________________
૩૬/-I-I૬૧૫ થી ૬૧૯
૨૧૧
માફક કરેલા કર્મક્ષયનો પણ કરી નાશ થવાનો સંભવ હોવાથી મોક્ષને વિશે પણ અશ્રદ્ધાનો પ્રસંગ પ્રાપ્ત થશે.
ઉત્તર : તે સત્ય નથી, કારણ કે – કૃતનાદાદિ દોષનો પ્રસંગ નથી. તે આ પ્રમાણે - અહીં જેમ પ્રતિદિન એક શેર ખોરાક ખાવા વડે ૧૦૦ વર્ષ ચાલે તેટલા ખોરાકને ભસ્મકવ્યાધિ વડે તેના સામર્થ્યથી થોડાં દિવસમાં બધો ખોરાક ખાઈ જવાથી કૃતનાશ દોષની પ્રાપ્તિ થતી નથી, તેમ વેદનીયાદિ કર્મનો પણ તયાવિધ શુભ અધ્યવસાયના અનુબંધથી ઉપકમ થવા વડે બધાંનો ઉપભોગ થવાથી કૃતનાશરૂપ દોષનો પ્રસંગ નથી. કેમકે બે પ્રકારે કર્મનો અનુભવ થાય છે - વિપાકથી અને પ્રદેશથી. તેમાં પ્રદેશથી બધાં કર્મો ભોગવાય છે. એવું કોઈ કર્મ નથી કે જે પ્રદેશથી અનુભવ કર્યા સિવાય ક્ષય પામે. તેથી શી રીતે કૃતનાશ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય?
વિપાકથી કોઈ કર્મ ભોગવાય છે, કોઈ કર્મ ભોગવાતું નથી, જે એમ ન હોય તો, એટલે બધું વિપાકથી જ ભોગવાય તો મોક્ષના અભાવનો પ્રસંગ થાય. તે આ પ્રમાણે - વિપાકાનુભાવ વડે જ બધું કર્મ ક્ષય કરવું જોઈએ એવો નિયમ હોય તો અસંખ્યાતા ભવોમાં તેવા પ્રકારના વિચિત્ર અધ્યવસાય વિશેષથી જે નરક ગત્યાદિ કર્મ બાંધ્યું હોય તેનો એક મનુષ્યાદિ ભવમાં વિપાક વડે અનુભવ ન થાય, કારણ કે તેવા પ્રકારના વિપાકાનુભાવનું નિમિત્ત પોત-પોતાનો ભવ હોય છે. તેથી અનુક્રમે પોતપોતાના ભવના નિમિત વડે વેચવામાં નાકાદિ ભવોના ચાસ્ત્રિના અભાવ વડે ઘણાં કર્મોનો ઉપયય થવાથી અને તેનો પણ પોતપોતાના ભવરૂપ નિમિત વડે અનુભવ કરવાનો હોવાથી ક્યાંથી મોક્ષ થાય ? તે માટે સર્વ કર્મનો વિપાકથી અનુભવ વિશે જાણવો અને પ્રદેશથી અવશ્ય ભોગવવું જોઈએ એમ માનવું. તેથી, કોઈપણ દોષ નથી.
પ્રશ્ન - એમ છતાં દીર્ધકાળ ભોગ્યપણે તે વેદનીયાદિ કર્મ બાંધેલું છે અને ઉપકમ વડે તેના પરિમાણ કરતાં થોડાં કાળમાં જ તેનો અનુભવ પ્રાપ્ત થાય છે. તો એ પ્રમાણે પણ કૃતનાશ દોષનો પ્રસંગ કેમ નથી ?
સમાધાન તે કથન પણ સત્ય નથી, કેમકે બંધ સમયે જ તેવા પ્રકારના અધ્યવસાયથી પ્રારંભમાં ઉપકમને યોગ્ય જ કર્મ તેણે બાંધેલું છે. વળી જિનવચનના પ્રામાણ્યથી પણ વેદનીય આદિ કર્મનો ઉપક્રમ જાણવો. એ સંબંધે ભાષ્યકાર કહે છે – કર્મના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ કહ્યા છે, તે દ્રવ્યાદિ – દ્રવ્ય, ફોગ, કાળ, ભાવ અને ભવ એ પાંચને આશ્રીને કહ્યા છે. માટે એથી પણ ઉપક્રમ થવો યુક્ત છે. એ પ્રમાણે મોક્ષના ઉપક્રમનું કોઈ કારણ નથી, જેથી તેમાં અવિશ્વાસનો પ્રસંગ પ્રાપ્ત થાય. જેમ મોક્ષા ઉપક્રમનો કોઈ પણ હેતુ નથી, તેમ છેલ્લા સૂત્રમાં કહેશે. તેથી જે કહ્યું છે કે વેદનીયાદિની માફક કરેલાં કર્મ ક્ષયનો પણ ફરી નાશ થવાનો સંભવ હોવાથી મોક્ષને વિશે શ્રદ્ધા થશે, એ પણ
(PROOF-1) (106) hayan-40\Book-40B
૨૧૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ યુક્તિયુક્ત નથી.
અહીં અન્ય પર્વપક્ષી શંકા કરે છે - જ્યારે વેદનીયાદિ કર્મ ઘણું વધારે હોય અને આયુ સૌથી થોડું હોય ત્યારે અધિક વેદનીયાદિ કર્મનો ઘાત કરવા માટે ભલે સમુધાત કરે, કેમકે વેદનીયાદિ સોપક્રમ છે. પણ જ્યારે આયકર્મ અધિક હોય અને સૌથી થોડું વેદનીયાદિ કર્મ હોય ત્યારે શું સમજવું ? ખરેખર અધિક આયુકર્મનો ઘાત કરવાને સમુહ્નાત કરતો નથી કેમકે ચરમ શરીરીનું આયુ નિરૂપકમ હોય છે - એમ શાસ્ત્રવચન છે.
સમાધાન - તે અયુક્ત છે, કેમકે આવી સ્થિતિ કદાપિ હોતી નથી. જેમકે હંમેશાં વેદનીયાદિ જ આય કરતાં અધિક સ્થિતિવાળા હોય છે. કદિ પણ વેદનીયાદિ કરતાં આયુ અધિક સ્થિતિક હોતું નથી. આવો નિયમ શાથી જાણવો ? પરિણામના સ્વભાવથી. તે આ પ્રમાણે - આવા પ્રકારનો જ આત્મ પરિણામ છે કે જેથી આયુષ વેદનીયાદિના સમાન હોય કે તેથી ન્યૂન હોય. પણ કદિ અધિક ન હોય. જેમ કે આયુનો જ અધુવ બંધ થાય છે -
- તે આ પ્રમાણે - આયુષ્ય સિવાયના સાતે જ્ઞાનવરણ આદિ કર્મો સર્વદા બંધાય છે અને આયુષ તો પોતાના ભવના ત્રીજો ભાગ વગેરે શેષ કાળે જ બંધાય છે. તેમાં એવા પ્રકારની વિચિત્રતાના નિયમમાં સ્વભાવ સિવાય બીજો કોઈ હેતુ નથી. એ પ્રમાણે અહીં પણ સ્વભાવ વિશેષ જ નિયામક જાણવો.
એ સંબંધે ભાષ્યકાર કહે છે – વિષમ સ્થિતિક કર્મમાં શો નિયમ છે કે થોડું આયુ હોય છે પણ બાકીના કર્મો થોડાં હોતા નથી ? પરિણામના સ્વભાવથી છે અને તેથી જ આયુકર્મનો અઘુવ બંધ હોય છે.
વિશેષ જાણવા માટે ગૌતમ પૂછે છે – બધાં કેવલી સમુઠ્ઠાતને પ્રાપ્ત થાય છે ? ગૌતમ ! એ અયુક્ત નથી. અર્થાત્ બધાં કેવલી સમુઠ્ઠાતને પ્રાપ્ત થતાં નથી. પણ જેમના વેદનીયાદિ કર્મ આયુષ્યથી અધિક હોય છે, તે સમુઠ્ઠાત કરે છે. જેના વેદનીય આદિ કર્મો સ્વભાવથી જ આયુના સમાન સ્થિતિક હોય તેઓ સમુદ્યાત કર્યા વિના જ તેનો ક્ષય કરીને સિદ્ધ થાય છે. • x -
જે કેવલીના આયુના તુલ્ય ભવોપગ્રહ કર્યો છે, જવ - મનુષ્યભવમાં, ગ્રહણ કરાય જેમના વડે તે ભવોપગ્રહ-વેદનીય, નામ અને ગોબ કર્મ, તે વચન - કમ પ્રદેશો વડે અને સ્થિતિ વડે સમાન હોય છે, તે સમુઠ્ઠાતને પ્રાપ્ત થતાં નથી. પણ સમુદઘાત કર્યા વિના જ તેને ખપાવી સિદ્ધિરૂપી મહેલમાં બિરાજે છે. • • • આ ભાવ કદાચિત જ હોય કે બહુધા ?
કેવલિ સમુઠ્ઠાતને પામ્યા સિવાય ચરમગતિને પ્રાપ્ત થયેલા છે, એ ક્રિયાનો સંબંધ જાણવો. કેટલા ? અનંત કેવળજ્ઞાન અને કેવલ દર્શન સહિત એવા, આ કથન વડે જેઓ “બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, સંસ્કાર” એ નવ, આત્માના ગુણોનો અત્યંત ઉચ્છેદ થવો એ મોક્ષ. એમ માને છે તેના મતનું
Sahei Maharaj