________________
૩૬/-/-/૬૨૧
થાય છે.
-
એ પ્રમાણે ઉપર જઈને શું કરે? સાકાર ઉપયોગી થઈને સિદ્ધ થાય - કૃતાર્થ થાય. સર્વ લબ્ધિઓ સાકારોપયોગીને થાય છે. કહ્યું છે જે કારણથી સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગ વાળાને પ્રાપ્ત થાય છે, તેથી અહીં સિદ્ધિલબ્ધિ પણ સાકાર ઉપયોગવાળાને ઉપજે છે. ત્યારપછી અનુક્રમે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. એ જ પ્રમાણે કેવળી સિદ્ધ થાય છે, તે પ્રમાણે પ્રતિપાદન કર્યુ.
હવે સિદ્ધો જેવા સ્વરૂપવાળા ત્યાં રહે છે તે પ્રકારે પ્રતિપાદન કરે છે – તેઓ હમણાં બતાવેલા ક્રમ વડે નિષ્પન્ન થયેલાં લોકાંતે સિદ્ધ હોય છે. ઔદાકિાદિ શરીર રહિત છે, કેમકે સિદ્ધપણાના પહેલા સમયે જ તેઓનો ત્યાગ કરેલો છે. નીયિત થયેલાં જીવ પ્રદેશોવાળા, કારણ કે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ધ્યાનની પ્રાપ્તિના સમયે જ તેના સામર્થ્યથી મુખ, પેટ વગેરે ખાલી ભાગો પૂરેલા છે. જીવના સ્વભાવથી જ દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા છે. કૃતાર્થ થયેલા છે, કેમકે કૃતકૃત્ય છે. કર્મરૂપી રજથી રહિત છે, કેમકે કર્મના બંધનો અભાવ છે. કંપરહિત છે કેમકે કંપક્રિયાના કારણનો અભાવ છે. અજ્ઞાનરહિત છે. કેમકે કર્મરૂપી તિમિરની વાસના દૂર થઈ છે. વિશુદ્ધ છે, કેમકે વિવિધ સમ્યગ્દર્શનાદિ માર્ગની પ્રાપ્તિ વડે શુદ્ધ થયેલા છે.
-
એવા પ્રકારના સિદ્ધો ત્યાં શાશ્વત અને ભાવિ સમસ્ત કાળ સુધી ત્યાં રહેલાં છે. અહીં જ મંદબુદ્ધિવાળાના બોધને માટે આક્ષેપ અને પરિહાર કહે છે • ભગવન્ ! તમે એમ શા હેતુથી કહો છો ? ઈત્યાદિ સુગમ છે. પરંતુ કર્મરૂપ બીજ-જન્મનું કારણ બળી જવાથી - નિર્મૂળ નાશ થવાથી ફરીથી જન્મની ઉત્પત્તિ થતી નથી. ફરીથી કર્મ કેમ ઉત્પન્ન ન થાય? રાગાદિના અભાવથી ન થાય. કેમકે રાગાદિ આયુષુ વગેરે કર્મનું કારણ છે, અને તે રાગાદિ તેઓને નથી. કેમકે પૂર્વે જ ક્ષીણમોહની અવસ્થામાં તેનો ક્ષય કર્યો છે. ક્ષીણ થયેલા રાગાદિ સહકારી કારણના અભાવથી ફરીથી પ્રગટ થતાં નથી. રાગાદિ ઉત્પત્તિમાં પરિણામી કારણ આત્મા છે અને સહકારી કારણ રાગાદિ મોહનીય કર્મ છે. ઉભય કારણથી ઉત્પન્ન થતું કાર્ય એક કારણના અભાવમાં હોતું નથી.
સિદ્ધોને રાગાદિ મોહનીય કર્મ નથી. કેમકે તેને પૂર્વે જ ધ્યાગ્નિ વડે ભસ્મસાત્ કર્યુ છે. એમ ન કહેવું કે અહીં પણ તે જ પ્રસંગ પ્રાપ્ત થશે, જેમ તે રાગાદિ મોહનીય કર્મ ફરીથી કેમ ઉત્પન્ન થતું નથી ? કેમકે કારણભૂત
સંક્લેશનો અભાવ છે - ૪ - વળી રાગાદિ મોહનીય કર્મરહિતને તેવા પ્રકારે સંક્લેશની ઉત્પત્તિ થતી નથી. માટે સંક્લેશના અભાવે રાગાદિ મોહનીય કર્મનો અભાવ છે અને તેના અભાવમાં ફરીથી રાગાદિની ઉત્પત્તિ થતી નથી - ૪ - ૪ - રાગાદિ અભાવે તેને યોગ્ય કર્મબંધ થતો નથી માટે તેના અભાવમાં તે અભાવ સર્વકાળ જાણવો અને તેથી - ૪ - ફરીથી જન્મની ઉત્પત્તિ નથી.
૨૨૧
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
કહ્યું છે જેમ બીજ અત્યંત બળી જવાથી અંકુરની ઉત્પત્તિ થતી નથી, તેમ કર્મરૂપી બીજ બળી જવાથી ભવાંકુર ઉગતો નથી. હવે ઉપસંહાર કહે છે
-
-
- એ જ મંગલભૂત સિદ્ધનું સ્વરૂપ શાસ્ત્રનો શિષ્યાદિ વંશ પરંપરાથી વિચ્છેદ ન થાય માટે અત્યંત મંગલરૂપ ઉપસંહારના બહાને કહે છે જેઓ સર્વ દુઃખને તરી ગયા છે. કેમકે જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ અને બંધનોથી મૂકાયેલા છે. એવા પ્રકારના તેઓ શાશ્વત - નિરંતર ભાવિ બધારહિત, કારણ કે રાગાદિ સુખનો બાધ કરવામાં સમર્થ છે, પણ તે રાગાદિ તેઓને નથી. એવા પરમ સ્વસ્થતા રૂપ સુખને પ્રાપ્ત થયેલા માટે સ્વાભાવિક સુખવાળા રહે છે.
૨૨૨
મુનિ દીપરત્ન સાગરે કરેલ પદ-૩૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
પ્રજ્ઞાપના સૂત્ર સટીક અનુવાદ પૂર્ણ
. =0
0—0
૦ ભાગ-૨૨-મો પુરો થયો ૦