________________
૨૬/-:/૫૪૮
૧૦૧
૧૦૨
એકવિધ બંધકનો પ્રક્ષેપતા ચાર ભંગ એમ ૧૯-ભંગો થયા. પછી અટવિધ, પવિધ, એકવિધ બંધકથી આઠ ભંગ, કુલ ૨૭-ભંગ થયા.
વેદનીય સૂત્રમાં એક કર્મ બંધક સયોગી કેવલી પણ હોય, અબંધક અયોગી કેવલી છે - x • વેદનીય સૂત્રમાં એકવચન અને બહુવચનના વિચામાં જીવપદને વિશે નવ ભંગો થાય છે કેમકે તેમાં સાત, આઠ અને એક કર્મના બંધક હંમેશાં ઘણાં હોય, બહુવચનમાં પદ્વિધ બંધક અને અબંધકનો અભાવ છે, ત્યાં સાત, આઠ, એક કર્મ બંધકનો પહેલો ભંગ, પવિધને પ્રક્ષેપતા એકવચન, બહુવચન આશ્રીને બે ભંગ, એકવિઘબંધક પદના બે ભંગો, બંને પદને પ્રક્ષેપતાં ચાર ભાંગા થાય છે.
મનુષ્યપદમાં ૨૩ ભંગો - સાત અને એકવિદ બંધક બહુવચન વડે હંમેશાં અવસ્થિત, તે સિવાય બીજા ત્રણે આઠ, છ કર્મ બંધક કે બંધક મનુષ્યો કદાચિતું હોય, એક કે અનેકરૂપે વિકો હોય, તેમના અભાવે સાત કર્મ બંધક હોય એ એક ભંગ ઈત્યાદિ સુગમ છે.
મોહનીય કર્મ વેદતો જીવ સાત, આઠ, છ કર્મનો બંધક હોય, કેમકે સૂમ સંપરામાં પણ મોહનીયનો ઉદય સંભવે છે. એમ મનુષ્યપદમાં પણ કહેવું. નરકાદિ સ્થાનોમાં સાત કમબંધક કે આઠ કર્મ બંધક કહેવું કેમકે ત્યાં સૂમ સંપરાય ગુણ ઠાણું નથી. બહુવચનમાં જીવપદમાં ત્રણ ભંગો કહ્યા, તેમાં સૂક્ષ્મ સંપરાય કદાચ હોય અને બીજા બે હંમેશાં ઘણાં હોય. માટે પવિધ બંધકના અભાવમાં સાત અને આઠ કર્મના બંધક હોય એ એક ભંગ, ષવિધ બંધકને પ્રક્ષેપતા એકવચન-બહુવચનથી બે ભંગો છે.
નૈરયિકથી સ્વનિતકુમાર સુધી સાત કર્મ બંદક હંમેશાં ઘણાં હોય, આઠ કર્મ બંધક કદાચ હોય અને તે પણ એક કે અનેક વિકલ્પ હોય. આઠ કર્મ બંધક પદ પ્રોપતા એકવચન-બહુવચન આશ્રીને બે ભંગો, પાંચે પૃથિવ્યાદિમાં બીજા ભંગોનો અભાવ છે. • x • વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, વ્યંતર-જ્યોતિક-વૈમાનિકો નૈરયિકવતુ ત્રણ ભંગ હોય. મનુષ્યોમાં નવ ભંગ હોય ઈત્યાદિ બધુ સુગમ છે. સૂત્રકારે કહ્યું છે કે જ્ઞાનાવરણીય વેદતા જે બંધ કહ્યો તે મોહનીય વેદતા પણ કહેવો.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 છે પદ-૨૭-“કર્મ વેદવેદક” છે.
- X - X - X - X - o હવે સત્તાવીસમું પદ આરંભીએ છીએ, તેનું પહેલું સૂત્ર• સૂત્ર-પ૪૯ :
ભગવન ! કેટલી કમ પ્રકૃતિ છે? ગૌતમ ! આઠ - જ્ઞાનાવરણ યાવતું અંતરાય. એમ નૈરવિકથી વૈમાનિક સુધી કહેવું.
ભગવાન ! જ્ઞાનાવરણીય કર્મ વેદો જીવ કેટલી પ્રકૃતિ વેદે ? ગૌતમ ! સાત કે આઠ વદે. એમ મનુષ્યમાં કહેવું. બાકીના બધાં એકવચન અને બહુવચન વડે પણ અવશ્ય આઠ પ્રકૃતિ વેદે છે.
એ પ્રમાણે વૈમાનિક સુધી જાણતું.
ભગવાન ! જીવો જ્ઞાનાવરણીય કર્મ વેદત કેટલી પ્રકૃતિ વેદે ? ગૌતમ ! બધાં જીવો આઠ કર્મ વેદક હોય, અથવા આઠ કર્મ વેદક અને એક સાત કર્મ વેદક હોય, અથવા આઠ કર્મ વેદક અને સાત કર્મ વેદક હોય. એમ મનુષ્યો પણ જાણવા. દર્શનાવરણીય અને અંતરાય સંબંધે એમ જ કહેવું. વેદનીય, આય, નામ, ગોત્ર કર્મ વેદતો કેટલી કમ પ્રકૃતિ વેદે જેમ બંધક વેદકને વેદનીય કર્મ કહ્યું, તેમ કહેવું.
મોહનીય કર્મ વેદતો જીવ કેટલી કમાકૃતિ વેદે ? આઠ વેદે. એમ નૈરસિકથી વૈમાનિક સુધી જાણવું. એમ બહુવચનમાં જાણવું.
• વિવેચન-પ૪૯ :
- x - કયું કર્મ વેદતો કેટલી કર્મપ્રકૃતિ વેદે ? એ પ્રમાણે ઉદયની સાથે ઉદયનો સંબંધ વિચારે છે. સૂત્ર સ્પષ્ટ છે. તેમાં સાત કમવેદક ઉપરાંત કે ક્ષીણ મોહ હોય છે. કેમકે તેમને મોહનીય કર્મના ઉદયનો સંભવ નથી. બાકીના સૂક્ષ્મ સંપરાયાદિ આઠ કર્મ વેદક હોય. એમ મનુષ્ય પદને વિશે પણ કહેવું. નૈરયિકાદિ અવશ્ય આઠ કર્મના વેદક હોય છે. બહુવચન વિચારમાં જીવ અને મનુષ્યપદમાં ત્રણ ભાંગા હોય છે. તેમાં આઠ કર્મ વેદક હોય તે પહેલો ભંગ, સાત કર્મ વેદક એક હોય ત્યારે બીજો ભંગ, સાત ક્રમ વેદક ઘણાં હોય ત્યારે ત્રીજો ભંગ. બાકીના નૈરયિકાદિ પદોમાં આઠ કમવિદક જ હોય, માટે ભંગોનો અભાવ છે. કેમકે ત્યાં સાત કર્મ વેદકનો સંભવ છે, એમ દર્શનાવરણીય અને આંતરાય સૂત્ર સંબંધે કહેવું.
વેદનીય સૂત્રમાં જીવપદ અને મનુષ્યપદમાં પ્રત્યેકને આશ્રીને આઠ કર્મનો, સાત અને ચાર કર્મનો વેદક હોય છે. તેમ કહેવું. બાકીના નૈરયિકાદિ પદોમાં આઠ કર્મનો વેદક હોય છે - એ એક ભંગ. કેમકે તેઓમાં ઉપશાંત મોહલ્વાદિ અવસ્થા અસંભવ છે. તે જ વેદનીય સૂત્રમાં બહુવચનના વિચારમાં પ્રત્યેક જીવ અને મનુષ્યના ત્રણ ભાંગા સમજવા. તેમાં ‘આઠ કર્મના વેદક’ એ પ્રથમ ભંગ સર્વથા સાત કર્મના વેદકના અભાવે હોય છે. ઈત્યાદિ જાણવું. * *
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ