________________
૧૫/૨/૧/૪૩૭
પામી સિદ્ધ થાય તેને બંને ભવની થઈને સોળ ઈન્દ્રિયો હોય. જે નકથી નીકળી તિર્યંચ પંચેન્દ્રિય, પૃથ્વીકાયાદિક, પછી મનુષ્ય થાય તેને સત્તર દ્રવ્યેન્દ્રિયો હોય. સંખ્યાત-અસંખ્યાત કે અનંતકાળ રહેનારને તેટલી-તેટલી દ્રવ્યેન્દ્રિયો હોય. અસુકુમાર સૂત્રમાં ભાવિ આઠ, નવ આદિ ઈન્દ્રિયો કહી. તેમાં સીધો મનુષ્યત્વ પામી સિદ્ધ થાય તેને આઠ દ્રવ્યેન્દ્રિયો હોય. અસુરથી ઈશાનદેવ સુધી પૃથ્વી આદિમાં જઈને પછી મનુષ્યત્વ પામી સિદ્ધ થાય તો તેને નવ ઈન્દ્રિયો હોય, સંખ્યાતી-અસંખ્યાતી-અનંત દ્રવ્યેન્દ્રિયો પૂર્વવત્.
૧૨૫
પૃથ્વી-પાણી-વનસ્પતિ સૂત્રમાં - ૪ - મનુષ્યત્વ પામી સિદ્ધ થાય તેને આઠ, એક પૃથ્વી આદિ ભવ પછી મનુષ્યત્વ પામી સિદ્ધ થાય તેને નવ દ્રવ્યેન્દ્રિયો થાય. તેઉકાય-વાયુકાય મરીને અનંતર મનુષ્યત્વ ન પામે. પણ વિકલેન્દ્રિય પછી અનંતર મનુષ્યત્વ પામે, પણ તેઓ સિદ્ધ ન થાય. તેથી તેમને જઘન્યથી નવ કે દશ દ્રવ્યેન્દ્રિયો હોય. બાકીના પૂર્વવત્.
મનુષ્ય સૂત્રમાં ભાવિ દ્રવ્યેન્દ્રિય કોઈને હોય - કોઈને ન હોય. તેમાં તે ભવે સિદ્ધ થનારને ન હોય, બાકીનાને હોય. અનંતર ભવે સિદ્ધ થાય તો આઠ, વચ્ચે પૃથ્વી આદિ એક ભવ કરીને સિદ્ધ થાય તો નવ, બાકીનાને પૂર્વવત્ કહેવી.
સનત્કુમારથી ત્રૈવેયક દેવોને નૈરયિકવત્ કહેવા, વિજયાદિ ચાર દેવના સૂત્રોમાં – અનંતર ભવે મનુષ્યત્વ પામીને સિદ્ધ થાય તેને આઠ દ્રવ્યેન્દ્રિયો હોય, બે મનુષ્ય ભવે સિદ્ધ થાય તેને સોળ દ્રવ્યેન્દ્રિયો, વચ્ચે દેવપણુ પામીને મનુષ્ય થઈ સિદ્ધ થાય, તેને ચોવીશ અને સંખ્યાતો કાળ સંસારમાં રહેનારને સંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય છે. પણ વિજયાદિ ચાર દેવોને અસંખ્યાત કે અનંતકાળ સંસાર ન હોય. સર્વાર્થસિદ્ધ પછીના ભવમાં અવશ્ય સિદ્ધ થાય, માટે તેને આઠ દ્રવ્યેન્દ્રિય હોય.
બહુવચનમાં નૈરયિકોને બદ્ધ વ્યેન્દ્રિયો અસંખ્યાતી કહી, કેમકે નૈરયિકો અસંખ્યાતા છે. મનુષ્ય સૂત્રમાં કદાચ સંખ્યાતી - કદાચ અસંખ્યાતી કહી, કેમકે - x - ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે, સંમૂર્ણિમ ક્યારેક સર્વથા ન હોય, હોય તો તેનો સમાવેશ કરતાં અસંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો તેમને હોય. - X - ૪ -
એક એક વૈચિકને તૈરચિપણામાં દ્રવ્યેન્દ્રિય ભાવિમાં નૈરચિપણું ન પામે તેને ન હોય, જો ફરી નકપણું પામનાર હોય તો એક વખતમાં આઠ ઈત્યાદિ જાણવું. મનુષ્યમાં તેમ ન કહ્યું, કેમકે મનુષ્યત્વમાં અવશ્ય ફરી આગમન થવાનું છે, તેથી જઘન્યથી અવશ્ય આઠ હોય. વિજયાદિ ચારમાં - X - વિશેષ એ કે ત્યાં ગયેલ જીવ મરણ પામી, તથાસ્વભાવથી કદિ પણ નૈરયિકથી તિર્યંચ પંચેન્દ્રિય, વ્યંતર, જ્યોતિષ્કમાં ન આવે, પણ મનુષ્ય અને સૌધર્માદિમાં આવે ઈત્યાદિ સુગમ છે. - x - x - મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૨૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
પદ-૧૬-પ્રયોગ' @
— * - * - * —
૦ એ પ્રમાણે પદ-૧૫ની વ્યાખ્યા કરી, હવે સોળમું કહે છે, તેનો સંબંધ આ છે – પૂર્વ પદમાં - ૪ - ઈન્દ્રિય પરિણામ કહ્યા. અહીં પરિણામના સમાનપણાથી પ્રયોગ
પરિણામ કહે છે -
. સૂત્ર-૪૩૮ ઃ
ભગવન્ ! પ્રયોગ કેટલા ભેટે છે ? ગૌતમ ! પંદર ભેદ. તે આ – સત્યમનઃ પ્રયોગ, અસત્યમનઃ પ્રયોગ, સત્યમૃષા મનઃપયોગ, અસત્યામૃષા મનઃ પ્રયોગ, એ રીતે ચાર વાન પ્રયોગ, ઔદાકિશરીરકાય પ્રયોગ, ઔદારિક મિશ્રશરીસ્કાય પ્રયોગ, વૈક્રિય શરીરકાય પ્રયોગ, વૈક્રિય મિશ્રશરીર કાય પ્રયોગ, આહારકશરીર કાપયોગ, આહારકમિશ્રશરીર કાય અને તૈજસકાણશરી • વિવેચન-૪૩૮ -
પ્રયોન-પ્ર ઉપરાર્ગ સહ યોગ - વ્યાપાર, અર્થાત્ પરિમંદ ક્રિયા કે આત્મવ્યાપાર, જે વડે ક્રિયાઓમાં કે સાંપરાયિક કે ઇપિથ કર્મની સાથે આત્મા જોડાય તે પ્રયોગ, તે પંદર છે.
(૧) સત્યમનઃ પ્રયોગ - સત્ એટલે મુનિ કે પદાર્થો. મુનિને મુક્તિ પ્રાપક હોવાથી અને યથાર્થ સ્વરૂપના ચિંતનથી પદાર્થોને હિતકારી તે સત્ય. જેમકે – “જીવ
છે, સત્-અસત્પ છે, શરીર માત્ર વ્યાપી છે,'' ઇત્યાદિ રૂપે યથાર્થ વસ્તુનું ચિંતન કરે તે સત્યમન, તેનો પ્રયોગ - વ્યાપાર, તે સત્યમનઃપ્રયોગ.
(૨) અસત્યમનઃ પ્રયોગ - સત્યથી વિપરીત તે અસત્ય, જેમકે - જીવ નથી અથવા એકાંત સત્ છે, ઈત્યાદિ કુવિકલ્પ કરનાર મન, તેનો પ્રયોગ - તે, અસત્ય મનઃપ્રયોગ.
(૩) સત્યામૃષામનઃ પ્રયોગ - જેમકે ધવ, ખેર, પલાશાદિથી મિશ્ર ઘણાં અશોકવૃક્ષો છતાં ‘આ અશોક વન છે' એવો વિકલ્પ કરવામાં તત્પર તે સત્યમૃષા મનઃપ્રયોગ. જો કે વ્યવહારનયથી તેને સત્યમૃષા કહે છે, ખરેખર તો તે અસત્ય છે.
(૪) અસત્યામૃષામનઃ પ્રયોગ - જે સત્ય નથી, તેમ અસત્ય પણ નથી, તે અસત્યામૃષા. અહીં મતભેદ હોય ત્યારે પદાર્થને સ્થાપન કરવાની બુદ્ધિથી સર્વજ્ઞના મતાનુસાર વિચાર કરાય, જેમકે – “જીવ છે - તે સત્ અસત્ રૂપ છે.' તે આરાધક હોવાથી સત્ય છે. મતભેદ હોય ત્યારે વસ્તુને સ્થાપન કરવાની બુદ્ધિથી સર્વજ્ઞના મતાનુસાર વિચાર કરાય, જેમકે – “જીવ છે - તે સત્ અસત્ રૂપ છે.' તે આરાધક હોવાથી સત્ય છે. મતભેદ હોય ત્યારે વસ્તુને સ્થાપન કરવાની બુદ્ધિથી સર્વજ્ઞ મત વિરુદ્ધ વિચારાય, ત્યારે ‘જીવ નથી’ ઈત્યાદિ વિરાધક હોવાથી અસત્ય છે. પણ જે વસ્તુને સ્થાપન કરવાની ઈચ્છા સિવાય સ્વરૂપ માત્રનો વિચાર કરવામાં તત્પર હોય, જેમકે “ઘડો લાવ” આદિ ચિંતન કરવામાં તત્પર તે અસત્યામૃષા. કેમકે અહીં
-