________________
૮/-I૯/૪૨૪
૨૫
પાંચ આદિ અનેક સમયોમાં થાય, તે વિશેષથી કહે છે - નિવઈન ક્રિયાના અંતરેમણે અવસ્થિત “પાંચમો સમય” અર્થ કQો. જો કે છઠ્ઠા આદિ સમયમાં તૈજસાદિ શરીર સંઘાત સમુત્પન્ન થાય છે, તો પણ અભૂતપૂર્વતાથી પાંચમો સમય જ અહીં થાય, બાકીનાનો “ભૂતપૂર્વ પણાથી જ” એમ કરીને ‘અંતરામંયે માણસ્સ' એમ કહ્યું.
તૈજસ અને કાર્પણ શરીરનો બંધસંઘાત સમુત્પન્ન થાય છે. કયા હેતુથી ? તે કહે છે - ત્યારે સમુદ્ઘાત નિવૃત્તિ કાળે, તે કેવળીના જીવપદેશો એકત્વ સંઘાતને પ્રાપ્ત થયેલા થાય છે. તેની અનુવૃત્તિથી તૈજસાદિ શરીર પ્રદેશોનો બંધ સમુત્પન્ન થાય છે. શરીરબંધ એ પક્ષમાં તૈજસ-કાર્પણ આશ્રય ભૂતત્વથી તૈજસકામણ શરીરીપ્રદેશો છે, તેનો બંધ સમુત્પન્ન થાય છે.
વીયાંતરાય ફાયાદિ કૃત શક્તિ, યોગ-મન વગેરે, યોગ સાથે વર્તે તે સયોગ, વિધમાન દ્રવ્યો-તથાવિધ પગલો જે જીવના હોય, તે સદ્રવ્ય. વીર્યપ્રધાન યોગ એ વીર્યસયોગ, તે અને આ સદ્ગવ્ય એ વિગ્રહ, તેનો ભાવ, તેથી વીર્યસયોગસદ્દવ્યતા. સવીર્યતાથી, સયોગતાથી, સદ્ભવ્યતાથી જીવનો પ્રમાદ લક્ષણ કારણથી તથા - એકેન્દ્રિય જાત્યાદિ ઉદયવર્તિ. યોગા - કાય યોગાદિ, પર્વ - તિર્યભવાદિને અનુભવતા એવા, માથે • તિર્યંચાયુ આદિ ઉદયવર્તિ. પપુર્વે - આશ્રીને, ઔદારિક પ્રયોગ સંપાદક, તે કર્મના ઉદયથી દારિક શરીર પ્રયોગ બંધ થાય છે. આ વીર્ય સંયોગ સદ્ભવ્યતાદિ પદો ઔદાકિ શરીર પ્રયોગ નામ કર્મોદયના વિશેષણતાથી વ્યાખ્યાયિત કરવા. વીર્ય સયોગ સદ્ભવ્યતાથી હેતુભૂતતાથી જે વિવક્ષિત કર્મોદય, તેના વડે, ઈત્યાદિ પ્રકારે અથવા આ દારિક શરીર પ્રયોગ બંધના કારણો સ્વતંત્ર છે. તેમાં
દારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? એમ પૂછતાં જે બીજા કારણો કહેવાય છે, તે વિવક્ષિત કર્મોદયમાં અભિહિત સહકારિ કારણોની અપેક્ષાએ આ કારણપણે જાણવા, એ અર્ચની જાણકારી માટે કહ્યું.
- X - X - એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ. - x - દેશબંધ અને સબંધ બંને છે. તેમાં જેમ પુડલો ઘીથી ભરેલ, તપેલી તાપિકામાં નાંખો, પહેલા સમયે વૃતાદિ ગ્રહણ કરશે જ. બાકીના સમયોમાં ગ્રહણ કરે અને વિસર્જે, એમ આ જીવો
જ્યારે પહેલા શરીરને છોડીને બીજાને ગ્રહણ કરે, ત્યારે પ્રથમ સમયે ઉત્પત્તિ સ્થાને જઈને શરીર પ્રાયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે જ, તે આ સર્વબંધ. પછી બીજા વગેરે સમયોમાં તેને ગ્રહણ કરે અને વિસર્જે, તે દેશબંધ. આ જ પ્રમાણે ઔદારિક શરીરનો દેશબંધ અને સર્વબંધ પણ કહેવો.
પૂડલાના દટાંતથી તેનો સર્વબંધ એક સમયનો છે. તેમાં જો વાય, મનુષ્યાદિ વૈક્રિય કરીને છોડે તો ફરી ઔદારિકનો એક સમય સર્વબંધ કરીને ફરી તેનો દેશબંધ કરતો એક સમય પછી મરે, ત્યારે જઘન્યથી એક સમયનો દેશબંધ થાય છે - ૪ -
દારિક શરીરીની ત્રણ પલ્યોપમ ઉકર્ષથી સ્થિતિ છે, તેમાં પહેલા સમયે સર્વબંધક, એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ ઉકર્ષથી ઔદારિક શરીરીનો દેશ બંધ કાળ હોય છે.
વાયુ દારિક શરીરી, વૈક્રિયમાં જઈને ફરી ઔદારિકને પ્રાપ્ત કરે તો
૨૧૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સર્વબંધક થઈને દેશબંધક એક સમય માટે થઈને મરે. એકેન્દ્રિયને ઉત્કૃષ્ટથી ૨૨,000 વર્ષ સ્થિતિ છે, તેમાં એ પ્રથમ સમયે સર્વબંધક, બાકીના કાળમાં દેશબંધક એ રીતે એક સમય ન્યૂન ૨૨,૦૦૦ વર્ષ એકેન્દ્રિયોનો ઉત્કૃષ્ટ દેશબંધકાળ છે.
પૃથ્વીકાય, ઔદાકિ શરીરીનું જઘન્યથી ક્ષુલ્લક ભવ ગ્રહણ જીવિત છે. તે ગાયા વડે કહે છે - ૫૬ પ્રમાણ આવલિકાથી ચોક ક્ષુલ્લક ભવ ગ્રહણ થાય. અંતર્મુહૂર્તમાં ૬૫,૫૩૬ ફુલક ભવ થાય. આનપ્રાણમાં ૧૭ ક્ષુલ્લક ભવ ગ્રહણ થાય. ઉચ્છવાસના ૧૩૫ મુહૂર્ત છે. અહીd ઉક્ત લક્ષણ ૬૫,૫૩૬ મુહૂર્તગત મુલક ભવ ગ્રહણ સશિથી 3993 મુહર્તગત ઉગ્રવાસ શશિ વડે ભાગ કરતાં જે પ્રાપ્ત થાય, તે એ ઉચ્છવાસમાં ફાલ્લક ભવગ્રહણ પરિમાણ થાય છે. તે ૧૩ છે, અવશિષ્ટ તે ઉક્ત લક્ષણ સશિ થાય છે. એવું કહેવા માંગે છે કે - જેના અંશોનું ૩૩૩ ફાલક ભવ પ્રાપ્ત થાય, તે અંશોને ૧૩૫માં ૧૮ ફુલક ભવ ગ્રહણ થાય. તેમાં જે પૃવીકાયિક ત્રણ સમયથી વિરહ વડે આવે, તે ત્રીજા સમયે સર્વબંધક, બાકીનામાં દેશબંધક થઈને આ ક્ષુલ્લક ભવગ્રહણે મરે. મરીને વિગ્રહથી આવે ત્યારે સર્વબંધક જ થાય છે. એ પ્રમાણે જે તે ત્રણ વિગ્રહ સમયો, તેનાથી ન્યુન એવા ક્ષલક ભવ ગ્રહણ કહ્યો. •x -
દેશબંધ જેમાં નથી આદિ - આ અર્થ છે અપ, તેઉ, વાયુ, વનસ્પતિ, બે-ત્રણચાર ઈન્દ્રિયોના ક્ષલક ભવ ગ્રહણ, ત્રણ સમય ન્યુન જઘન્યથી દેશબંધ છે, કારણ કે તેનું વૈક્રિયશરીર નથી. વૈક્રિયશરીર હોય તો જ એક સમય જઘન્યથી દારિક દેશબંધ પૂર્વોક્ત યુક્તી વડે થાય. ઉત્કૃષ્ટથી અકાયની 9ooo વર્ષ સ્થિતિ, તેઉકાયને ત્રણ અહોરમ, વનસ્પતિની ૧૦,૦૦૦ વર્ષ, બેઈન્દ્રિયની ૧૨ વર્ષ, તેઈન્દ્રિયની ૪૯ અહોરબ, ચઉરિન્દ્રિયની છ માસ, આ સર્વબંધસમય ન્યૂન ઉત્કૃષ્ટથી દેશબંધ સ્થિતિ છે.
વાય, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યોનો જઘન્યથી દેશબંધ એક સમય, ભાવના પૂર્વવત્ ઉત્કૃષ્ટથી વાયુકાયની 3000 વર્ષ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોની ત્રણ પલ્યોપમ સ્થિતિ છે. આ સ્થિતિમાં સર્વબંધ સમય ન્યૂન એવી ઉત્કૃષ્ટથી દેશબંધ સ્થિતિ થાય છે. મનુષ્યોની દેશબંધ સ્થિતિ પ્રાપ્ત છે, તો પણ સૂત્રમાં સાક્ષાત્ કહી છે. - - હવે ઔદારિક શરીર પ્રયોગબંધનું અંતર – | સર્વ બંધ અંતર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ. કઈ રીતે?
દારિક શરીરમાં ત્રણ સમયના વિગ્રહથી આવે છે, તેમાં બે સમય અનાહારક, બીજા સમયે સર્વબંધક, ક્ષુલ્લક ભવમાં રહીને મરીને ઔદારિક શરીરીમાં જ ઉત્પન્ન થાય ત્યારે પહેલા સમયે સર્વબંધક. એ રીતે સર્વબંધનું સર્વબંધથી અંતર ક્ષુલ્લકભવે વિગ્રહ ગત ત્રણ સમય ન્યૂન. ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ અને પૂર્વકોટી સમય અધિક સર્વ બંઘાંતર થાય છે. કઈ રીતે? મનુષ્યાદિમાં અવિગ્રહથી આવે, તેમાં પહેલા સમયે સર્વબંધક થઈને પૂર્વકોટિ રહીને 33-સાગરોપમ સ્થિતિનારક કે સર્વાર્થસિદ્ધ થઈને ત્રણ સમયના વિગ્રહથી
દારિક શરીરી થઈ, તેમાં વિગ્રહના બે સમય અનાહાક અને બીજે સમયે સર્વબંધક. - X - X - આ રીતે સર્વબંધનું સર્વબંધથી ઉત્કૃષ્ટ અંતર થાય.
દેશબંધ અંતર, જઘન્ય એક સમય. કઈ રીતે ? દેશબંધક મરીને વિગ્રહથી