવનપ્રદેશ ઘનવાળા, દર્શન-જ્ઞાનના ઉપયોગ સહિત, કૃતાર્થ, કરજ રહિત, વિતિમિર, વિશુદ્ધ એવા શાશ્વત અનાગત કાળ પર્યન્ત રહે છે?
ગૌતમ ! જેમ અગ્નિથી બળેલા બીજને ફરીથી અંકુરની ઉત્પત્તિ થથી
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
નથી, એ પ્રમાણે સિદ્ધોને પણ કર્મરૂપી બીજ બળી જવાથી ફરીથી જન્મની ઉત્પત્તિ થતી નથી. તે હેતુથી હે ગૌતમ ! એમ કહું છું કે ત્યાં રહેલાં તે સિદ્ધો અશરીરી, જીવપદેશના ધનવાળા, દર્શન-જ્ઞાનના ઉપયોગ સહિત, કૃતાર્થ, કરજ રહિત, નિષ્કપ, વિતિમિર, વિશુદ્ધ હોય છે અને શાશ્ર્વત-અનાગત કાળ સુધી
રહે છે.
૨૧૮
સર્વ દુઃખોનો પાર પામેલા, જન્મ-જરા-મરણ અને કર્મના બંધનથી મૂકાયેલા એવા અવ્યાબાધ સુખને પ્રાપ્ત થયેલા અને સુખી શાશ્વત કાળ પર્યન્ત રહે છે. • વિવેચન-૬૨૧ :
ભગવન્! તે પ્રમાણે સયોગી સિદ્ધ થાય ? આદિ સુગમ છે. યોગ નિરોધ કરતો પહેલાં મનોયોગનો રોધ કરે છે, તે પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયના પ્રથમ સમયે જેટલાં મનોદ્રવ્ય અને જેટલો તેનો વ્યાપાર હોય તેથી અસંખ્યાતગણો ન્યૂન મનોયોગનો પ્રતિસમય રોધ કરતો અસંખ્યાતા સમયો વડે સર્વથા રોધ કરે છે.
કહ્યું છે કે – જઘન્ય ઉપયોગવાળા પર્યાપ્ત માત્ર સંજ્ઞીના જેટલાં મનોદ્રવ્યો હોય છે, અને જેટલો તેનો વ્યાપાર હોય છે, તેથી અસંખ્યાતગુણ હીન સમયે સમયે રોતો અસંખ્યાતા સમયોમાં મનનો સર્વથા રોધ કરે છે.
પ્રસ્તુત કેવલી યોગનો નિરોધ કરવાને ઈચ્છતો પહેલાં જઘન્ય યોગવાળા સંજ્ઞી પર્યાપ્તાના એટલે તેનો મનોયોગની નીચે અસંખ્યાતગુણ હીન સમયે સમયે
રોકતો અસંખ્યાતા સમયમાં સર્વથા પહેલાં મનોયોગનો રોધ કરે છે.
ત્યારબાદ મનોયોગને રોક્યા પછી જઘન્યયોગવાળા બેઈન્દ્રિય પર્યાપ્તાના વચનયોગની નીચેના વચનયોગને અસંખ્યાતગુણહીન સમયે સમયે રોકતો સર્વથા બીજા વચનયોગનો રોધ કરે છે.
આ સંબંધે ભાષ્યકાર કહે છે – પર્યાપ્ત માત્ર બેઈન્દ્રિયના જઘન્ય વચનયોગના જે પર્યાયો છે, તેથી અસંખ્યાત ગુણહીન વચનયોગને સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયે સર્વ વચનયોગનો નિરોધ કરે છે. તે વચનયોગ પછી તુરંત ઈત્યાદિ પૂર્વવત્ સમજવું.
પહેલા સમયમાં ઉત્પન્ન થયેલા અપર્યાપ્ત સૂક્ષ્મ પનક જીવનો એટલે જઘન્ય યોગવાળા સૌથી અલ્પ વીર્યવાળા સૂક્ષ્મ પનક જીવનો જે કાયયોગ છે, તેની નીચે અસંખ્યાતગુણ હીન કાયયોગને સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયે સમસ્તપણે ત્રીજા કાયયોગનો નિરોધ કરે છે.
તે કાયયોગનો નિરોધ કરતો સૂક્ષ્મક્રિય અપ્રતિપાતી શુક્લધ્યાનને પ્રાપ્ત થાય છે. તે ધ્યાનના સામર્થ્યથી મુખ અને ઉદરાદિના ખાલી ભાગને પૂરવા વડે શરીરના ત્રીજા ભાગના આત્મપ્રદેશો સંકુચિત થાય છે, એટલે શરીરના બેતૃતીયાંશ ભાગમાં આત્મપ્રદેશો ઘનરૂપે થાય છે. જેમકે સાત હાય પ્રમાણ શરીર હોય તો તેને ત્રીજો ભાગ બે હાથ અને આઠ અંગુલ સંકુચિત થાય છે અને ચાર હાથ અને સોળ