________________
૫/-/-/૩૧૬ થી ૩૨૧
૧૯૧
ચાર, બે અજ્ઞાન, ચક્ષુ દર્શન પર્યાય વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિકને જાણવા. પણ અહીં બે જ્ઞાન અધિક હોય છે. મધ્યમ સ્થિતિકને ઉત્કૃષ્ટ માફક કહેવા. પણ અહીં સ્થિતિ અપેક્ષાએ ત્રિસ્થાનાતિત હોય છે.
જઘન્ય કાળા ગુણવાળા બેઈન્દ્રિયની પૃચ્છા - ગૌતમ ! અનંતપર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? દ્દગુણ કાળો એક બેઈન્દ્રિય, બીજાની અપેક્ષાએ દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહનારૂપે છ સ્થાન પતિત છે. કાળાવર્ણ પર્યાયથી તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શપર્યાયથી, બે જ્ઞાન, બે અજ્ઞાન, અચક્ષુર્દર્શનપયયિ વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા ગુણવાળા પણ જાણવા. મધ્યમ કાળા ગુણવાળા પણ એમ જ છે. પણ સ્વસ્થાનને આશ્રીને છ સ્થાન પતિત છે. એમ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ માટે કહેવું.
જઘન્ય આભિનિબોધિક જ્ઞાની બેઈન્દ્રિયોને કેટલા પર્યાયો હોય છે ? ગૌતમ ! અનંતા. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની એક બેઈન્દ્રિય, બીજાની અપેક્ષાથી દ્રવ્યાપદેશાથથી તુલ્ય છે. અવગાહના વડે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિથી ત્રિસ્થાનપતિત છે. વદિ પર્યાયોથી છ સ્થાન પ્રાપ્ત છે. આત્મનિબોધિક જ્ઞાન પચાય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન અને અચક્ષુર્દર્શન પચિથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ આભિનિબોધિક જ્ઞાની પણ જાણવા. મધ્યમ આભિનિબોધિકજ્ઞાની પણ એમ જ છે. પરંતુ સ્વસ્થાન અપેક્ષાથી છ સ્થાનપતિત છે.
એ પ્રમાણે શ્રુતજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, અચક્ષુદર્શની બેઈન્દ્રિયો જાણવા. પરંતુ જ્યાં જ્ઞાન છે, ત્યાં અજ્ઞાન નથી, અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. દર્શન છે ત્યાં જ્ઞાન અને જ્ઞાન પણ હોય છે. એમ તેઈન્દ્રિયો પણ જાણવા. ચઉરિન્દ્રિય તેમજ છે, પણ ચક્ષુદર્શન અધિક છે.
[૩૧૯] ભગવન્ ! જઘન્ય અવગાહનીવાળા પંચેન્દ્રિય તિર્યંચોને કેટલાં પર્યાય છે? ગૌતમ ! અનંતા. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક પંચેન્દ્રિયતિચ બીજાની અપેક્ષાએ દ્રવ્ય-પ્રદેશઅવગાહનારૂપે તુલ્ય છે. પણ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. વદિ ચાર, બે જ્ઞાન, બે અજ્ઞાન, જે દર્શન પર્યાયો વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનામાં પણ જાણવું. પરંતુ ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન વડે છ સ્થાન પતિત હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા માફક મધ્યમ અવગાહનાવાળાને પણ કહેવા. પરંતુ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે.
જઘન્ય સ્થિતિક પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા.
ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય સ્થિતિક એક પંચેન્દ્રિય તિય, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
પતિત છે. સ્થિતિ વડે તુલ્ય છે. વર્ણાદિ ચાર, બે અજ્ઞાન, બે દર્શન વડે છ સ્થાન પતિત છે. ઉત્કૃષ્ટ સ્થિતિકને એમ જ જાણવો. પણ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દર્શન હોય છે. મધ્યમસ્થિતિકવાળાને પણ એમ જ જાણવા. પણ તે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. તેને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન હોય છે.
જઘન્ય કાળાવવાળા પંચેન્દ્રિય તિર્યંચ વિશે પk - ગૌતમ ! અનંતા પર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય કાળા વર્ણવાળો એક પંચેન્દ્રિય તિર્યંચ, બીજાની અપેક્ષા દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. પણ અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. કાળા વણપયિથી તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન વડે છ સ્થાનથી પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા જાણવા. મધ્યમ કાળા વર્ણવાળામાં પણ એમ જ જાણવું. પણ સ્વસ્થાનને આશ્રીને તે છ સ્થાનપતિત છે. આ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ સંબંધે જાણવું.
૧૯૨
જઘન્ય આભિનિબૌધિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પર્યાયો છે? ગૌતમ ! અનંતા પર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય આભિનિબોધિકાની એક પંચેન્દ્રિય તિચિ, બીજાની અપેક્ષા દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. પણ અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. કાળા વપર્યાયથી તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શપર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન વડે છ સ્થાનથી પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા જાણવા. મધ્યમ કાળા વર્ણવાળામાં ૫મ એમ જ જાણવું. પણ સ્વસ્થાનને આશ્રીને તે છ સ્થાન પતિત છે. આ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ સંબંધે જાણવું.
જઘન્ય આભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિય તિોને કેટલા પર્યાયો છે? ગૌતમ! અનંતા પર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય આભિનિબોધિજ્ઞાની એક પંચેન્દ્રિય તિર્યંચ, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહના અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે. વદિ ચાર વડે છ સ્થાનપતિત છે. આભિનિબોધિક જ્ઞાન પર્યાયથી મુલ્ય છે. શ્રુતજ્ઞાન, ચક્ષુદર્શન, ચક્ષુદર્શન પર્યાય વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ આભિનિબોધિક જ્ઞાની સંબંધે જાણવું. પણ સ્થિતિ વડે તે ખ્રિસ્થાન પતિત છે. તેને ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન હોય છે. સ્વસ્થાન અપેક્ષાથી તુલ્ય છે. બાકીના પર્યાયની અપેક્ષાથી છ સ્થાનપતિત છે. મધ્યમ આભિનિબોધિક જ્ઞાની ઉત્કૃષ્ટ માફક સમજવા, પરંતુ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે અને સ્વસ્થાન અપેક્ષાથી છ સ્થાન પતિત છે એમ શ્રુતજ્ઞાન પણ છે.
જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિયોનો પ્રશ્નન - ગૌતમ ! અનંતા પર્યાય છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય અવધિજ્ઞાની કોઈ એક પંચેન્દ્રિય