________________
૩૬/-/-/૬૧૫ થી ૬૧૯
ખંડન કર્યુ છે, એમ સમજવું. કેમકે જ્ઞાન એ આત્માનો નિરુપચરિત સ્વભાવ છે, તેથી તેનો વિનાશ થતો નથી. અન્યથા આત્માનો જ અભાવ થાય. - ૪ -
૨૧૩
નિન - જેણે રાગાદિ શત્રુ જિત્યા છે એવા. આ કથન વડે ગોશાલકના મતનું ખંડન કર્યુ. કેમકે તેમના મતે મુક્તિપદને પામેલ હોવા છતાં પણ તેને વાસ્તવિક રીતે વીતરાગ માનતા નથી. કેમકે મુક્તિપદને પામેલ છતાં પણ તીર્થનો તિરસ્કાર થતો જોઈને અહીં આવે છે - એવું તેમનું કથન છે. પણ વીતરાગનું પરાભવ બુદ્ધિથી અહીં આવવું અસંભવ છે.
વળી કેવા છે ? જરા અને મરણથી રહિત, ઉપલક્ષણ વડે સમસ્ત રોગ અને શોકાદિ સાંસારિક કલેશોથી મુક્ત જાણવા. એના વડે એકાંતથી મોક્ષસુખનું ઉપાદેયપણું કહે છે. કેમકે અન્યને એવા પ્રકારના સ્વરૂપવાળા સ્થાનનો અસંભવ છે. સંસારમાં શ્રેષ્ઠ સુખને પ્રાપ્ત થયેલું હોય તો પણ એવા પ્રકારનું સ્થાન નથી. કેમકે સર્વ વસ્તુનો છેવટે વિનાશ છે. સિદ્ધિ - સર્વકર્મના ક્ષય વડે આત્માનું સ્વરૂપમાં અવસ્થાન, એવી
ઉત્તમ ગતિને - સિદ્ધિને પ્રાપ્ત થયેલા છે.
હવે સર્વ કૈવલી સમુદ્ઘાતને પ્રાપ્ત થતાં પ્રથમ આવર્જીકરણ કરે છે. તે પ્રમાણે કેવલી સમુદ્દાતની પ્રક્રિયા કહેવા ભાષ્યકાર સમુદ્દાત શબ્દનું વ્યાખ્યાન કરે છે - તેમાં આયુના અંશથી અધિક કર્મનો ઘાત કરવો તે સમુદ્દાત. તેને પામવાની ઈચ્છાવાળા કેવલી પૂર્વે આવર્જીકરણ કરે છે.
આવર્જીકરણ એટલે - આત્માને મોક્ષની અભિમુખ કરવો, મોક્ષ પ્રત્યે જોડવો. અથવા જે વડે મોક્ષ અભિમુખ કરાય તે આવપ્ન - શુભ મન-વચન-કાયાનો વ્યાપાર વિશેષ. કહ્યું છે કે આવર્નન - ઉપયોગ કે વ્યાપાર, તેથી બંને સ્થાને પૂર્વે ન હોય તેનું કરવું એ વિવક્ષામાં આવર્જીકરણ કહેવાય છે. બીજા આચાર્યો આવર્જિતકરણ એવો શબ્દ કહે છે. તેના શબ્દાર્થ-સન્મુખ કરાયેલ. લોકમાં એમ બોલાય છે - મેં તેને સન્મુખ કરેલો છે. તથા ભવ્યત્વ વડે આવર્જિત-મોક્ષ સન્મુખ કરાયેલા આત્માનું કરણ-શુભયોગનો વ્યાપાર તે. બીજા આચાર્યો કહે છે આયોજિકાકરણ. અન્વયાર્ય આ પ્રમાણે છે આ - અવશ્યપણે કરવું તે આવશ્યકકરણ. જેમકે કેટલાંક કેવલી સમુદ્ઘાત કરે અને કેટલાંક ન કરે, પરંતુ આ આવશ્યક કરણ તો બધાં કેવલી કરે છે.
હવે આવર્જીકરણના કાળનું પ્રમાણ બતાવવા માટે સૂત્ર કહે છે – ભગવન્ ! આવર્જીકરણ કેટલાં સમય પ્રમાણે છે ? ઈત્યાદિ સુગમ છે. આવર્જીકરણ કર્યા પછી તુરંત કેવલી સમુદ્લાતનો આરંભ કરે છે - તે કેટલાં સમયનો છે ? એ આશંકામાં તેના સમયનું નિરૂપણ કરવા માટે કહે છે – કેવલી સમુદ્દાત કેટલા સમયનો છે ? ઈત્યાદિ સુગમ છે. તેમાં જે સમયે જે કરે છે, તે બતાવે છે – પહેલાં સમયે ઈત્યાદિ સુગમ છે. કેમકે પૂર્વે તેની વ્યાખ્યા કરેલી છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે – જેમ આદિના ચાર સમયોમાં અનુક્રમે આત્મપ્રદેશોનો વિસ્તાર થાય છે, તેમ ઉલટા ક્રમ
-
E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (107)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વડે સંહરણ થાય છે. અન્યત્ર પણ કહ્યું છે – પ્રથમ સમયે ઉર્ધ્વ અને અધો લોકાંત સુધી જવા વાળો સ્વદેહ પ્રમાણ વિસ્તારવાળો દંડ કરે છે, બીજા સમયે કપાટ કરે છે, ત્રીજા સમયે મંથાન કરે છે, ચોથા સમયે લોકને વ્યાપ્ત કરે છે. પછી ઉલટા ક્રમે સંહરણ કરી શરીરમાં સ્થિત થાય છે.
૨૧૪
આ સમુદ્દાત કરવામાં જે યોગની પ્રવૃત્તિ થાય છે તેને સૂત્રકાર કહે છે – સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો શું મનોયોગનો વ્યાપાર કરે ? ઈત્યાદિ. તેમાંતે મનોયોગ અને વચનયોગનો વ્યાપાર કરતો નથી. કેમકે તેનું પ્રયોજન નથી, તે સંબંધે શ્રી હરિભદ્રસૂરિજી કહે છે – તે વખતે પ્રયોજનાભાવે મન, વચનનો વ્યાપાર કરતો નથી.
કાયયોગનો વ્યાપાર કરતો ઔદારિક - ઔદારિક મિશ્ર અને કાર્પણ કાયયોગનો વ્યાપાર કરે છે, શેષ કાયયોગનો વ્યાપાર કરતો નથી. કેમકે લબ્ધિનો ઉપયોગ ન કરતો હોવાથી બાકીના કાયયો ન સંભવે.
તેમાં પહેલા અને આઠમાં સમયે કેવળ ઔદારિક શરીરનો જ વ્યાપાર કરે છે માટે ઔદારિક કાયયોગ છે. બીજા-છટ્ઠા-સાતમા સમયે ઔદારિક અને કાર્પણ શરીરનો વ્યાપાર છે, માટે ઔદારિક મિશ્ર કાયયોગ છે. ત્રીજા, ચોથા, પાંચમાં સમયે કેવળ કાર્પણ શરીરના વ્યાપારવાળો છે, માટે કાર્યણકાય યોગ છે.
એ સંબંધે ભાષ્યકાર કહે છે – નિશ્ચે સમુદ્દાત પ્રાપ્ત થયેલો મન, વચન યોગનો વ્યાપાર કરતો નથી. પણ પહેલાં અને આઠમાં સમયે ઔદાકિ કાય યોગનો વ્યાપાર કરે છે વગેરે.
- સૂત્ર-૬૨૦ :
ભગવન્ ! તે પ્રમાણે સમુદ્દાતને પ્રાપ્ત થયેલો સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય, નિર્વાણ પામે અને સર્વ દુઃખોનો અંત કરે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. તે સમુદ્ઘાતથી નિવૃત્ત થાય છે, નિવૃત્ત થઈને પછી મનોયોગનો પણ વ્યાપાર કરે, વાન યોગનો પણ વ્યાપાર કરે, કાયયોગનો પણ વ્યાપાર કરે છે. મનોયોગનો વ્યાપાર કરતો શું સત્ય મનોયોગનો વ્યાપાર કરે, પૃષા મનોયોગનો, સત્યમૃદ્ય મનોયોગનો કે અસત્યામૃષા મનોયોગનો વ્યાપાર કરે ?
વચનયોગનો વ્યાપાર કરતો શું સત્ય વચનયોગનો વ્યાપાર કરે, મૃષા વચનયોગનો, સત્યમૃતા વાનયોગનો, અસત્યામૃષા વાન યોગનો વ્યાપાર કરે ? હે ગૌતમ ! સત્ય મનોયોગ અને અસત્યામૃષા મનોયોગનો વ્યાપાર કરે પણ મૃષા મનોયોગ અને સત્યમૃષા મનોયોગનો વ્યાપાર ન કરે, એ રીતે જ સત્ય વચનયોગ અને અસત્યામૃષા વચનયોગનો વ્યાપાર કરે પણ પૃષા વચનયોગ અને સત્યમૃષા વચનયોગનો વ્યાપાર ન કરે.
કાયયોગનો વ્યાપાર કરતો આવે, જાય, ઉભો રહે, બેસે, આબોટે, ઉલ્લંઘન કરે, પલંઘન કરે, પ્રાતિહાકિ, પીઠ, ફલક, શય્યા, સંથારો પાછા આપે.