________________
(92)
૩૬/-I-I૬૦૬
૧૮૩ થશે. મનુષ્યોને મનુષ્યપણામાં કદાચ થયા હોય કે ન હોય. હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટ શત પૃથકવ હોય. કેટલા ભાવિકાળ થવાના છે ? કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા થશે. એમ ચોવીશ ચોવીશ દંડકો કહેવા. ચાવત વૈમાનિકને વૈમાનિકપણામાં સુધી કહેતું.
• વિવેચન-૬૦૬ :
વિવક્ષિત પ્રશ્ન સમયે વર્તતા બધાં સ્વૈરયિકો જેઓ પૂર્વે સર્વ અતીતકાળની અપેક્ષાથી યથા સંભવ નૈરયિકપણામાં રહેલાં હોય તેઓનો સમુદિત સર્વ સંખ્યા વડે કેટલાં વેદના સમદુઘાત થયા હોય ? અનંતા. કેમકે ઘણાં નૈરયિકો અનંતકાળથી અવ્યવહાર રાશિમાંથી નીકળેલા હોય. અનંતવાર નરકમાં જવા વડે તેમને અનંત સમુદ્ધાતો સંભવે છે. ભાવિમાં કેટલાં થવાના છે ? એમ આ સૂત્રથી સૂચના જણાવી. સંપર્ણ પાઠ આ પ્રમાણે જાણવો - નૈરયિકોને નૈરયિકપણામાં કેટલા વેદના સમુધ્ધાતો ભાવિમાં થવાના હોય ? અનંત. કેમકે ઘણાનું ફરીથી અનંતવાર નરકમાં આગમન સંભવે છે. એમ વૈમાનિકપણામાં સુધી કહેવું - x-x - અહીં અતીતકાળે અનંતા પ્રસિદ્ધ છે. કેમકે સાંવ્યવહારિક જીવોએ પ્રાયઃ અનંતીવાર વૈમાનિકપણું પ્રાપ્ત કર્યું છે. ભાવિમાં થવાના અનંતા છે કેમકે પ્રગ્ન સમયે વતતા બધાં નૈરયિકોમાં અનંતવાર ઘણાં નૈરયિકો વૈમાનિક થાય.
જેમ નૈરયિકોને નૈરયિકવાદિ અવસ્થામાં ચોવીશ દંડકના અતીત-અનામત વેદના સમુદ્ધાતો કહા, તેમ અસુકુમારાદિ સર્વે જીવોને વૈમાનિક સુધી કહેવા. વૈમાનિકપણામાં આ રીતે - ભગવન્! વૈમાનિકોને વૈમાનિકપણામાં કેટલા વેદના સમુઠ્ઠાતો અતીતકાળે થયા હોય ? અનંતા. ઈત્યાદિ પૂર્વવતુ -
એ પ્રમાણે કષાય, મરણ, વૈક્રિય, તૈજસ સમુધ્ધાતો પણ તૈરયિકોથી માંડી વૈમાનિક સુધીના બધાં જીવોને બધાં નૈરયિકવાદિ સ્થાનોમાં ચોવીશ દંડકના ક્રમે કહેવા.
એ પ્રમાણે વેદના સમુદ્યાત સંબંધી પ્રકાર વડે કષાય આદિ સમુઠ્ઠાતો પણ તૈજસ સમુદ્યાત સુધી કહેવા. વિશેષ એ કે - ઉપયોગપૂર્વક સર્વ સૂકો બુદ્ધિ વડે વિચારવા. તાત્પર્ય એ કે જ્યાં સમુદ્ધાતો ઘટે ત્યાં અતીત અનાગત સમુધ્ધાતો અનંતા કહેવા. બાકીના સ્થાનોમાં પ્રતિષેધ કરવો. તેને જ વિશેષથી કહે છે - જે નૈરયિકાદિ જીવરાશિને વૈક્રિય અને તૈજસ સમુઠ્ઠાત સંભવે છે. તે તેને કહેવા. બાકીના પૃથિવ્યાદિમાં તેનો નિષેધ કરવો.
કપાય અને મારણાંતિક સમુધ્ધાતો બધે જ વેદના સમુદ્ધાતની માફક અતીતઅનાગતકાળે સામાન્યથી અનંતા કહેવા. પણ ક્યાંય તેનો નિષેધ ન કરવો.
હવે આહારક સમુદ્યાત વિશે સૂઝ- આહાપ્પલબ્ધિ છતાં આહારક શરીરના પ્રારંભકાળે આહાક સમુદ્યાત હોય છે, એ સિવાય હોતો નથી, આહાકલબ્ધિ ચૌદ પૂર્વને હોય અને તે મનુષ્યપણામાં જ હોય. તેથી મનુષ્ય સિવાય બીજી અવસ્થામાં
(PROOF-1) nayan-40\Book-40B
૧૮૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અતીત અને અનામત આહારક સમદ્ઘાતોનો નિષેધ કરવો. મનુષ્યપણામાં પૂર્વે અસંખ્યાતા થયા છે. કેમકે પ્રશ્ન સમયે વર્તતા નાસ્કોમાં પૂર્વે તે-તે કાળે મનુષ્યપણું પામી, જેમણે ચૌદ પૂર્વે ભણ્યા, એવા અસંખ્યાતા નાકો પૈકી દરેકે એક, બે કે ત્રણ વાર આહારક સમદઘાત કરવો હોય. અનાગતકાળે પણ અસંખ્યાતા જાણવા. કેમકે પ્રશ્ન સમયે વર્તતા નાકોમાં અસંખ્યાતા નારકો નરકથી નીકળી તુરંત કે પરંપરા તે-તે કાળે મનુષ્યપણું પામી ચૌદપૂર્વી થઈ એક, બે, ત્રણ કે ચાર વાર આહારક સમુ કરશે. એ પ્રમાણે અસુરકુમારોથી વૈમાનિકો સુધી કહેવું.
ફક્ત વિશેષ એ કે – વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં અતીત-અનાગત સમુદ્યાતો અનંતા કહેવા. કેમકે પૂર્વે ચૌદપૂર્વી થઈ જેમણે યથાસંભવ એક, બે કે ત્રણ વાર આહાક સમુધ્ધાતો કર્યા છે, એવા અનંતા જીવો વનસ્પતિમાં રહેલા છે અને વનસ્પતિકાયચી નીકળી તુરંત કે પરંપરાએ મનુષ્યત્વ પામી યથાસંભવ એક, બે, ત્રણ કે ચાર વખત આહાક સમુધ્ધાતો કરવાના છે.
મનુષ્યોને મનુષ્યપણામાં અતીત-અનાગત કાળે કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા હોય. કઈ રીતે ? પ્રશ્ન સમયે વર્તતા મનુષ્યો ઉત્કૃષ્ટપદે પણ સૌથી થોડાં છે, વિવક્ષિત પ્રશ્ન સમયે વર્તતા મનુષ્યો વિશે કદાચ અસંખ્યાતા મનુષ્યોમાં પ્રત્યેકે યથાસંભવ એક, બે, ત્રણ કે ચાર વાર આહાક સમુ કરેલા છે. ભાવિમાં કરવાના પણ છે. એમ ચોવીશ-ચોવીશ દંડક છે.
હવે કેવલિ સમુઠ્ઠાત કહે છે - નૈરયિકોને નૈયિક અવસ્થામાં કેટલા કેવલિ સમુદ્ધાતો થયા હોય ? કેવલિ સમુ મનુષ્યાવસ્થામાં જ હોય છે, બીજામાં નહીં. જેણે કેવળી સમુ કર્યો છે, તે સંસારમાં ભ્રમણ ન કરે, પણ અંતર્મુહૂર્તમાં અવશ્ય મોક્ષ પામે. તેથી નારકોને મનુષ્યપણા સિવાયની અવસ્થાઓમાં અતીત, અનામત કેવલિ સમુછનો નિષેધ કરવો. નૈરયિકોને મનુષ્ય અવસ્થામાં પણ અતીત સમુહનો નિષેધ કરવો. કેમકે જેમને કેવલિ સમુ કર્યો છે, તેઓનું નરકમાં ગમન ન થાય, ભાવિ કેવલિ સમ થશે. કેમકે પ્રશ્ન સમયે વર્તતા નાકોમાં અસંખ્યાતા નારકો મુક્તિગમન યોગ્ય છે. તેથી ભાવિકાળે અસંખ્યાતા હોય છે તેમ કહ્યું. એમ જે રીતે નૈરયિકોનો કેવલિ સમુદ્ધાત કહ્યો તેમ વૈમાનિક સુધી કહેવું.
વિશેષ એ કે - વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં અતીત કેવલિ-સમુદ્ઘાતનો નિષેધ કરવો. કેમકે જેમણે કેવલિ સમુહ કર્યો છે તેઓને સંસાર હોતો નથી. ભાવિકાળે અનંતા કહેવા. કેમકે પ્રશ્ન સમયે વર્તતા વનસ્પતિકાયિકોમાં અનંતા વનસ્પતિ ત્યાંથી નીકળી પછી કે પરંપરાઓ કેવલિ સમુ કરી મોક્ષે જવાના છે.
મનુષ્યોને મનુષ્યપણામાં અતીતકાળે કદાચિત્ હોય, કદાચિ ન હોય. કેમકે જેમણે કેવલિ સમુ કર્યો છે, તેઓ સિદ્ધ થયેલા છે, બીજા હજી કેવલિ સમુહને પ્રાપ્ત થયા નથી. જ્યારે પૂર્વ કાળે હોય ત્યારે જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ શતપૃથકત્વ હોય છે. ભાવિકાળે સંખ્યાતા કે અસંખ્યાતા પ્રાપ્ત થવાના છે. કેમકે
E:\Maharaj