________________
૧|-|-/૮૨ થી ૧૧૯
જે બીજને ભાંગતા સરખો ભંગ દેખાય તે બીજ અને તેવા અન્ય બીજો અનંત જીવાત્મક જાવ.
[૧૦૨] જે મૂળ ભાંગવાથી વિષમ ભંગ દેખાય, તે અને તેવા પ્રકારના અન્ય મૂલો પ્રત્યેક જીવવાળા છે. [૧૦૩] જે કંદ ભાંગવાથી વિષમ ભંગ દેખાય તે અને તેવા પ્રકારના અન્ય કંદો પ્રત્યેક જીવવાળા જાણવા. [૧૦૪ થી ૧૧૧] ઓ રીતે જ સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજના વિષયમાં સૂત્રો
જાણવા.
૪૯
[૧૧૨] જે મૂળના કાષ્ઠથી તેની છાલ વધુ જાડી હોય તે છાલ અને તેવા પ્રકારની બીજી છાલ અનંતકારિક જાણવી. [૧૧૩ થી ૧૧૫] આવા જ સૂત્રો કંદ, સ્કંધ, શાખાના વિષયમાં જાણવા.
[૧૧૬] જે મૂળના કાષ્ઠથી તેની છાલ વધારે પાતળી હોય તે તથા તેના જેવી બીજી છાલ પ્રત્યેક જીવવાળી જાણળી. [૧૧૭ થી ૧૧૯] એ પ્રમાણે કંદ, સ્કંધ, શાખા વિષયમાં આ પાઠ જાણવો.
• વિવેચન-૮૨ થી ૧૧૯ :
સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિક કેટલા ભેદે છે? અનેક ભેદે કહેલ છે. અહીં કેટલાંક પ્રસિદ્ધ અને કેટલાંક દેશ વિશેષ પ્રસિદ્ધ નામ છે. ઉક્ત નામ સિવાયના તેવા પ્રકારના પણ અનંત જીવવાળા જાણવા. તૃણમૂળ આદિમાં ક્યાંક જાતિભેદ કે દેશભેદથી સંખ્યાત જીવો અને ક્યાંક અસંખ્યાત, ક્યાંક અનંત જીવો જાણવા. શીંગોડાનો ગુચ્છ અનેકજીવવાળો જાણવો. તેની ત્વચા, શાખાદિ પણ અનંત જીવાત્મક છે. માત્ર તેના પાન પ્રત્યેક જીવવાળા છે. ફળમાં પ્રત્યેકમાં બબ્બે જીવો
જાણવા.
જેના મૂળ ભાંગવાથી સમભંગ - એકાંત સદંશરૂપ ચક્રાકાર ભંગ સ્પષ્ટ દેખાય તે મૂળ અનંત જીવાત્મક છે. - ૪ - ૪ - આ પ્રમાણે કંદાદિ નવ ગાથા કહેવી. હવે પ્રત્યેક શરીર લક્ષણ નામક દશ ગાથા કહે છે – જેના મૂળના ભંગ સ્થળે વિષમ છેદવાળો કે ખરબચડો ભાગ સ્પષ્ટ દેખાય તે મૂળ પ્રત્યેક જીવાત્મક જાણવું. - X - ૪ - આ રીતે કંદાદિ સંબંધે નવે ગાયા સમજી લેવી.
જે
હવે મૂલાદિની છાલનું અનંતકાયિકપણું જાણવા માટે લક્ષણ કહે છે મૂળના મધ્ય ભાગમાં રહેલા ગર્ભથી તેની છાલ જાડી હોય તે અનંતજીવવાળી જાણવી. - x - હવે છાલના પ્રત્યેક જીવપણું જાણવાનું લક્ષણ કહે છે – જે મૂળના
મધ્યવર્તી ગર્ભથી તેની છાલ પાતળી હોય તે પ્રત્યેક જીવી જાણવી. - x - x -
* [જે મૂળ ભાંગતા તેનો ભંગ સરખો સ્પષ્ટ રૂપે જણાય, ઈત્યાદિ અનંતકાચના લક્ષણને સ્પષ્ટપણે પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે – વજ્રામાં - જે મૂળ, સ્કંધ, ત્વચાદિ ભાંગતા ભંગસ્થાન ચક્રના આકારવાળું ગોળ અને તદ્દન સમ હોય તે મૂલાદિ અનંત જીવવાળા જાણવા.] - આ વૃત્તિ હવે પછીના સૂત્રોની કહી. આ સૂત્રો આ પ્રમાણે 20/4
Чо
જાણવા =
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
• સૂત્ર-૧૨૦ થી ૧૩૨ -
[૧૨] જેને ભાંગતા ભંગસ્થાન ચક્રાકાર હોય અને ગાંઠ ચૂર્ણ-રજથી વ્યાપ્ત હોય, ભંગસ્થાન પૃથ્વી સમાન હોય તે અનંત જીવવાળી વનસ્પતિ જાણવી. [૧૨] ગુપ્તશિરાક, ક્ષીરવાળું કે વિનાનું હોય, પ્રનષ્ટ સંધિ હોય તે પાંદડું અનંત જીવાત્મક જાણવું.
[૧૨૨] જલજ, સ્થલજ, વૃંતબદ્ધ, નાલબદ્ધ પુષ્પો સંખ્યાત, અસંખ્યાત, અનંત જીવવાળા જાણવા. [૧૨૩] જે કોઈ નાલબદ્ધ પુષ્પો છે, તે સંખ્યાતા જીવવાળા હોય છે. જે નિહુ - થોરના પુષ્પો અને તેના જેવા બીજા પુષ્પો છે તે અનંત જીવવાળા છે. [૧૨૪] પદ્મિની કદ, ઉત્પલિની કંદ, અંતરક, ઝિલ્લિ અનંતજીવાત્મક છે અને બિસ, મૃણાલ એક જીવાત્મક છે. [૧૨૫] પલાંડુકંદ, લાણ કંદ, કંદલીકંદ, કુસ્તુંબક અને તેના જેવા અન્ય પણ પ્રત્યેક જીવવાળા છે.
[૧૨૬] પદ્મ, ઉત્પલ, નલિન, સુભગ, સૌગંધિક, અરવિંદ, કોકનદ, શતપત્ર, સહસ્રમ... [૧૨] તેના બિંટ, કેસર, મિંજ પ્રત્યેક એક જીવવાળા છે. [૧૨૮] વેણુ, નલ, ઇક્ષુવાટિકા, સમાસઇક્ષુ, ઇક્કડ, ડ, કસ્કર, સુંઠ, વિહંગુ, તૃણ અને પર્વગની... [૧૨૯] આંખ, પર્વ, પરિમોટક એ બધાં એક જીવના છે પત્રો પ્રત્યેક જીવવાળા અને પુષ્પો અનેક જીવાત્મક છે. [૧૩૦] યૂસફલ, કાલિંગ, તુંબ, ત્રણ, એલવાલુંક, ઘોષાતક, પડોલ, હિંદુક, તેંસના.. [૧૩૧] ડીંટીયા, માંસ, કડાહ એ એક જીવના હોય છે, પાંદડા એક જીવવાળા અને કૈસર સહિત - કેસર રહિત દરેક બીજ એક એક જીવાશ્રિત છે. [૧૩૨] સફાય, સમાય, ઉલ્વેહલિયા, કુહણા, કંડ્ક એ અનંત જીવાત્મક છે તેમાં કંદુકને વિશે ભજના જાણવી,
* વિવેચન-૧૨૦ થી ૧૩૨ -
વોશ આ વૃત્તિ આ પૂર્વેના સૂત્રમાં અંતે મૂકી છે. હવે લક્ષણાંતથી કહે છે – જે પાંદડા દુધવાળા કે વગરના હોય, ગૂઢશિરાક - ગુપ્તનસોવાળું હોય, જેના બે અર્ધ ભાગની વચ્ચે સાંધો સર્વથા ન દેખાતો હોય તે અનંત જીવાત્મક જાણવું.
હવે પુષ્પાદિ સંબંધી વિશેષતા – પુષ્પો ચાર પ્રકારે છે – ખનન - સહસપત્રાદિ, ચહ્નન - કોરંટાદિ, તે પ્રત્યેકના બે ભેદ આ પ્રમાણે – કેટલાંક વૃત્તબદ્ધ - અતિમુક્તક આદિ, કેટલાંક નાણબદ્ધ-જાઈના પુષ્પો વગેરે. આ બે મધ્યે કેટલાંક પત્રાદિમાં રહેલ જીવોની અપેક્ષાએ સંખ્યાત જીવવાળા, કેટલાંક અસંખ્યાત જીવવાળા, કેટલાંક અનંત જીવવાળા હોય છે. તે આગમાનુસારે જાણવા.
આ સંબંધે કંઈક વિશેષ કહે છે – તેમાં જે જાઈ વગેરે નાલબદ્ધ પુષ્પો છે તે બધાં સંખ્યાત જીવવાળા તીર્થંકર - ગણધરોએ કહેલાં છે. થોરના પુષ્પો અનંત જીવાત્મક છે. તે સિવાયના થોરનાં પુષ્પો જેવા બીજા પુષ્પો પણ અનંત જીવાત્મક જાણવા. પદ્મિનીકંદ, અંતર નામે જલજ વનસ્પતિકંદ વિશેષ, ઝિલ્લિકા નામે વનસ્પતિ