________________
૩૬/-/-/૬૧૪
ગંધ પુદ્ગલો ચોતરફ અતિ પ્રસરવાના સ્વભાવવાળાં હોય છે. ફરી પ્રશ્ન કરે છે - જેમ તે સંપૂર્ણ જંબુદ્વીપમાં વ્યાપ્ત ગંધ પુદ્ગલો સૂક્ષ્મ હોવાથી છાસ્યોને ચક્ષુ આદિ ઈન્દ્રિય ગોચર થતાં નથી, તેમ સર્વલોક વ્યાપી નિર્જરા પુદ્ગલો પણ ઈન્દ્રિયગમ્ય નથી. એટલાં સૂક્ષ્મ નિર્જરા પુદ્ગલો છે.
૨૦૯
હવે જે કારણથી કેવલિ સમુદ્ઘાતનો આરંભ કરે છે, તે સંબંધે પ્રશ્ન કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે –
• સૂત્ર-૬૧૫ થી ૬૧૯ :
[૬૧૫] ભગવન્ ! કેવલજ્ઞાની કયા હેતુથી કેવલીરામુદ્દાતને પ્રાપ્ત થાય
છે ? ગૌતમ ! કેવળજ્ઞાનીને ચાર કશો અક્ષીણ, અવૈદિત અને અનિર્જિ હોય છે. તે આ – વેદનીય, આયુ, નામ અને ગોત્ર. તેમાં તે કેવલીને સૌથી વધુ પ્રદેશવાળું વેદનીય કર્મ હોય છે અને સૌથી થોડાં પ્રદેશવાળું આયુકર્મ હોય છે. ત્યારે તેને બંધન વડે અને સ્થિતિ વડે વિષમ હોય તો સમ કરે છે. આ
બંધન અને સ્થિતિ વડે વિષમને સમાન કરવા માટે કૈવલી સમુદ્ઘાત કરે છે. એ પ્રમાણે નિશ્ચે કેવલી સમુદ્લાતને પામે છે.
ભગવન્ ! બધાં કેટલી સમુદ્ઘાત કરે છે, બધાં કેવલી સમુદ્લાતને પ્રાપ્ત થાય છે? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી.
[૬૧] જેને આયુના તુલ્ય પ્રદેશ અને સ્થિતિ વડે ભવના હેતુભૂત કર્મ છે, તે સમુદ્દાત કરતો નથી.
[૬૧૭] સમુદ્લાતને પાપ્ત થયા વિના ના કેવલિ જિનો જરા-મરણથી મુક્ત થઈ શ્રેષ્ઠ ગતિરૂપ સિદ્ધિને પ્રાપ્ત થયેલા હોય છે.
[૬૧૮] ભગવન્ ! કેટલાં સમયનું આયોજીકરણ છે ? ગૌતમ ! અસંખ્યાતા સમયના આંતર્મુહૂ પ્રમાણ આયોજીકરણ કહેલું છે.
[૬૧૯] ભગવન્ ! કેટલાં સમયનો કેવલી સમુદ્દાત છે ? ગૌતમ ! આઠ સમય પ્રમાણ. તે આ રીતે પહેલાં સમયે દંડ કરે છે, બીજા સમયે કપાટ કરે છે, ત્રીજા સમયે મંથાન કરે છે, ચોથા સમયે લોકને પૂરે છે, પાંચમા સમયે લોકને સંહરે છે, છટ્ઠા સમયે મંથાન સંહરે છે, સાતમા સમયે કાટ સંહરે છે, આઠમા સમયે દંડ સંહરે છે. દંડને સંહરીને શરીસ્થ થાય છે.
-
ભગવન્ ! તે પ્રકારે સમુદ્દાત પ્રાપ્ત થયેલો શું મનોયોગનો વ્યાપાર કરે
છે ? વચનયોગનો વ્યાપાર કરે છે ? કાયયોગનો વ્યાપાર કરે છે ? ગૌતમ ! તે મનોયોગ કે વચનયોગનો નહીં પણ કાયયોગનો વ્યાપાર કરે છે. ભગવન્ ! કાયયોગનો વ્યાપાર કરતો તે શું ઔદાકિ કાયયોગનો વ્યાપાર કરે છે કે ઔદાકિ મિશ્ર શરીર કાયયોગનો ? વૈક્રિયશરીર કાયયોગ કે વૈક્રિયમિત્ર શરીર કાયયોગનો ? આહારક શરીકાય યોગ કે આહારક મિશ્ર શરીર કાયયોગનો ?
કામણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે? ગૌતમ ! તે ઔદારિક શરીર 22/14
Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (105)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ કાયયોગ, ઔદારિક મિશ્રશરીર કાયયોગ અને કામણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. પણ વૈક્રિય, વૈક્રિયમિત્ર, આહાક, આહાક મિશ્ર શરીર કાયયોગનો વ્યાપાર કરતો નથી.
પહેલાં અને આઠમાં સમયમાં ઔદારિક શરીર કાયયોગનો અને બીજા, છટ્ઠા, સાતમા સમયમાં ઔદારિક મિશ્ર શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. ત્રીજા, ચોથા, પાંચમાં સમયમાં કાર્પણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. • વિવેરાન-૬૧૫ થી ૬૧૯
-
ગૌતમ ! કેવળીને ચાર કર્મો
કયા કારણથી કેવલી - કેવલજ્ઞાન સહિત સમુદ્દાત પ્રાપ્ત થાય છે ? સમુદ્દાત આરંભે છે ? કેમકે તે કૃતકૃત્ય છે. ભગવંત કહે છે ક્ષય ન પામેલા, ન વેદેલા છે તેથી. અર્થાત્ જેથી વેદેલા નથી, તેથી ક્ષય પામેલા નથી. કર્મનો ક્ષય પ્રદેશથી કે વિપાકથી કર્મને વેદવાથી થાય છે. સર્વ કર્મો પ્રદેશરૂપે ભોગવાય છે, પણ તે ચારે કર્મો વેધા નથી માટે ક્ષય પામેલા નથી. એની જ પર્યાયથી વ્યાખ્યા કરે છે –
૨૧૦
આત્મપ્રદેશોથી સર્વથા નાશ ન પામેલા એવા રહેલાં છે. તેને નામોચ્ચારપૂર્વક જણાવે છે – તે સુગમ છે. તેમાં જ્યારે તે કેવળજ્ઞાનીને સૌથી વધુ પ્રદેશવાળું વેદનીય
કર્મ હોય અને ઉપલક્ષણથી નામ અને ગોત્રકર્મ પણ હોય છે અને સૌથી થોડાં પ્રદેશવાળું આયુકર્મ હોય ત્યારે તે બંધન અને સ્થિતિ વડે, બંધન-ભવરૂપી કારાવાસથી
નીકળતો પ્રાણી જે વડે પ્રતિબંધ પામે તે બંધનો અથવા યોગ નિમિતે આત્મપ્રદેશોની સાથે જે તાદાત્મ્ય સ્વરૂપે બંધાય - સંશ્લેષને પામે તે બંધનો.
સ્થિતિ - કર્મના અનુભાવનો કાળ, તે પ્રમાણે ભાષ્યકારે કહ્યું છે કે – સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો બંધનો અને સ્થિતિ વડે વિષમને સમાન કરે છે. બંધન
એટલે કર્મદ્રવ્યો અને તેઓનો કાળ તે સ્થિતિ જાણવી. તેથી તે બંધનો અને સ્થિતિ
વડે વિષમ એવા વેદનીયાદિ કર્મને સમુદ્ઘાત કરવા વડે આયુષ્યકર્મની સમાન કરે
છે. એ પ્રમાણે ખરેખર કેવલી બંધનો વડે અને સ્થિતિ વડે વિષમતાને પ્રાપ્ત થયેલા
વેદનીયાદિ કર્મને સમાન કરવા માટે સમુદ્દાત કરે છે. સમુદ્ઘાત કરવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રમાણે તે સમુદ્દાતને પ્રાપ્ત થાય છે.
કહ્યું છે કે – આયુષુ પૂરાં થતાંબાકીના બીજા કર્મોની જો સમાપ્તિ ન થાય તો તે સ્થિતિના વિષમપણાથી સમુદ્લાતને પ્રાપ્ત થાય છે. સ્થિતિ અને બંધન વડે તે કર્મોને સમાન કરવા માટે તેનું આયુષુ જ્યારે અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે તે સમુદ્ઘાત કરવાને ઈચ્છે છે.
પ્રશ્ન વધું સ્થિતિવાળા વેદનિયાદિ કર્મને આયુની સમાન કરવા માટે સમુદ્ઘાત કરે છે - એમ કહ્યું તે યુક્ત નથી. કેમકે કૃત્નાશાદિ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે - લાંબા કાળ સુધી ભોગવવા યોગ્ય વેદનીયાદિ કર્મનો થોડાં કાળમાં નાશ થવાનો સંભવ હોવાથી કૃતનાશ દોષ પ્રાપ્ત થાય અને વેદનીયાદિ કર્મ