________________
૧/-I-/૧૨૦ થી ૧૩૨
પર
આ બધાં અનંતજીવાત્મક છે. પણ પકિાની આદિની નાલ અને મૃણાલ એ બંને એક જીવ આશ્રિત છે. પલાંડુ કંદ, લસણ કંદ, કંદલી કંદ, કુસુંબક એ બધાં પ્રત્યેક જીવ આશ્રિત જાણવા. તે સિવાયના બીજા પણ તેવા પ્રકારના અનંતકાયિક વનસ્પતિના લક્ષણ રહિત હોય તે પ્રત્યેક વનસ્પતિકાયિક જાણવા.
પદા, ઉત્પલ, નલિન, સુભગ, સૌગંધિક, અરવિંદ, કોકનદ, શતપત્ર, સંસપનાં ડીંટીયા અને બાહ્ય પાન, જે પ્રાયઃ લીલા હોય છે અને પત્રના આધારરૂપ કર્ણિકા છે. તે ગણે એક જીવાત્મક છે અને જે અંદરની પાંખડીઓ, કેસર અને બીજ છે તે દરેક એક એક જીવાશ્રિત છે. વેણુ, નડ, ઇશુવાટિકાદિ લોકથી જાણવા. દુર્વાદિ વૃણ, પર્વયુકત વનસ્પતિ, એ બધાંની જે આંખ, પર્વ અને પર્વતું ચકાકાર પQિટન, તે બધાં એક જીવાશ્રિત છે. એ બધાંના પ્રત્યેક પાંદડા ચોક એક જીવાત્મક હોય છે. પુષ્પો અનેક જીવાત્મક છે. પુષફળ, કાલિંગ, તુંબ, ગપુષ, ચિર્ભટ વિશેષચિભેટ, ઘોષાતક, પટોલ, તેંદુક, તિંદુસના જે ફળ છે તે બધાંના વૃત, ગર્ભ, કટાહ, ત્રણે એક જીવાશ્રિત છે. તથા પૂરફળથી તિંદુસ સુધીની દરેક વનસ્પતિમાં પાંદડા પ્રત્યેક જીવાશ્રિત છે. કેસર સહિત અને કેસર હિત બીજ પણ પ્રત્યેક જીવાશ્રિત હોય છે તેથી કેસર અને બીજો દરેક પ્રત્યેક જીવાશ્રિત છે.
કુહણાદિ વનસ્પતિ વિશેષ લોકથી જાણવા. આ અનંત જીવાત્મક છે. વિશેષ આ - કંદુક્કમાં વિકલ્પ છે. કેમકે તે દેશ વિશેષથી અનંતજીવાત્મક પણ હોય, સંખ્યાત જીવાત્મક પણ હોય. - શું બીજજીવ જ મૂલાદિ જીવ થાય કે તે જીવ ચવ્યા પછી બીજો જ જીવ મૂલાદિમાં ઉત્પન્ન થાય ? તે માટે કહે છે –
• સૂત્ર-૧33,૧૩૪ -
[33] યોનિરૂપ બીજમાં તે બીજનો જીવ ઉત્પન્ન થાય કે અન્ય જીવ ઉત્પન્ન થાય છે. પણ જે મૂળનો જીવ છે, તે જ પ્રથમના પાંદડારૂપે પરિણમે છે. [૧૪] સર્વ પ્રકારના કિસલય ઉગતાં અનંતકાયિક કહા છે. તે વધતા પ્રત્યેક કે અનંતકાય હોય.
• વિવેચન-૧૩૩,૧૩૪ :
બીજ, યોનિ અવસ્થા પામતાં એટલે યોનિ પરિણામનો ત્યાગ નથી કર્યો તેવા બીજની બે પ્રકારની અવસ્થા છે - યોનિ અને અયોનિ અવસ્થા. તેમાં જ્યારે બીજ યોનિ અવસ્થાને તજતું નથી, પણ જીવરહિત થયેલ હોય ત્યાં સુધી યોનિભૂત કહેવાય છે. બીજ જીવરહિત થયેલું છે. તે નિશ્ચયથી જાણી શકાતું નથી. તેથી વિશિષ્ટ જ્ઞાન રહિત મનુષ્ય વડે હાલ સવેતન કે અચેતન હોય પણ જે ઉગવાની શક્તિવાળું હોય તે બીજ યોનિભૂત કહેવાય. વિનષ્ટ યોનિ વાળું અવશ્ય ચેતન હોવાથી અયોનિભૂત કહેવાય છે.
‘યોનિ' એટલે શું ? અવિનષ્ટ શક્તિવાળું જીવનું ઉત્પત્તિ સ્થાન એટલે તેમાં રહેલ જીવના પરિણમનની શક્તિ સહિત હોય તે યોનિ કહેવાય છે. તે યોનિભૂત
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ બીજમાં તે જ પૂર્વનો બીજનો જીવ કે અન્ય જીવ આવીને ઉત્પન્ન થાય છે. અર્થાત્ બીજને ઉત્પન્ન કરનાર જીવ પોતાના આયુષ્યના ક્ષયથી બીજનો ત્યાગ કરે છે. તે બીજને પાણી, કાળ, પૃથ્વીના સંયોગરૂપ સામગ્રી પ્રાપ્ત થતાં કદાચ તે જ જીવ મૂલાદિ સંબંધી નામણો બાંધીને તે બીજમાં ઉત્પન્ન થાય છે - મલાદિ પરિણમે છે અથવા બીજો જીવ આવીને ઉપજે છે. મૂળરૂપે પરિણત જીવ જ પ્રથમ પાંદડા રૂપે પરિણત થાય છે. તેથી મૂળ અને પ્રથમ મનો કર્તા એક જીવ છે.
- પ્રગ્ન • બધાં કિસલય ઉગતાં અનંતકાયિક કહ્યા છે, તે ગાથા સાથે ઉક્ત વાતનો વિરોધ કેમ ન આવે ? અહીં મૂળપણે ઉત્પન્ન જીવ તેની વૃદ્ધિ કરે છે. પછી અનંત જીવો અવશ્ય કિસલય અવસ્થાને પામે છે. ત્યારપછી સ્થિતિનો ક્ષય થવાથી તે અનંતજીવો ચ્યવી જાય છે. ત્યારે આ જ મૂળનો જીવ અનંતજીવના શરીરને પોતાના શરીરરૂપે પરિણાવીને પ્રથમ પાંદડા સુધી વધે છે. માટે પૂર્વોક્ત વચન સાથે વિરોધ નથી.
બીજા આચાર્યો આમ વ્યાખ્યા કરે છે - પ્રથમ પત્ર એટલે બીજની વૃદ્ધિની અવસ્થા, તેથી મૂલ અને પ્રથમ પાનનો કત એક જીવ છે. અર્થાત મૂલ અને વૃદ્ધિ અવસ્થાનો કત એક જીવ છે એ નિયમ બતાવવા કહ્યું છે. બાકીના કિસલય આદિનો આવિભવ અવશ્ય મૂળના જીવના પરિણામથી થયેલ હોતો નથી. તેથી બધાં કિસલય ઉગતાં અનંતકાયિક હોય છે. ઈત્યાદિ ગાથા કહેવાની છે, તેની સાથે આ બાબતનો વિરોધ નથી. કેમકે મૂળ અને વૃદ્ધિની અવસ્થાની ઉત્પત્તિ કાળે કિસલયપણું નથી.
પ્રત્યેક વનસ્પતિકાયનું સર્વદા શરીરાવસ્થાને આશ્રીને પ્રત્યેક શરીર વનસ્પતિકાયિકપણું છે કે કોઈ અવસ્થામાં અનંતકાયિકપણું પણ છે ? સાધારણ વનસ્પતિકાયિકનું પણ હંમેશાં અનંતકાયિકપણું છે કે કદાચિત પ્રત્યેક વનસ્પતિકાયિકપણું પણ સંભવે છે ? સમસ્ત પ્રકારના પ્રત્યેક કે સાધારણ વનસ્પતિકાય કિસલયાવસ્થાને પ્રાપ્ત થયેલા હોય ત્યારે તીર્થકર અને ગણધરોએ અનંતકાયિક કહેલા છે અને તે કિસલયરૂપ અનંતકાય વૃદ્ધિ પામતાં અનંતકાયિક થાય કે પ્રત્યેક વનસ્પતિકાયિકરૂપ થાય છે. એટલે સાધારણ કે પ્રત્યેક જે શરીર કરવાનું હોય તેવા થાય. કેટલા કાળ પછી પ્રત્યેક થાય ? અંતર્મુહર્ત પછી થાય. આ રીતે - નિગોદના જીવોની ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત કાળસ્થિતિ કહી છે અને પછી વધતાં તે પ્રત્યેક રૂપે થાય.
• સૂત્ર-૧૩૫ થી ૧૪૮ :
[૧૫] એક સાથે ઉત્પન્ન થયેલ જીવોની એક કાળે શરીર નિષ્પત્તિ, સાથે જ શાસ ગ્રહણ અને સાથે જ નિઃશ્વાસ હોય. - - - [૧૩] એકને જે આહારાદિ ગ્રહણ છે, તે જ સાધારણ જીવોને હોય છે, અને જે બહુ જીવોને હોય, તે સંપની એકને હોય છે. - - - [૧૩] સાધારણ જીવોને સાધારણ આહાર, સાધારણ શ્વાસ-ઉચ્છવાસનું ગ્રહણ સાધારણ જીવોનું લક્ષણ છે.