________________
૨૪/-|-/૫૪૬
еч
છે પદ-૨૪-કર્મપ્રકૃતિબંધ છે — x — x —
— x -
૦ પદ-૨૩ની વ્યાખ્યા કરી, હવે ચોવીશની આરંભે છે, તેનો આ સંબંધ છે પદ-૨૩માં કર્મબંધાદિ રૂપ પરિણામો વિચાર્યા, તે જ હવે કહેવાનાર ચાર પદોમાં ક્યાંક વિચારે છે. તેમાં ૨૪મું પદ –
- સૂત્ર-૫૪૬ ઃ
ભગવન્ ! કેટલી કકૃતિઓ કહી છે ? ગૌતમ ! આઠ છે - જ્ઞાનાવરણીય ચાવત્ અંતરાય. એમ વૈમાનિક સુધી જાણવું.
ભગવન્ ! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? સાત, આઠ કે છ કર્મપ્રકૃતિ બાંધે. નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? સાત કે આઠ બાંધે. એમ વૈમાનિક સુધી જાણવું. પણ મનુષ્યને જીવ પ્રમાણે જાણવો.
=
જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી કમ્પકૃતિ બાંધે? બધાં જીવો સાત બાંધે અને આઠ બાંધે, અથવા સાત બાંધે, આઠ બાંધે અને એક છ બાંધે, અથવા સાત બાંધે, આઠ બાંધે અને છ બાંધે.
નૈરયિકો જ્ઞાનવરણીય કર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? બધાં સાત બાંધે અથવા સાત બાંધે અને એક આઠ બાંધે. અથવા બધા સાત બાંધે અને
આઠ બાંધે, એમ ત્રણ ભંગો થયા. એમ સ્તનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિકો કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? સાત બાંધે અને આઠ બાંધે. એમ વનસ્પતિકાયિકો સુધી જાણવું.
વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિયોને ત્રણ ભંગ છે. બધાં સાત બાંધે અથવા સાત બાંધે અને એક આઠ બાંધે, અથવા સાત બાંધે અને આઠ બાંધે.
ભગવન્ ! મનુષ્યો જ્ઞાનાવરણીયનો બંધ કરતાં કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? બધાં સાત પ્રકૃતિ બાંધે અથવા સાત બાંધે અને એક આઠ બાંધે. અથવા સાત બાંધે અને આઠ બાંધે, અથવા સાત કર્મ બાંધે અને એક છ બાંધે. અથવા સાત બાંધે અને છ બાંધે, અથવા સાત બાંધે, એક આઠ કર્મ બાંધે અને એક છ બાંધે. અથવા સાત બાંધે, એક આઠ બાંધે અને છ બાંધે, અથવા સાત બાંધે, આઠ બાંધે અને એક છ કર્મ બાંધે, અથવા સાત બાંધે, આઠ બાંધે અને છ કર્મ બાંધે. એ નવ ભંગો થાય.
બાકીના અંતરથી વૈમાનિક સુધીના દેવો નૈરયિકોની માફક સપ્તવિધાદિ બંધક કહેવા. એમ જેમ જ્ઞાનાવરણના બંધક કહ્યા, તેમ દર્શનાવરણનો પણ બંધ કરનારા જીવાદિ એકવચન અને બહુવચન વડે કહેવા.
વેદનીય કર્મ બાંધતો જીવ કેટલાં કર્મ બાંધે? સાતનો બંધક, આઠનો બંધક, છનો બંધક અને એકનો પણ બંધક હોય. એમ મનુષ્ય સંબંધે પણ
૯૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
કહ્યું. બાકીના નૈરયિકાદિ જીવો સાત કર્મબંધક, આઠ કર્મબંધક છે, તે વૈમાનિક સુધી કહેવા.
વેદનીય કર્મ બાંધતા જીવોની પૃચ્છા બધાં જીવો સાત બાંધે, આઠ બાંધે, એક બાંધે અને એક છ બાંધે. અથવા સાત બાંધે, આઠ બાંધે, એક બાંધે અને છ બાંધે તેવા હોય. બાકીના નારકાદિ યાવત્ વૈમાનિકો જ્ઞાનાવરણ બાંધતાં જે પ્રકૃતિ બાંધે તે વડે કહેવા. પરંતુ મનુષ્યો વેદનીય કર્મ બાંધતા કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? બધાં મનુષ્યો (૧) સાતના બંધક અને એકના બંધક હોય, અથવા (ર) સાત બાંધે, એક બાંધે અને એક આઠ કર્મ બાંધે, (૩) અથવા સાત બાંધે, એક બાંધે અને આઠ બાંધે, અથવા (૪) સાત બાંધે, એક બાંધે, એક છ કર્મ બાંધે. અથવા (૫) સાત બાંધે, એક બાંધે, છ કર્મ બંધક હોય. અથવા (૬) સાત બાંધે, એક બાંધે, એક આઠ કર્મ બાંધે, એક છ કર્મ બાંધે, (૭) અથવા સાત બાંધે, એક બાંધે, એક આઠ કર્મ બાંધે અને છ કર્મ બંધક હોય, (૮) અથવા સાત બાંધે, એક બાંધે, આઠ બાંધે, એક છ કર્મ બંધક હોય અથવા (૯) સાત બાંધે, એક બાંધે, આઠ બાંધે, છ બાંધે. એ નવ ભંગો કહેવા.
-
મોહનીયકર્મ બંધ કરતો જીવ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે? જીવ અને
એકેન્દ્રિય સિવાય બાકીનાને ત્રણ ભંગો જામવા. જીવ અને એકેન્દ્રિયો સાત ક બંધક અને આઠ કર્મ બંધક પણ હોય.
આયુકર્મ બાંધતો જીવ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે? અવશ્ય આઠ પ્રકૃતિ બાંધે, એ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. એમ બહુવચન વડે પણ સમજવું. . . - - - નામ, ગોત્ર અને આંતરાય કર્મનો બંધ કરતો જીવ કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? જ્ઞાનાવરણીયનો બંધ કરતાં જેટલી કર્મપ્રકૃતિ બાંધે તેટલી કહેવી. એમ નૈરયિકથી વૈમાનિક સુધી કહેવું. એમ બહુવચન વડે કહેવું.
• વિવેચન-૫૪૬ :
કેટલી પ્રકૃતિઓ કહી ? ઈત્યાદિ સૂત્રપાઠ ફરીથી કથન તે વિશેષતા જણાવવા માટે છે. હવે કયું કર્મ બાંધતો કઈ કર્મપ્રકૃતિ બાંધે એમ બંધના સંબંધનો વિચાર કરવા પહેલાં જ્ઞાનાવરણીય કર્મ સાથેનો સંબંધ વિચારે છે - તે સૂત્ર સુગમ છે, પણ આયુષુ બંધના અભાવકાળે સાત કર્મનો બંધ કરે છે. આયુ બાંધતા આઠ કર્મ બાંધે છે. મોહનીય અને આયુનો બંધ ન કરે ત્યારે છ કર્મનો બંધ કરે છે અને તે સૂક્ષ્મ સંપરાય છે. એક કર્મનો બંધક ન હોય કેમકે ઉપશાંત કષાયાદિ એક કર્મના બંધક
હોય. કહ્યું છે – ઉપશાંત મોહ, ક્ષીણમોહ, કેવળજ્ઞાની એક કર્મનો બંધ કરે છે, તે બે સમય સ્થિતિક હોય. પણ સંપરાય કર્મના બંધક ન હોય, વળી ઉપશાંતકષાયાદિ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી, કેકમે તેનો બંધ સૂક્ષ્મ સંપરાયના છેલ્લા સમયે વિચ્છેદ થાય છે.