________________
૧૫/૨/-/૪૩૭
અસંખ્યાતી હોય, પરસ્થાનને આશ્રીને બદ્ધ દ્રવ્સેન્દ્રિયો ન હોય. વનસ્પતિકાયિકોને બ દ્રવ્યેન્દ્રિયો અનંત છે. મનુષ્યોને નૈરમિકપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનંત હોય. વર્તમનકાળે નથી, ભાવિમાં થનારી અનંત હોય, એ પ્રમાણે ત્રૈવેયકદેવપણા સુધી જાણવું. પણ સ્વસ્થાનમાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે કદાચ સંખ્યાતી હોય, કદાચ અસંખ્યાતી હોય, ભાવિમાં થનારી અનંત હોય.
૧૨૩
ભગવન્ ! મનુષ્યોને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે હોય? સંખ્યાતી હોય. વર્તમાનકાળે કેટલી હોય ? નથી. ભાવિમાં થનાર કેટલી હોય ? કદાચિત સંખ્યાતી હોય, કદાચિત્ અસંખ્યાતી હોય. એ પ્રમાણે સર્વાર્થ સિદ્ધ દેવપણામાં દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે નથી, વર્તમાનકાળે નથી, ભાવિમાં થનારી અસંખ્યાતી હોય. આમ ચૈવેયક દેવો સુધી જાણવું.
ભગવન્! વિજયાદિ ચારને નારકપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે કેટલી હોય? ગૌતમ ! અનંત હોય. વર્તમાનકાળે કેટલી હોય? ન હોય. ભાવિમાં થનારી કેટલી હોય? ન હોય. એ પ્રમાણે જ્યોતિકદેવત્વમાં સુધી પણ જાણવું. પરંતુ મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે ન હોય અને ભાવિમાં થનાર અસંખ્યાતી હોય. એ પ્રમાણે યાવત્ જૈવેયક દેવપણામાં સ્વસ્થાન અપેક્ષાએ અતીતકાળે અસંખ્યાતી હોય. વર્તમાનકાળે અસંખ્યાતી હોય, ભાવિમાં થનાર અસંખ્યાતી હોય. સર્વાર્થસિદ્ધ દેવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળુ ન હોય, વર્તમાનકાળે ન હોય, ભાવિમાં થનારી અસંખ્યાતી હોય.
ભગવન્ ! સથિસિદ્ધ દેવોને નાકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે હોય ? ગૌતમ! અનંત હોય. વર્તમાનકાળે કેટલી હોય? ન હોય. ભાવિમાં થનારી કેટલી હોય? ન હોય. એ પ્રમાણે મનુષ્ય સિવાય યાવત્ ત્રૈવેયક દેવપણામાં જાણવું. મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે ન હોય, ભાવિમાં થનારી અસંખ્યાતી હોય. વિજયાદિ ચાર અનુત્તરમાં દ્રવ્યેન્દ્રિયો
અતીતકાળે કેટલી હોય ? સંખ્યાતી. વર્તમાનકાળે ? ન હોય. ભાવિમાં થનારી ? ન હોય. ભાવિમાં થનારી ? ન હોય. ભાવિમાં થનારી? ન હોય. સથિસિદ્ધ દેવોને સથિસિદ્ધપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વ કાળે હોય ? ન હોય. વર્તમાનકાળે કેટલી હોય? સંખ્યાતી હોય, ભાવિમાં થનારી કેટલી હોય? ન હોય.
ભગવન્ ! ભાવેન્દ્રિયો કેટલી હોય? પાંચ. શ્રોકેન્દ્રિય યાવત્ સ્પર્શનન્દ્રિય. ભગવન્ ! નૈરયિકોને કેટલી ભાવેન્દ્રિય હોય ? પાંચ - શ્રોપ્રેન્દ્રિય સાવ સ્પર્શનેન્દ્રિય. એ પ્રમાણે જેને જેટલી ઈન્દ્રિયો હોય, તેને તેટલી વૈમાનિક સુધી કહેવી.
ભગવન્ ! એક-એક નૈરયિકને ભૂતકાળમાં કેટલી ભાવેન્દ્રિયો હોય? ગૌતમ ! અનંત હોય. વર્તમાનકાળે ? પાંચ હોય. ભાવિમાં થનારી ? પાંચ, દશ,
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અગિયાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. એ પ્રમાણે અસુકુમારો પણ જાણવા, પણ તેને ભાવિમાં થનારી પાંચ, છ, સંખ્યાતી, સંખ્યાતી કે અનંત ભાલેન્દ્રિયો હોય. એ પ્રમાણે ાનિતકુમાર સુધી જાણવું.
આ પ્રમાણે પૃથ્વી, અ, વનસ્પતિકાયિકને પણ જાણવું. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાને પણ જાણવા, તે અને વાયુને પણ એમજ કહેવા. પણ ભાવિમાં થનારી છ, સાત, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત ભાવેન્દ્રિયો હોય. પંચેન્દ્રિય તિર્યંચને સાવત્ ઈશાનદેવને અસુરકુમારવત્ જાણવા. પરંતુ મનુષ્યને ભાવિમાં થનારી ભાવેન્દ્રિયો કોઈને હોય - કોઈને ન હોય, એમ કહેવું. સનકુમાર ચાવત્ ત્રૈવેયકને નૈરયિકની જેમ જાણવા. વિજયાદિ ચાર અનુત્તર દેવને દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે પાંચ હોય, ભાવિમાં થનારી પાંચ, દશ, પંદર કે સંખ્યાતી હોય, સવાર્થ સિદ્ધ દેવને અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે પાંચ હોય, ભાવિમાં થનારી પાંચ હોય.
ભગવન્ ! નૈરસિકોને કેટલી ભાવેન્દ્રિયો અતીત કાળે હોય ? ગૌતમ ! અનંત. વર્તમાનકાળે ? અસંખ્યાતી. ભાવિમાં થનારી ? અનંત હોય. એ પ્રમાણે જેમ દ્રવ્યોન્દ્રિયોમાં બહુવચન વડે દંડક કહ્યો, તેમ ભાવેન્દ્રિયમાં પણ કહેવો. પરંતુ વનસ્પતિકાયિકોને વર્તમાનકાળે ભાવેન્દ્રિયો અનંત હોય.
ભગવન્ ! પત્યેક નૈરયિકને નૈરયિકપણામાં કેટલી ભાવેન્દ્રિયો અતીતકાળે હોય? ગૌતમ! અનંત. વર્તમાનકાળે કેટલી હોય? પાંચ. ભાવિમાં થનારી ? કોઈને હોય - કોઈને ન હોય, જેને હોય તેને પાંચ, દશ, પંદર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. એ પ્રમાણે અસુકુમારથી ાનિતકુમાર સુધી જાણવા, પણ વર્તમાનકાળે ન હોય. પૃથ્વીકાયિકથી યાવત્ બેઈન્દ્રિયપણામાં જેમ દ્રવ્યેન્દ્રિયો કહી, તેમ ભારેન્દ્રિયો કહેવી.
૧૨૪
તેઈન્દ્રિયપણામાં પણ તેમજ કહેવું, પરંતુ ભાવિમાં થનારી ત્રણ, છ, નવ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત ભાવેન્દ્રિયો કહેવી. ઉરિન્દ્રિયપણામાં પણ એમ જ જાણવું, પરંતુ ભાવિમાં થનારી ભાતેન્દ્રિયો ચાર, આઠ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. એ પ્રમાણે દ્રવ્યેન્દ્રિયોના ચારે પાઠ મુજબ અહીં ચારે પાઠ કહેવા પરંતુ ત્રીજા પાઠમાં જેને જેટલી ઈન્દ્રિયો હોય, તેને તેટલી ઈન્દ્રિયો ભાવિમાં જાણવી. ચોથા પાઠમાં દ્રવ્યેન્દ્રિયવત્ કહેતી. યાવત્ સસિદ્ધદેવપણામાં અતીતકાળે ભાલેન્દ્રિયો ન હોય, વર્તમાનકાળે સંખ્યાતી હોય, ભાવિમાં થનારી ન હોય.
• વિવેચન-૪૩૭ 1
ભગવન્ ! ઈન્દ્રિયો કેટલા પ્રકારે છે ? સૂત્ર સુગમ છે. - x - x - એક જીવ સંબંધે અતીત, બદ્ધ, પુરસ્કૃત્ દ્રવ્યેન્દ્રિય વિચારમાં પુરસ્કૃત-ભાવિ દ્રવ્યેન્દ્રિય આઠ, સોળ આદિ કહી છે. જે નૈરયિક પછીના જ ભવમાં મનુષ્યત્વ પામીને સિદ્ધ થાય, તેને મનુષ્યભવ સંબંધી આઠ ઈન્દ્રિયો, પછીના ભવમાં તિર્યંચપણુ પામી પછી મનુષ્યત્વ