________________
૨૬/-/-/૫૪૮
Ø પદ-૨૬- કર્મવેદબંધ' છે
— * — X — * - * -
• હવે પદ-૨૬નો આરંભ કરે છે, તેનું આદિ સૂત્ર –
-સૂત્ર-૫૪૮ -
-
ભગવન્ ! કેટલી કર્મ પ્રકૃતિઓ છે ? ગૌતમ ! આઠ છે યાવત્ અંતરાય. એમ નૈરયિકોથી વૈમાનિકો કહેવા.
EE
જ્ઞાનાવરણ
ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ વેદતો કેટલી પ્રકૃતિ બાંધે ? સાતનો, આઠનો, છ નો અને એક કર્મનો બંધક હોય
નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ વેદતો કેટલી પ્રકૃતિ બાંધે? સાત કે આઠ બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. મનુષ્યને જીવ માફક કહેવો. જીવો જ્ઞાનાવરણીય કર્મ વેદતા કેટલી કર્મ બાંધે ? ૧-બધાં સાત કે આઠ કર્મ બંધક હોય, -અથવા સાત, આઠ કર્મ બંધક અને એક છ કર્મ બંધક હોય, ૩-અથવા સાત, આઠ, છ કર્મ બંધક હોય, ૪-અથવા સાત, આઠ અને એક એક કર્મનો બંધક હોય. ૫-સાત, આઠ, એક કર્મ બંધક, હોય, ૬-સાત, આઠ, એક છ કર્મ, એક એક કર્મનો બંધક હોય, ૭-અથવા સાત, આઠ, એક છ, એક કર્મ બંધક હોય, ૮-અથવા સાત, આઠ, છે અને એક એક કર્મ બંધક હોય. અથવા ૯-સાત, આઠ, છ અને એક કર્મબંધક હોય. એ પ્રમાણે નવ ભંગો થાય. એકેન્દ્રિય અને મનુષ્ય સિવાય બીજાને વૈમાનિક સુધી ત્રણ ભંગો હોય છે.
એકે સાત કે આઠ કર્મબંધક હોય.
મનુષ્યો જ્ઞાનાવરણ વેદતાં કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? ગૌતમ ! ૧-બધાં સાત કર્મ બંધક હોય, ૨-અથવા સાત અને એક આઠ કર્મ બંધક હોય, ૩અથવા સાત અને આઠ કર્મ બંધક હોય, ૪-અથવા સાત અને એક છ કર્મબંધક હોય, ૫-અથવા છ કર્મ બંધક સાથે બે ભંગો હોય, ૬-૭ અથવા એક કર્મ બંધક સાથે બે ભંગો હોય, ૮ થી ૧૧-અથવા સાત, આઠ અને એક છ કર્મનો બંધક ઈત્યાદિ ચાર ભંગો હોય, ૧૨ થી ૧૫ અથવા સાત, એક આઠ કર્મ, એક એક કર્મનો બંધક ઈત્યાદિ ચાર ભંગો, ૧૬ થી ૧૯ સાત, એક છ અને એક એક કર્મબંધક હોય ઈત્યાદિ ચાર ભંગ, ૨૦ થી ૨૭ અથવા સાત, એક આછ, એક છ, એ એક કર્મ બંધક હોય ઈત્યાદિ આઠ ભંગ. એ પ્રમાણે ૨૭-ભંગો થાય છે. એમ જે રીતે જ્ઞાનાવરણીય વેદતો કર્મ પ્રકૃતિનો બંધ કહ્યો, તેમ દર્શનાવરણીય અને અંતરાય વૈદતા કહેવો.
વેદનીય કર્મ વેદતો જીવ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? સાત, આઠ, છ કે એક કર્મ બંધક અને અબંધક પણ હોય. એમ મનુષ્યો જાણવા. બાકીના નૈરયિકાદિ સાત કે આઠ કર્મના બંધક હોય. એમ વૈમાનિક સુધી કહેવું. - - • જીવો વેદનીય કર્મ વેદતા કેટલી પ્રકૃતિ બાંધે ? ૧-બધાં સાત કર્મ બંધક,
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
આઠ કર્મ બંધક અને એક કર્મ બંધક હોય અથવા ૨-સાત, આઠ, એક અને એક છ કર્મ બંધક હોય. અથવા ૩-સાત, આઠ, એક અને છ કર્મ બંધક હોય, ૪-૫, બંધકની સાથે બે ભંગ હોય, ૬ થી ૯- સાત, આઠ, એક, એક છ કર્મ બંધક અને એક અબંધક ઇત્યાદિ ચાર ભંગો જાણવા. એ પ્રમાણે નવ ભંગો થાય.
૧૦૦
એકેન્દ્રિયો અભંગક છે. નૈરયિકથી વૈમાનિક સુધી ત્રણ ભંગો સમજવા. પણ મનુષ્યો વિશે પ્રશ્ન કરવો - બધાં સાત અને એક કર્મ બંધક હોય અથવા સાત, એક, એક છ કર્મનો બંધક, એક આઠ કર્મનો બંધક અને એક બંધક હોય. એમ ૨૭-ભંગો કહેવા.
જેમ વેદનીય કહ્યું, તેમ આયુ, નામ અને ગ્લોર કહેવું. જ્ઞાનાવરણીય વેદતા કહેલ પ્રકૃતિ બંધ પ્રમાણે મોહનીય કર્મ કહેવું.
• વિવેચન-૫૪૮ 1
કર્મ પ્રકૃતિ કેટલી કહી છે ? ઈત્યાદિ સૂત્રનો અર્થ સ્પષ્ટ છે, હવે કયું કર્મ વેદતો કઈ કર્મ પ્રકૃતિ બાંધે ? એમ ઉદયની સાથે બંધના સંબંધનો વિચાર કરતા સૂત્રકારશ્રી કહે છે – જીવ જ્ઞાનાવરણ કર્મ વેદતો કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? ઈત્યાદિ સુગમ છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મ વેદતો એક પ્રકૃતિનો બંધ કરનાર ઉપશાંત મોહ કે ક્ષીણમોહ હોય, પણ સયોગી કેવલી ન હોય. કેમકે તેને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય નથી. બહુવચનના વિચારમાં છ પ્રકૃતિ બંધ કરનારા સૂક્ષ્મ સંપરાયો અને એક પ્રકૃતિ બંધક ઉપશાંત અને ક્ષીણમોહ કદાચિત્ હોય છે. તે એકાદિ રૂપે વિકલ્પે હોય છે. તેથી કોઈવાર એક હોય, કોઈ વાર અનેક હોય, કોઈ વાર ન હોય. માટે એક અને અનેક બંને પ્રકારના અભાવમાં સાત કર્મ બંધક, આઠ કર્મ બંધક પણ હોય એ એક જ ભંગ હોય, કેમકે બંને જીવો હંમેશાં ઘણાં હોય. તેથી છ પ્રકૃતિનો પ્રક્ષેપ કરતાં એક અને બહુવચનથી બે ભંગ થાય. એ પ્રમાણે એક પસ્કૃતિના બંધકનો પ્રક્ષેપ કરતાં પણ બે ભંગો થાય છે. બંને પદનો સાથે પ્રક્ષેપ કરતા પૂર્વવત્
ચાર ભંગો થાય. - X -
એકેન્દ્રિય અને મનુષ્ય સિવાય નૈરયિકાદિમાં બહુવચન આશ્રિત ત્રણ ભંગ થાય, કેમકે આઠ કર્મબંધક કદાચિત્ હોવાથી બે વિકલ્પો છે. એકેમાં ભંગોનો અભાવ છે. એટલે બીજા ભંગ થતાં નથી.
મનુષ્યોમાં ૨૩-ભંગો થાય છે. કેમકે આઠ, છ, એક કર્મ બંધક કદાચ હોય અને એકાદિરૂપે વિકલ્પો હોય છે. તેમના અભાવમાં સાત કર્મબંધક એ પહેલો ભંગ હોય, અષ્ટવિધ બંધક પદનો પ્રક્ષેપ કરવાથી તેના એકવચન-બહુવચનના બે ભંગ થાય. પદ્ધિધ બંધકનો પ્રક્ષેપ કરતાં એક-અનેક બે ભંગો, એકવિધબંધક પ્રક્ષેપતા બે ભંગો, એમ સાત ભંગો થાય છે. અષ્ટવિધ અને ષડ્ વિધ બંધકના પ્રક્ષેપથી ચાર ભંગો, અષ્ટવિધ અને એકવિધને પ્રક્ષેપતા ચાર ભંગ, ષડ્વિધ અને