________________
૨૪૪-૪-/૫૪૬
--
આ જ વાત નૈરયિકાદિના દંડકના ક્રમે વિચારે છે — - x - અહીં મનુષ્ય સિવાયના બધાં સ્થાને બે જ ભંગ જાણવા. સાત કર્મના કે આઠ કર્મના બંધક હોય, છ કર્મના બંધક રૂપ ત્રીજો ભંગ ન હોય - X - મનુષ્યના સ્થાને ત્રણ ભંગો કહેવા. - x - એમ વૈમાનિક સુધી કહેવું, પરંતુ મનુષ્યને જીવ માફક કહેવા. એમ એકવચન દંડક કહ્યો. પછી બહુવચનનો દંડક કહે છે - ૪ - છ કર્મના બંધક હોય કે ન હોય કેમકે ઉત્કૃષ્ટ છ માસનું તેમને અંતર કહ્યું છે. હોય ત્યારે પણ એક, બે થી વધી ઉત્કૃષ્ટ - ૧૦૮ હોય. છ કર્મના બંધક આશ્રીને ત્રણ ભંગ થાય. નારકો છ કર્મના બંધક હોય જ નહીં, આઠ કર્મના બંધક કદાચિત્ જ હોય, તેથી બધાં સાત કર્મના બંધક એ પહેલો ભંગ કહ્યો, આઠ કર્મનો બંધક એક હોય કે ઘણાં હોય તે બીજા બે ભંગો જાણવા. આ જ ત્રણે ભંગ દશે ભવનપતિમાં કહેવો.
પાંચે પૃથ્વી આદિમાં એક જ ભંગ હોય - ૪ - વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં નૈરયિકવત્ ત્રણ ભંગો છે. મનુષ્ય સૂત્રમાં નવ ભંગો કહ્યા. કેમકે - આઠ અને છ કર્મના બંધક કદાચિત્ સર્વથા ન હોય, - - X - આઠ કર્મનો બંધક એક હોય, ઘણાં હોય, છ કર્મના બંધક એક કે વધુ હોય એમ પાંચ ભંગો થયા. ત્રિકસંયોગીમાં ચાર ભંગો, એમ બધાં મળી નવ ભંગો થયા.
69
જ્ઞાનવરણીય માફક દર્શનાવરણીય ૫મ વિચારવું.
વેદનીય કર્મના વિચારમાં ઉપશાંત મોહાદિ એક કર્મના જ ગંધક હોય છે. બાકી બધું પૂર્વવત્. મનુષ્ય પદમાં પણ તે જ પૂર્વોક્ત નવભાંગા કહેવા. કેમકે સાત કર્મ બંધક અને એક કર્મ બંધક હંમેશાં ઘણાં હોવાથી બીજા ભંગોનો સંભવ નથી.
મોહનીય કર્મની વિચારણામાં જીવ અને પૃથ્વી આદિ પદોમાં પ્રત્યેકને વિશે સાત કર્મ બંધક અને આઠ કર્મ બંધકનો એક જ ભંગ હોય છે. કેમકે બંને પ્રકારના જીવો હંમેશાં ઘણાં હોય છે. છ કર્મ બંધક મોહનીય કર્મ ન બાંધે કેમકે મોહનીયનો બંધ અનિવૃત્તિ બાદર સંપરાય સુધી હોય છે.
આયુ કર્મ બંધક હંમેશાં આઠ કર્મનો બંધક હોય છે. માટે તેમાં ભંગો નથી. નામ, ગોત્ર, અંતરાય સૂત્રો જ્ઞાનાવરણીય વત્ જાણવા.
22/7
મુનિ દીપરત્નસાગરે કરેલ
પદ-૨૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૯૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
છે
પદ-૨૫-કર્મવેદ
— * - * - * =
૦ હવે પચીશમું પદ કહે છે, તેનું આદિ સૂત્ર આ છે -
-
• સૂત્ર-૫૪૭ -
ભગવન્ ! કર્મપ્રકૃતિ કેટલી છે ? ગૌતમ! આઠ છે - જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય, એમ વૈમાનિક સુધી જામવું.
ભગવન્ ! જીવ ાનાવરણીય કર્મ બાંધતો કેટલી પ્રકૃતિઓ વેદે ? અવશ્ય આઠ વેદે. એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે બહુવચનમાં પણ સમજવું. એ રીતે વેદનીય સિવાય અંતરાય સુધી જાણવું.
ભગવન્ ! જીવ વેદનીય કર્મ બાંધતો કેટલી કર્મ પ્રકૃતિઓ વેદે ? ગૌતમ ! સાત પ્રકૃતિ વે, આઠ પ્રકૃતિ વેદે કે ચાર પ્રકૃતિ વેદે. એ પ્રમાણે મનુષ્ય પણ વેદ.
બાકીના નૈરયિકથી વૈમાનિક સુધી એકવચન અને બહુવચન વડે પણ અવશ્ય આઠ કર્મ પ્રકૃતિ વેદે.
ભગવન્ ! જીવો વેદનીય કર્મ બાંધતા કેટલી કર્મપકૃતિઓ વેદે ? ગૌતમ ! (૧) બધાં આઠ કર્મ વેદક અને ચાર કર્મ વૈદક હોય. (૨) અથવા આઠ કર્મ વૈદક, ચાર કર્મ વૈદક અને એક સાત કર્મ વૈદક હોય, (૩) અથવા આઠ કર્મ વૈદક, ચાર કર્મ વૈદક અને સાત કર્મ વેદક હોય. એ પ્રમાણે મનુષ્યો પણ કહેવા. • વિવેચ-૫૪૭ :
ભગવન્ ! કેટલી કર્મપ્રકૃતિ કહી છે ? ઈત્યાદિ સૂત્ર સ્પષ્ટ છે. હવે કર્યું કર્મ બાંધતો કેટલી કર્મ પ્રકૃતિ વેદે ? એ વિચારે છે - ભગવન્ ! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિ વેદે ? ઈત્યાદિ સૂત્ર સુગમ છે. વેદનીય સૂત્રમાં સાત કર્મ વેદક, આઠ કર્મ વેદક અને ચાર કર્મ વેદક હોય. સાત કર્મ વેદક ઉપશાંત મોહ કે ક્ષીણ મોહ હોય છે, કેમકે બંનેને મોહનીયનો ઉદય નથી. આઠ કર્મ વેદક મિથ્યાદૃષ્ટિથી સૂક્ષ્મ સંપરાય સુધીનો જીવો છે. કેમકે તેઓને અવશ્ય આઠે કર્મનો ઉદય છે. ચાર કર્મ વેદનારા સયોગી કેવલી છે. કેમકે તેમને ચાર ઘાતી કર્મનો ઉદય નથી. બહુ
વચનમાં સાત કર્મ વેદનારા કદાચ હોય માટે ત્રણ ભંગો કહ્યા.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ